Author: Satya-Day

RUPANI SARKAR

રાજકોટમાં સીએમ રૂપાણીના નામે એક કિસ્સો ખૂબ ચર્ચામાં આવ્યો છે. રાજકોટમાં એક યુવતીની સાઈકલને એક યુવકે ટક્કર મારી હતી. જેના બાદ યુવકે દબંગાઈ ઠોકતા કહ્યું કે, મુખ્યમંત્રી મારા માસા છે અને પોલીસ અધિકારીઓ મારા પિતાના મિત્ર છે. આમ, હાલ રાજકોટનો આ કિસ્સો ચર્ચાના ચગડોળે ચઢી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના નિર્મલા રોડ પર બનેલો આ કિસ્સો છે. રાજકોટમાં મુખ્યમંત્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીનું નામ લઈને એક યુવતીને અપશબ્દો બોલતા યુવાનનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવાન પોતાનું નામ પાર્થ જસાણી છે તેવું જણાવી રહ્યો છે. સાથે જ કહે છે કે, વિજય રૂપાણી મારા માસા છે. પોલીસમાં પણ ઓળખાણ હોવાનો દાવો…

Read More
London naked man wear mask New

સેન્ટ્રલ લંડનની લોકપ્રિય શોપિંગ ગલી પર શુક્રવારની સાંજે એક વ્યક્તિ કોઇ પણ પ્રકારનાં ઉદ્દેશ્ય વગર લગભગ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં ફરતો જોવા મળ્યો. આ વ્યક્તિએ પોતાની નગ્નતા છુપાવવાનાં નામે પોતાનાં પ્રાઇવેટ પાર્ટને માસ્ક થી ઢાંકી દીધો હતો. ત્યાંથી પસાર થઇ રહેલા લોકો તે વ્યક્તિને જોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતાં અને સાથે સાથે તેની પર હસી પણ રહ્યાં હત આ વ્યક્તિ ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર નિર્લિપ્ત ભાવથી આમ-તેમ સમય ઘણાં સમય સુધી ફરતો રહ્યો. તેણે પોતાનાં પ્રાઈવેટ પાર્ટ પર આછા વાદળી રંગનું માસ્ક પહેર્યું હતું. ત્યાં હાજર કેટલાંક લોકો પોતાનાં મોબાઈલથી તેની તસવીર અને વીડિયો લેતા પણ જોવા મળ્યાં. જો કે હજી સુધી…

Read More
JOB

સુરત માં કોરોનાની મહામારી વચ્ચે ભગવાન મહાવીર યુનિવર્સિટી, રોજગાર કચેરી, સુરત અને ચેમ્બર ઓફ કોમર્સ, સુરત ના સયુંકત ઉપક્રમે ગુજરાતમાં પ્રથમવાર ત્રિદિવસીય વર્ચ્યુઅલ(ઓનલાઇન) મેગા જોબ ફેર નું આયોજન કરવામાં આવ્યું છે. મેગા જોબ ફેરમાં 2500 ઉમેદવારોને નોકરીની તકો મળી હતી. જેમાં વાર્ષિક 3 લાખથી 7 લાખના વાર્ષિક પેકેજની ઓફર થઇ હતી.આ મેગા જોબ ફેરમાં કોવિડ–19 મહામરીના સમયમાં 6000થી વધુ વિદ્યાર્થીઓનું ઓનલાઈન જોબ ફેર માટે રજીસ્ટ્રેશન થયું હતું. તથા 300થી વધુ મલ્ટીનેશનલ તેમજ નેશનલ કંપનિઓએ ભાગ લીધો હતો. આ મેગા જોબ ફેરમાં 4000થી વધુ અલગ-અલગ કંપનીમાં જગ્યા છે. આ કાર્યક્ર્મમાં અંદાજે 12000 લોકો ઓનલાઈન પ્લેટફોર્મ અને ફેસબુક ના માધ્યમ થી જોડાયા…

Read More
gold bhav 1

દેશના ઝવેરીબજારોમાં આજે સોનાના ભાવમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના વધી રૂ.53 હજારની ઐતિહાસિક સપાટી કુદાવી ગયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ચાંદી પણ ઉંચકાઈ હતી. વિશ્વબજારમાં સોનાના હાજર ભાવ વધી ઔંશના 1900 ડોલર વટાવી 1906 ડોલર થઈ છેલ્લે ભાવ 1902 ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં ભાવ વધી નવ વર્ષની ટોચે પહોંચ્યા છે. સોનાના ડિસમ્બર વાયદાના ભાવ વધી વૈશ્વિક સ્તરે ઔંશદીઠ 1927 ડોલર ઉપર પહોંચ્યા હતા. વિશ્વબજાર વધી જતાં ઘરઆંગણે આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ છે તથા તેના પગલે દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં રેકોર્ડ ભાવ ઉછાળાઓ જોવા મળી રહ્યા છે. જોકે…

Read More
Corona lockdown 15 20200510 402 602

શહેરમાં કોરોનાની (Corona in Surat) મહામારી હવે એવા તબક્કે આવીને પહોંચી છે જ્યાં સ્વસ્થ અને તંદુરસ્ત (Healthy People) લોકો સંક્રમિત (Infected) થયા બાદ અચાનક તબિયત લથડ્યાંના 48 થી 72 કલાકમાં મોતને (Dead) ભેંટી રહ્યાં છે. શહેરમાં છેલ્લા 25 દિવસમાં 60 લોકો માત્ર ને માત્ર કોરોના(Coronavirus)થી મોતને ભેંટ્યા છે. જેઓ હોસ્પિટલમાં ચાલતા આવ્યા પણ પાછા ઘરે નથી જઈ શક્યા. કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને ચપેટમાં લીધા બાદ દરેક દેશમાં લાશોના ઢગલા (Corona Virus Deaths) થઈ રહ્યા છે. દેશમાં હાલ સૌથી ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્ર અને ગુજરાતની (Maharashtra and Gujarat)છે. તેમાં પણ સુરત(Surat City) શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોના મોતનો તાંડવ કરી રહ્યો છે.…

Read More
1250653

કોરોનાને લઈને કરવામાં આવેલા સંસોધનમાં એવું જાણવા મળ્યું છે કે કાન વાટે પણ કોરોના વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે. મોં-નાક ઉપરાંત હવે કાન બચાવવા પણ જરૂરી થઈ પડયાં છે. કોરોના સંક્રમિત દર્દીઓના કાનની વચ્ચે કોરોના વાયરસની હાજરી નોંધાઈ હતી. ઓટોપ્સી રીપોર્ટ તપાસીને ડૉક્ટરો પણ આશ્વર્યમાં પડી ગયા હતા. જોન હોપકિંગ સ્કૂલ ઓફ મેડિસીનની ટીમે કોરોના શરીરમાં ક્યા પ્રવેશદ્વારથી પ્રવેશે છે તે અંગે રીપોર્ટ તૈયાર કર્યો હતો. એ અહેવાલ અમેરિકન સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો. કાનમાંથી પણ કોરોના વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે એવી ચેતવણી અમેરિકન વિજ્ઞાાનિકોએ આપી છે. ધ જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશનમાં પ્રસિદ્ધ થયેલાં એક અભ્યાસ પ્રમાણે…

Read More
25825582 8099379 image a 18 1583922976840

12 લાખને પાર કર્યાના માત્ર 2 દિવસમાં ભારતની કોવિડ-19 સંખ્યા શનિવારે 13 લાખને પાર ગઈ હતી, જ્યારે સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 8,49,431 થઈ હતી એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડાઓથી જાણવા મળ્યું હતું.એક દિવસમાં 48,916 નવા કેસ સાથે દેશની કોરોના વાયરસ ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 13,36,861 થઈ હતી જ્યારે મૃત્યુઆંક વધીને 31,358 થયો હતો. છેલ્લા 24 કલાકમાં બીમારીથી વધુ 757 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, એમ સવારે 8 વાગે મંત્રાલયે જારી કરેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું. વર્તમાનમાં દેશમાં કોવિડ-19ના 4,56,071 સક્રિય કેસ છે. એમ 63.54 ટકા લોકો અત્યાર સુધી સાજા થયા છે. કોવિડ-19 મૃત્યુદર વધુ ઘટીને 2.35 ટકા થયો…

Read More
corona plasma 1200 1140x620 1

અમદાવાદને કોરોના ફ્રી કરવા માટે એએમસી તંત્ર  હવે 4500 ની કિંમતનો એચઆરસીટી ચેસ્ટ ટેસ્ટ તમામ અર્બન કેન્દ્રો ઉપર વિના મૂલ્યે કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ગરીબ દર્દીઓને રાહત મળશે. જે લોકો કોરોનાના ટેસ્ટ માટે વધુ રૂપિયા ખર્ચી શક્તા નથી, તેઓ હવે સરળતાથી કોરોનાનુ સંક્રમણ છે કે નહિ તે જાણી શકશે. કોરોનાના લક્ષણો હોવા છતાં રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે ત્યારે હવેથી અર્બન કેન્દ્રોના મેડિકલ ઓફિસર ખાનગી પ્રતિષ્ઠીત ડાયોગ્નોસ્ટીક સેન્ટરમાં દર્દીનો  HRCT Chest નિઃશુલ્ક કરાવી શકશે. હવેથી અર્બન સેન્ટરોમાં કોરોનાનું શરુઆતમાં જ 97% સચોટ નિદાન કરતો ટેસ્ટ તદ્દન મફતમાં કરી શકાશે. AMC દ્વારા શહેરને કોરોનામુકત કરવા 4500 ની કિંમતનો અત્યંત વિશ્વસનીય…

Read More
Lockdown in odisha 620x430 1

દેશના અનેક વિસ્તારોમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના કેસોમાં ઉછાળાને કારણે ભારે જોખમ વાળા વધુ વિસ્તારોને આજે લોકડાઉન હેઠળ લાવવામાં આવ્યા હતા જ્યારે કે અનેક રાજ્યોમાં સપ્તાહાંતનું લૉકડાઉન પણ અમલી બનાવવામાં આવ્યું છે જેથી આ વાયરસના ચેપના કેસોને કાબૂમાં રાખી શકાય. એક ડઝન કરતા વધુ રાજ્યોએ અાર્થિક પ્રવૃતિઓને બેઠી કરવાના કારણ આપીને પસંદગીયુક્ત લૉકડાઉન અપનાવ્યું છે જેમાં અમુક દિવસો દરમ્યાન જ લોકડાઉન રાખવામાં આવે છે. જો કે બિહાર અને મણિપુરે ૧૬ જુલાઇ અને ૨૩ જુલાઇથી રાજ્ય વ્યાપી લૉકડાઉન અમલમાં બનાવ્યું છે. જ્યારે મધ્ય પ્રદેશમાં દસ દિવસનું લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે જે રાજ્ય દર રવિવારે પણ લોકડાઉન લાગુ પાડે છે. ઉત્તર પ્રદેશે વધુ…

Read More
GUJARATRAIN

રાજ્યમાં  હવામાન વિભાગ દ્વારા ફરી વાર ભારે વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસશે એટલે કે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમેહર જોવા મળશે. આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસશે. ઉપરાંત અમદાવાદ, વડોદરા અને ખેડામાં પણ વરસાદી ઝાપટાં પડશે. જ્યારે વલસાડ, નવસારી અને ભરૂચમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી અને મોરબીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.

Read More