કવિ: Satya-Day

ચર્ચાસ્પદ રાફેલ ફાઈટર જેટ ડીલના અનુસંધાને અમદાવાદની કોર્ટમાં રાફેલ ડીલનું કવરેજ કરવા બદલ એનડી ટીવી વિરુદ્વ 10,000 કરોડ રૂપિયાનો બદનક્ષીનો કેસ કર્યો છે. આ અંગે 26મી ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી એનડીટીવી એવી દલીલ કરશે કે બદનક્ષીનો કેસ કરી અનિલ અંબાણીના જૂથ દ્વારા હકીકતોને દબાવી દેવા અને મીડિયાને તેના કામ કરવાથી અટકાવવાના પ્રયાસ કરતાં વધુ કંઈ નથી. એનડી ટીવી સંરક્ષણ સોદા વિશેના પ્રશ્નો પૂછવા અને જાહેર હિતમાં જવાબો રજૂ કરવા માટે રિપોર્ટ ટેલિકાસ્ટ કર્યો હતો. આ કેસ એનડીટીવીના વીકલી શો “ટ્રુથ વિ હાયપ” સામે કરાયો છે. જેનું 29 સપ્ટેમ્બરના રોજ ટેલિકાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. રિલાયન્સના ટોચના એક્ઝિક્યુટિવ્ઝ દ્વારા ભારત…

Read More

દશેરના પર્વ નિમિત્તે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પણ હાજર રહી હતી. રીવાબાની હાજરીમાં ક્ષત્રિય મહિલાઓએ તલવારબાજી સાથે ગરબા અને રાસ રમ્યા હતા. ગરબા મહોત્સવ દરમિયાન ક્ષત્રિય સમાજે ચોંકાવી દે તે રીતે રીવાબાને કરણી સેનાની મહિલા પાંખના અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી હતી. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા દ્વારા જાહેરાત કરવામાં આવતા સૌ કોઈએ તેને વધાવી લીધી હતી. કરણી સેનાનું નામ વિવાદાસ્પદ ડાયરેક્ટર સંજય લીલા ભણશાળી દ્વારા બનાવવામાં આવેલી રાણી પદ્માવતીના જીવન ચરિત્ર પરની ફિલ્મ પદ્માવતનો દેશ વ્યાપી વિરોધ કરવામાં ખાસ્સો ગાજ્યું હતું. કરણી…

Read More

ઉત્તર ગુજરાતના બાયડ સીટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ પિતા શંકરસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસને છોડ્યા બાદ તેમણે પણ કોંગ્રેસ છોડી દીધી હતી અને બહુ ટૂંકા સમયમાં જ તેમણે ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. સાતમી જુલાઈએ અચાનક ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ વાઘેલાએ 18મી ઓક્ટબર એટલે કે ગઈકાલે ભાજપમાંથી પણ અચાનક રાજીનામું ધરી દેતા ભાજપની નેતાગીરી ફિક્સમાં મૂકાઈ જવા પામી છે. ખાસ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની નિષ્ફળતાની ચર્ચા ભાજપમાં શરૂ થઈ જવા પામી છે. જૂનિયર વાઘેલા ભાજપમાં જતા રહેતા સિનિયર વાઘેલાએ મોટાપાયા પર પોતાની નારાજગી દર્શાવી હતી. સિનિયર વાઘેલાએ જૂનિયરને વારસામાંથી બેદખલ કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. સિનિયર વાઘેલાએ કહ્યું…

Read More

ગુજરાત કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રોજેક્ટ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસની વિચારધારામાં માનતા લોકોને કોંગ્રેસ સાથે જોડવાનું આ કામ રાહુલ ગાંધીએ શરૂ કરાવ્યું છે, પરંતુ ગુજરાતમાં શક્તિ પ્રોજેક્ટના નામે કોંગ્રેસીઓ ઉલાળીયું કરી રહ્યા છે. શક્તિ પ્રોજેક્ટમાં જે કાર્યકરો, આગેવાનોનાં સૌથી વધુ મેમ્બર હશે તેમને હોદ્દો મેળવવામાં કોઈની પણ ભલામણની જરૂર રહેશે નહીં અને રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત કરાશે. શક્તિ પ્રોજેકટમાં એક મેમ્બરના 10 પોઈન્ટ આપવામાં આવે છે. જેને મેમ્બર બનાવવાના હોય તેમણ કોંગ્રેસ દ્વારા નક્કી કરાયેલા નંબર પર એસએમએસ મોકલવાનો રહે છે અને ઈલેકશન કાર્ડ નંબર થકી રજિસ્ટ્રેશન કરી જે-તે આગેવાનનો નંબર સબમીટ કરવાનો હોય છે. આમ એક મેમ્બર…

Read More

ચંબલ,અંચલના પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ આચારસહિંતાના ડરે અજબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. હકીકતે રાહુલ ગાંધી ગુરુદ્વારમાં નમન કરવા પહોંચ્યા હતા. નમન કર્યા બાદ દાનપેટીમાં નાંખવા માટે 500 રૂપિયાની નોટ કાઢી,પરંતુ તેમની બાજુમાં  ઉભેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આચારસંહિતાનો હવાલો આપી 500 રૂપિયાની નોટ પોતાના ગજવામાં સેરવી લીધી હતી. ગ્વાલિયરના ચંબલ-અંચલમાં રાહુલ ગાંદી મંદિર-મસ્જિદની મુલાકાત કરી હતી. ગુરુદ્વારેમાં જઈ માનતા માની હતી. ગ્વાલિયરના કિલ્લા પાસે આવેલા ગુરુદ્વાર પહોંચ્યા અને કોંગ્રેસ તથા કાર્યકરોની ખુશાલીની કામના કરી હતી. પણ આચારસંહિતાના કારણે રાહુલ ગાંધી દાન કરી શક્યા નહીં. ગુરુદ્વારમાં દર્શન કરતા પૂર્વે રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથે લીધી હતી. રાહુલે કહ્યું…

Read More

ગુજરાતી નોન ફિલ્મી આલ્બમ “ચાર-ચાર બંગડીવાળી ગાડી”થી પ્રસિદ્વ થયેલી રોક સ્ટાર કિંજલ દવેનો અમદાવાદ ખાતે બુધવારે રાત્રે વિરોધ થયો હતો. નવરાત્રીના એક કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી. લોકોનો રોષ એટલો બધો હતો કે કિંજલ દવેની કારને પણ આગળ વધવા દીધી ન હતી. તેની ચાર બંગડીવાળી ગાડીને લોકોએ અટકાવી દીધી હતી. વિગતો મુજબ અમદાવાદ ખાતે આવેલા સાયન્સ સિટી સેન્ટરના પાર્ટી પ્લોટમાં નવરાત્રીને અનુલક્ષીને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિંજલ દવે અને તેના મ્યુઝીક ગ્રુપને પર્ફોર્મ કરવા માટે બોલાવાયું હતું. સૌ પ્રથમ સ્ટેજ નજીક રમતા ખૈલેયાને ગરબા રમતા અટકાવી દેવાયા હતા જેના કારણે ભારે વિવાદ થયો હતો. આયોજકોની…

Read More

કન્વર્ટેડ એટલે કે હિન્દુમાંથી મુસ્લિમ બનેલા અને પોતાના બાળકોના નામ મુકુલિકા અકબર(દિકરી) અને પ્રયાગ અકબર(પુત્ર)ના નામ રાખનારા એક જમાના ઝુઝારુ પત્રકાર અને બાદમાં કોંગ્રેસથી લઈ ભાજપમાં જનારા, હાલ વિદેશ રાજ્યમંત્રી મુબશ્શર જાવેદ અકબરે(એમ.જે.અકબર) #MeTooના વિવાદ બાદ આખરે રાજીનામું આપી દીધું છે. યૌન શોષણના આરોપોથી ધેરાયેલા અકબરને છેવટે મંત્રીપદ છોડવું પડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તેમનું રાજીનામું માંગી લીધું છે. 20 જેટલી મહિલા પત્રકારોએ અકબર પર યૌન શોષણના આરોપ મૂક્યા છે. વિદેશ યાત્રાએથી પાછા ફરેલા એમ.જે.અકબરે કહ્યું હતું કે આક્ષેપો પાયાવિહોણા છે. અકબરે આરોપ મૂકનારી મહિલા પત્રકાર પ્રિયા રામાણી વિરુદ્વ બદનક્ષીનો કેસ પણ દાખલ કર્યો…

Read More

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપને ઝટકો લાગ્યો છે. ભાજપના સંસ્થાપક મેમ્બર રહેલા જશવંતસિંહના પુત્ર માનવેંદ્રસિંહ સમગ્ર પરિવાર સાથે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. ભાજપના સંસ્થાપક મેમ્બર અને પૂર્વ વિદેશ મંત્રી જશવંતસિંહના પરિવારે કોંગ્રેસની કંઠી બાંધી લીધી છે. રાજસ્થાનના મારવાડમાં તેમનો ખાસ્સો પ્રભાવ માનવામાં આવે છે. જશવંતસિંહના પરિવારનો ભાજપ સાથે છેડો ફાડવો ભાજપ માટે મોટો ઝટકો મનાય છે. દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નિવાસે જશવંતસિંહના પુત્ર માનવેંદ્રસિંહે કોંગ્રેસમાં જોડાવાનું એલાન કર્યું છે. હાલ માનવેંદ્રસિંહ શિવ વિધાનસભા સીટ પરથી ભાજપના ધારાસભ્ય છે. માનવેંદ્રની સાથે તેમની પત્ની ચિત્રાસિંહ, જીવંતસિંહ, દ્વિતીય પુત્ર ભૂપેન્દ્રસિંહ અને જશવંતસિંહના પત્ની શીતલ કવરે કોંગ્રેસની મેમ્બરશીપ…

Read More

દુનિયાભરમાં એક કલાક માટે YouTube ડાઉન થઈ ગયું હતું. આ સમય દરમિયાન યુઝર્સને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સ ચેનલને એક્સેસ કરી શકતા ન હતા. જોકે, થોડાંક જ સમયની અંદર YouTubeએ ટેક્નિકલ ખામીને દુર કરી દીધી હતી અને ત્યાર બાદ રાબેતા મુજબ YouTube ચાલુ થઈ ગયું હતું. પણ સોશિયલ મીડિયામાં #YouTubeDown ટ્રેન્ડ બની ગયું હતું. ટેક્નિકલ ખામીને દુર કરી કંપનીએ જૂના ટ્વિટને કોડ કરી કહ્યું કે હવે અમે પાછા ફર્યા છે. તમારા ધૈર્ય માટે ધન્યવાદ, જો તમને ડાઉન જેવો કોઈ ઈશ્યુ ફેસ થઈ રહ્યો હોય તો તાત્કાલિક અમને જાણ કરો. જ્યારે YouTube ડાઉન થયું ત્યારે યુઝર્સને વીડિયોની જગ્યાએ વાંદરા…

Read More

લાંબા સમયથી બિમાર ચાલી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના સ્થાને કોને સીએમ બનાવવા તે અંગે ભાજપમાં ગડમથલ ચાલી રહી છે ત્યારે ગોવા સરકારમાં હાલ મંત્રીપદું ધરાવતા વિશ્વજીત પ્રતાપસિંહ રાણેનું નામ સીએમની રેસમાં ચર્ચાઈ રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. બન્ને ધારાસભ્યોને ભાજપમાં લઈ પાછળ વિશ્વજીત પ્રતાપ રાણેની ભૂમિકા મહત્વની રહી હતી. રાણેએ કહ્યું છે કે ગોવામાં કોંગ્રેસને બરબાદ કરી નાંખીશ.બચાવી લેવાતી હોય તો બચાવી લે કોંગ્રેસ, વિશ્વજીત પ્રતાપસિંહ રાણેએ ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે ક્રિસમસ અને નવા વર્ષ સુધીમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 10 પર આવી જશે. જો કોંગ્રેસને તૂટતી બચાવી લેવા માગતા હો તો બચાવી લો નહિંતર…

Read More