જમ્મુથી શ્રીનગર જઈ રહેલી CRPFની 70 ગાડીઓના કાફલા પર કાશ્મીરના પુલવામામાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. જેને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના આજના સુરેન્દ્રનગર અને મોડાસા ખાતેના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. સીએમ વિજય રૂપાણીએ શહીદ જવાનોને શ્રદ્વાંજલિ પાઠવીને શોક વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે આજે તરણેતર ખાતે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૧૯નો પ્રારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ પ્રસંગે જિલ્લાના પ્રભારી તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને સ્થાનિક સાંસદ તેમજ ધારાસભ્ય સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હતા. જ્યારે બીજો કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના…
કવિ: Satya-Day
પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને આજરોજ કેબિનેટ કમિટી ઓન સિક્યુરીટી (સીસીએસ)ની આજરોજ બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલામાં 44 જવાન શહિદ થયા છે. ત્યારે સરકાર દ્વારા હવે આતંકીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની દેશભરમાંથી માગ ઉઠી રહી છે ત્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી સીસીએસની બેઠકમાં કેન્દ્રિય ગૃહપ્રધાન, વિદેશ મંત્રી, રક્ષા પ્રધાન તેમજ નાણાં પ્રધાન ઉપસ્થિત રહેશે. એક મળતાં અહેવાલ મુજબ આ બેઠકમાં આતંકી હુમલાને લઇને જડબાતોડ જવાબ આપવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર આ મામલે સુરક્ષા એજન્સી તેમજ ટોપ ઓફિસરની સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ પાસે…
અંકલેશ્વર જીઆઈડીસીમાં આજે વહેલી સવારે આવેલી પ્રીતેન હેલ્થકેર કંપનીમાં ભીષણ આગ લાગતા બે કામદારોનાં દાઝી જવાથી મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા 6 ફાયર ફાઇટરો સ્થળે દોડી જઇને રાહત કામમાં લાગી ગયા હતાં. આગ એટલી વિકરાળ હતી કે આસપાસનાં વિસ્તારમાં ધુમાડાનાં ગોટેગોટા થઇ ગયા હતાં પ્રીતેન હેલ્થકેરમાં બ્લાસ્ટ થતા કંપનીનો આખો પ્લાન્ટ બળીને ખાખ થઇ ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેમાં રહેલા બે કામદારો પણ બળી જતા મોત નીપજ્યું હતું. આસપાસનાં વિસ્તારમાં વાયુવેગે ઘટનાની જાણ થતા લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. ફાયર ફાઇટરની ટીમ હાલ આગ બુઝાવવા અને રાહત કાર્યમાં લાગી ગઇ છે.મહત્વનું છે કે ગઇકાલે એટલે ગુરૂવારે…
જમ્મૂ-કાશ્મીરના પુલવામા જીલ્લામાં આતંકવાદીઓએ ગુરૂવારે સીઆરપીએફના કાફલાને નિશાન બનાવીને ભયાનક હુમલો કર્યો હતો. આ વિસ્ફોટમાં IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સીઆરપીએફના વહાનના ફુરચે ફુરચા ઉડી ગયા હતાં. તો આ હુમલામાં સીઆરપીએફના જવાનોના શરીર પણ ક્ષત-વિક્ષત થઈ ગયા હતાં. વિસ્ટની તિવ્રતા એટલી બધી હતી કે કેટલાક જવાનોની તો ઓળખ કરવામાં પણ સમય લાગી શકે છે. તબાહીનો આ ખોફ જોઈ સ્થાનિક લોકોના દિલ દહેલી ગયા હતાં. વિસ્ફોટ એટલો તો શક્તિશાળી હતો કે તેનો અવાજ 10 થી 12 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. છેક પુલવામા સાથે સંકળાયેલા શ્રીનગરના કેટલાક વિસ્તારો સુધી પણ સાંભળવા મળ્યો હતો. વિસ્ફોટનો અવાજ…
જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો છે, તેમાં 42 જવાનો શહીદ થયા છે. પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, ઉરી હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકનું પરિણામ શું આવ્યું. દેશવાસીઓને સૌથી મોટો સવાલ એ છે કે, આતંકવાદીઓના સફાયા માટે હાથ ધરવામાં આવેલાં વિવિધ ઓફરેશન ખરેખર સફળ થયાં છે. જે આતંકવાદીઓને મારવાનાં ઓપરેશન્સના આંકડા આવે છે તેના ઉપર કેટલો વિશ્વાસ કરી શકાય. સેના દ્વારા કરાતી કામગીરીને ખરેખર લોકો સુધી પહોંચાડવામાં આવે છે કે, પછી તેનો દુરુપયોગ કરીને માત્ર રાજકારણ રમવામાં આવી રહ્યું છે. કાશ્મીર અને…
જમ્મુ કાશ્મીરના શોપિયામાં વધુ એક આતંકવાદી હુમલો થયો છે. કીગમ ખાતે પોલીસસ્ટેશન પર આતંકીઓએ હુમલો કર્યો છે. કિગમ પોલીસ સ્ટેશન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જોકે સેના દ્વારા જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં સુરક્ષાબળો દ્વારા જવાબી ફાયરિંગ કરાતા આતંકીઓ ભાગ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. મહત્વનું છે કે, આ અગાઉ પુલવામામાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં હુમલામાં 42થી વધુ જવાન શહિદ થયા છે. જ્યારે 40થી વધુ જવાન ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી છે. જોકે આ હુમલાને લઇને સરકાર પણ એક્શન મોડમાં આવી છે. ગૃહમંત્રી…
કાશ્મીરના પુલવામામાં થયેલા ઇતિહાસના સૌથી ભીષણ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં સીઆરપીએફના 42 જવાનો શહીદ થયા છે. ઉલ્લેખનીય છે કે ઉરીના આતંકી હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા. જ્યારે આજનો હુમલો આતંકીઓના નાપાક કારનામાના ઇતિહાસનો સૌથી ગોઝારો હુમલો છે. આ હુમલાને આતંકી આદિલ અહેમદ દારે અંજામ આપ્યો હોવાનું સ્થાનિક પોલીસનું કહેવું છે. પોલીસે જણાવ્યું હતું કે તસવીરમાં દેખાતો દાર ગત વર્ષે જ જૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હતો. સ્થાનિક લોકો તેને આદિલ અહેમદ ગાડીટકરાનેવાલા અને વકાસ કમાન્ડો ઓફ ગુંદીબાદ તરીકે પણ ઓળખે છે. સ્થાનિક પોલીસે એમ પણ કહ્યું હતું કે સીઆરપીએફનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે આદિલ ત્યાં સ્કોર્પિયો ગાડીમાં 350 કિલોગ્રામ વિસ્ફોટકો સાથે…
વર્ષ 2016માં કાશ્મીરના ઉરી ખાતેના સૈન્ય કેમ્પ પર આતંકવાદીઓએ ભિષણ હુમલો કર્યો હતો. જેમાં 19 જવાનો શહીદ થયા હતાં. ત્યાર બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. જેમાં અનેક આતંકવાદીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા હતાં. પાકિસ્તાન પર કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી બાદ છેલ્લા બે વર્ષની ભારત આતંકી હુમલાઓથી સુરક્ષીત માનવામાં આવતું હતું. પણ આજે બપોરે ફરી એકવાર આતંકવાદીઓએ ઉરી કરતા પણ મોટા આતંકવાદી હુમલાને અંજામ આપ્યો છે. આ કાયદરાપૂર્ણ અને બર્બર હુમલામાં CRPFના 42 જવાનો શહીદ થયા છે. આ હુમલામાં પણ સરહદ પારથી આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે. આ સ્થિતિમાં…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાની ટીકા કરી છે અને કહ્યું છે કે, હું આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરું છું. તેમણે કહ્યું કે, સુરક્ષાદળોનું બલિદાન બેકાર નહી જાય. સમગ્ર દેશ શહિદોના પરિવારજનો સાથે ખંભેથી ખંભો મેળવીને ઊભો છે. આ હુમલામાં જે લોકો ઘાયલ થયા છે તેઓ જલ્દીથી સ્વસ્થ થઇ જાય તેની કામના કરૂં છું. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, અમારા જવાનોનું બલિદાન વ્યર્થ નહી જશે. તેમણે આગળ કહ્યું કે, જાબાંઝ શહિદોના દુ:ખી પરીવાર સાથે પુરો દેશ ખંભેથી ખંભો મેળવીને ઊભો છે. તેમણે ઘાયલો ઝડપીથી સ્વસ્થ થાય તેવી કામના કરી. અન્ય એક ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, તેમણે ગૃહમંત્રી…
મુઝફ્ફરપુર પોલીસે અભિનેતા અનુપમ ખેર, અક્ષય ખન્ના ઉપરાંત 12 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મના મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્દેશને પગલે પોલીસે આમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. 8 જાન્યુઆરીના કોર્ટના ઓર્ડરનું પાલન નહિ કરવામાં આવતા મંગળવારે કાંતિ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ પર આધારિત ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મના મામલે આ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. વકીલ સુધીર કુમાર ઓઝાએ કરેલી ફરિયાદના આધારે કોર્ટના આદેશ પર અભિનેતાઓ તેમજ અન્ય 12 લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ફરિયાદીએ જણાવ્યું કે, ફિલ્મમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત કેટલાક જાહેર નેતાઓનું…