ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્વ નગર જિલ્લાના સેક્ટર-63ના મકાનમાં ગેરકાયદે રીતે ચાલી રહેલા કોલ સેન્ટર દ્વારા વિદેશીઓના રૂપિયા ઉસેટી લેવાનો ગોરખધંધો કરનારી ટોળકીને પોલીસે પકડી પાડી છે. સમગ્ર પ્રકરણનો માસ્ટર માઈન્ડ અમદાવાદનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કોલ સેન્ટરના સંચાલક રાજેન્દ્ર ખાલસા અને અભિષેક ભારદ્વાજ સહિત 31 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત કર્યા છ. પોલીસના જણાવ્યા મુજબ 31 શખ્સોની ધરપકડ કરવા ઉપરાંત 34 કમ્પ્યુટર CPU, 34 મોનીટર, 34 હેડફોન ઉપરાંત ચેકબુક, એટીએમ કાર્ડ સહિત અનેક દસ્તાવેજો પણ કબ્જે કરવામાં આવ્યા છે. પકડાયેલા બન્ને સંચાલકો અમદાવાદના રહીશ છે. જ્યારે મોટાભાગના કર્મચારીઓ નાગાલેન્ડના દિમાપુર જિલ્લાના છે. આ લોકો કોલ સેન્ટરના…
કવિ: Satya-Day
કચ્છના અબાડાસાના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ફરી વિવાદમાં સપડાયા છે. દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ છબીલ પટેલ પર જાતીય શોષણ અને બ્લેક મેઈલીંગ કરવાના આરોપ સાથેનો પત્ર લખ્યો છે. છબીલ પટેલ પર થયેલા નવેસરના આક્ષેપોને લઈ ભાજપનો અંદરો-અંદરનો ડખો વધુ તીવ્ર બન્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. છબીલ પટેલ સામેના આક્ષેપો કેટલા સાચા અને કેટલા ખોટા છે તે તો તપાસ બાદ જ ખબર પડશે. દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ લખેલા પત્ર મુજબ છબીલ પટેલે એનજીઓ ખોલાવી આપવા લાલચ આપી ફલેટ પર લઈ ગયો હતો. મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ વલ્ગર ફોટો પાડવામાં આવ્યા હતા અને ત્યાર…
#MeToo અભિયાન જોર-શોરમાં ચાલી રહ્યું છે ત્યારે બોલિવુડ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. તનુશ્રી દત્તાએ નાના પાટેગર પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા, તેના જવાબમાં રાખી સાવંતે તનુશ્રીને લેસ્બિયન કહી હતી તેની મજાક ઉડાવી હતી, જેનો તનુશ્રીએ જવાબ આપ્યો હતો. રાખીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તનુશ્રી ખોટા આરોપો લગાવી રહી છે. તનુશ્રીએ 12 વર્ષ પહેલા રેપ કર્યો હતો હતો અને તેણે મારા માટે મુંડન પણ કરાવ્યું હતું.તનુશ્રી ડ્રગ્સ લેતી હતી અને તેના પ્રાઈવેટ પાર્ટસને પણ અડકી હતી. રાખીના આરોપોના જવાબમાં તનુશ્રી દત્તાએ જણાવ્યું હતું કે હું ડ્રગ્સ એડિક્ટ નથી અને હું લેસ્બિયન પણ નથી. હું મહિલા વિરોધી સમજની…
ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બિહારના પટનાના ગાંધી મેદાનમાં યોજાયેલી રેલીમાં વડાપ્રધાન મોદીને ઘણી વખત અપશબ્દો કહ્યા હતા. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની ‘ભાજપા હરાવો, દેશ બચાવો’ રેલીને સંબોધિત કરતા જિગ્નેશ મેવાણીએ 9 મિનિટનું ભાષણ કર્યું હતું. જેમાં 6 વખત વડાપ્રધાન ને નમક હરામ કહીને સંબોધિત કર્યા હતા. જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે યુપી અને બિહારના મજુરોને ગુજરાતમાં મારવામાં આવ્યા હતા પણ વડાપ્રધાન એક લાઇનમાં અપીલ કરવા તૈયાર ન હતા કે ગુજરાતીઓ યુપી, બિહારના લોકો સાથે મારપીટ બંધ કરો. આ નમક હરામને ઓળખી લો. ભાષણની શરૂઆતમાં જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન મોદીને કેપ્ટન કહીને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે તે નમક હરામ છે…
2019ની લોકસભા ચૂંટણીના અનુસંધાને બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચે બેઠકોને ફોર્મ્યુલા નક્કી કરી લેવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વચ્ચે નવી દિલ્હીમાં મીટીંગ થઈ હતી. મીટીંગ બાદ બેઠકોની ભાગીદારીને લઈ નિર્ણય કરવામાં આવ્યો હતો. ભાજપના અધ્યક્ષ અમીત શાહે કહ્યું કે જેડીયુ અને ભાજપ વચ્ચે બેઠકોની ફાળવણી એક સમાન કરવામાં આવશે. આ ઉપરાંત સહયોદી પાર્ટીઓને પણ સન્માનજનક સીટ મળશે. તેમની સાથેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. અમીત શાહે કહ્યું કે 2019માં લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ લડાશે અને એનડીએ પહેલાથી વધુ સીટ મેળવશે. ઉપેન્દ્ર કુશવાહા અંગેના પ્રશ્ન વિશે ઉત્તર આપતા અમીત શાહે કહ્યું…
સુરતની પ્રખ્યાત હરેકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકિયાએ દિવાળીમાં પોતાના કર્મચારીઓને 600 કાર બોનસ તરીકે આપવાના સમાચારથી ચારે તરફ તેમની વાહવાઈ થી રહી છે. આ ઘટનાનું મહત્વ ત્યારે વધ્યું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ કરીને કર્મચારીઓને ગાડીની ચાવી આપી હતી. આ ઘટના અંગે સંત મોરારી બાપુ, રમેશ ઓઝાએ પણ અભિનંદન પાઠવ્યા હતા. પણ સવજીભાઈની આ બોનસ ઓફર ધમાકા પાછળનું રહસ્ય કંઈક બીજું જ છે. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે કંપનીના કર્મચારીઓને કોસ્ટ ટુ કંપનીના નિયમ હેઠળ પગાર આપવામાં આવે છે, એટલે કે તેમનો વાર્ષિક પગાર નક્કી જ હોય છે. , જેમાં બોનસની રકમ પણ આવી જાય છે, તે મહિને…
સીબીઆઈમાં ચાલી રહેલા વિવાદની વચ્ચે વધુ એક મધપુડો છંછેડાયો છે. આ કેસમાં પણ ગુજરાત કનેકશન ખુલી રહ્યું છે. ડાયરેક્ટર આલોક વર્માને રજા પર ઉતારી દેવાનો વિવાદ થંભ્યો નથી ત્યાં તો રાકેશ અસ્થાનાએ આરોપ મૂક્યો છે કે સીબીઆઈ કથિત રૂપે પૈસા કમાવવાનું અને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અને સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર એ.કે.શર્મા પર આક્ષેપો કર્યા છે. અસ્થાનાએ સેન્ટ્રલ વિજીલન્સને લેટર લખી જણાવ્યું છે કે એ.કે. શર્માના પુત્ર કુશાગ્ર અમદાવાદમાં બ્રેવિટી એન્ટરપ્રાઈઝ નામની કંપની ચલાવે છે, આ કંપનીમાં પ્રતીક કમલકુમાર ઓઝા પણ પાર્ટનર છે. પ્રતીક દિલ્હી રહેતા કેદાર તિવારીના સાળા થાય છે.સીબીઆઈએ…
CBIના ડાયરેક્ટર આલોક વર્માના અધિકારો પરત ખેંચી તેમને રજા પર મોકલી આપવાની વિરુદ્વમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પીટીશન અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે નિર્દેશ આપ્યા કે રિટાયર્ડ જજ એ.કે. પટનાયકની નિગરાની હેઠળ આલોક વર્મા વિરુદ્વના આરોપોની તપાસ સીવીસી તપાસ કરવામાં આવશે. આ અંગે કોર્ટે બે સપ્તાહની મુદ્દત આપી છે. કોર્ટે સીવીસીને સમગ્ર મામલાની તપાસ માટે 10 દિવસનો સમય આપ્યો હતો. ત્યાર બાદ કોર્ટે તેમને અઠવાડિયાની મુદ્દત આપી હતી. કોર્ટે કહ્યું કે CBIના હંગામી ડાયરેક્ટર આગળની સુનાવણી સુધી કોઈ પણ પ્રકારના નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીં. કોર્ટે સાથે સાથે CBIના ટ્રાન્સફર કરાયેલા અધિકારીઓનું લિસ્ટ સીલબંધ કવરમાં…
આખાય દેશમાં કોંગ્રેસે સીબીઆઇનાં કાર્યાલયો સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને મોદીની સીબીઆઇમાં દખલગિરી સામે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન, સુપ્રિમ કોર્ટે નિવૃત ન્યાયાધીશને તપાસ સોંપી છે અને બે અઠવાડિયામાં આ તપાસનો અહેવાલ આપવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે સીબીઆઇનાં મખ્ય કાર્યાલય આગળ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. રફાલ ડિલનો વિરોધ કરતા જેટનું પુતળું તેમણે લોકોને દર્શાવ્યું હતું. સીબીઆઇ વિવાદ પર કોગ્રેસે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનાવ્યું છે. કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દેવાના નિર્ણયના વિરોધમાં સીબીઆઇ હેડક્વાર્ટર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ…
#MeToo અંતર્ગત પુરજોશમાં અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હોલિવુડની પોપ્યુલર એક્ટ્રેસ જેનિફર લોપેઝે તેના ભૂતકાળની ઘટનાઓનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, તે સમયે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી હતી. એક ફિલ્મ ડાયરેક્ટરે મને ફિલ્મ વિશેની વાત કરવા તેમના ઘરે બોલાવી. જ્યારે હું તેમના ઘરે પહોંચી તો વાત-વાતમાં તેમણે મને શર્ટ ઉતારવાનું કહ્યું. તેની વાત પર થી લાગતુ હતુ કે, તેની ઈચ્છા મારા પર્સનલ પાર્ટસ જોવાની હતી. તે સમયે હું ખુબ ગભરાયેલી હતી. મે મારી જાતને જ પ્રશ્ન પૂછ્યો કે, આ મેં શુ કર્યું? આ માણસ તો મને ફિલ્મમાં કામ આપવાનો હતો પરંતુ મારા દિમાગમાં આવ્યું કે, આ માણસનુ વર્તન સારૂ…