Author: Satya-Day

વિશ્વના સૌથી ઝડપી વિમાનને ઓવરટયુર નામ અપાયું છે અને હાલમાં કોલોરાડામાં તેનું કામકાજ ચાલી રહ્યું છે. રોલ્સ રોયસ ઓવરટયુરની પ્રપલ્સન સિસ્ટમ તૈયાર કરશે. હાલમાં લંડનથી ન્યૂયોર્ક જવામાં લગભગ સાત કલાકનો સમય લાગે છે પરંતુ ૫૧૮૦ માઈલ્સની ઝડપે ઉડનાર ઓવરટયુર તેના અડધા સમયમાં એટલે કે સાડા ત્રણ કલાકની અંદર ન્યૂયોર્ક પહોંચાડી દેશે. બૂમ સુપરસોનિકનું આ વિમાન પ્રવાસી વિમાની છે અને તેને માટે કંપનીને ગતા વર્ષે લગભગ ૧૦૦ મિલિયન ડોલરનું રોકાણ મળ્યું હતું. બૂમના ફાઉન્ડર બ્લેક સ્કોલ જણાવે છે કે હાલમાં ઓવરટયુરના નિર્માણ માટે રોલ્સ રોયસ અને બૂમ સાથે મળીને કામકાજ કરી રહ્યાં છે. આ સંપૂર્ણપણે પેસેન્જર વિમાન છે અને લંડનથી ન્યૂયોર્ક…

Read More
ayodhaya mandir

આવનારી 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનો શિલાન્યાસ કરશે. 5 ઓગસ્ટથી ત્રણ દશક પહેલાં જે ભૂમિ પરથી રામ મંદિર નિર્માણનો સંકલ્પ કરાયો હતો. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો સંકલ્પ સોમનાથમાં લેવાયો. તે સોમનાથની ભૂમિમાંથી આ પ્રસંગના સાક્ષીઓએ અડવાણીની રથયાત્રાના સોનેરી સંસ્મરણો તાજા કર્યા હતા. 1992માં ભાજપના નેતા એલ.કે.અડવાણીની યાત્રા પૂર્વે એક રામ યજ્ઞ થયો હતો. ત્યારે તે રામ યજ્ઞ કરાવનાર શાસ્ત્રીજીએ અતિતની વાતો સંભારી હતી. અવધમાં રામ મંદિરના નિર્માણ માટે સંકલ્પ લેવા સોમનાથ આવ્યા હોવાના સમાચારે ભારે કૌતુક ઊભુ કર્યુ અને મોટી સંખ્યામાં જનમેદની જય જય શ્રી રામ અને જય સોમનાથના નારા સાથે ઉમટી પડ્યા હતા. લાલકૃષ્ણ અડવાણી સાથે…

Read More
FVFCVVF

રાજસ્થાન સરકારે રાજ્ય ન્યાયિક સેવામાં ગુર્જર સહિત અન્ય પછાત વર્ગોને અનામત અંતર્ગત સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ છે કે, સરકારે ન્યાયિક સેવા નિયમ 2010માં સંશોધન કર્યુ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની ભલામણ પર એક ટકાની જગ્યાએ હવે પાંચ ટકા અનામત આપવાની પહેલ કરવામાં આવી છે. અન્ય પછાત વર્ગોના ઉમેરવારો લાંબા સમયથી ન્યાયિક સેવામાં નિયમોમાં સંશોધનની માગ કરી રહ્યા હતા. જેથી તેમને ન્યાયિક સેવામાં એક ટકાની જગ્યાએ પાંચ ટકા અનામત મળી શકે. અતિ પછાત વર્ગોમાં ગુર્જર, રાયકા રબારી, લુહાર, વણજારા અને ગાડરીયા સામેલ છે.

Read More
friendship day 5ef496be45dd3 1593087678

હાથ ફેલાવીને હાયું આપી દે એલે મિત્ર..!!! પણ આ વર્ષે મિત્રતા પર જાણે કોરોનાનું ગ્રહણ લાગી ગયું હોય તેમ શહેરમાં સન્નાટો જોવા મળ્યો હતો. મિત્રતા લોહીના સબંધથી નહીં પરંતુ આત્માના અતૂટ નાતાથી જોડાઈ છે. આવા મિત્રતાના નિઃસ્વાર્થ સબંધની લાગણીને દર્શાવતા ફ્રેન્ડશીપ ડેની પર આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું.  આ વર્ષે કોરોનાના કહેરને કારણે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી ફીકી પડી ગઈ છે. જેની અસર ગિફ્ટ માર્કેટમાં પણ જોવા મળી હતી. કોરોનાને કારણે છેલ્લા ચાર મહીનાથી સ્કૂલો અને કોલેજો બંધ છે. લોકો વતન તરફ પલાયન કરી ગયા છે અને બીજી તરફ સામાજિક અંતર જાળવવા સિવાય લોકો પાસે બીજો કોઈ રસ્તો નથી.  તેના…

Read More
1 2

તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનો કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાયો હતો. હાલ તેમની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે.  તેમને ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  ચેન્નઈના કાવેરી હોસ્પીટલે રવિવારે આ જાણકારી આપી હતી કે, રાજ્યપાલને ઘરમાં જ પૃથકવાસમાં રહેવાની સલાહ આપવામાં આવી છે, જ્યાં હોસ્પીટલે ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખશે. રવિવારે સવારે તેમને હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા.જેની થોડી કલાકો બાદ જ તેમને કોરોના પોઝિટિવ હોવાની રીપોર્ટ આવી છે. કાવેરી હોસ્પીટલના એક અધિકારીએ કહ્યુ કે, હાલ રાજ્યપાલની હાલત સ્થિર છે. ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની કોરોના રીપોર્ટ પોઝિટીવ નોંધાયો છે. સ્વતંત્ર દેવ સિંહે ખુદ ટ્વીટ કરી તેની જાણકારી…

Read More
congress 5

ગાંધીનગર ઉત્તરના કોંગ્રેસના MLA ડો. સી.જે.ચાવડા સહિત તેમના પત્ની પશુપાલન નિયામક અધિકારી ફાલ્ગુની બેનનો ગઈકાલે રિપોર્ટ પોઝિટીવ નોંધાયો છે.  તેમના સંપર્કમાં આવેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા હોમ ક્વોરેન્ટાઈન થવા ઉપરાંત સેક્શન ઓફિસર સહિત સ્ટાફના ચારેક કર્મચારીઓ ક્વોરેન્ટાઈન થયા છે. ધારાસભ્ય ચાવડાના પણ સેમ્પલ ટેસ્ટીંગ માટે લેવામાં આવ્યા હતા. જે રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગાંધીનગર કોર્પોરેશનની વાત કરવામાં આવે તો કોરોનાનાં નવા 10 કેસ આવ્યા છે અને 1 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગાંધીનગરમાં 19 કેસ સામે આવ્યા છે. સમગ્ર ગાંધીનગરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 1531 કેસ છે અને કુલ 45 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1227 લોકોએ કોરોના…

Read More
IPL 2020 sandesh.txt 1024x768 1

BCCIના જણાવ્યા મુજબ IPL 2020 માટે ભારત સરકારની મંજૂરી મળી ગઈ છે. આઈપીએલની ફાઇનલ મેચનું શેડ્યૂલ પણ નક્કિ થઈ ગયું છે. હવે આ ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નંવેમ્બર 2020 સુધી UAEમાં રમાશે. ઉપરાંત મહિલાઓની આઈપીએલ પણ રમાશે . IPLના દરેક પ્રાયોજક યથાવત છે. જેનો અર્થ છે કે આઈપીએલના મુખ્ય પ્રાયોજક તરીકે ચીની સ્પોન્સર વીવો પણ યથાવત રહેશે. આપને જણાવી દઈએ કે ક્રિકેટની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાંથી એક, આઈપીએલ 2020 19મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને 53 દિવસ સુધી ચાલશે. આઈપીએલની ફાઈનલ મેચ 10 નવેમ્બરે રમાશે. જેથી દર્શકોને દિવાળીના સપ્તાહની મજા મળશે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે આ વખતે આઈપીએલના 10 ડબર…

Read More
RAMA

રામ મંદિરના ભૂમિપુજન માટે 5મી ઓગસ્ટે યોજાનાર કાર્યક્રમના મુખ્ય મંચ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત કુલ પાંચ જ વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે. કોરોનાની માર્ગદર્શીકાઓને ધ્યાને રાખીને યોજાનારા રામ મંદિરના ભૂમિપુજન માટેના કાર્યક્રમમાં ગણતરીના લોકોને જ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભૂમિપુજન કાર્યક્રમ માટે તૈયાર કરાનારા મુખ્ય મંચ ઉપર માત્ર પાંચ જ વ્યક્તિઓ બિરાજશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથ, ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મહંત નૃત્યગોપાલદાસજી અને આરએસએસના વડા મોહન ભાગવતને મુખ્ય મંચ પર સ્થાન આપવામાં આવશે. ભૂમિપુજનના સમગ્ર કાર્યક્રમ માટે પણ ગણતરીના લોકો ને જ બોલાવવામાં આવ્યા છે.

Read More
corona inside hospitals 1

 દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 50 હજારથી વધુ નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 54,736 નવા કેસ મળી આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 853 લોકોના મરણ નોંધાયા છે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 17,50,724 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે 37,364 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. આ સાથે રાહતની વાત એ પણ છે કે, દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. અત્યાર સુધી 11,45,630 લોકો કોરોનાને માત આપવામાં સફળ…

Read More
SONIAAA 1

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રવિવારે દિલ્હીની  હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિન મુજબ, કોંગ્રેસ અધ્યક્ષને 30 જુલાઈનાં રોજ સાંજે 7 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમને આજે 1 વાગ્યે રજા આપવામાં આવી હતી. સોનિયા ગાંધીની તબિયત હાલ સ્થિર છે. આ પહેલા શુક્રવારે તેમની તબિયત અંગેનું એક બુલેટિન પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ડોકટરોએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીની તબિયત ઝડપથી સુધરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનિયા ગાંધી ઘણી વખત અસ્વસ્થ રહ્યા છે. વિદેશમાં પણ તેની સારવારનાં અહેવાલો આવ્યા હતા. સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ થયાનાં થોડા કલાકો પહેલા સોનિયાએ પાર્ટીનાં રાજ્યસભાનાં સભ્યો…

Read More