રાજ્યમાં કચ્છમાં મોટી સંખ્યામાં એક સાથે ગાયના મોતનો મામલો સામે આવ્યો છે, લગભગ એક સાથે 200 ગાયના મોતના સમાચાર અરેરાટી જેવો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે 200થી વધુ શંકાસ્પદ હાલતમાં ગાયના મૃતદેહ જોવા મળ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શંકાસ્પદ હાલતમાં ગાયોના મૃતદેહ જોવા મળતા ગૌ પ્રેમી ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પાકમાં છાંટવાની દવા અથવા ઝેરી પ્રવાહી પીવાથી મોત થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પશુ ચિકિત્સકો હાલમાં તપાસ કરી રહ્યા છે. પશુના પોસ્ટ માર્ટમ બાદ જ ચોક્કસ હકિકત બહાર આવશે કે, કયા કારણથી આટલી…
કવિ: Satya-Day
પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ જોવા મળ્યો છે. હવે ફિલ્મ ઉદ્યોગમાં પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ રીત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન ફિલ્મ ઉદ્યોગમાં કામ કરનારા પાકિસ્તાની એક્ટર અને એકટ્રેસ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે. એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, પ્રતિબંધ બાદ પણ કોઇ સંગઠન પાકિસ્તાની કલાકારો સાથે કામ કરશે તો તેને એઆઇસીડબ્લયુએ સસ્પેન્ડ કરશે અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય પત્રમાં પુલવામા આતંકી હુમલાની પણ નિંદા કરવામાં આવી છે જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આના પગલા સ્વરૂપે અજય દેવગણે…
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશની લહેર જોવા મળી રહી છે. તેવામાં સરહદની આ લડાઇ હવે ક્રિકેટના મેદાન સુધી પહોંચી છે. મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાંથી રવિવારે પાક ખેલાડીઓની તસવીરો હટાવ્યાં બાદ હવે વધુ એક સ્ટેડિયમમાંથી પણ પાક ક્રિકેટરોની તસવીરો હટાવી લેવામાં આવી છે. સોમવારે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમમાં રહેલી પાક ખેલાડીઓની તમામ તસવીરોને ઉતારી લીધી છે. જણાવી દઇએ કે દેશમાં આતંકી હુમલા બાદ ગુસ્સે ભરાયેલા લોકોનો આક્રેશ જોતાં સ્ટેડિયમના મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. અગાઉ પંજાબ ક્રિકેટ એસોસિએશને પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાના શહીદોના પરિવાર સાથે ઉભા રહેતા મોહાલીના ક્રિકેટ સ્ટેડિયમમાં રહેલી પાકિસ્તાની ક્રિકેટર્સની તસવીરો હટાવી લીધી હતી.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમાલામાં CRPFના 40 જવાનો શહીદ થયાના 4 દિવસ બાદ સોમવારે બોમ્બ ડેટા સેન્ટરની રિપોર્ટ એક અગ્રણી ન્યુઝ ચેનલને હાથ લાગી છે, જેમાં એક મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે. રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી જે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું તેનાથી વિપરીત વિસ્ફોટ CRPFના જવાનોની બસ વિસ્ફોટક ભરેલી SUV સાથે ટક્કર થવાના કારણે નહીં પરતુ વિસ્ફોટ કરવા માટે મોટી સંખ્યામાં સ્વિચ-ટ્રિગર IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, વિસ્ફોટકનો જથ્થો અંદાજે 75-135 કિલોગ્રામની માનવામાં આવી રહ્યો છે અને આ તમામ જથ્થો આરડીએક્સનો ન હતો, પરંતુ આગ લગાવનાર વિસ્ફોટક અને આરડીએક્સની સાથે એમોનિયમ…
જમ્મુ-કાશ્મિરના પુલવામા ખાતે CRPFના જવાનો ઉપર કટ્ટરવાદી સંગઠનોના આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો અને ૪૪ જેટલા ભારતના સપુતો શહીદ થયાં છે. આ શહીદ જવાનોના પરિવારજનોને સહાયરૂપ થવા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શનથી ગુજરાતના જય સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક બાબુભાઇ કે. પટેલ અને રમેશભાઇ કે. પટેલના પરિવાર દ્વારા શહીદ દીઠ રૂ.૧ લાખની સહાય કરવાનો નિર્ણય કર્યો છે. ૪૪ શહીદના પરિવારજનોને રૂ.૪૪ લાખની સહાય સત્વરે તેમને પહોંચાડવામાં આવશે. ગાંધીનગર ખાતે બાબુભાઇ પટેલ દ્વારા કરેલ જાહેરાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકાર વતી તેઓને અભિનંદન પાઠવ્યા હતાં અને ઉમેર્યુ કે, દેશભરમાંથી શહીદો માટે સહાયની સરવાણી થઇ રહી છે ત્યારે શ્રી બાબુભાઇ પટેલે ગઇ કાલે…
ગુજરાતમાં પાક નિષ્ફળ જવાને કારણે વધુ એક ખેડૂત પરિવારના સભ્યએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખેડૂત પરિવારની મહિલાએ પાક નિષ્ફળ જવાને કારણે આપઘાત કર્યો હોવાનો સ્યુસાઈટ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મહિલાના મૃતદેહને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત કપરી બનતી જઇ રહી છે. ત્યારે વધુ એક ખેડૂત હિંમત હાર્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં ખેડૂત પરિવારની એક મહિલાએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મોંઘા બિયારણો અને બેંક લોનની હોડમાં વધુ એક ખેડૂતે જીવન ટુંકાવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ખેડૂતને સાચવવા કરવામાં આવતી મોટી મોટી સભાઓ, ખેડૂતો માટે લાંબી લચક યોજનાઓ છતા આપઘાત કેમ કરવા મજબૂર છે આજનો…
ભારતીય જવાનો પુલવામાનો પ્રથમ બદલો પૂરો કર્યો છે. ભારતીય જવાનો પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ કામરાન સહિત અન્ય બે આતંકીઓને ઠાર માર્યા છે. આતંકી જ્યાં છુપાયા હતા તે ઘરમાં જઈને ભારતીય જવાનોએ ઠાર માર્યા હતાં તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. મોડી રાતે સુરક્ષા દળોએ ખાનગી જાણકારીની આધારે પિંગલાન વિસ્તારના ઘરોમાં તપાસ શરૂ કરી હતી. રાતે ત્રણ વાગે સુરક્ષા દળોનો સામનો એક ઘરમાં છુપાયેલા આતંકી સાથે થયો હતો. બન્ને તરફથી જબરદસ્ત ફાયરિંગ ચાલી રહ્યું હતું જેમાં ચાર જવાનો શહીદ થયા હોવાના સમાચાર મળ્યા હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ઘરમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા હતાં. આ આતંકીઓનો સંબંધ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે હોય તેવી…
પાસ નેતા અલ્પેશ કથીરિયાને સુરતના વેલંજા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચે પકડ્યો હતો. રાજદ્રોહના ગુનામાં તેના શરતી જામીન રદ થયા બાદ ગમે તે ઘડીએ ધરપકડ થવાની શક્યતા હતી, જેના કારણે તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને આગોતરા જામીન મેળવવા કોર્ટમાં અરજી પણ કરી હતી. મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચે મિત્રના લગ્નમાંથી જ અલ્પેશની ધરપકડ કરી હતી. રાજદ્રોહના ગુનામાં થોડો દિવસો પહેલા જામીન પર મુક્ત થયેલા અલ્પેશ કથીરિયાએ જામીનની શરતોનો ભંગ કર્યો હોવાથી તેના જામીન રદ કરવા સુરત ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં અરજી કરી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા થયેલી અરજીમાં અલ્પેશે જામીનની શરત નંબર 2 અને 5નો ભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું. અલ્પેશ કથીરિયાએ…
જમ્મુ-કશ્મીરના આતંકી હુમલા પછી શંકાની સોય ગુજરાત પર સેવાઈ રહી છે. આ આતંકી હુમલા બાદ આતંકવાદી સંગઠનો દ્વારા જાહેર અને ધાર્મિક સ્થળોએ અને ખાસ કરીને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હુમલો થાય એવી માહિતી ગાંધીનગરઆઈબીના ઈનપુટ ઈન્ટલિજન્ટ્સ બ્યુરોને મળી છે. મળતી માહિતી પ્રમાણે સોશિયલ મિડીયામાં પોલીસના થયેલા વાયરલ ફેક્સ મેસેજમાં ત્રણ આતંકવાદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં હૈદરાબાદનો મોહમ્મદ ઈબ્રાહિમ, સ્યુસાઈડ બોમ્બર રોહન અને એક મહિલા સામેલ છે. મોટા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. આઈ.બી દ્વારા આપવામાં આવેલા એલર્ટ બાદ તમામ જાહેર સ્થળઓએ સુરક્ષા બંદોબસ્ટ ગોઠવી દેવામાં આવ્યો છે. વાયરલ થયેલા પત્રમાં આતંકીઓ દ્વારા…
આ સાઇબર ઍટૅક થયો છે પાકિસ્તાનની સરકારી વેબસાઇટો પર. પાકિસ્તાનની 200થી વધુ વેબસાઇટો એક ભારતીય ગ્રુપે હૅક કરી નાખી છે. આ વેબસાઇટો પર હૅક કર્યા બાદ હવે તેમને ખોલતા લખાયેલું આવે છે, ‘નહીં ભૂલીશું પુલવામા હુમલો.’ દાવો કરવામાં આવી રહ્યો છે કે એક ભારતીય હૅકર્સ ગ્રુપ Team I Crewએ પાકિસ્તાની વેબસાઇટો હૅક કરી છે. હવે આ પાકિસ્તાની વેસાઇટો હૅક કરી પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. HACK કરાયેલી વેબસાઇટો ખોલતા ત્યાં પુલવામાં શહીદ થનાર લોકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાનો ત્રિરંગા ધૂમાડા સાથે ઉડાન ભરતા દેખાઈ રહ્યા છે. પેજ પર લખેલું છે,…