Author: Satya-Day

2.2 17

દુનિયામાં સૌથી વધુ કેરી ભારતના લોકો જ ખાય છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે, દુનિયાની સૌથી મોંઘી કેરી જેનું ઉત્પાદન ભારતમાં થતું નથી અને તેની કીંમત એટલી છે કે અમીરો પણ ખરીદી શકતા નથી. આજે અમે તમને આ કેરી વિશે જ જણાવી રહ્યા છીએ. તાઇઓ નો તામાગો નામનો કેરીનો એક પ્રકાર છે. આ કેરી મિયાજાકી પ્રાંતમાં ઉગાડવામાં આવે છે. અહીં દર વર્ષે સૌથી પહેલાં ઉગાડવામાં આવેલ આ ખાસ અને મોંઘી આ કેરીની બોલી લગાવવામાં આવે છે, જેના ભાવ આસમાને હોય છે. આ કેરીની ખેતી સામાન્ય ખેતીની જેમ નથી થતી. માત્ર ઓર્ડરના આધારે જ તેની ખેતી કરવામાં આવે છે.…

Read More
EARTH

દિલ્હી-NCRમાં એક વખત ફરીથી ભૂકંપના આંચકા આવ્યા છે. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ દક્ષિણ-પૂર્વ નોઈડામાં હતું. ભૂકંપના આંચકા અનુભવાતા અનેક લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ આંચકા રાત્રે 10:42 મિનિટ પણ અનુભવાયા છે. સતત ભૂકંપના આંચકા આવવાના કારણે અહીના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. અગાઉ 29-મેના રોજ દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એ સમયે ભૂકંપનું કેન્દ્રબિંદુ રોહતક હતું. એ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6ની માપવામાં આવી હતી.

Read More
cong 1

રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. મળતી માહિતી પ્રમાણે વડોદરાના કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યુ હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અક્ષય પટેલ છેલ્લા ઘણાં સમયથી પ્રદેશની નેતાગીરીથી નારાજ હતા. ત્યારે ધારાસભ્ય અક્ષય પટેલે ફોન પણ સ્વીચ ઓફ કર્યો અને  પોતાના ઘરે પણ નથી. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. આ રાજકીય ઉથલ પાથલના કારણે હવે કોંગ્રેસે રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. બીજી તરફ ભાજપ ત્રીજી બેઠક જીતવાની નજીક આવી ગઈ હતી. પરંતુ હજુ ભાજપ 2થી 3 ધારાસભ્યોને રાજીનામાં અપાવવાની…

Read More
EXAM

શિક્ષણ વિભાગે આજે કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉનના લીધે ઘણા વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા-રાજ્યમાં તથા વિદેશ પોતાના વતનમાં જતા રહ્યાં છે. જો તેમને ફક્ત પરીક્ષા માટે જ પરત બોલાવવામાં આવે તો અસુવિધા પડે. માત્ર પરીક્ષા માટે મૂવમેન્ટ કરવી ન પડે તેથી વિદેશી વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન યોજવાની રહેશે. અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ઓનલાઇન યોજી શકાય. વધુમાં કેટલીક યુનિવર્સિટીઓ જેવી કે જીટીયુ, ગુજરાત યુનિવર્સિટી વગેરેમાં સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓ આવે છે અને તેઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. આવા વિદ્યાર્થીઓ માટે પણ યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા તથા સ્વાસ્થ્યરક્ષા માટે ગુજરાતમાં દરેક જિલ્લાકક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવાનું આયોજન કરવાનું રહેશે. ઈન્ટરમીડિયેટ સેમેસ્ટર-૨-૪-૬ના વિદ્યાર્થીઓને…

Read More
New Project 2020 06 03T194630.258

કોરોનાના બચાવ માટે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય પણ સલાહ સૂચન આપતું રહે છે. તો આયુષ મંત્રાલયે પણ ઘરેલું નુસ્ખાથી કોરોના વાયરસથી બચવાના કેટવાક સરળ અને અચૂક ઉપાય બતાવ્યાં છે. હાલ એલોપેથીમાં કોરોનાની કોઇ ચોક્કસ દવા નથી ત્યારે લોકો કોરોનાથી બચવા માટે જુદા જુદા ઘરેલુ નુસ્ખા અપનાવી રહ્યાં છે. ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવા. તુલસીનો ઉકાળો પીવા જેવા ઘરેલું નુસ્ખા છે. બ્રિટનના શોધકર્તાએ પણ આ ઘરેલુ નુસ્ખાના કારગર ગણાવ્યાં છે. બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીમાં શોધઃ કોગળાને લઇને બ્રિટનની એડિનબર્ગ યુનવર્સિટીની શોધકર્તાએ શોધ અધ્યન કર્યું છે. શોધકર્તાના મુજબ નમકના પાણીથી કોગળા કરવાથી કોરોના સંક્રમણના લક્ષણોને ઓછા કરી શકાય છે. આ સાથે આ નુસ્ખાથી…

Read More
Lockdown1

અનલોક-1 સાથે છૂટછાટો મળી હોવાને કારણે ધીરે ધીરે સૌરાષ્ટ્રવાસીઓ સુરત પરત આવી રહ્યા છે.  છૂટછાટને કારણે ધંધા રોજગાર પુનઃ શરુ થયા હોવાથી, અમુક લોકો પરત થઇ રહ્યાં છે. જોકે, સુરતથી સૌરાષ્ટ્રના જનારાઓની સંખ્યા હજુ પણ જળવાઈ રહી છે. 21 મે સુધી સુરતથી વતન તરફ ધસારો ચાલુ રહ્યો હતો. જોકે, દસ-બાર દિવસમાં જ પરિસ્થિતિ એકાએક જ બદલાઇ છે. જેવો અગાઉ 20-22 દિવસ પહેલાં વતન પહોંચ્યાં હતાં. તે હવે ગઈકાલથી સુરત પરત થવા માંડયા છે. બે દિવસ પહેલા જોકે, સૌરાષ્ટ્ર તરફથી આવતી એસ.ટી બસો ખાલી આવતી હતી પણ ગઈકાલથી સંખ્યા જોવા મળી રહી છે, એમ એસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Read More
MARRIGE

સુરતમાં લગ્ન કરનારાઓ માટે દુખદ સમાચાર છે. સુરત કલેક્ટર ધવલ પટેલ દ્વારા લગ્નને લઈને કેટલીક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.  લોકોએ લગ્ન પ્રસંગોની મંજુરી માટે જીલ્લા કક્ષા સુધી લંબાવવું ન પડે અને યોગ્ય મોનીટરીંગ થાય તે માટે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે વધુમાં વધુ 50 વ્યક્તિઓની મર્યાદામાં લગ્નનું આયોજન કરી શકાશે અને જે જગ્યાએ લગ્ન યોજાનાર હોય તે જગ્યાએ કોરોના વાઇરસ અનુસંધાને સરકારની તમામ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ ગાઈડલાઈન મુજબ, લગ્નની મંજુરી માત્ર લગ્નના દિવસ પુરતી જ રહેશે. આ પ્રસંગ માટે વાહનોમાં ફોર વ્હીલરમાં એક ડ્રાઈવર ઉપરાંત 3 વ્યક્તિઓ તેમજ 2 વ્હીલરમાં માત્ર 2 જ વ્યક્તિઓ પરિવહન કરી શકશે.…

Read More

કોરોનાથી બચવા માટે કપલે સેક્સ કરવાથી જ બચવું જોઈએ. કારણ કે સેક્સ કરવાથી પણ કેટલીક હદ સુધી કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ વધી શકે છે.  હાર્વર્ડ યુનિવર્સિટીના રિસચર્સે કહ્યું છે કે કપલે કિસ કરવાથી બચવું જોઈએ અને સેક્સ દરમિયાન દરેક સમયે માસ્ક પહેરી રાખવું જોઈએ. હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સે કહ્યું છે કે, ઘરની બહાર રહેતી વ્યક્તિની સાથે સેક્સ કોરોના સંક્રમણ માટે હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે. રિસર્ચર્સે પોતાના અભ્યાસમાં માન્યું છે કે, લોકો માટે સેક્સથી સંપૂર્ણરીતે દૂરી બનાવવી સંભવ નહીં બનશેઆ ઉપરાંત, સેક્સ કર્યા બાદ કપલને નહાવાની પણ સલાહ આપવામાં આવી છે. આથી તેમણે થોડી સાવધાની રાખવી જોઈએ. આ સ્ટડીને Annals of…

Read More
IMG 20200531 180958

કોરોના વાયરસ અને માસ્કને લઇને કરવામાં આવેલી 172 સ્ટડીમાં ઘણી મહત્આવની બાબતો જાણવા મળી છે. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે કોરોના વાયરસથી બચવા માટે N95 અને અન્ય રેસ્પિરેટર માસ્ક, કાપડના બનેલા માસ્ક અથવા સર્જિકલ માસ્ક સારા હોય છે. આ પ્રોજેક્ટને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફંડ કર્યો હતો. વિશ્લેષણનું પરિણામ ધ લાન્સેટ મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જાણકારોનું કહેવું છે કે નવા વિશ્લેષણ બાદ WHOને એવી ભલામણ કરવી જોઇએ કે ખાસ કરીને જરૂરી સેવા સાથે જોડાયેલા લોકો અથવા ડોક્ટર અને નર્સ સર્જિકલ માસ્કની જગ્યાએ N95 માસ્ક જ પહેરે. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે જોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર ડેવિડ માઇકલ્સે્ કહ્યું કે આ ખુબ…

Read More
men 5924914 835x547 m

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અનેક દેશ રિસર્ચ કરી રહ્યાં છે. સાથે જ વેક્સીન તૈયાર કરવાને લઇને પણ વિજ્ઞાનિકોની ટીમ દિવસ-રાત રિસર્ચ કરી રહી છે. આ દરમિયાન બ્રિટનની સૌથી મોટી સરકારી સ્વાસ્થ્ય એજન્સી નેશનલ હેલ્થ સર્વિસે કોરોના દર્દી માટે એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના દર્દીમાં અનેક મહિના સુધી વધુ થકાવટ અને શ્વાસ લેવાની તકલીફ રહી શકે છે. કોરોનાની અસર શરીર પર લાંબા સમય સુધી રહી શકે છે. કોરોનાથી બચ્યા બાદ શરીર પર તેની ખરાબ અસર ક્યાં સુધી રહેશે તેના પર હાલ રિસર્ચ ચાલી રહ્યું છે મે મહિનામાં NHSના વિજ્ઞાનિકોએ કોરોનાના ગંભીર લક્ષણો પર ચર્ચા કરી હતી.…

Read More