Author: Satya-Day

Finance Ministry

કોરોના વાઈરસના વધતા સંક્રમણની અસર હવે સરકારી યોજનાઓ પર પણ પડી છે. કેન્દ્ર સરકારે હાલના નાણાંકીય વર્ષ 2020-21માં કોઈ પણ નવી સરકારી યોજનાની શરૂઆત નહીં કરવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રાલયે તમામ મંત્રાલયોને નવી યોજનાઓને આ નાણાંકીય વર્ષ સુધી શરૂ નહીં કરવાનું કહ્યું છે. જો કે સરકારે “આત્મનિર્ભર ભારત અભિયાન” અને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ” જેવી યોજનાઓ પર કોઈ પણ પ્રકારની રોક નથી લગાવી. નાણા મંત્રાલયના આદેશ અનુસાર, કોઈ પણ સરકારી યોજનાઓને આ વર્ષે મંજૂરી નહીં આપવામાં આવે. પહેલાથી જ મંજૂરી કરવામાં આવેલી નવી યોજનાઓને પણ 31-માર્ચ અથવા આગામી આદેશો સુધી સ્થગિત કરી દેવામાં આવે છે.

Read More
congress 5

ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા નળી રહ્યો છે. એક પછી એક ભાજપના ધારાસભ્યો રાજીનામા ધરી રહ્યા છે. ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ કોંગ્રેસની મુશ્કેલી વધતી જાય છે. ત્યારે આજે વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસને રામ-રામ કહ્યાં છે. જેમાં મોરબી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. આમ છેલ્લા 24 કલાકમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. બ્રિજેશ મેરજાના રાજીનામાંની પુષ્ટિ ખુદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યના રાજીનામાં બાદ પાર્ટી તરફથી ઉભા રાખવામાં આવેલી બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને જીતવા માટે રાહ સરળ નહી રહે એ ચોક્કસ છે.

Read More
CORONA3

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,26,770 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,851 નવા કેસો સામે આવ્યા છે, જ્યારે વધુ 273ના મરણ નોંધાયા છે. દેશમાં પ્રથમ વખત 24 કલાકમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને સંક્રમણથી મોત નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધી કોરોના દેશમાં 6348 લોકોને ભરખી ચૂક્યો છે. જો કે 1,09,462 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. રિકવરી રેટમાં વધારો જોવા મળ્યો છે, જે વધીને 48.27 ટકા પર પહોંચી ગયો છે. દેશમાં…

Read More
earthquake

કોરોના સંકટ વચ્ચે ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આજે સવારે ઝારખંડના જમશેદપુરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 6:55 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી છે. જમશેદપુરની સાથે કર્ણાટકના હમ્પીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0ની રહી હતી. ઝારખંડ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં આવેલા ભૂકંપના આંચકાથી કોઈ પ્રકારના નુક્સાનના સમાચાર હજુ સુધી નથી મળ્યા જો કે વહેલી સવારે આવેલા આંચકાથી લોકો ભયના માર્યા પોતપોતાના ઘરોની બહાર જરૂરી નીકળી આવ્યા હતા.

Read More
miric biotech office

કોરોના વાઈરસને પગલે કેન્દ્ર સરકારે અનલૉક-1ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત હવે આગામી 8-જૂનથી દેશમાં અનેક સર્વિસ અને ઓફિસો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે 8-જૂનથી દેશભરમાં ઓફિસો કેવી રીતે ખુલી શકે છે? અને તેને કેવા નિયમોનું પાલન કરવાનું રહેશે? તે માટે સરકાર દ્વારા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે. ઓફિસ કે કચેરીમાં 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને ના આવવાની સલાહસ → સામાન્ય હેન્ડ હાઈઝીન અને ઉધરસ ખાવી-છીંકવા સબંધી સાવધાનીનું પાલન કરવું જરૂરી → એન્ટ્રી પોઈન્ટ પર હેન્ડ સેનેટાઈઝર અને થર્મલ સ્ક્રિનિંગ જરૂરી → માત્ર એવા જ કર્મચારી કે આગંતુકને મંજૂરી, જેમનામાં કોરોનાના લક્ષણો ના હોય → કારને…

Read More
vat savitri fast 2020 know fast date puja muhurat and importance 730X365

કોરોના મહામારીના સંક્રમણ વચ્ચે ધાર્મિક સ્થળો આઠમી તારીખથી મંદિરો ખૂલવાના છે. ત્યારે હિન્દુ ધર્મમાં ભારે મહાત્મ્ય ધરાવતી વટ સાવિત્રી વ્રતની પૂનમ શુક્રવારના રોજ ઉજવાશે. જેમાં સૌભાગ્યવતી સ્ત્રી પતિના દીર્ઘાયુ માટે વ્રત પાળશે. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક તેમજ સેનિટાઇઝ જરૂરી હોવાથી વડની પૂજાને લઈ અસમંજસની સ્થિતિ સર્જાઈ રહી છે. બીજી બાજુ પૂનમની આ મધરાતે વૃશ્ચિક રાશિમાં ચંદ્રગ્રહણ પણ થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. પરંતુ છાયાગ્રહણ હોવાથી ધાર્મિક રીતે પાળવાનું રહેતું નથી. હિન્દુ ધર્મમાં જેઠ મહિનાને ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતની પૂનમ હોવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓ વડની પૂજા કરીને પોતાના સૌભાગ્યની વૃદ્ધિ માટે આશીર્વાદ પ્રાપ્ત…

Read More
RTOOO

68 દિવસના લોકડાઉન પછી સુરત આરટીઓ કચેરી આજે ખુલી હતી. પ્રારંભમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે કામકાજ શરૂ થયું હતું. પરંતુ બપોરે બાર વાગ્યા પછી વાહનમાલિકોના ટોળા ઉમટી પડ્યા હતા. સવારે એચએસઆરપી ડિપાર્ટમેન્ટ દ્વારા અંગ્રેજીમાં મેસેજ મોકલવામાં આવ્યો હતો. તેને કારણે ગેરસમજ થતા લોકો મોટી સંખ્યામાં નંબર પ્લેટ લગાવવા આવી પહોંચ્યા હતા. હકીકતમાં વિભાગ દ્વારા જુની એપાઇન્ટમેન્ટ રદ્દ કરી નવેસરથી એપાઇન્ટમેન્ટ લેવા માટે મેસેજ આપવામાં આવ્યો હતો પરંતુ લોકોને એવું થયું કે આજે જ તેમને બોલાવવામાં આવ્યા છે. એવી જ રીતે પાકા લાઇસન્સ સહિતની અન્ય એપાઇન્ટમેન્ટમાં પણ બન્યું હતું. માર્ચથી મે મહિના સુધીની જૂની એપોઇન્ટમેન્ટ રદ્દ કરી દેવામાં આવી હતી. વધુ મળીને…

Read More
Online Application Form 1140x620 1

રાજ્ય સરકાર દ્વારા કોમન સર્વિસ પોર્ટલ digitalgujarat.gov.in અંતર્ગત ઓનલાઈન સેવાઓ પુરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ કોરોના વાયરસની મહામારીને જોતા સરકાર દ્વારા ચોક્ક્સ સમય મર્યાદામાં લોકોને ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આ તમામ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે.કલેકટર કે મામલતદાર સહિત જિલ્લા પંચાયત સહિત જનસેવા કેન્દ્ર જેવી કચેરીમાં લોકોને ધકકા ખાવાની કડાકૂટમાંથી મુકિત મળશે. સાથે સાથે સરકારે હવે કોઇપણ પ્રકારની મિટીંગ નહીં યોજવા તાકિદ કરી, તમામ કાર્યો ઓનલાઈન કરવા આયોજન કરી નાંખ્યુ છે. ખાસ કરીને હવે ધોરણ10/12 સહિત અલગ અલગ બોર્ડની પરીક્ષાના પરિણામોની સિઝન સાથે આગળના ડિગ્રી તેમજ ડિપ્લોમાં ઇજનેરી…

Read More
somnath temple 2

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ધાર્મિક અને પૂજા સ્થળ ખોલવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રેસેઝર (SOP) જાહેર કરી છે. આ માર્ગદર્શિકા પ્રમાCs 65 વર્ષથી વધુ વયની વ્યક્તિ, બીમાર વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષની નીચેની ઉંમરના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ધાર્મિક સ્થળના પ્રવેશ દ્વાર પર સેનિટાઈઝ ડિસ્પેન્સર અને થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત કરવામમાં આવ્યું છે. ધાર્મિક અને પૂજા સ્થળના પરિસરમાં માત્ર કોરોનાના લક્ષણો ના ધરાતવા હોય, તેવા લોકોને જ પ્રવેશ મળશે. તમામ લોકોને માસ્ક અથવા ફેસ કવર કરવો ફરજિયાત રહેશે. આ સાથે જ કોરોનાથી બચવાના ઉપાયો દર્શાવતા પોસ્ટરો ખાસ લગાવવાના રહેશે. આટલું જ નહીં, ઓડિયો અને વીડિયો સંદેશાઓ…

Read More

છતરપુર જિલ્લાના નૌગાંવમાં પાંચ વર્ષની માસૂમ બાળકીનો રેપ અને હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી દીધી છે. આરોપી બાળકીનો પડોશી રાજેશ વિશ્વકર્મા છે. જેના પર પોલિસે 25 હજારના ઇનામની જાહેરાત કરી હતી. પોલીસે જણાવ્યું કે, 28-29 ની રાત દરમિયાન રાજેશનો તેની પત્ની સાથે ઝગડો થયો હતો. તેની પત્નીના નાના ભાઇ સાથે અનૈતિક સંબંધો હતા, જેના કારણે બંને વચ્ચે ઝગડો થયો હતો.ત્યારબાદ આરોપીએ દારૂ પીધો અને ગાંજાનો નશો પણ કર્યો અને રાત્રે 9 વાગે ઘરેથી નીકળી પડ્યો. પડોશીના ઘરનો દરવાજો ખુલ્લો જોયો તો તેમાં ઘૂસી ગયો અને સૂતેલી માસૂમને ઉઠાવી ગયો. તેને ગામની બહાર કૂવા કાંઠે લઈ ગયો. છતરપુર એસપી કુમાર…

Read More