Author: Satya-Day

Screenshot 20200524 155647 01

શહેરમાં લોકડાઉન-4(Lockdown) વખતે સતત વધી રહેલા કોરોના(Corona)ના સંક્રમણ બાદ હવે અનલોક-1માં તો લોકો જાણે કોરોના ચાલ્યો ગયો હોય તેમ કામ વગર અને કોઇ જાતની ગાઇડલાઇનનું પાલન કર્યા વગર ફરી રહ્યા છે. જેથી કોરોના પોઝિટિવનો આંક પણ ઊંચો જવા માંડ્યો છે. હવે તો 50થી વધુ કેસ જાણે સામાન્ય વાત થઇ પડી છે. ત્યારે મંગળવારે વધુ 54 કેસ નોંધાતાં શહેરમાં કોરોનાના ચેપગ્રસ્તોનો કુલ આંક 1695 થઇ ગયો છે. શહેરમાં લિંબાયતમાં વધુ 14, કતારગામમાં 13, સેન્ટ્રલ ઝોનમાં 11, વરાછા-એ અને રાંદેરમાં 2-2, જ્યારે અઠવા ઝોનમાં ચાર કેસ નોંધાયા છે. કોરોના(Corona)ની ચપેટમાં આવી રહેલા લોકોમાં અગાઉ લોકડાઉન(Lockdown) વખતે જરૂરી સેવા સાથે સંકળાયેલા જે રીતે…

Read More
TRUMP

ચીન વિરૂદ્ધ વધુ એક કડક પગલુ ભર્યુ છે. ટ્રમ્પે ચીનથી આવનારી તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ રોક 16 જૂનથી લાગુ થશે. અમેરિકાના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે બુધવારે તેની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ હવે ચીનની ફ્લાઇટ અમેરિકામાં પ્રવેશ નહી કરી શકે. ચીનની ફ્લાઇટ પર આ પ્રતિબંધ 16 જૂનથી લાગુ થશે. આ પહેલા અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સ અને યૂનાઇટેડ એરલાઇન્સે આ મહિને ચીન માટે ફરી ઉડાન શરૂ કરવા માટે કહ્યું હતું. અહી સુધી કે ચીની એરલાઇન્સે મહામારી દરમિયાન પણ અમેરિકા માટે પોતાની ફ્લાઇટ ચાલુ રાખી હતી. અમેરિકાએ ગત મહિને બેઇજિંગ પર અમેરિકન એરલાઇન્સ માટે ચીનની ઉડાન ફરી શરૂ કરવાને અસંભવ…

Read More
content image 230d3999 676f 4898 829d 9e77ec07bc59

કોરોના વાયરસથી બચવા માટે સરકારે દેશભરમાં લોકડાઉન(Lockdown) જાહેર કર્યુ છે અને તેને કારણે બંધ ફેકટરીઓમાં(Factory) જે નુકસાન થયુ હશે તે અંગેનું કલેઇમ મળશે નહીં. જો કે, બેઝીક પોલિસીની અંદર લોસ ઓફ પ્રોફીટ લીધું હોય તો તેના અંતર્ગત ફેકટરીમાં આગને કારણે જે નુકસાન થાય છે તેની સામે કલેઇમ મળી શકે છે.સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ–૧૯(Covid-19) ના સમયગાળા દરમિયાન ઇન્સ્યુરન્સ ઇશ્યુઝ’વિષય ઉપર ૭૬માં વેબીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વેબિનારને સંબોધતા નેશનલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડના ચીફ રિજનલ મેનેજર કે.કે. રૈનાએ જણાવ્યું હતું એવી રીતે મશીનરી માટેની પોલિસી હોય છે. મશીનરીને ફિઝીકલ ડેમેજ થયું હોય અથવા તો…

Read More
NITIN

લોકડાઉન પછી આજે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. સ્વર્ણિમ સંકુલમાં મળેલી બેઠકમાં કોરોના વાયરસની સ્થિતિ, નિસર્ગ વાવાઝોડાની સંભવિત સ્થિતિ અને તીડના આક્રમણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક પછી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે, કોરોના હજુ ગયો નથી અને નજીકના ભવિષ્યમાં જશે પણ નહીં. રાજ્યમાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાના સંક્મણને લઇને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપતા જણાવ્યુ કે, કોરોના હજુ ગયો નથી અને નજીકના ભવિષ્યમાં જશે પણ નહીં, તેનો અંત નજીકના ભવિષ્યમાં દેખાતો નથી. આથી વારંવાર નાગરિકોને કહેવામાં આવે છે…

Read More
st bus andolan

વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાની છે તેના પગલે તંત્ર સતર્ક થઈ ગયું છે. એસ.ટી ડેપો મેનેજરને સૂચના પણ આપી દેવામાં આવી છે કે, વાવાઝોડું વધે તો બસો રોકી દેવી જેથી ડેપો મેનેજર દ્વારા પણ ડ્રાઈવર અને કંડક્ટરને એલર્ટ રહેવા માટે આપવામાં સૂચના આપી દેવામાં આવી છે. વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તંત્ર દ્વારા તમામ લોકોને સાવચેતી રાખવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે અને જરુર પડશે તો વધારે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે. જો કે, રાજય સરકાર દ્વારા એસટી ડેપોના મેનેજરને સૂચના આપતા જણાવ્યું છે કે, વાવાઝોડું વધે તો બસો રોકી દેવી જેથી ડેપો મેનેજર દ્વારા…

Read More
3weather 2

વાવાઝોડું દક્ષિણ ગુજરાતની નજીકથી પસાર થવાનું હોવાથી સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળશે. સુરતમાં સવારથી જ વાતાવરણ વાદળછાયું છે. સાથેજ હળવો પવન અને વરસાદી છાંટા પણ પડી રહ્યા છે. ત્યારે સુરત મહાનગર પાલિકા કમિશ્નર બંછાનિધિ પાની અને કલેક્ટર ધવલ પટેલે આપેલા સંદેશ મુજબ સુરતમાં બપોર બાદ કલાકના 80 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જેથી કરીને લોકોને આ સમયે ઘરમા રહેવા, રસ્તા પર ન જવા કે દરિયાકાંઠે ન જવા જણાવાયું છે. સાથેજ ઘરના બારી બારણા ચુસ્ત રીતે બંધ રાખી ઘરે જ રહેવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.સુરત ક્લેક્ટર ડો. ધવલ પટેલ તેમજ પાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ બપોરે…

Read More
image

ભરૂચના દહેજમાં આવેલી પટેલ ગ્રુપની યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમીટેડ કંપનીના પ્લાન્ટમાં ભીષણ બ્લાસ્ટ થયો છે. જે સ્થળે આ બ્લાસ્ટ થયો ત્યાં તે સમયે 10-12 લોકો ત્યાં કામ કરી રહ્યા હતા. આ બ્લાસ્ટના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્લાસ્ટ થયા બાદ આજુબાજુના પાંચ કિલોમીટર વિસ્તારમાં તેનો અવાજ સંભળાયો હતો. સ્થાનિકોએ મોટી જાનહાની થવાની સંભાવનાઓથી પણ ઇનકાર કર્યો નથી.બ્લાસ્ટમાં 10-15 લોકોને ગંભીર ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે આ ઘટનાના જે વીડિયો સામે આવ્યા છે તેમાં જોઇ શકાય છે કે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ઉડી રહ્યા હતા. 20થી વધુ કેમિકલ્સનું ઉત્પાદન હાલ આ પ્લાન્ટમાં થઇ રહ્યું છે.…

Read More
mahacyclone 952x500 1590652709

દક્ષિણ ગુજરાત(South Gujarat)ના દરિયામાં સવારથી કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠે NDRFની ટીમ પણ ગોઠવી દેવાઈ છે. વલસાડ, વાપી, દમણ, નવસારી, ડાંગ, આહવા, સાપુતારા વગેરે વિસ્તારોમાં બુધવાર સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું છે. અનેક જગ્યાએ હળવા અને મધ્યમ વરસાદી ઝાપટાં પણ પડ્યા હતાં. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ પવન સાથે ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે દક્ષિણ ગુજરાત(South Gujarat)ના વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૦૦ થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક તીવ્રતાથી પવનના સપાટાની સંભાવના છે. ભરુચ અને અન્ય વિસ્તારોમાં ૭૦ થી ૮૦ કિલોમીટરની તીવ્રતાથી પવન ફુંકાવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ જોવાઈ રહી…

Read More
RAMDEV

પતંજલિ આયુર્વેદએ કોરોના ઉપચાર માટે 100% અસરકારક દવા બનાવી છે. હાલ ડ્રગ પરીક્ષણ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં તે વૈજ્ઞાનિક પુરાવા સાથે લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે, તેની દવાઓ, યોગાસન, શાકાહારી આહાર અને શુદ્ધ અહિંસક જીવન અપનાવીને કોરોના ચેપ 100 ટકા મટાડવામાં આવે છે. આ દવાઓના ઉત્પાદનમાં તુલસી, અશ્વગંધા જેવી સો હર્બ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોમવારે મીડયા સાથેની વાતચીતમાં બાબા રામદેવે કહ્યું કે, કોરોના મનુષ્યના ખોટા આચર-વિચાર અને હિંસક ભોજનનું પરિણામ છે. જો કોઈ માણસ અહિંસક રીતે જીવે છે, શુદ્ધ અને સાત્વિક ખોરાક લે તો તેની નીતિમત્તા અને વર્તનને બરાબર રાખે છે, તો તેને…

Read More
toll plaza2

ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે આરોગ્યની ચકાસણી ફરજિયાત બનાવી દેવાઈ છે. રાજ્યના ગૃહ વિભાગે જો કોઇ બહારથી આવતા મુસાફરમાં કોઈ પણ પ્રકારનાં લક્ષણ દેખાય તો તાત્કાલિક અસરથી તેનું સંપૂર્ણ પરીક્ષણ કરવા માટે પણ આદેશ કર્યો છે. સાથે જ રાજ્યની તમામ ચેકપોસ્ટો પર આરોગ્ય પરીક્ષણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવા માટે પણ કહેવાયું છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આંતર રાજ્ય અને રાજ્યની અંદર અવરજવર માટે કોઈ નિયંત્રણ નથી. તેથી મંજૂરી કે ઈ-પાસની આવશ્યકતા રહેતી નથી. તેમ છતાં અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોનું હેલ્થ ચેકઅપ થાય તે જરૂરી છે. આથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા મુસાફરોની સંબંધિત ચેકપોસ્ટ પર હેલ્થ ચકાસણી કરવામાં આવે.…

Read More