Author: Satya-Day

corona

શહેરમાં કોરોના મોતનું તાંડવ કરી રહ્યો છે ત્યારે શહેરમાં વધુ સાત અને જિલ્લામાં ત્રણ મોત સાથે સુરતમાં કુલ 10 ના મોત નિપજ્યાં હતાં. શહેરમાં હવે કોરોના રાજકારણીઓનો જીવ લઇ રહ્યો છે. માજી કોર્પોરેટર ઉર્મિલાબેનનું આજે કોરોનાથી નિધન થયુ હતુ. શહેરમાં કુલ મૃત્યુઆંક 518 ઉપર પહોંચ્યો છે જ્યારે જિલ્લામાં 125 ઉપર પહોંîચ્યો છે. સુરત જિલ્લામાં કોરોનાના નવા 51 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસનો આંક 2874 નોંધાયો છે. જિલ્લામાં નવા 309 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. નવા 80 દર્દીઓ સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરી ઘરે પરત મોકલી દેવાયા છે. હાલ જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા 646 પર છે. નવી સિવિલ હોસ્પિટલના…

Read More
WHO 990x651 1

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના મુખ્ય ડૉક્ટર ટેડ્રોસ એડ઼ોનોમ ગેબ્રીએસે (Tedros adhanom) કહ્યું કે અપેક્ષા છે કે કોવિડ -19 રસી (Covid-19 Vaccine) મળી જાય, પરંતુ અત્યારે આની કોઈ દવા નથી, અને સંભવ છે કે કદાચ ક્યારેય નહીં હોય. WHO એ સોમવારે જણાવ્યું હતું કે, COVID-19 ને ટાળવા માટે રસી બનાવવાની દોડ ઝડપી થઈ ગઈ હોવા છતાં, કોરોના વાયરસના જવાબમાં કોઈ પણ ‘રામબાણ’ ઉપાય કદાચ ક્યારેય નહીં મળે. WHO આગળ ઉમેરે છે કે, ભારત જેવા દેશોમાં ટ્રાન્સમિશન રેટ (transmission rate) ખૂબ જ વધારે છે અને હવે તેમને લાંબા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. WHO ના ડિરેક્ટરે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું…

Read More
83

બોલિવૂડના અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાનું રહસ્ય ઉકેલવાની જવાબદારી સીબીઆઇને સોંપવામાં આવી. રાજ્ય સરકારમાં  રહેલા શિવસેનાના આદિત્ય ઠાકરેએ મંગળવારે સાંજે પહેલીવાર આ અંગે પોતાનું મૌન તોડ્યું અને એવો દાવો કર્યો કે મને અને મારા પરિવારને બદનામ કરવાનું આ કાવતરું છે. બોલિવૂડના કલાકારો સાથે દોસ્તી રાખવી એ શું ગુનો છે ? હજુ તો થોડા દિવસ પહેલાંજ વ્હૉટ્સ એપ પર સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી આદિત્યની કારમાં એની સાથે ફરી રહી હોય એવી તસવીર ફરતી થઇ હતી. એની સાથે એવી નોંધ પણ હતી કે શિવસેનાના પ્રમુખના પુત્ર સાથે જેને સંબંધ હોય એનો વાળ કોણ વાંકો કરી શકે ? આ આખીય વાત બોલિવૂડમાં પ્રવર્તતી…

Read More
shivraj singh 1596521393

મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ શિવરાજસિંહ ચૌહાણે કોરોનાને મ્હાત આપી છે. 25 જુલાઈએ સીએમ શિવરાજસિંહ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે તેઓને ઘરમાં અલગ રહેવા અને 7 દિવસ માટે પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરવા માટેની સલાહ આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સીએમ શિવરાજે કહ્યું કે, કોરોના યોદ્ધાને મારા પ્રણામ. હું તમામ મેડિકલ સ્ટાફને હૃદયથી ધન્યવાદ આપું છું. કોરોનાથી ડરવાની જરૂર નથી. આપણે લાપરવાહી કરવાની નથી. લાપરવાહી કરવાથી આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે. કોરોનાથી કોઈને ગભરાવવાની જરૂર નથી. લક્ષણો છૂપાવવા જીવલેણ છે. ચિંતા…

Read More
modi ayodhya 780x470 1

પીએમ મોદી અયોધ્યા પહોંચી ગયા છે. રામનગરી અયોધ્યામાં ટુંક સમયમાં નરેંન્દ્ર મોદી શુભ મુહુર્તના સમયે ભૂમિ પૂજન કરશે, અને શિલાન્યાસ કરશે. આદરમ્યાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ સહિત ઘણા મહેમાન હાજર રહેશે. અયોધ્યાને આજે શણગારવામાં આવી છે, દિવાળી જેવો માહોલ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના હનુમાન ગઢી પહોંચી ગયા છે. પેઈમ અહીં પૂજા કરશે. ત્યારબાદ ભૂમિપૂજન સ્થળ જવા રવાના થશે. રામલલ્લાના દર્શન પહેલા હનુમાન ગાંધી મંદિરમાં પૂજા કરવાની પ્રથા છે

Read More
NARENDRA MODI 1

રામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યા જોર શોરથી રાહ જોઈ રહ્યું છે ત્યારે પીએમ મોદી સવારે 11.30 વાગે અયોધ્યા પહોંચવાના છે. ભૂમિપૂજનનું શુભ મૂહૂર્ત 12.44 મિનિટનું છે. ઉલ્લેખનીય છે કે આ મૂહૂર્ત ફકત 32 સેકંડનું છે. અહીં ખાસ સુરક્ષા સાથે પીએમ મોદી પહોંચશે. રામ જન્મભૂમિ પરિસર અને આસપાસના વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે. રામ જન્મભૂમિ પરિસરમાં સુરક્ષાને લઈને તમામ બંદોબસ્ત એસપીજીએ સંભાળી છે. સુરક્ષાના આધારે સિક્યુરિટી કોડથી એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ છે. આજે હનુમાનગઢીમાં પીએમ મોદી હાજર રહેશે ત્યારે અયોધ્યા તરફથી ચાંદીનો મુગટ અને ગમછો ભેટમાં આપવામાં આવશે.

Read More
gallery medium

સુરત શહેરમાં જીમ અને યોગા સેન્ટર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે શરૃ થશે પણ સુરતમાં જોખમી વિસ્તારો જાહેર કરાયા છે ત્યાં યોગ કે જીમ ખોલવા દેવાશે નહી. તેમજ ડિસ્ટન્સ, સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરવા તેમજ કોમોર્બિડ વ્યક્તિ તથા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકને બંધ જગ્યાવાળી જીમનો ઉપયોગ નહી કરવા માટે તાકીદ કરાઇ છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવતીકાલથી જીમ અને યોગ સેન્ટર શરૃ કરવા પહેલાં મ્યુનિ. તંત્રએ ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં સ્ટાફ અને સભ્યો તથા મુલાકાતીઓ વચ્ચેના સંપર્કને ઘટાડવા પગલાં ભરવાની તાકીદ થઇ છે. ઉપરાતં સુરત સિટીમાં અનેક વિસ્તારો હાઇ રિસ્ક એરિયા જાહેર કરાયા છે ત્યાં જીમ કે યોગ સેન્ટર શરૃ…

Read More
PM Modi Leave Ayodhya

રામ મંદિર ભૂમિ પૂજનને માટે અયોધ્યામાં દિવાળીનો માહોલ જામી ગયો છે. પીએમ મોદી અયોધ્યા આવવા નીકળી ચૂક્યા છે. ભૂમિપૂજનનું શુભ મૂહૂર્ત 12.44 મિનિટનું છે. ઉલ્લેખનીય છે કે આ મૂહૂર્ત ફકત 32 સેકંડનું છે. અહીં ખાસ સુરક્ષા સાથે પીએમ મોદી પહોંચશે. રામ જન્મભૂમિ પરિસર અને આસપાસના વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે. રામ જન્મભૂમિ પરિસરમાં સુરક્ષાને લઈને તમામ બંદોબસ્ત એસપીજીએ સંભાળી છે. સુરક્ષાના આધારે સિક્યુરિટી કોડથી એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ છે. આજે હનુમાનગઢીમાં પીએમ મોદી હાજર રહેશે ત્યારે અયોધ્યા તરફથી ચાંદીનો મુગટ અને ગમછો ભેટમાં આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં રામ મંદિરમાં ભૂમિપૂજન કરવાના છે. આ માટે તેઓ સવારે 11.30…

Read More
ayodhaya mandir

અયોધ્યાને ધર્મનગરી તરીકે વિકસીત કરવા માટે મોટો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. યોગી સરકારનો પ્રયાસ છે કે, અયોધ્યાને દેશના સૌથી મોટો ધાર્મિક સ્થળ બનાવવામાં આવે. તેની માટે અયોધ્યા તીર્થ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં કેટલાક તબક્કા હશે જેમાં શરૂઆતના તબક્કામાં જ 4 વર્ષ લાગશે. અયોધ્યાના વિકાસની સાથે જ યોગી સરકારનો પ્રયાસ છે કે, અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું એરપોર્ટ પણ બનાવવામાં આવે. જેથી વિશ્વભરના શ્રદ્ધાળુ સીધા રામ નગરીમાં ઉતરી શકે. આગામી વર્ષે રામ નવમી સુધી તેની શરૂઆત થઇ જાય તેને લઇને પ્રયાસ શરૂ થઇ ગયા છે. મહત્વપૂર્ણ છે કે, અયોધ્યા રેલવે સ્ટેશન…

Read More
GUJARATRAIN

ગુજરાતમાં  ફરી એકવાર મેધ મહેર શરૂ થઈ છે. આજે મંગળવારે વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, મોરબી તેમજ રાજકોટના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતા. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં બે કલાકમાં ૭.૧૬ ઈંચ અને દિવસ દરમિયાન ૯ ઈંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મુંબઇમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વચ્ચે એકમની ભરતી વિકરાળ બનતા દરિયો પણ તોફાની બન્યો હતો, જયારે વલસાડના તિથલના દરિયામાં પણ ભરતીની અસર જોવા મળી હતી. તિથલના દરિયા કિનારે આશરે ૨૫થી ૩૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનની સાથે એકમની ભરતીના મોજા આશરે ૧૫ ફૂટ ઊંચા ઉછળ્યા હતા.

Read More