Author: Satya-Day

suicide dh 1561922140

કોસંબા પાસેના મોટાબોરસરાના શ્રીનાથ રો-હાઉસમાં શનિવારે એક વિચિત્ર ઘટનાં બની હતી. જેમાં કોઈક કારણસર પરિણીતાએ ફાંસો ખાઈ લીધો હતો. તેના ઘરમાં એક કલાક સુધી લટકતી રહી. તેને જોઈ પતિ અને સ્થાનિક લોકો સમજ્યા કે તેનું મોત થઈ ગયું છે. જેથી માતમ મનાવવામાં ખાસ્સો સમય વિતાવી દીધો ત્યાર બાદ પરિણીતાને મૃતદેહને નીચે ઉતાર્યો ત્યારે ખબર પડી કે તેનો શ્વાસ હજુ ચાલુ છે, તે જીવતી છે જેથી તેને બચાવવા હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત થયું હતું. મુળ મધ્યપ્રદેશની વતની અને હાલ પતિ સાથે કીમ ચાર રસ્તા નજીકના મોટા બોરસરાની હદમાં શ્રીનાથ રો-હાઉસમાં ભોડથી રહેતા ક્રિષ્ના દેવસિંગ લાલસીંગની 26…

Read More
corona cases

શહેરના ખાડિયાના કોર્પોરેટર મયુર દવેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચવા પામ્યો છે. . તેમને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અત્યારસુધીમાં 20 જેટલાં કોર્પોરેટરો કોરોનાના ઝપટમાં આવ્યા હતા. જેમાં બે કોર્પોરેટર બદ્દરુદ્દીન શેખ તથા ગયાપ્રસાદનું અવસાન થયું છે. આ ઉપરાંત શહેરના ચાર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, જગદીશ પંચાલ, કિશોર ચૈહાણ તથા બલરામ થાવાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1441 ડ્રાયવરો, વેસ્ટ કલેકટર્સ અને સફાઇ કામદારોમાં 5 કર્મચારીઓ પોઝીટીવ આવ્યા હતા. શહેરમાં ચાલી રહેલી કોરોના(Corona) મહામારી સામે લડવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ટીમે છેલ્લાં કેટલાંક દિવસથી સુપર સ્પ્રેડર્સ સહિત ધાર્મિક સંસ્થાનો તેમ જ આજે ડ્રાયવરો, વેસ્ટ કલેકટર્સ તથા સફાઇ કામદારોના…

Read More
cinema tickit

કોરોના સંક્રમણને કારણે માર્ચથી આખા દેશમાં બંધ પડેલા સિનેમાહોલ ખોલવા સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગૃહ મંત્રાલયને ભલામણ કરી છે કે ઓગસ્ટથી સિનેમાઘરોને ફરીથી ખોલવાની પરવાનગી આપવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રાલય સચિવ અમિત ખરેએ સીઆઇઆઇ મીડિયા કમિટી સાથે વાતચીતમાં કહ્યું છે કે તેમણે ગૃહ મંત્રાલયને આગ્રહ કર્યો છે કે ઓગસ્ટની શરૂઆત અથવા અંતિમ અઠવાડિયા સુધી ખોલવાની અનુમતિ આપવામાં આવે. આ મામલે અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલય તરફથી લેવામાં આવશે. મંત્રાલયે જે પ્રસ્તાવ મોકલ્યો છે, તેના અનુસાર એક સીટ છોડીને બેસનુ અને આગળની હરોળને ખાલી રાખવાનો વિકલ્પ સામેલ છે. ચાર મહીનાથી બંધના લીધે એક પણ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઇ શકી નથી.…

Read More
IMG 20200408 WA0026

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્એયો છે. પહેલા રોજના સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 15 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 4 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. આજે તો રેકોર્ડ બ્રેક 1081 નવા દર્દીઓ નોંધાયા હતા. જો કે સામે પક્ષે 782 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 13944 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 214.52 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 22 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 13,944 ટેસ્ટ કરવામાં આવ્યા છે.…

Read More
Ketan Inamdar

કોરોનાએ હવે રાજકારણીઓને પણ પોતાના બાનમાં લીધા છે. વડોદરાના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કેતન ઈનામદારના પરિવારના ચાર સભ્યો સહિત તેમનો ડ્રાઈવર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. તેમણે વિડીયો દ્વારા પોતાના કોરોના પોઝિટીવ રિપોર્ટ અંગે માહિતી આપી હતી. આ સાથે વડોદરાવાસીઓને સાત દિવસનું કડક લોકડાઉનનો અમલ કરવા માટે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે. આવા સમયે લોકો હવે સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. કેતન ઈનામદારે પણ વડોદરાવાસીઓને આવનારા દિવસોને ભયાનક ગણાવીને લોકડાઉનનો અમલ કરવા અપિલ કરી છે.

Read More
sucide case

દમણથી કારમાં દારુ ભરીને નિકળેલા બુટલેગરનો પોલીસે પીછો કરતા તેઓ ગાડી છોડીને ભાગતા 50 ફુટ ઉંડા કુંવામાં ખાબકતા જ આ બુટલેગરનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી આ બનાવની મળતી માહિતી અનુસાર, વાપીના ટાવર ગામ પાસે આવેલ ડુંગળી ફળિયામાં રહેતા વિનોદભાઈ બાલુભાઈ પટેલના ઘર પાછળ 50 ફુટ ઉંડા કુવા(Well)માં એક યુવાન રાત્રિના સમયે પટકાયો હતો. જેની જાણ ટાઉન પોલીસને કરતા તેઓ તાત્કાલિક ફાયરની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ આ યુવાનને બહાર કાઢવામાં આવતા તેની ઓળખ કરવામાં આવી હતી. જેથી ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી…

Read More
best online learning platform 3577504 835x547 m

સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા બાળકોના હિતને ધ્યાનમાં રાખીને ફરી એક વખત ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારથી ગુજરાતની 16 હજાર પ્રાઈવેટ શાળાઓમાં ફરીથી ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કરવામાં આવશે. સરકાર સાથેની લડાઈમાં અંતે સંચાલકોએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખતા ફરી એક વખત તેમને શિક્ષણ સાથે જોડી રાખવાનો નિર્ણય લીધો છે. વાલીઓના ફોન કોલ્સ અને ઓનલાઈન શિક્ષણ શરૂ રાખવાની રજૂઆતોના અંતે ચર્ચા વિચારણા કરીને નાના બાળકો શિક્ષણથી વિમુખ ન થાય અને તેમનું ભવિષ્ય જોખમાય નહીં તે હેતુથી સોમવારથી ફરીથી શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે 16 જૂલાઈના રોજ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરીને…

Read More
IMG 20200725 WA0120

સુરતની વરાછામાં આવેલી પી.પી. સવાણી અબ્રામા સ્કૂલની ધો. 10 માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ વૈદેહી વેકરીયા અને રાધીકા લખાણીએ સ્પેશ સુરત એજન્સીના માર્ગદર્શન હેઠળ નાસા સાથે જોડાયેલા ‘સ્પેસ એન્ડ ઓલ ઇન્ડિયા એસ્ટ્રોઇડ સર્ચ’ કેમ્પઇન અંતર્ગત એસ્ટ્રોઇડ શોધી કાઢ્યો છે, જે ભવિષ્યમાં પૃથ્વી પરથી પસાર થઈ શકે છે. આ કેમ્પેઇનમાં વિદ્યાર્થીઓને બ્રહ્માંડમાં સ્થિર અને પરિભ્રમણ કરતા ગ્રહોની શોધખોળ કરવા માટેનું એક મિશન આપવામાં આવ્યું હતું, જેમાં સુરતની વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી 100 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આ બે વિદ્યાર્થીઓએ મંગળની નજીક ભ્રમણકક્ષામાં ફરતો એક એસ્ટ્રોઇડ શોધી કાઢ્યો હતો, જેની નાસાએ પણ સ્વીકૃતિ આપી છે. આ બંને ગુજરાતની પહેલી…

Read More
Primary School

કોરોનાની મહામારી વચ્ચે સરકાર અને સંચાલકોની અરજીઓ એક પછી એક હાઈકોર્ટમાં પડકારવામાં આવી રહી છે. આ તમામ પરિસ્થિતિનો ભોગ ફક્ત વિદ્યાર્થીઓ જ બનશે. સંચાલકો અને સરકારના ધર્ષણને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ રઝળી ગયું છે. શિક્ષકો તો બેરોજગાર બની ગયા પણ સાથે વિદ્યાર્થીઓ પણ ભણતર વિહોણા થઈ ગયા છે. શાળાઓ અને શિક્ષકોની વણસતી પરિસ્થિતિ અંગે સુરત શહેર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓ દ્વારા સુરત કમિશનરને અત્યાર સુધીમાં ચેરિટી તરીકે આપવામાં આવેલી રકમમાંથી સુરતની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને આર્થિક પેકેજ પુરુ પાડવા માંગણી કરવામાં આવી છે. સુરત શહેર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત શહેરની તમામ શાળાઓ દ્વારા…

Read More
school 1

કોરોનાના કકળાટ વચ્ચે સરકારે વાલીહીતમાં નિર્ણય લીધા બાદ રાજ્યના 15 લાખ કરતા વધારે શિક્ષકો બેરોજગાર બની ગયા છે. સરકાર દ્વારા ફી ન ઉધરાવવાના નિર્ણય બાદ શાળાઓ બંધ થઈ જતા શિક્ષકોએ રોજગાર માટે ફાંફાં મારવાનો વારો આવી ગયો છે. શિક્ષણ વિભાગના એક અવિચારી પરિપત્રએ શિક્ષકોની આર્થિક સ્થિતિ કફોડી કરી નાખી છે. જે અંતર્ગત પગાર વગરના શિક્ષિત બેરોજગાર થઈ ગયેલા ગુજરાતના 15 લાખથી વધારે શિક્ષકોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીને આવેદન આપીને સ્કૂલો માટે આર્થિક પેકેજ જાહેર કરવા અને શિક્ષકોને રોજગારી પુરી પાડવા માટે માંગ કરી છે. શિક્ષણ વિભાગના એક અવિચારીક પરિપત્રએ લાખો શિક્ષકોના રોજગાર પર લાત મારી દીધી છે. કોરોનાના કપરા કાળમાં…

Read More