Author: Satya-Day

valsad

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે પોતાની યાદીમાં જણાવ્યું હતું કે, માર્ચ-2020માં જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં નાપાસ છે અથવા તો માર્કશીટમાં સુધારણાને અવકાશ (Needs Improvement) લખેલું હોય તેવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે આ પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા તો hscsciexamreg.gseb.org પરથી ઓનલાઈન કરવાનું રહેશે. પરીક્ષા માટેનું આવેદન તારીખ 11/06/2020 બપોરે 14.00 કલાકથી તારીખ 20/06/2020 સાંજે 17.00 કલાક સુધી ઓનલાઈન કરવામાં આવશે. યાદીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે. રુબરુ અથવા તો ટપાલ દ્વારા આવેદન સ્વીકારવાની પદ્ધતિ અમલમાં રહેશે…

Read More
DIWALI TRAIN

હોળી પર વતને ગયેલા વિવિંગ, પ્રોસેસિંગ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના જે કામદારો સુરત પરત આવવા માંગે છે તે કામદારો માટે શ્રમજીવી એક્સપ્રેસ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા કામદારોને વતનથી પરત લાવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. તેવી જ રીતે આજે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિયેશન(ફોગવા)ની આજે મળેલી બેઠકમાં કામદારોને પરત લાવવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઓડિશા, યૂપી, બિહાર, ઝારખંડ સહિત અન્ય રાજ્યોના વતની કામદારો સુરતમાં વીવર્સને ફોન કરી પરત આવવા માંગે છે તે માટે શ્રમજીવી એક્સપ્રેસ શરૂ કરવા માટે સરકારમાં રજૂઆત કરવા માટે વિનંતી કરી રહ્યા છે.…

Read More
rainnn

ગુજરાતમાં જૂન મહિનામાં જ વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે. રવિવારે મોડી રાત્રે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. આ સિવાય અમદાવાદમાં પણ મોડીરાત્રે ગાજવીજ સાથે દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગઈકાલે સાંજથી જ રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. જેને પરિણામે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદ ઉપરાંત બોટાદ, ભાવનગર, સુરત અને પોરબંદર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અનેક ઠેકાણે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આ વરસાદને પગલે અનેક ડેમોમાં પાણીની આવક થઈ છે. શહેરમાં દિવસ દરમિયાન…

Read More
ઉમરપાડા વરસાદ 2 1140x620 1

ઉમરપાડા તાલુકામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગયા વર્ષે પણ આખા રાજ્યમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. શનિવારે મળસ્કે વાડી અને કેવડી વિસ્તારમાં જ્યારે લોક ભર ઊંઘમાં હતા ત્યારે ચાર કલાકમાં ધોધમાર 9.5 ઈંચ વરસાદ ઝીંકાયો હતો. ત્યારે બાદ બપોરે પણ મુશળધાર વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ઉમરપાડા તાલુકાના વહેલી સવારે ઊઠ્યા ત્યારે કેવડી અને ઉમરપાડાના બજારમાં પાણી ભરાઈ ગયા હતા. શનિવારે બપોરે પણ અચાનક વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને પવન ફૂંકાવાની સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો ઉમરપાડા તાલુકા મથકના પ્રવેશ દ્વાર પાસેના ગરનાળા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી ગયો…

Read More
650573 499035 haj

કોરોના વાયરસ મહામારી શાંત થઈ રહી હોય તેવા કોઈ સંકેત નથી ત્યારે એવું લાગે છે કે ભારતના મુસ્લિમો આ વર્ષે હજ યાત્રા પર જાયે તેવી શક્યતા નથી, એમ સૂત્રોએ શનિવારે કહ્યું હતું. જો કે તેમણે કહ્યું હતું કે સાઉદી અરબ હજ યાત્રાને આયોજિત કરવા અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે ત્યારબાદ આ મુદ્દે સરકાર અંતિમ નિર્ણય લેશે. હજ કમિટિ ઑફ ઈન્ડિયાએ શુક્રવારે જારે કરેલા પરિપત્રમાં કહેવાયું હતું કે ભારતમાં હજ-2020ની તૈયારીઓ માટે અમુક અઠવાડિયાઓ જ રહી ગયા છે, અત્યાર સુધી સાઉદી વહીવટીતંત્રએ આ યાત્રા અંગે કોઈ સંદેશ આપ્યો નથી ‘હજ-2020 પર વિવિધ પૂછપરછ થઈ રહી છે અને તેની અનિશ્ચિતતા અંગે ચિંતા…

Read More
04 05 2020 coronavirus 1 20242693

કોરોના(Corona)ને કારણે શનિવારે વધુ બે વડીલોનાં મોત નિપજ્યાં હતાં. સુરત શહેરમાં શનિવારે 77 પોઝિટીવ કેસો નોંધાયા હતાં. શહેરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2035 પર પહોંચી છે. લિંબાયતની વૃદ્ધા અને વેડરોડના વૃદ્ધનું કોરોનાના સંક્રમણના કારણે મોત થયું હતું. નવી સિવિલ હોસ્પિટલ(Hospital)માંથી મળતી માહિતી પ્રમાણે લિંબાયત ગણેશનગરમાં રહેતી 72 વર્ષિય વૃદ્ધાને બે દિવસ પહેલા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બે દિવસની સારવાર બાદ કોરોના(Corona)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ વૃદ્ધા હાઇપરટેન્શનની બિમારીથી પણ પીડાતા હતા અને સાથે કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત વેડરોડના ત્રિભુવન નગરમાં રહેતા 63 વર્ષિય વૃદ્ધનું પણ પાંચ…

Read More
school

કોરોનાવાયરસ અને દેશભરમાં જાહેર કરાયેલા લોકડાઉનના કારણે સુરતમાં માર્ચ મહિનાથી સ્કૂલો(Schools) બંધ છે. જો કે હવે 8 જૂનથી તમામ શાળાઓમાં પ્રવેશ કાર્ય શરૂ કરી દેવામાં આવશે. ૧૩ જૂન સુધીમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટેનું મટિરિયલ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે. 15 જૂનથી ખાનગી શાળાઓ(Schools)માં ઓનલાઈન શિક્ષણ(Education) ચાલું કરી દેવામાં આવશે. સોશિયલ મીડિયા તેમજ ડી.ડી.ગિરનાર ચેનલ પર કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે. આ માટેનું ટાઈમ-ટેબલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવશે. શિક્ષકોએ પણ 8 જૂનથી ફરજિયાત ડ્યૂટી પર હાજર રહેવું પડશે. ઓનલાઈન મીટિંગમાં હાજર શિક્ષકો અને સ્કૂલના ટ્રસ્ટીઓનો પણ અભિપ્રાય એવો જ હતો કે, સ્કૂલો હજી ઓછામાં ઓછા એક મહિના…

Read More
MOBILE

મોબાઇલ ફોન હેન્ડસેટનો આઇએમઇઆઇ નંબર ખૂબ જ મહત્વનો હોય છે અને ચોરાયેલા મોબાઇલ ફોનને શોધવા માટે તો આ નંબર ખૂબ જ ઉપયોગી થઇ પડે છે. પરંતુ યુપી પોલીસને ત્યારે આઘાતનો આંચકો લાગ્યો જ્યારે તેને ખબર પડી કે દેશમાં એક-બે નહીં પણ પૂરા ૧૩ હજાર મોબાઇલ ફોન એક જ આઇએમઇઆઇ નંબર ધરાવે છે. આઇએમઇઆઇ(ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી)એ એક આગવો નંબર હોય છે અને તે વિશ્વના દરેક મોબાઇલ હેન્ડસેટને બીજા હેન્ડસેટથી જુદો તારવવા માટે મહત્વનો હોય છે. સ્વાભાવિક રીતે ફક્ત કોઇ એક દેશના જ નહીં પણ દુનિયાભરના બે મોબાઇલ ફોનના આઇએમઇઆઇ નંબર એક સરખા હોઇ શકે નહીં. આ આઇએમઇઆઇ નંબર હેન્ડસેટની અંદરના…

Read More
04 05 2020 coronavirus 1 20242693

સમગ્ર વિશ્વથી લઇને ભારતમાં દિવસે ને દિવસે સતત કોરોના વાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે.ભારતમાં કોરોનાનાં કુલ કેસોમાંથી 20 ટકા કેસ તો માત્ર મુંબઇ શહેરનાં છે. પરંતુ ભારતમાં પ્રતિ 10 લાખની આબાદીમાં સૌથી વધુ મોત તો ગુજરાતનાં અમદાવાદમાં થઇ છે. એટલું જ નહીં પ્રતિ 100 કોરોનાનાં કેસ પર સૌથી વધુ મૃત્યુદર અમદાવાદમાં છે. 50 લાખથી વધારે આબાદીવાળા નવ શહેરોની તુલનામાં અમદાવાદમાં દર 100 કેસોમાં મૃત્યુ દર પણ વધારે છે. અમદાવાદમાં દર 10 લાખ લોકો પર 115 કોવિડ-19 મોત થઇ રહ્યાં છે. આ આંકડો મુંબઇનાં 80 મોતથી પણ વધારે છે. જેથી અમદાવાદ કોવિડ-19થી થનારા મોતમાં પ્રથમ સ્થાન આવે છે. હાલમાં સમગ્ર…

Read More
school

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષમાં ગુજરાતની હાયર સેકન્ડરી સ્કૂલોમાં પ્રવેશમાં ધાંધલ ન થાય એ માટે ખાસ કરીને અમાન્ય બોર્ડના વિદ્યાર્થીઓને ગેરકાનૂની રીતે ધો.11માં પ્રવેશ ન મળી જાય એ માટે સમગ્ર દેશમાં કાર્યરત 62 જેટલા માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી તૈયાર કરી તમામ શિક્ષણાધિકારીઓને મોકલી આપી છે. શિક્ષણાધિકારીઓ જોગ પાઠવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, ધો.10 પાસ કર્યા બાદ ધો.11માં પ્રવેશ માટે આવનારા અન્ય બોર્ડના વિદ્યાર્થીઓએ પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર ગુજરાત બોર્ડની કચેરીએથી નહીં બલ્કે હવે પછી જે-તે જિલ્લાના શિક્ષણાધિકારીઓની કચેરી પરથી જ મેળવવાનું રહેશે. પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડમાંથી ધો.10 પાસ કર્યા…

Read More