Author: Satya-Day

amc office 5419284 835x547 m 1

કેરળના કોઝિકોડ(Kozhikode, Kerala)માં ભારે વિમાન દુર્ઘટના (Plane crash) સર્જાઈ છે જેમાં પાયલોટ અને સહ-પાયલોટ (Pilot and co-pilot) સહીત 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં. દુબઇથી એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express from Dubai)નું લેન્ડિંગ કરતા સમયે લપસી ગયું હતું અને 35 ફૂટ ઉંડા ખાડામાં પડી ભાંગ્યુ હતું. જેમાં વિમાનનાં બે ટુકડા થયા હતા. કાટમાળને સ્થળ પરથી હટાવવામાં આવી રહ્યો છે. દુર્ઘટનાની પ્રાથમિક માહિતી દુબઈથી 191 લોકોને લઈ જતા એર ઈન્ડિયાનું વિમાન કેરળના કોઝિકોડ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Kozhikode International Airport) (કરીપુર એરપોર્ટ) નજીક ક્રેશ થયું હતુ. મળેલ માહિતી અનુસાર ઘટનામાં વિમાનનાં પાયલટ અને સહ-પાયલટ સહિત 18નાં મોત નોંધાયા છે જ્યારે 170 લોકો સુરક્ષિત…

Read More
GettyImages 1213060777 1000x663 1

મહામારીનું કેન્દ્ર રહેલ વુહાન (Wuhan) શહેરના એક પ્રમુખ હોસ્પિટલથી સાજા થયેલ કોવીડ-19 ના એક સમૂહના લીધેલા નમૂનામાંથી 90 ટકા દર્દીઓના ફેફસાને (lungs) નુકસાન પહોંચવાની વાત સામે આવી છે જયારે પાંચ ટકા દર્દીને ફરીથી ચેપ લાગવાને કારણે આઇસોલેશન કરાયા છે. વુહાન યુનિવર્સિટીની ઝોંગનન હોસ્પિટલના(zhongnan hospital) સઘન સંભાળ એકમના ડિરેક્ટર પેંગ ઝિઓંગની (Peng Zhiyong) આગેવાની હેઠળની એક ટીમ એપ્રિલ મહિનાથી સ્વસ્થ થઈ ગયેલા 100 દર્દીઓને ફરી મળી તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. એક વર્ષના આ કાર્યક્રમનો પ્રથમ તબક્કો જુલાઈમાં સમાપ્ત થયો હતો. અભ્યાસમાં શામેલ દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે. એક પ્રખ્યાત ચેનલ મુજબ, પ્રથમ તબક્કાના પરિણામો અનુસાર, દર્દીઓના ફેફસાંના 90…

Read More
GUJARATRAIN

8મી ઓગસ્ટના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, નર્મદા, સુરત, જૂનાગઢ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસથી અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ શુક્રવારે હવામાન વિભાગે આઈએમડીની વેબસાઈટ પર કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાના કોઈ સંકેતો જણાતા નથી. શનિવારે ઉત્તર ગુજરાતમાં…

Read More
Shrey Hospital3

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં 41 કોવિડ દર્દીઓને PPE કીટ પહેર્યા વગર જાનની બાજી લગાવી બચાવનાર નવરંગપુરા પોલીસ સ્ટેશનના બે જવાનો તાવ અને ખાંસીમાં સપડાયા હતાં. (Shrey Hospital Fire) ના કોવિડ દર્દીઓને SVP હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા બચાવ કામગીરી કરનાર ટીમનાં બે સભ્યોમાં લક્ષણો જોવા મળતા નવરંગપુરા પોલીસ સ્ટેશનનાં 8 પોલીસ અધિકારી અને કર્મચારીઓને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ક્વોરન્ટાઈન કરાયેલા તમામનાં કોવિડ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસે જાનની બાજી લગાવી કરેલી આ બચાવ કામગીરીના ઠેર-ઠેર વખાણ પણ થઈ રહ્યાં છે. નવરંગપુરાની શ્રેય હોસ્પિટલનાં ચોથા મળે આવેલા ICUમાં શોટસર્કિટથી લાગેલી ભયાવહ આગે 8 કોવિડ દર્દીનો ભોગ લઈ લીધો હતો. જો કે હોસ્પિટલમાં સારવાર લઈ…

Read More
corona 3 2

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 229 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 184 જયારે ગ્રામીણ વિસ્તારમાં 45 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 15131 પર પહોંચી છે, જયારે આજે 9 લોકોના કોરોનાથી મોત સાથે મૃત્યુ આંક 658 પર પહોંચ્યો છે, તેવામાં આજે 430 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 229 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 184 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 12162 જયારે…

Read More
rasi

સમગ્ર વિશ્વમાં વધી રહેલા કોરોના વાયરસ (Corona Virus/Covid-19) ના કેસો અને મૃત્યુ વચ્ચે, રશિયા છેલ્લા ઘણા સમયથી કોવિડ -19 રસી માટે મોટા પ્રમાણમાં દબાણ કરી રહ્યું છે. તેના પગલે રશિયા (Russia) કોરોના વાયરસ સામે 12 ઓગસ્ટે તેની પ્રથમ રસી (corona vaccine) નોંધાવશે, એમ એક અહેવાલ મુજબ નાયબ આરોગ્ય પ્રધાન ઓલેગ ગ્રીડનેવે શુક્રવારે જણાવ્યું હતું. ગમ્લેલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Gamaleya Research Institute) અને રશિયન સંરક્ષણ મંત્રાલયે સંયુક્ત રૂપે આ રસી વિકસાવી છે. ગ્રિડનેવે પત્રકારોને જણાવ્યું કે, “આ ક્ષણે, છેલ્લો, ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. પરીક્ષણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારે સમજવું પડશે કે રસી સલામત હોવી જોઈએ. તબીબી વ્યાવસાયિકો અને વરિષ્ઠ નાગરિકો…

Read More
amc office 5419284 835x547 m

 ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્રારા AMC ને 325 કરોડની  ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ સફળતાના શિખરો સર કરી રહ્યું છે. શહેરના વિકાસ કાર્યો અર્થે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે આજે શુક્રવારે આ રકમની ફાળવણી કરવામાં આવી આ રકમ ફાળવવા બદલ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે કોર્પોરેશનના હોદ્દેદારો વતી રાજયના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીનો આભાર વ્યક્ત કર્યો છે.કોરોના મહામારીના કારણે કોર્પોરેશનની આવકમાં ઘટાડો થયો છે. આ આવકને ધ્યાનમાં લઇને જ કોર્પોરેશનને પ્રજાલક્ષી તથા જરૂરિયાત હોય તેવા જ કામો કરવાનું નક્કી કર્યું હતું. તે સિવાયના…

Read More
hospital sandesh

કોરોનાના વધતા જતા સંક્રમણની વચ્ચે સુરતની આઈ માતા રોડ પર આવેલી યુનિટી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે.  સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી યુનિટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર અર્થે આવતા દર્દીઓનો નોંધાયેલા કેસનો રિપોર્ટ જિલ્લા આરોગ્ય કચેરી સુધી પહોંચાડવામાં તંત્રની અનિયમિતતા છતી થઈ છે. અનેક વખત ટકોર કરવા છતા પણ સમયસર દર્દીઓની નોંધ ન મળતા અંતે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા .યુનિટી હોસ્પિટલને નોટીસ ફટકારવામાં આવી છે. સુરત શહેરમાં કોવિડ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવેલી હોસ્પિટલોએ સવારે 11 વાગ્યા પહેલા નિયત કરવામાં આવેલા સમયે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા કેસો અંગેની વિગતો જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી પર જમા કરાવવાની હોય છે. યુનિટી હોસ્પિટલમાં ઘણી…

Read More
GUJARATRAIN

સુરતમાં છેલ્લા 10 દિવસ બાદ વરસાદની આગાહી વચ્ચે   મોડીસાંજે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર ઝાપટા પડયા હતા. લોકો વરસાદમાં નહાવા માટે બહાર દોડી આવ્યા હતા. હવામાન વિભાગ  દ્વારા બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ હતી. પરંતુ આજે સુરત શહેર અને જિલ્લામાં આખો દિવસ હમણા ધોધમાર વરસાદ ઝીંકાશે, તેવુ વાતાવરણ બન્યુ હતુ. પરંતુ વરસાદ નહીં વરસતા શહેરીજનો અને ખેડુતો નિરાશ થઇ ઉઠયા હતા. જોકે, મોડીસાંજે શહેરના અનેક વિસ્તારોમાં છુટક છુટક ધોધમાર ઝાપટા વરસ્યા હતા. આજે સુરતમાં ગરમીનો પારો એક ડિગ્રી ઉપર ઉઠીને ૩૩.૬ ડિગ્રી નોંધાયો હતો. જયારે લઘુતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા, હવાનું દબાણ ૦૯૯૧.૩…

Read More
PMO

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગે તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કર્યા છે. તો બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.

Read More