Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ

3 18

સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વીડિયો જોવા મળે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આજકાલ લોકો પોતાના દિવસનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર પસાર કરે છે. તેવામાં તે અનેક પ્રકારના મજેદાર વીડિયો શેર કરે છે અને જોવે પમ છે. હવે વાત કરીએ તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોની તો ઘણીવાર કોલ્ડ ડ્રિંકની બોટલનું ઢાકણું ખોલવામાં પરસેવો છૂટી જાય છે પરંતુ અહીં તો મધમાખીઓએ પણ બોટલનું ઢાકણ ખોલી નાંખ્યુ. બે નાની મધમાખીઓને સોડાની બોટલનું ઢાકણ ખોલતા જોવી ખૂબ જ સરપ્રાઇઝિંગ છે. ચોક્કસપણે તમે આવો કોઇ વીડિયો પહેલા નહીં જોયો હોય, 11 સેકેન્ડના આ વાયરલ વીડિયોમાં સોડા બોટલના ઢાકણ પર બે…

Read More
2 18

મ્યુકોર માઇકોસિસ તરીકે ઓળખાતા બ્લેક ફંગસના રોગની સારવાર માટે અપાતા એમ્ફોટેરિસિન ઇન્જેક્શનની ફાળવણી કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યો વચ્ચે કરી છે. તમામ રાજ્યને આપવામાં આવેલા ૧૯,૪૨૦ ઇન્જેક્શનો પૈકી સૌથી વધુ ૪૬૪૦ ઇન્જેક્શન ગુજરાતને આપવામાં આવ્યા છે.રેમડેસિવિરની જેમ હવે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનના ઓર્ડર, સપ્લાય અને વિતરણ પર કેન્દ્ર સરકારે નિયંત્રણ મેળવ્યું છે. કેન્દ્ર સરકારે આજે માઇલાન લેબ દ્વારા ઉત્પાદિત ૧૯,૪૨૦ ઇન્જેક્શનની ફાળણી વિવિધ રાજ્યો વચ્ચે કરી છે.

Read More
1 20

અમેરિકામાં રહેતી એક ડિસેબલ ફેશન મોડેલે, તેની કમીને ક્યારેય તેના માર્ગનો અવરોધ નથી બનવા દીધી. આ જ કારણ છે કે તેણે એક ઉદાહરણ બેસાડ્યું છે જેમાંથી હવે અન્ય લોકો પ્રેરણા લઈ રહ્યા છે.એક અહેવાલ મુજબ 23 વર્ષીય મહોગનીનો જન્મ હાથી પગો એટલે કે lymphedema સાથે થયો હતો. આ રોગને લીધે, તેના શરીરમાં એક્સેસ લિક્વિડ જમા થઈ ગયું અને શરીરના સોફ્ટ ટીશ્યુઓને લક્ષ્ય બનાવવાનું શરૂ કર્યું. પરિણામે તેના શરીરનો ડાબો ભાગ સુજવા લાગ્યો. મહોગનીની હાલત એવી થઈ ગઈ કે તેનો ડાબો પગ વધુ પડતો ભારે થઈ ગયો. મહોગની પાસે આ ઉણપને અપનાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મહોગની આને કારણે પીડાતી…

Read More
15

વિશ્વભરમાં કોરોનાવાઈરસનો કહેર યથાવત છે. કોરોનાવાઈરસ સંબંધિત અવનવાં ચોંકાવનારા રિસર્ચના પરિણામો સામે આવી રહ્યા છે. એક નવાં રિસર્ચ પ્રમાણે જે લોકો દાંતના પેઢાંની બીમારીથી પીડિત છે તેમને કોરોનાને કારણે મૃત્યુ થવાનું જોખમ 8.8 ગણું વધારે છે. સંક્રમણ થવા પર આવા દર્દીઓને સામાન્ય લોકોની સરખામણીએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત 3.5 ગણી વધી જાય છે. આ દાવો કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના રિસર્ચર્સે તેમનાં રિસર્ચમાં કર્યો છે. રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે, પેઢાંમાં સમસ્યા હોય તો કોરોના થવા પર આવા દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ લેવાની આશંકા 4.5ગણી વધી જાય છે. જો તમે આ પ્રકારનાં જોખમથી બચવા માંગો છો તો તમારે યોગ્ય ઓરલ હેલ્થ રૂટિન ફોલો કરવું જરૂરી…

Read More
14

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની આ નવ નગરપાલિકાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવાનો અભિનવ નિર્ણય લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રીએ નગરપાલિકાઓની લાંબાગાળાની માંગણીનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આ સૈદ્ધાંતિક મંજૂરીથી આપ્યો છે. રાજ્યના શહેરો-નગરો સમયાનુકૂળ તમામ સુવિધાયુક્ત બને તે માટેના આયોજનબદ્ધ પ્રયાસો રાજ્ય સરકારે હાથ ધર્યા છે તે અંતર્ગત તમામ નગરો S.T.P.-W.T.P. યુક્ત બને તેમજ વપરાયેલા ગંદા પાણી રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો પણ ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે…

Read More
13 1

અમદાવાદમાં બોડી મસાજના નામે હાઇપ્રોફાઇલ મહિલાઓ સાથે શારીરિક સુખ આપવાના બહાને પૈસા પડાવતી ટોળકી સકંજામાં આવી છે. ન્યૂ રાણીપ વિસ્તારના યુવકે છેતરપિંડી મામલે નોંધાવેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે અગાઉ ઝડપેલા સહદેવસિંહ જાડેજા અને રાહુલ બારીયાની પૂછપરછ કરતા તેમણે અનુરાધા નાગલે અને પ્રિયા અગ્રવાલના નામ આપ્યા. બંને મહિલાઓ યુવકો સાથે વાતચીત કરતી હોવાનું સામે આવ્યું છે… આરોપીઓ દૈનિકપત્રમાં બોડી મસાજની ભરતીની જાહેરાતો આપતા.જેમાં યુવકો ફોન કરે તો યુવતીઓ બોડી મસાજ નહીં પરંતુ હાઇપ્રોફાઇલ મહિલાઓ સાથે શરીરસંબંધ બાંધીને તેની પાસેથી લીધેલા પૈસામં 20 ટકા કમિશન પોતે લે છે તેમ જણાવતા.આ પ્રકારે યુવકોને…

Read More
12 1

અત્યારે ઊનાળો ચાલે છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં તો ગરમીથી રાહત મેળવવા લોકો નદીમાં ન્હાવા પડતાં હોય છે. ઢોર-ઢાંખરને પણ રાહત માટે નદીમાં ઉતારતા હોય છે. કેમ કે ઠંડા પાણીમાં ઉતરતાં જ ગરમી દૂર થાય. પણ નદી જ ધગધગતા ગરમ પાણીની હોય તો રૃઝોને આ નદીનું અસ્તિત્વ શોધતા પાંચ વર્ષ થયા હતા. 2011માં તેણે પ્રયાસ શરૃ કર્યા હતા, 2016માં સફળતા મળી હતી. આ નદી માયાન્તુયાચુ તરીકે ઓળખાય છે. જંગલમાં રહેતા આશનિન્કા આદિવાસીઓ તો વર્ષોથી આ નદીને નમન કરતા આવે છે. આ આદિવાસીઓ પોતાને નદીના સંતાન માને છે. નદીનું પાણી તેઓ સારવાર માટે વાપરે છે. ગરમ પાણીથી ઘણા રોગો મટી શકે એ…

Read More
11 1

આ દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે. કેટલાક રહસ્યોસમયે સમયે બહાર આવતા રહે છે. કેટલાક રહસ્યો પરથી પરદો ઉઠે છે. પરંતુ કેટલાક એવા રહસ્યો છે જેનું તથ્ય હજુ સુધી બહાર આવ્યું નથી. આ લિસ્ટમાં ભારતની એક ગુફાનો પણ સમાવેશ થાય છે. જેની સત્યતા આજ સુધી બહાર આવી નથી. ગુફાઓથી જોડાયેલી કેટલીય વાતો સાંભળી હશે. ગુફાઓમાં ધન દોલત છુપાયેલું હોય છે. આજે તમને એવી જ ગુફાની વાત કરવી છે. જેની અંદર કહેવાય છે કે કરોડો રૂપિયાનો ખજાનો છુપાયેલો છે.રિપોર્ટો મુજબ બિહારના રાજગીરમાં બે આર્ટિફિશિયલ ગુફાઓ છે. એક ગુફાની બહાર મૌર્યકાલિન કલાકૃતિ મળી છે. બીજી ગુફાના પ્રવેશદ્વાર પર ગુપ્ત રાજવંશની ભાષા અથવા ચિહ્નોમાં…

Read More
10 2

બ્લેક ફંગસ રોગ પણ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ રોગની શરૂઆત માંજ જો સારવાર ન મળે તો સંક્રમિત વ્યક્તિ માટે એકદમ જીવલેણ સાબિત થાય છે. તે એકલી જ નહીં, પરંતુ સફેદ ફંગસના કિસ્સા પણ જગ્યાએ જગ્યાએ થી સાંભળવા મળી રહ્યા છે. તાજેતરમાં પીળી ફંગસની ટર્મ પણ બહાર આવી છે આની સાથે લોકોમાં ફંગસને લઈને ઘણો ભય પેદા થયો છે. જો કે, રસપ્રદ બાબત એ છે કે આપણે ઘણી વાર ખૂબ શોખથી ઘણી પ્રકારની ફંગસની જાતો ખાઈએ છીએ. ફંગસ જેટલી ખતરનાક છે, તેટલી ફાયદાકારક પણ હોઈ શકે છે, પરંતુ તે સમજવા માટે, પ્રથમ ફંગસને સમજવી જરૂરી છે જેથી આપણે પસંદ…

Read More
9 2 scaled

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પ્રસારિત એક તસવીરમાં કોરોના વેક્સિનના વિશે કરવામાં આવેલા દાવાનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ (PIB) એ ખંડન કર્યું છે. આ તસવીરમાં ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા લુક મોંટેગ્નિયર (Luc Montagnier) નો હવાલો આપતા જણાવ્યું કે, એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોઇ પણ વેક્સિન લેનારા લોકોની બચવાની કોઇ જ સંભાવના નથી.ભારત સરકારના પત્ર સૂચના કાર્યાલયે આ દાવાને નિરાધાર ગણાવ્યો છે. સરકારે જણાવ્યું કે, કોવિડ-19 વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. સરકારે લોકોને એવો આગ્રહ પણ કર્યો છે કે, આ પ્રકારની તસવીરો શેર કરતા બચો.ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા લુક મોંટેગ્નિયર (Luc Montagnier) નો હવાલો આપતા ફેક ઇમેઇલમાં જણાવ્યું કે, કોરોના…

Read More