Author: Satya-Day

ram

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત આજે થવા જઈ રહી છે.. આજે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. પીએમ મોદી 12 વાગ્યાને 40 મિનિટ 8 સેકન્ડ પર રામ જન્મભૂમિ પર રામ મંદિરની આધારશિલા મુકશે. સેનિટાઇઝ કરાયું વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા હનુમાનગઢી મંદિરમાં સેનિટાઇઝેશન કરવામાં આવ્યું ભૂમિપૂજનની સાથે-સાથે હવામાનમાં પલટો અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન પહેલા હવામાનનો મિજાજ બદલાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પવન ફુંકાવાની સાથે વરસાદ પડી રહ્યો છે. બાબા રામદેવનું ટ્વિટ યોગ ગુરૂ બાબા રામદેવે હનુમાનગગઢી મંદિર ખાતે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક દિવસ છે. હવે ભારતમાં રામ રાજ્ય સ્થપાશે. ‘બાબરી મસ્જિદ…

Read More
ram

રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યાને તૈયાર કરવામાં આવ્યું છે. ભૂમિપૂજનનું શૂભમુહૂર્ત 12.44 વાગ્યાનું છે. પીએમ મોદી સવારે 11.30 વાગ્યે અયોધ્યા પહોંચશે. તેના માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ પરિસર અને આસપાસનો વિસ્તાર રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. રામ મંદિરના શિલાન્યાસની લાઈવ અપડેટઃ પીએમ મોદીનો અયોધ્યા પ્રવાસઃ 5 ઓગસ્ટ સવારે 9:35 કલાકે દિલ્હીથી વડાપ્રધાન સ્પેશિયલ ફ્લાઈટથી લખનઉ જવા માટે રવાના થશે → 1 કલાક બાદ આ ફ્લાઈટ 10:35 કલાકે લખનઉ એરપોર્ટ પર લેન્ડ કરશે → જેના 10 મિનિટ બાદ 10:45 કલાકે વડાપ્રધાન હેલિકૉપ્ટરથી અયોધ્યા જવા માટે રવાના થશે → સવારે 11:30 કલાકે વડાપ્રધાન મોદી…

Read More
11 6 1024x574 1

અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે ગુજરાત રાજ્ય પોલીસને હાઇ એલર્ટ પર મુકાઈ છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે બુધવારે થઈ રહેલા ભૂમિપૂજન મામલે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ શહેર સહિત સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે. બીજી તરફ સ્ટેટ આઈબી અને સેન્ટ્રલ આઇબી પણ એલર્ટ થઈ ગઈ છે રાજ્યમાં થતાં નાનામાં નાના કાર્યક્રમો સહિત મૂવમેન્ટની માહિતી પણ સેન્ટ્રલ આઈબી સુધી એજન્સીઓને મોકલવા આદેશ કરાયા છે. જોકે શહેરમાં અનેક સ્થળો પર રામ ભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમો અને ઉજવણીઓ થવાની છે તેના પર પણ સતત વોચ રાખવા પોલીસને આદેશ કરાયા છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ…

Read More
Corona lockdown 15 20200510 402 602

કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે લોકોમાં ભયનો માહોલ જેવા મળી રહ્યો છે. સુરત શહેરમાં કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે મંગળવારે કોરોનામાં પૂર્વ નગર સેવક ઉર્મિલાબેન રાણાનું મોત નિપજ્યું હતું. હવે  સુરત જિલ્લા વિકાસ અધિકારીના પી.એ. પઢીયારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચવા પામ્યો છે. હાલ જિલ્લા વિકાસ અધિકારીના પી.એ સહિત તેમના પણ સમગ્ર પરીવારને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી હસમુખભાઈ ચૌધરીની તબિયત લથડતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આજે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

Read More
Exams new

UPSC દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષા 2019 નું પરીણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું છે. સંધ લોક સેવા આયોગની પરીક્ષામાં કુલ 829 ઉમેદવારો પરીક્ષામાં ઉતીર્ણ થયા છે.  જેમાં સામાન્ય શ્રેણીની 304, પછાત વર્ગના 251, અનુસુચિત જાતિના 129, અનુસુચિત જન-જાતિના 67 અને આર્થિત રીતે પછાતના 78 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મધ્ય પ્રદેશના પ્રદિપ સિંધે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે,  બીજા સ્થાને જતિન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા ઉતિર્ણ થયા છે. UPSC ટોપ-10 માં 10 યુવતીઓએ સ્થાન મેળવ્યું છે.  આ તમામ પૈકી સફળ ઉમેદવારોને તેમના રેન્ક અને પસંદ પ્રમાણે સેવા ફાળવવામાં આવી છે. IAS સેવામાં 180 ઉમેદવારો, IPS…

Read More
valsad

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાતી પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ કરતા ઝડપાયેલા વિધાર્થીઓની સુનાવણી ગાંધીનગર ખાતે બોર્ડની કચેરીમાં રાખવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાની પરિસ્થિતિના કારણે વિધાર્થીઓને ગાંધીનગર સુધી ધક્કા ન થાય તે માટે ગુજરાતના ચાર ઝોનમાં અલગ–અલગ સ્થળોએ સુનાવણી રાખવામાં આવી હતી. વિધાર્થીઓને સાંભળી યોગ્ય નિર્ણય લેવાની સત્તા જે–તે જિલ્લાની બોર્ડની કમિટીને આપવામાં આવી હતી અને આ મુજબ સુનાવણી કરાયા બાદ જિલ્લા સમિતિ દ્રારા જે ચુકાદાઓ આપવામાં આવેલ છે. જેની સામે 110 વિધાર્થીઓએ વાંધો નોંધાવ્યો છે અને અપીલ કરી છે. ધોરણ 10 ના 69 , ધોરણ–12 સામાન્ય પ્રવાહના 33 અને વિજ્ઞાન પ્રવાહના સાત વિધાર્થીઓ…

Read More
Exams new

કોરોના મહામારીને કારણે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ડિપ્લોમાં અને યુજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની આજે ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષામાં ટેકનિકલ ખામી સર્જાતા 1 હજાર જેટલા યુજીના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષામાં ન જોડાઈ શક્યા. પાસવર્ડ અને રજીસ્ટર્ડ ઈન્સ્ટ્રુમેન્ટ બદલાતા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા માટે લોગઈન ન કરી શકતા સમસ્યા સર્જાઈ હતી. જેને કારણે 12,500 માંથી આશરે 11,500 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની આગામી દિવસમાં ફરીથી પરીક્ષા લેવાશે. 17 ઓગસ્ટના રોજ બાકી રહી ગયેલા યુજીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય તેવી શક્યતા છે. આજે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા કોરોના મહામારીના કારણે ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવી હતી.  કોરોના મહામારીને કારણે GTU દ્વારા MCQ ફોર્મેટમાં…

Read More
RAIN GUJARAT

 ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. જેના પગલે અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. જો કે રાજ્યના હવામાન વિભાગે 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટના 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં વરસાદી સિસ્ટમ ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધીને ઓડિશા, મધ્ય પ્રદેશ થઈને ગુજરાત ઉપર આવશે. જેને પગલે આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ થશે. ગુજરાતના જે જિલ્લાઓમાં વરસાદ ઓછો નોંધાયો છે, તેવા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી . 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને…

Read More
GUJARATRAIN

સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 21.68 ઇંચ વરસાદની સાથે જ મૌસમનો કુલ 39.22 ટકા વરસાદ વરસ્યો છે. આટલો વરસાદ નોંધાયો હોવા છતા છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે વરસ્યો છે. શહેર અને જિલ્લામાં આ વર્ષે જુન મહિનામાં ચોમાસાની સમયસર શરૃઆત થઇ હતી. પરંતુ ત્યારબાદ આખા જુન મહિનામાં મેઘરાજા અલપ ઝલપ જ વરસતા જુન મહિનાનો કુલ વરસાદ 150 મિ.મિ ( 6 ઇંચ ) નોંધાયો હતો. આ વરસાદની સરખામણીમાં જુલાઇ મહિનામાં મેઘરાજાએ તોફાની બેટિગ કરતા જુન મહિના કરતા અઢી ગણો 396 મિ.મિ ( 15.84 ઇંચ ) વરસાદ નોંધાયો છે. જયારે જુન અને જુલાઇ મહિના થઇને સુરત જિલ્લાનો કુલ વરસાદ ૫૪૬…

Read More
Donald Trump Sandesh 2

ડોનાલ્ડ ટ્રમ્પે એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત હવે અમેરિકન નાગરિકો દ્વારા વિદેશી પ્રોફેશનલ્સને કામ પર રાખવા પર રોક લગાવી દેવામાં આવી છે. અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવા જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ ઓથોરિટીએ અમેરિકન પ્રોફેશનલ્સના હિતોની સુરક્ષા કરવાના નામે 23 જૂને જ આ વર્ષના અંત સુધી H-1B વિઝા અને વિદેશી કામદારોના અમેરિકામાં કામ કરવા માટે જરૂરી અન્ય વિઝાને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. જેના એક મહિના બાદ આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકાના શ્રમ મંત્રાલયે આ નિર્ણય અંગે જણાવ્યું કે, H-1B વિઝાના નામે થતાં ફ્રોડને રોકવા અને અમેરિકોના હિતોની સુરક્ષા માટે…

Read More