Author: Satya-Day

GUJARATRAIN

મેઘરાજાએ ગુજરાતમાં ઘમાકેદાર રી અન્ટ્રી મારી દીધી હોવાની વિગતો સામે આવી રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘાની રિ-એન્ટ્રી સાથે કાલે દેધનાધન બાદ આજે પણ વલસાડમાં રાત્રે 12 થી 2માં 2.5 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. ભરૂચનાં અંકલેશ્વરમાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આગામી દિવસોમાં દ.ગુજરાતમાં ભારે વરસાદની વકી જોવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. જીલ્લાનાં મોડાસા, શામળાજી, માલપુર, ભિલોડા પંથકમાં વરસાદએ ઘીમી ગતીએ વરસવાની શરુઆત કરી દીધી છે.  અઠવાડિયાના વિરામ બાદ પુનઃ મેઘરાજાની એન્ટ્રી જોવામાં આવતા લોકો ખુશખુશાલ જોવામાં આવી રહ્યા છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તે સામાન્ય છે, પરંતુ આ વરસાદથી મગફળી, કપાસ, મકાઈના પાકને ફાયદો…

Read More
earth

સમગ્ર દેશ  2020નાં વર્ષમાં એક પછી એક સતત કુદરતી આપત્તિઓ આવતી રહી છે. ત્યારે એવામાં કોરોનાની મહામારી વચ્ચે ગઈ કાલે કચ્છમાં વહેલી સવારે 6:47 વાગ્યે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉ કચ્છથી 23 કિમી દૂર નોંધવામાં આવ્યું છે. પરંતુ હવે ભૂસ્તરશાસ્ત્રીઓએ ભૂકંપને લઇને મોટી આગાહી કરી છે. ભૂસ્તરશાસ્ત્રીઓની આગાહી મુજબ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર છેલ્લાં 1 હજાર વર્ષથી કોઇ ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધતા ગમે ત્યારે ગુજરાતનાં કચ્છમાં મોટો ભૂકંપનો આંચકો આવી શકે છે. જેની અસર છેક અમદાવાદ સુધી થશે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપનાં આંચકા અવારનવાર આવતા રહે છે જે મોટા ભૂકંપને…

Read More
1 69

કોરોનાની મહામારી વચ્ચે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો (Privet Hospitals) હાઉસફુલ થઇ ગઇ છે તેવામાં કોરોનાના દર્દીઅોની રોગપ્રતિકારક શક્તિ વધે અને તે માટે શહેરમાં આયુર્વેદિક (Ayurvedic) પદ્ધતિથી કોરોનાની સારવાર કરવા માટેની શરૂઆત થઇ ગઇ છે. શહેરમાં ૧૭૭ દર્દીઅોને આયુર્વેદિક સારવાર આપવામાં આવી હતી. સુરતમાં સિવિલ (Surat Civil) અને સમરસ હોસ્ટેલમાં આયુર્વેદિક સારવારના સારા પરિણામો મળવાથી સ્મીમેર હોસ્પિટલમાં ઍલોપેથિક સારવારની સાથે દર્દીઓની સંમતિથી આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર (Homoeopathic treatment) થઈ રહી છે. શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાઈવેટ હોસ્પિટલો (Privet Hospitals) જાણે કોરોનાના દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. ત્યારે હવે એલોપેથિક સારવાર સાથે લોકો આયુર્વેદિક સારવાર તરફ પણ વળ્યા છે.…

Read More
a700a539 148c 442d 829c 5e8de860109f

 એક પ્લાઝમા ડોનેરના કારણે બે દર્દીઓને જીવનદાન મળતું હોય છે, ત્યારે સુરતના ફૈઝલ ચુનારા નામના યુવકે એક કે બે વખત નહીં પરંતુ ત્રણ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરી છ દર્દીઓને જીવનદાન આપ્યું છે. મહત્વ છે કે, ત્રણ વખત પ્લાઝમાં ડોનર કરનાર ફૈઝલ ગુજરાતનો પ્રથમ ડોનર બન્યો છે. કોરોનાની મહામારી શરૂ થઈ તે સમયે માર્ચ મહિનામાં દુબઈમાં એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ નો વેપાર કરનાર ફેઝલ ચુનારા અન્ય લોકોની જેમ જ વતન ભારત આવવા માંગતો હતો. જો કે ગંભીર મહામારીને પગલે લિમિટેડ ફલાઇટ ચાલી રહી હતી, કેટલાક ભારતીયો દ્વારા ભારત આવવાની માંગણી કરવામાં આવી હતી જેથી ભારત દૂતાવાસે કેટલીક વ્યવસ્થા કરી આપી હતી.…

Read More
Capture 11

ગુજરાતના વધુ એક સિનિયર IPS અધિકારી આઈજી હરિકૃષ્ણ પટેલનો કોરોનામાં સપડાયા છે. આઈજી હરિકૃષ્ણ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં સારવાર લેવાના બદલે તેઓ હોમ કોરોન્ટાઈન થયા છે અને ઘરમાં જ તેમની સારવાર ચાલી રહી છે. ગુજરાતના વધુ એક IPS અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરત શહેરમાં સતત ત્રીજા IPS અધિકારી કોરોનાથી સંક્રમિત થવાના કારણે પોઝિટિવ થયા છે. સુરત શહેરમાં કોરોનાના કેસો વધવાના કારણે સુરતના ઘણા મોટા વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ કન્ટેન્મેન્ટ ઝોનની સુપરવિઝનની જવાબદારી આઈજી હરિકૃષ્ણ પટેલને સોંપવામાં આવી હતી અને સતત આ વિસ્તારમાં કામ કરવાના કારણે તેઓ સંક્રમિત થયા હોવાનું માનવામાં આવી રહ્યું…

Read More
school

ગુજરાતની ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણની ફી ન લેવા માટેના શિક્ષણ વિભાગના આદેશના પગલે શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેતા વાલીઓ સંચાલકો અને શિક્ષણ વિભાગ તો સેફ થઇ ગયા છે પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં નોકરી કરતા 12 લાખથી વધુ શિક્ષકો  અને 4 લીાખથી વધારે કર્મચારીઓની નોકરી પર જોખમ આવી ગયું છે. જે અંતર્ગત સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા  સરકાર પાસે શિક્ષકોના પગાર અથવા તો આત્મનિર્ભર લોન આપવા માટેની માગણી કરી છે હાઈકોર્ટના વાલીઓ પાસેથી ફી ન ઉધરાવવાના નિર્ણય બાદ સરકાર સંચાલકોને સહાયરૂપ નહીં થાય તો શિક્ષકોને ઘેર બેસવાનો વારો આવી શકે છે. ગુજરાતમાં ખાનગી શાળા સંચાલકો અને સરકાર વચ્ચેના…

Read More
CORONA BAD

શહેર સાથે જિલ્લામાં પણ કોરોના પોઝિટીવ કેસનો સિલસિલો યથાવત રહ્યો છે. જિલ્લામાં નવા નોંધાયેલા 75 કેસ સાથે કુલ કોરોના પોઝિટીવ કેસનો આંક 2052 પર પહોંચ્યો છે. નવા 830  લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે સાથે 75 દર્દીઓ સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરી ઘરે પરત મોકલી દેવાયા છે. હાલ જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા 696 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 4 મરણ નોંધાયા છેઆજ રોજ નોંધાયેલા 4 મરણમાં માંડવીના ગોપાલ નગરના 61 વર્ષના પુુરુષ, કામરેજના 57 વર્ષના પુરુષ, કામરેજના ખોલવાડના 70 વર્ષની મહિલા અને માંગરોળ તરસાડીના 66 વર્ષના પુરુષનું મોત નિપજ્યું છે. જિલ્લામાં નોંધાયેલા કેસચોર્યાસી – 5ઓલપાડ – 6 કામરેજ- 13પલસાણા- 12બારડોલી-16મહુવા- 7માંડવી- 7માંગરોળ- 9ચોર્યાસીમાં નોંધાયેલા કેસની…

Read More
vnsgu 5068475 835x547 m

વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા આજે નવા કુલપતિની ભરતી માટેની જાહેરાત બહાર પાડીને નવા કુલપતિ શોધવાની પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે.  આવ્યા ત્યારથી વિવાદના વંટોળ વચ્ચે ઘેરાયેલા નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તા વિરુદ્ધ અધ્યાપકોથી માંડીને વિરોધી જૂથો દ્વારા ઉચ્ચ સ્તર સુધી ફરિયાદો થઈ છે. એવામાં હવે તેમના કાર્યકાળ પૂર્ણ થવાને એક મહિનાની વાર છે ત્યારે નર્મદ યુનિ. ના નવા કુલપતિના પદ માટે દાવેદારોના બાયોડેટા અને અરજી ઈ-મેઈલ મારફતે મંગાવવામાં આવી છે.  છેલ્લા ઘણા સમયથી કુલપતિના પદ્દ માટેના સપના જોઈ રહેલા દાવેદારોની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે હવે લાગવગ અને ઓળખાણના દોર વચ્ચે નર્મદ યુનિવર્સિટીને આ વર્ષે દક્ષિણ ગુજરાતના…

Read More
bhupendra chudasma

રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ બંધ કર્યાના 24 કલાકમાં જ સરકાર એક્શનમાં આવી છે. જેમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મૌન તોડી મોટુ નિવેદન આપ્યું છે. હવે રાજ્ય સરકાર ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપશે. અત્યાર સુધી ફક્ત સરકારી શાળાઓના બાળકો માટે ગુજરાતી ભાષામાં ટી.વી. ચેનલો દ્વારા શિક્ષણ આપાતું હતું પરંતુ હવે તમામ ખાનગી શાળાઓના ગુજરાતી અને અંગ્રેજી શાળાના બાળકો પણ ટી.વી. ચેનલ મારફતે શિક્ષણ લઈ શકશે. સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવા માટે સમિતિની રચના કરાઈ છે જેમાં અંગ્રેજી માધ્યમની શાળાઓનો તત્કાળ અભ્યાસક્રમ તૈયાર કરવા શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સૂચના આપી છે. આમ, હવે રાજ્ય સરકાર કોરોના કાળ દરમિયાન ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાના…

Read More
GTU Result

ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને પીજીના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે,  ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા 30 જૂલાઈના રોજ M.E, M.C.A અને M.B.A  ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન યોજાનારી પીજીના ઈન્ટમિડીયેટ સેમેસ્ટરની પરીક્ષાઓ રદ્દ કરીને ફક્ત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે. દક્ષિણ ગુજરાતના પી.જી.ના ઈન્ટરમિડીયેટ સેમેસ્ટરના 2000 થી વધારે વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપીને આગળના સેમેસ્ટરમાં મોકલી દેવાશે જ્યારે અંતિમ વર્ષના 1000 થી વધારે વિદ્યાર્થીઓની 30 જૂલાઈના રોજ ઓનલાઈન અને 17 ઓગસ્ટના રોજ ઓફલાઈન પરીક્ષા યોજાશે. નોંધનીય છે કે પરીક્ષા રદ્દ કરીને મેરીટ બેઝ પ્રમોશન આપવાની માંંગ કરતા જીટીયુના હજારો વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના પ્રોગ્રેશનના નિર્ણયથી રાહત મળી…

Read More