સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરાર આધારિત કર્મચારીનાં મહેનતાણામાં સાત ટકાનો વધારે કરવામાં આવ્યો છે. આ લાભ વર્ષ 2012થી 2018 સુધી નિમણૂક થયેલા કર્મચારીઓને 1 જાન્યુઆરી 2019ની અસરથી મળશે. આ વઘારા પ્રમાણે સર્વ શિક્ષા કરાર આધારિત જગ્યાઓ ઉપર કામ કરતાં તમામ કર્મચારીઓ કરારનાં ધોરણે નિમણૂંક થયા છે. આ તમામ કરાર આધારિત કર્મચારીઓનાં કરાર હાલ તા.1-1-2019થી 31-12-2019 સુધીનાં સમયગાળા માટે કરવામાં આવેલા છે. તેવા તમામ કર્મચારીઓને આ આદેશ પછી મહેનતાણાનાં દરમાં 1-1-2019ની અસરથી હાલ જે મહેનતાણું મેળવે છે તેમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
કવિ: Satya-Day
પુલવામાની એક ખાનગી શાળામાં બ્લાસ્ટ થવાથી 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઘાયલ બાળકોને હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના તેવા સમયે ઘટી છે જ્યારે છેલ્લા 24 કલાકમાં સૈન્યદળોની જુદી-જુદી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓ ઠાર થયા છે. બ્લાસ્ટમાં ઘાયલ થયેલ બાળકોની હાલ પુલવામાની ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ખાનગી શાળામના શિક્ષક જાવેદ અહમદે જણાવ્યું કે, હું ભણાવતો હતો અને અચાનક એક વિસ્ફોટ થયો. હું કહી શકતો નથી કે કેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, બપોરે 2.30 કલાકના સમગાળા દરમિયાન પુલવામાની ખાનગી શાળા ફલાઇ-એ-મીલતના વર્ગ ખંડમાં વિસ્ફોટ થયો. જેમાં 12 વિદ્યાર્થીઓને…
લોકસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલ પોતે ચૂંટણી લડવી કે કેમ તેના પર અસમંજસમાં જોવા મળે છે. રાજકોટમાં હાર્દિક પટેલે નિવેદન આપ્યુ હતુ કે, 2019માં લડુ કે નહીં તે નક્કી નહીં પણ ચૂંટણી લડીશ એ ચોક્કસ છે. આમ તેણે ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી અને 2019માં ચૂંટણી લડશે કે કેમ તેનો ફોડ પાડ્યો ન હતો. રાજકોટમાં કનૈયા કુમારની સંવિધાન બચાવ રેલીમા તે ઉપસ્થિત રહ્યો. જોક તે પહેલા આયોજિત પત્રકર પરિષદમાં તેણે ચૂંટણી લડવા પર પ્રતિક્રિયા આપી હતી પાસ નેતા હાર્દિક પટેલ જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કનૈયાકુમાર અને જીજ્ઞેશ મેવાણી આજે રાજકોટમાં છે. ત્યારે સંવિધાન બચાવો દેશ…
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન નોંધાયેલા રાજદ્રોહના ગુનામાં જામીન રદ થતા હાલ પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા અંડરગ્રાઉન્ડ થઈ ગયાં છે. પાસ દ્વારા અને અલ્પેશ દ્વારા હાઈકોર્ટમાં તેના કેસની સુનાવણી લંબાવતી હોવાના આરોપો મુકવામાં આવ્યાં છે. ત્યારે અલ્પેશ કથિરીયાને વહેલી તકે જામીન આપવામાં આવે તેવી માંગ સાથે મંગળવારે સાડા પાંચ વાગ્યાથી સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવિયા અને પાસ કાર્યકર નિકુંજ કાકડીયા વગેરે યુવાનો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. સુરતના નાના વરાછા નજીક આવેલા સવજી કોરાટ બ્રીજ ખાતે આવેલી રૂક્ષ્મણી સોસાયટીની વાડી પાસેના સંજીવની હનુમાનજી મંદિર પાસે ઉપવાસ પર બેઠેલા કાર્યકરના સમર્થનમાં પાસના અન્ય કાર્યકરો પણ જોડાયા છે. આજે ઉપવાસનો બીજો દિવસ છે ત્યારે ઉપવાસ પાર બેઠેલા પાસના…
દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીને સ્વાઇન ફ્લૂ થયો છે. ખાંસી અને શરદી થવા પર તપાસ દરમિયાન શબાનાને સ્વાઇન ફ્લૂ થયો હોવાની પુષ્ટિ થઇ હતી. તેઓ અત્યારે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. શબાના આ ખાલી સમયનો ઉપયોગ કરી રહી છે. શબાનાનું કહેવું છે કે મને ઘણી મુશ્કેલીથી આત્મનિરીક્ષણની તક મળી છે. તેથી આ મારા માટે બ્રેકની જેવું છે. તેમણે કહ્યું કે હું હૉસ્પિટલમાં ભરતી છું અને મારા સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં સ્વાઇન ફ્લૂનો પ્રકોપ ઓછો નથી થઇ રહ્યો. આ બીમારીનાં કારણે ગત અઠવાડિયે 86 લોકોનાં મોત થયા હતા. દેશમાં એચ1એન1 સંક્રમણથી મરનારાઓની સંખ્યા વધીને 312 થઈ ગઈ…
ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ષોથી કામ કરતાં પટ્ટાવાળાઓને બઢતી આપવાનું મોટાભાગે ટાળવામાં આવતુ હોય છે અને કેટલીક સ્કૂલમાં તો પટ્ટાવાળા તરીકે ફરજ બજાવી નિવૃત્ત પણ થઈ જતા હોય છે. પરંતુ હવે આ પટ્ટાવાળાઓને પણ જુનિયર ક્લાર્કની બઢતી આપવાની રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. જેના માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણા ધિકારીઓને એક પરિપત્ર કરવામાં આવ્યો છે. દરેક સ્કૂલમાં પટ્ટાવાળાની ફરજ બજાવતા કર્મીઓની વિગતો મંગાવવામાં આવી છે. જેમાં પટ્ટાવાળા તરીકે કઈ સ્કૂલમાં અને કેટલા વર્ષથી ફરજ બજાવે છે તે વિગતો મંગાવી છે. આમ સ્કૂલોમાં વર્ષોથી પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા વર્ગ-૪ના કર્મીઓ માટે ખુશીના સમાચાર ગણી…
અમદાવાદ મહાનગરપાલિકામાં શાસક ભાજપે વર્ષ 2019-20નું રૂ.8,051 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. 16 અને 17 ફેબ્રુઆરીએ કોર્પોરેશનમાં બજેટ બોર્ડની બેઠક મળવાની છે ત્યારે તે પહેલા વિપક્ષ કોંગ્રેસે બજેટમાં 217 કરોડના સુધારા કરીને રૂ.8,268 કરોડનું બજેટ રજૂ કર્યું. જોકે ભાજપની બહુમતી હોવાથી વિપક્ષના સુધારા માત્ર કાગળ પર રહેશે. શાસક ભાજપ બજેટ રજૂ કરે ત્યારબાદ દર વર્ષે વિપક્ષ તેમાં સુધારા-વધારા કરી તેમનું બજેટ રજૂ કરે છે. વિપક્ષે કરેલા સુધારા પર નજર કરીએ તો તેમાં ટ્રી ઓથોરિટી બનાવવા જોગવાઈ કરી છે. પાલતુ ડોગનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું, ગીચ વિસ્તારમાંથી બીઆરટીએસ બસોને દુર કરવી, બાળકો માટે પિડિયાટ્રીક હોસ્પિટલ બનાવવી, શહેરને ખાળકૂવા મુક્ત કરવા જેવી બાબતોનો…
લોકસભાની ચૂંટણીની જાહેરાત ટુંક સમયમાં થશે. રાજ્યના તમામ નાના-મોટા પક્ષ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે રાજ્યમાં પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેવામાં રેશ્મા પટેલે પણ મોટી જેહારાત કરી છે. રેશમા પટેલ પોરબંદરથી ચૂંટણી લડશે. પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ પાસ કન્વીનર અને ભાજપના નેતા રેશ્મા પટેલે પણ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવાનું મન બનાવી લીધુ છે. રેશ્મા પટેલે લોકસભા ચૂંટણી મુદ્દે પોતાનું મંતવ્ય જાહેર કરી દીધુ છે. રેશ્મા પટેલે જણાવ્યું કે, હું લોકસભા ચૂંટણી લડીશ, હું પોરબંદરથી ચૂંટણીમાં ઝંપલાવીશ. જોકે, રેશ્મા પટેલે એ પણ કહ્યું કે, હજુ એ સ્પષ્ટ નથી કે હું કયા પક્ષ તરફથી ચૂંટણી લડીશ પરંતુ પોરબંદરથી…
સુરતના વરાછામાં આવેલા મહાદેવનગરમાં શોર્ટ સર્કિટના કારણે કારખાનામાં આગ લાગી હતી. જેના પગલે કારખાનાની તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ હતી. આગ લાગતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરુ કરી હતી. થોડા કલાકોની મહેનદ બાદ ફાયરના જવાનોએ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો સુરતના વરાછામાં આવેલા મહાદેવનગરમાં સરેણના કારખાનું આવે છું. જેમાં મંગળવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગે ધીમે ધીમે ભિષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં કારખાનાની તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી.આગના બનાવના પગલે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી…
નોટબંધી બાદ ઘણા સ્થળોએ નાણાકીય ગેરરીતીની ઘટના બનતી હોવાને કારણે ઈન્કમટેક્સ વિભાગ સતર્ક બન્યું છે. આજ રોજ અમદાવાદમાં સફલ કન્ટ્રક્શન પર આઈ ટી વિભાગે દરોડા પાડ્યા હતા અને ચેકીંગ શરૂ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે ઈન્કમ ટેક્સ વિભાગે ત્યાં દરોડા પાડીને કોમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ અને ચોપડાઓનું ચેકીંગ શરૂ કર્યું છે. નામઆકીય ગેરરીતીની શંકાને લઈને આઈટી વિભાગે ચેકીંગ શરૂ કર્યું છે.