Author: Satya-Day

corona inside hospitals 1

લખનૌથી કોરોના સંક્રમિત ઘણા દર્દીઓ અચાનક ગાયબ થઈ ગયા છે. સરકારી રેકોર્ડમાં ખોટા નામ, સરનામા અને મોબાઈલ નંબર્સ નોંધાયા અને ગાયબ થઈ ગયા. વિભાગમાં હંગામો થયા બાદ તેની યાદી પોલીસ સર્વેલન્સ ટીમને સોંપવામાં આવી હતી. પોલીસે ભારે મુશ્કેલી સાથે 1,171 કોરોના પોઝિટિવ દર્દીઓને શોધી કાઠ્યા છે. વળી, 1,119 દર્દીઓ હજુ પણ ગુમ છે. શોધખોળ ચાલી રહી છે. તારીખ 23 થી 31 જુલાઇની વચ્ચે આ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ બધા ગાયબ થઈ ગયા હતા. જ્યારે વહીવટીતંત્રએ તેમના નામો અને સરનામાઓની તપાસ કરી તો તે બનાવટી હોવાનું જાણવા મળ્યું હતુ. જે બાદ તેમની યાદી પોલીસને સોંપવામાં આવી હતી. હવે સર્વેલન્સ…

Read More
RAMA

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનાં અતિથિઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. જો કે, હજી પણ કેટલાક નામો બદલી શકાય તેમ છે. ઇકબાલ અન્સારી, જેઓ અયોધ્યા કેસમાં પક્ષકાર હતા, તેમને પણ ભૂમિ પૂજા કરવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આમંત્રણ મળ્યા પછી ઇકબાલ અન્સારીએ કહ્યું, “હું માનું છું કે ભગવાન રામની ઇચ્છા હતી કે મને પહેલું આમંત્રણ મળે. હું તેને સ્વીકારું છું.” અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન 5 ઓગસ્ટે બપોરે 12.30 વાગ્યે થશે. આ પ્રસંગમાં ભાગ લેવા માટે ફક્ત થોડા લોકોને આમંત્રણ અપાયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં રાષ્ટ્રપતિ મહંત નૃત્ય ગોપાલદાસે મોકલેલા આ આમંત્રણ પત્રમાં લખ્યું છે કે શ્રી રામ જન્મભૂમિ મંદિર…

Read More
NASA 2

નાસાએ તેના 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ અવકાશયાત્રીને સીધા સમુદ્રમાં ઉતાર્યા છે. નાસા અને સ્પેસએક્સએ પણ ઇવેન્ટનું લાઇવ ટેલિકાસ્ટ કર્યું હતું. જેને દેશ-દુનિયાના લાખો લોકોએ જોયું. પરીક્ષણ ફ્લાઇટના પાઇલટ ડાઉ હર્લી અને બોબ બેહનેકને શનિવારે રાત્રે આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરથી પૃથ્વી માટે રવાના થયા હતા અને એક દિવસ કરતા પણ ઓછા સમયમાં પૃથ્વી પર પહોંચ્યા હતા. કંપનીના કામકાજને નિયંત્રિત કરનારાઓએ કહ્યું, “પૃથ્વી પર આપનું સ્વાગત છે અને સ્પેસ એક્સ ઉડાન બદલ આભાર.” નાસા દ્વારા કહેવામાં આવ્યું છે કે ડ્રેગન નામની કેપ્સ્યુલનું નામ ક્રૂ દ્વારા ડ્રેગન એન્ડેવર રાખવામાં આવ્યું છે, જે પૃથ્વીની ભ્રમણકક્ષાથી પૃથ્વી તરફ 28 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે…

Read More
RAIN GUJARAT

મંગળવારથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતાં શહેરો બેટમાં ફેરવાયા હતા. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી ધોધમાર વરસાદે વિરામ લીધો હોય તેમ છૂટા છવાયા ઝાપટાં પડી રહ્યા છે. રવિવારની વાત કરીએ તો શહેરમાં દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને બફારાનો વર્તારો રહેતા લોકો હેરાન પરેશાન થયા હતા. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાંક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક…

Read More
11 6 1024x574 1

શનિવારે બદલીની જાહેરાત બાદ આજે નિમણૂંક અપાયેલા અધિકારીઓએ પોતાનો વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. અમદાવાદમાં IPS સંજય શ્રીવાસ્તવે અમદાવાદ CP તરીકે ચાર્જ સંભાળી લીધો હોવાનો અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય સુરત CP તરીકે અજય તોમરે પણ ચાર્જ સંભાળી લીધો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં IPS સંજય શ્રીવાસ્તવે અમદાવાદ CP તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. આ પ્રસંગે શહેરના DGP આશિષ ભાટિયાએ ચાર્જ હેન્ડઓવર કર્યો હતો. IPS સંજય શ્રીવાસ્તવે જ્યારે ચાર્જ સંભાળ્યો તે વખતે શહેરના PI, ACP, DCP કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને તેમના નવા કાર્યકાળ વિશે શુભેચ્છાઓ આપી છે. શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે આજે…

Read More
1e13612c90773581ceba275e62c2afc4

રાજકોટના દૂધસાગર રોડ પાસેની લાખાજીરાજ સોસાયટીમાં ભાજપના કાર્યકર આરીફ ગુલામહુશેન ચાવડાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.  રાજકોટ ડેરીના કર્મચારી, તેના પુત્ર અને ભત્રીજાએ બે વર્ષથી ચાલતી તકરારને હત્યાનો અંજામ આપ્યો હતો. દૂધની વાનગીઓ બનાવતા શખ્સ સાથે દૂધની વાનગીઓમાંથી આવતી દુર્ગંધ અંગે માથાકૂટ ચાલતી હોય જે સંદર્ભે સમજાવવા જતા સામા પક્ષના પિતા-પુત્ર સહીત ત્રણ શખ્સોએ પાછળથી છરીના ઘા ઝીકી દેતા મુસ્લિમ ભાજપ અગ્રણીને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

Read More
Coronavirus EPS 12

ગુજરાતમાં  છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો 1100ને પાર થઈ ગયા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના કુલ 14,572 એક્ટિવ કેસો છે. જેમાં સુરતમાં સૌથી વધુ 3813 એક્ટિવ કેસો છે. જ્યારે આ પછી અમદાવાદમાં 3523 એક્ટિવ કેસો સાથે બીજા નંબરે, જ્યારે 998 એક્ટિવ કેસો સાથે રાજકોટ ત્રીજા નંબરે છે. સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો સુરત, અમદાવાદ, રાજકોટ પછી વડોદરા, મહેસાણા, દાહોદ, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર અને ભરુચ આવે છે. ટોપ-10 એક્ટિવ કેસોમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં છે. જેમાં રાજકોટ પછી ભાવનગરમાં 423, સુરેન્દ્રનગરમાં 406 અને જામનગરમાં 357 એક્ટિવ કેસો છે. આ પછી દક્ષિણ ગુજરાતના બે, ઉત્તર ગુજરાતના બે અને મધ્ય ગુજરાતના…

Read More
PM

ગાંધી પરિવાર પર અવાર નવાર શાબ્દિક હુમલા કરતા ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીના નિશાને હવે પીએમ મોદી જ આવી ગયા છે. રામ મંદિરના મુદ્દે ડો.સ્વામીએ કહ્યુ હતુ કે, રામ મંદિર નિર્માણમાં પીએમ મોદીનુ કોઈ યોગદાન નથી. ભાજપના સાંસદે કહ્યુ હતુ કે, પાંચ વર્ષથી રામ સેતની ફાઈલ તેમના ટેબલ પર પડી છે. ડો.સ્વામીને સવાલ પૂછાયો હતો કે, રામ મંદિરના ભૂમી પૂજનમાં કોને-કોને બોલાવવામાં આવવા જોઈએ…જેના જવાબમાં સ્વામીએ કહ્યુ હુત કે, પીએમ મોદીનુ મંદિર નિર્માણમાં કોઈ યોગદાન નથી. મંદિરના ફેવરમાં અત્યાર સુધીની દલીલો અમે કરી છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી સરકાર તરફથી એવુ કોઈ કામ કરવામાં આવ્યુ નથી જેને લઈને એવુ…

Read More
BHARAT 1

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ભરતસિંહ સોંલકીએ જીવલેણ કોરોના વાયરસના ચેપમાંથી મુક્ત થઈ ગયા છે. કોરોનાને મ્હાત આપવા છતાં તેમને હોસ્પિટલમાંથી રજા મળી નથી. ઘણા લાંબા સમયથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારાવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે ભરતસિંહ સોલંકીની તબિયત હજુ પણ નાજુક છે. એન્ટિબાયોટિક દવાની અસર થતા તેઓને રજા આપવામાં આવી નથી. એન્ટિબાયોટિકની અસર ભરાતસિંહને કિડની પર થઈ છે.જેના લીધે હાલ ખાનગી હોસ્પિટલમાં ભરતસિંહની સારવાર ચાલુ છે.

Read More
Dph067QU8AE0l3s

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનની તૈયારીઓ જોર શોરથી અયોધ્યામાં ચાલી રહી છે. અયોધ્યામાં રામ મંદિર માટે 5 ઓગસ્ટે ભૂમિપૂજન થશે. આ તૈયારીઓની ખાસ તકેદારી માટે આજે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા જશે.  પીએમ મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે. આજથી જ અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ શરૂ થશે. આજથી 3 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમની શરૂઆત ગૌરી-ગણેશ પૂજાની સાથે થશે. સવારે  21 પુરોહિત ગૌરી ગણેશનું આહ્વાહન કરીને શિલાન્યાસ કાર્યક્રમની શરૂઆત કરશે.મળતી માહિતી અનુસાર આજે સીએમ યોગી અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં સીએમ યોગી રામ જન્મભૂમિ પરિસરની નજીક માનસ ભવનમાં તમામ અધિકારીઓ સાથે તૈયારીઓ અંગે ચર્ચા કરશે. આ સાથે પરિસરમાં બની રહેલા પંડાલ, સડક અને અન્ય…

Read More