Author: Satya-Day

corona inside hospitals 1

 દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 50 હજારથી વધુ નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 54,736 નવા કેસ મળી આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 853 લોકોના મરણ નોંધાયા છે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 17,50,724 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે 37,364 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. આ સાથે રાહતની વાત એ પણ છે કે, દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. અત્યાર સુધી 11,45,630 લોકો કોરોનાને માત આપવામાં સફળ…

Read More
SONIAAA 1

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રવિવારે દિલ્હીની  હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિન મુજબ, કોંગ્રેસ અધ્યક્ષને 30 જુલાઈનાં રોજ સાંજે 7 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમને આજે 1 વાગ્યે રજા આપવામાં આવી હતી. સોનિયા ગાંધીની તબિયત હાલ સ્થિર છે. આ પહેલા શુક્રવારે તેમની તબિયત અંગેનું એક બુલેટિન પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ડોકટરોએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીની તબિયત ઝડપથી સુધરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનિયા ગાંધી ઘણી વખત અસ્વસ્થ રહ્યા છે. વિદેશમાં પણ તેની સારવારનાં અહેવાલો આવ્યા હતા. સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ થયાનાં થોડા કલાકો પહેલા સોનિયાએ પાર્ટીનાં રાજ્યસભાનાં સભ્યો…

Read More
DR ANGEL DESAI SANDESH

મૂળ વલસાડના ડોક્ટર દીકરીએ સમગ્ર દેશ અને અનાવિલ સમાજનું નામ અમેરિકામાં રોશન કર્યુ છે. ડૉ. એંજલ દેસાઇને વર્ષ ૨૦૨૦-૨૧ માટે પેડેમિકટેક ઇનોવેશન (નવીન શોધ) ફેલોશિપની નવાજેશ કરવામાં આવી છે. જેથી, તેઓ કોરોના જેવી મહામારીના અવરોધ માટે વાસ્તવિક પ્રતિકારક અને ક્રિયાત્મક પગલાં લેવા માટે વૈશ્વિક સ્તરે સૂચનો આપવા કાર્યરત રહી શકે. ડૉ. એંજલ દેસાઇ ચેપી રોગો માટેના નિષ્ણાંત ફિઝિશિયન છે. પેડેમિકટેક એ, અમેરિકાના ઓસ્ટિન, ટેક્સાસમાં કાર્યરત નૂતન આવિષ્કાર માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ એવા સમર્પિત સંશોધકો માટેની સંસ્થા છે. વર્ષ ૨૦૧૬થી શરૂઆત થયેલી આ સંસ્થામાં એક લાખ યુ.એસ. ડોલરની આ ફેલોશિપની સહાયથી ડો. એંજલ દેસાઇ, ProMED Team- ઇમ્પિરિયલ કોલેજ, લંડન અને હાર્વર્ડ…

Read More
799bd0db9194035ac37fcd0aad8ef388

ધંધુકા હાઇવે પર એક ટ્રકમાં બાલાસ્ટ થતા ભીષણ આગ ની ભભૂકી ઉઠી છે. ધંધુકાના ફેદરા-તારાપુર હાઇવે પર ગાંધીધામથી ઝેરી ક્લોરાઇન ભરેલો એક ટ્રક વડોદરા તરફ પસાર થઈ રહ્યો હતો. દરમિયાન અકારણોસર આ ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી. બ્લાસ્ટને કારણે પ્રચંડ જ્વાળાઓ પણ ઉઠી હતી. ટ્રક નજીક થી પસાર થતાં વાહનોને અને વાહન ચાલકોને નાનીમોતી ઇજા થવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફેદરાના હરિપુરા પાટિયા પાસે ગેસ વેલ્ડીંગના બાટલા લઈને જતી ટ્રકમાં બ્લાસ્ટ થતાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. તો બીજી તરફ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.…

Read More
rupani and nitin patel

 અમદાવાદ બાદ સુરત કોરોનાનું હોટસ્પોટ તરીકે ઉભરી રહ્યું છે. ડાયમંડ સિટીમાં કોરોના દરરોજ પોઝિટિવ કેસોનો આંકડો રેકોર્ડ તોડી રહ્યો છે. જેના કારણે સરકારની પણ ચિંતા વધી છે. આથી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સુરતની મુલાકાત લેવાના છ પોતાની મુલાકાત દરમિયાન CM અને DyCM સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો ઉપરાંત અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરશે. આ ઉપરાંત 1 હજાર બેડની કોવિડ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે.  ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વડોદરા અને રાજકોટની મુલાકાત લીધી હતી. રાજ્યમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરા અને રાજકોટમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી…

Read More
1250653

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે. ત્રણ મહિનામાં પહેલીવાર એવું થયું છે જ્યારે એક દિવસમાં ફક્ત 700 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. આ દરમિયાન મુંબઈમાં સીરો સર્વિલાન્સ સ્ટડી કરવામાં આવી, જેમાં ખુલાસો થયો છે કે સ્લમ એરિયાનાં 57 ટકા અને બાકીનાં 16 ટકા લોકોમાં એન્ટીબૉડી ડેવલપ થઈ ગઈ છે, એટલે કે અનેક લોકો કોરોનાથી પ્રભાવિત થયા હતા. મુંબઈ સીરો સર્વિલાન્સ સર્વેની શરૂઆત 3 જૂનનાં કરવામાં આવી હતી. આ દરમિયાન અંદાજિત 8870માંથી 6936 નમૂના ભેગા કરવામાં આવ્યા હતા. આ સર્વે સ્લમ એરિયા અને બિન-સ્લમ એરિયાનાં ત્રણ વિસ્તારો આર-નૉર્થ, એમ-વેસ્ટ અને એફ-નૉર્થમાં મધ્ય જુલાઈ સુધી કરવામાં આવ્યો.…

Read More
Screenshot 20200802 113051 01

આગામી 5 ઓગષ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજનની વિધિ કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં સામેલ થવા માટે અયોધ્યા પહોંચશે. જો કે તેના પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાત લેશે. મુખ્યમંત્રી યોગી આજે અયોધ્યામાં તૈયારીઓનો તકાજો લેવાના છે. મુખ્યમંત્રી યોગી આજે બપોરે 2 કલાકે અયોધ્યા પહોંચવાના છે અને તેઓ ત્રણ કલાક સુધી અયોધ્યામાં રોકાશે. ત્યાર બાદ સાંજે 5 કલાકે યોગી આદિત્યનાથ લખનૌ પાછા ફરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસર પાસે માનસ ભવનમાં તમામ ટોચના અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરશે.

Read More
TikTok 759

ભારત બાદ અમેરિકામાં TikTok પર પ્રતિબંધ થવાનો હતો પરંતુ કંપની અમેરિકા આગળ ઘૂંટણીએ નમી ગઇ. અમેરિકામાં TikTok પર પ્રતિબંધ નહીં મૂકાય. અમેરિકા બાદ ટિકટોક ટૂંક સમયમાં જ ભારતમાં પરત આવી શકે છે. TikTok હવે માઇક્રોસોફ્ટનું થઇ ચૂક્યું છે. અમેરિકામાં ટિકટોકનાં વેપારને હવે માઇક્રોસોફ્ટ જોશે અને માઇક્રોસોફ્ટનાં સર્વર પર જ ટિકટોક યુઝર્સનો ડેટા સ્ટોર થશે. અમેરિકી ટિકટોક યુઝર્સનાં ડેટાની સંપૂર્ણ જવાબદારી માઇક્રોસોફ્ટની હશે. મળતા રિપોર્ટ અનુસાર, માઇક્રોસોફ્ટ ટિકટોકને પાંચ બિલિયન ડોલર્સમાં ખરીદી શકે છે. શરૂઆતમાં માઇક્રોસોફ્ટ, ટિકટોકનાં માત્ર અમેરિકી બિઝનેસ હેન્ડલ કરશે પરંતુ એ પણ સંભવ છે કે ભારતીય બજારની જવાબદારી પણ માઇક્રોસોફ્ટને જ આપવામાં આવે અને જો એવું થયું તો…

Read More
ramm

રામ જન્મભૂમિ નાં આ અલૌકિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં ગુજરાતમાંથી આઠ સંતોને (Ram Janmabhoomi) ભૂમિપૂજનમાં ભાગ લેવા માટે આમંત્રણો પાઠવવામાં આવ્યા છે. જેમાં બી.એ.પી.એસ.ના વડા મંહત સ્વામીનો સમાવેશ થાય છે. જો કે તેમના સ્થાને અમદાવાદનાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના બે સ્વામીઓ ભાગ લેવા જવાના છે. જેમાં સંતવર્ય પૂ. બ્રહ્મવિહારી સ્વામી તથા પૂ. અક્ષરવત્સલ સ્વામી શિલાન્યાસ વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા જશે. છેલ્લાં કેટલાંય વર્ષોથી રામ જન્મભૂમિને લઇને વિવાદ ચાલતો હતો. ત્યારે સુપ્રિમ કોર્ટનાં હુકમ બાદ રામજન્મ ભૂમિ માટે જમીન ફાળવવામાં આવી છે. મંદિરનાં નિર્માણથી માંડીને સમગ્ર કામગીરી માટે કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્રારા આ જમીનમાં મંદિરનું નિર્માણ કરવામાં આવશે.…

Read More
gujarat police1 3786593 835x547 m

શનિવારે મોડી રાત્રે ૭૪ IPS ની બદલી કરવામાં આવી છે.  અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ, વડોદરા પોલીસ કમિશનર તરીકે આર બી બ્રહ્મભટ્ટ અને સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમરની નિમણુક થઈ છે. ત્યારે અમદાવાદમાં મોટા ભાગના અધિકારીઓની બાદલી થઈ ગઈ હતી. શાહઆલમ પથ્થરમારા કેસમાં નિષ્ફ્ળ થતાં સેકટર ૨ અને ઝોન ૬ ને પણ સાઈડ પોસ્ટિંગ અપાયા હોવાની ચર્ચા છે.વડોદરા પોલીસ કમિશનર સરકારના વિશ્વાસુ હોવાથી તેમને આઇબીમાં મૂક્યા હતા. સીઆઇડી ક્રાઇમનાં વડા સંજય શ્રીવાસ્તવને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણુક આપી હતી ડીજીપી કેશવ કુમારને ગુડ બુકમાંથી બહાર થઇ ગયા હોવાથી એસીબીમાં જ રખાયા હતા. સુરત કમિશનર તરીકે અજય તોમર, સુરત…

Read More