Author: Satya-Day

PM .....

વડાપ્રધાન મોદી મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રીઓ સાથે આગામી 27 જુલાઈના રોજ કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરશે.પીએમ મોદી કોરોનાની વણસતી પરિસ્થિતિ અંગે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે.  બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ હાજર રહેશે અને મુખ્યમંત્રીઓ સાથે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી, રાજ્યના ચીફ સેક્રેટરી હાજર રહેશે. 27 જુલાઈએ વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી નોઈડા, કલકત્તા અને મુંબઈમાં ICMRની ત્રણ નવી લેબનું ઉદ્ધાટન કરશે. આ દરમિયાન ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ જોડાયેલા હશે.

Read More
2AP1TD2 b598c7937e0cb7c3ddb3d98f6d897d82

અમેરિકાના સંશોધકોએ  વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિને લેબમાં જનીનમાં ફેરફર કરીને ફ્ક્ટ પ્રોટીનમાંથી એવા વાઇરસ બનાવ્યા છે, જે કોરોના જેવા જ છે.   તૈયાર કરેલા આ વાઇરસનું નામ VSV (વેસ્ક્યુલર સ્ટોમેટાઇટિસ વાઇરસ) છે. કોરોના જે રીતે શરીરમાં સ્વસ્થ કોષોને નિશાન બનાવે છે, એ જ રીતે આ વીએસવી પણ શરીરમાં સ્વસ્થ કોષો ઉપર હુમલો કરે છે અને તેનાથી શરીરમાં તેની સામે લડવા માટે એન્ટિબોડી પેદા થાય છે. એ બાદ કોરોનાનું સંક્રમણ થાય તો શરીરમાં પેદા થયેલી એન્ટિબોડી કોરોના વાઇરસ સામે લડી લેશે. સંશોધક શિએન વેલનના મતે આ વીએસવી વાઇરસને સંશોધન માટે ઉપયોગમાં લેવા આર્જેન્ટિના, મેક્સિકો, બ્રાઝિલ, કેનેડા મોકલ્યા છે અને અમેરિકામાં તો…

Read More
Somnath current

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાનાં કેસનાં આંકડાઓ વધતા જ જાય છે. એવામાં હવે શ્રાવણ મહિનો શરૂ થતાં શિવાલયો પર પણ ભક્તોની ભીડ જામવા લાગી છે. ત્યારે સોમનાથ મંદિરમાં જામતી ભક્તોની ભારે ભીડને કારણે સોમનાથ ટ્રસ્ટે મંદિરમાં પ્રવેશ (દર્શન) માટે ફરજિયાત પાસ સિસ્ટમ શરૂ કરી દીધી છે. બહારથી આવનારા ભક્તો માટે ફરજિયાત ઓનલાઇન પાસ બુકિંગ કરવાનું રહેશે. મહત્વનું છે કે હવે શ્રાવણ મહિનો શરૂ થતાં શિવભક્તો મંદિરોમાં દર્શન માટે ઉમટી પડ્યાં છે. પરંતુ કોરોના મહામારીને કારણે તેની ગાઇડલાઇનનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ ભારતનું એક માત્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામતા ટ્રસ્ટે દર્શન માટે…

Read More
st bus andolan

કોરોનાની મહામારીમાં એસટી વિભાગમાં રોજ અપડાઉન કરતા મુસાફરો માટે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં પાસ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ જિલ્લામાં ૧૭૦થી વધુ લોકોએ પાસ બનાવડાવ્યા છે, જેને પગલે એસટીને ૨ લાખથી વધુની આવક થઈ છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ 1 હજારને પાર થયા છે. આજે પણ રાજ્યમાં 1068 કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરત જિલ્લમાં 12 જ્યારે અમદાવાદ, વડોદરા અને કચ્છમાં ત્રણ-ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે. તો ગાંધીનગર, જામનગર, મહેસાણા, રાજકોટ અને તાપીમાં એક-એક દર્દીના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 2283 થયો છે.

Read More
Exams new

જીટીયુ દ્વારા 30 જૂલાઈના રોજ ઓનલાઈન પરીક્ષા લેવાનાર છે ત્યારે જીટીયુએ વિદ્યાર્થીઓને વિકલ્પ પસંદ કરવા વધુ બે દિવસની મુદ્દત વધારી છે. હજુ સુધી કુલ 14 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કર્યો નથી. 14 હજાર વિદ્યાર્થીઓએ તેમને અપાતા ઓનલાઇન, ઓફલાઇન કે ખાસ પરીક્ષા પૈકી એક પણ વિકલ્પ પસંદ કર્યો નથી. આ વિકલ્પ પસંદ કરવા માટે ગુરૂવારે છેલ્લો દિવસ હતો. પરંતુ વિદ્યાર્થીઓએ કોઇ પણ વિકલ્પ પસંદ ન કરતા જીટીયુએ બે દિવસની મુદ્દત વધારી છે.

Read More
bhupendra

ખાનગી શાળાઓની ફી અને ઓનલાઈન શિક્ષણના મુદ્દા પરની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો કે, તમે શાળાઓને ફી લેવા પર તો રોક લગાવી દીધી છે તો શાળાના સંચાલકો તેમની શાળાના શિક્ષકો, પટ્ટાવાળા સહિતના વહીવટી વિભાગના કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓના પગારની ચૂકવણી કેવી રીતે કરશે ? આ અંગે સરકારે કંઈ વિચાર્યું છે ખરુ ? જેના જવાબમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે, હાઈકોર્ટના આદેશ બાદ, સરકારે આ પગલા લીધા છે. આ વખતે અરજદાર તરફથી એવી દલીલ થઈ કે, હાઈકોર્ટના હુકમના નામે સરકાર આ સમગ્ર કામગીરી કરે છે. અરજદારના વકીલની રજૂઆત હતી કે, તમામ ખાનગી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણની શરૂઆત તો એપ્રિલ મહિનાથી શરૂ…

Read More
28 12

ગુજરાતમાં ગત બે દિવસથી કોરોનાનાં કેસ 1000થી વધુ આવી રહ્યા છે. છેલ્લા 24 જ કલાકમાં રાજ્યમાં કોરાનાનાં 1068 કેસ નોંધાતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 53, 631એ પહોંચી છે. 24 કલાકમાં વધુ 26 મોત થયા છે જ્યારે 872 દર્દી સાજા પણ થયા છે. સુરતમાં આજે સુરતમાં 309 કેસ નોંધાયા હતાં, જ્યારે 12 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં 176  કેસ નોંધાયા છે અને 3ના મોત થયા છે. રાજ્યમાં કૂલ મૃત્યુઆંક વધીને 2283એ પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી ગુજરાતમાં કુલ 38, 830 સ્વસ્થ્ય થયા છે. અમદાવાદ અને સુરતમાં ફરી એકવાર ચેપનો ફેલાવો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 176,…

Read More
vnsgu 5068475 835x547 m

કોલેજોમાં એડમિશનના નામે ચાલતી લાલિયાવાડી સામે નર્મદ યુનિવર્સિટીએ લાંલ આંખ કરી છે. મેરીટ જાહેર ન કરીને આડેધડ ડોનેશન ઉધરાવતી કોલેજોએ હવે પોતાની કોલેજના પ્રવેશ અંગેની તમામ જાણકારી અને મેરીટ લિસ્ટ યુનિ. તંત્રને ઈ-મેઈલ મારફતે મોકલવાનું રહેશે. નર્મદ યુનિવર્સિટીના આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતની મોટા ભાગની કોલેજોમાં એડમિશનના નામે છેલ્લા 3 વર્ષથી ચાલતા મસમોટા કાળા વેપાર પર પડદો પડી જાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત દ્વારા શરૂ પ્રથમ વર્ષ 2020-21 માટે શરૂ કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયા લગભગ પૂર્ણતાના આરે છે. વિદ્યાર્થીઓ હાલ કોલેજ અને અભ્યાસક્રમની પસંદગી કરી રહ્યા છે પરંતું કટ ઓફ મેરીટ જાહેર ન કરાતા…

Read More
coro 22

શહેર સાથે જિલ્લામાં પણ આજે કોરોનાના રેકોર્ડ બ્રેક 93 કેસ નોંધાતા કોરોના પોઝિટીવ કેસનો કુલ આંક 2145 પર પહોંચ્યો છે. નવા 493  લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે સાથે 55 દર્દીઓ સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરી ઘરે પરત મોકલી દેવાયા છે. હાલ જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા 728 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 6 મરણ નોંધાતા તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં અત્યાર સુધીનો કુલ મરણાંક 82 નોંધાયો છે. આજ રોજ નોંધાયેલા 6 મરણમાં માંગરોળના કોસંબા ગામનો 70 વર્ષનો પુરુષ, કામરેજના કથોદરાનો 57 વર્ષનો પુરુષ, ઓલપાડની 73 વર્ષની મહિલા, ઓલપાડના ઉમરાની 73 વર્ષની મહિવા, ઓલપાડના ગોલાવની 70 વર્ષની મહિલા અને ચોર્યાસીના સચિનના 53 વર્ષના પુરુષનું કોરોનાને કારણે મોત…

Read More
bhupendra chudasma

કોરોનાની મહામારીમાં સરકાર અને શાળાના સંચાલકો વચ્ચે ફી અને ઓનલાઈન એજ્યુકેશન બાબતે ચાલી રહેલી જંગમાં સરકારે શાળા સંચાલકોને બાનમાં લેવા માટે મેદાનનું શસ્ત્ર ઉગામ્યું છે. હાલ સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ છે, ક્યારે શરૂ થશે તેના કોઈ એંધાણ નથી આવા સમયે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારી અને ખાનગી શાળાઓમાં રમત-ગમતના મેદાન ઉપલબ્ધ કરાવવા અંગેનો પરિપત્ર જાહેર કરાતા સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સરકાર અને સંચાલકો વચ્ચેની લડાઈમાં હવે શિક્ષણ વિભાગે શાળાના રમત-ગમતના મેદાનોના નામે શાળાઓને દબાવવાનું શરૂ કર્યું હોય તેવું વર્તાઈ રહ્યું છે. સમય અને પરિસ્થિતિથી અજાણ બનીને શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર બાદ…

Read More