અનેક લોકોના કોરોના ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ નહીં થતા મોંઘવારીનો માર સહન કરવાની સ્થિતિ સર્જાઈ છે.. ગ્રાહક સુરક્ષા પગલા સમિતિમાં અનેક કેસ સામે આવ્યા છે. જેમાં કંપનીઓ દ્વારા અલગ અલગ કારણ આપી ક્લેમ કેન્સલ કર્યા છે અથવા રકમ ઘટાડી દીધી છે. અનેક લોકોએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદી કરી કન્ઝ્યુમર એકટ હેઠળ કોર્ટમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.કારણકે કોરોના કેર વચ્ચે સરકારી હોસ્પિટલમાં બેડ મળતા નહોતા એવામાં લોકોને ખાનગી હોસ્પીટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ત્યારે હવે ઇન્સ્યોરન્સ કંપની કલેઇમ પાસ કરવામાં ઠાગા ઠૈયા કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ છે જયંતી ભાઈ પટેલ તેમના પૌત્રને કોરોના થતા…
કવિ: Dharmistha Nayka
કોરોના મહામારી વચ્ચે હવે બ્લેક ફંગસ એક નવું સંકટ બનીને સામે આવ્યું છે. તેની પર સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, બ્લેક ફંગસ સંક્રમણની બીમારી નથી. ઇમ્યુનિટીની ઊણપથી જ બ્લેક ફંગસ થાય છે. તે સાઇનસ, રાઇનો ઓર્બિટલ અને મગજ પર અસર કરે છે. તે નાના આંતરડામાં પણ જોવામાં આવ્યું છે. અલગ-અલગ રંગોથી તેની ઓળખ કરવી એ અયોગ્ય છે.એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ‘એક જ ફંગસને અલગ-અલગ રંગોના નામથી ઓળખ આપવી એ કંઇ યોગ્ય નથી. તે સંક્રમણ એટલે કે છૂઆછૂતથી નથી ફેલાતું.’ તેઓએ વધુમાં જણાવ્યું કે, સાફ-સફાઇનું ધ્યાન રાખો. ઉકાળેલું પાણી વધારે પીવો.નાકની અંદર દુ:ખાવો-પરેશાની, ગળામાં દુ:ખાવો…
હમણાં સુધી એવું માનવામાં આવતું હતું કે આપણા સૌરમંડળ અને આપણી નજીકના તારા વચ્ચેનો આ વિસ્તાર ખાલી મેદાન જેવો છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ તેના વિશે કેટલીક આશ્ચર્યજનક માહિતી આપી છે. નાસાના બે અવકાશયાન આ વિસ્તારમાંથી પસાર થયા અને ફોટાઓ પૃથ્વી પર મોકલ્યા. માણસ દ્વારા સર્જાયેલી આ પહેલી વસ્તુ છે, જે સૌરમંડળની બહાર ગઈ છે. આ બંને અવકાશયાન અવકાશના અંધકારમાં પૃથ્વીથી અબજો માઇલ દૂરના ક્ષેત્રમાં ફરતા હોય છે. આ બંને અવકાશયાનનું નામ વોયેજર 1 અને વોયેજર 2 છે. હજી સુધી, આ બે અવકાશયાન સિવાય અન્ય કોઈ અવકાશયાન આટલે દૂર સુધી પહોંચ્યું નથી. વોયેજર 1 અને વોયેજર 2 દ્વારા મોકલેલી ફોટાઓ દ્વારા,…
ગુજરાતમાં હાલની સ્થિતિમાં ફંગસથી પીડીત દર્દીઓના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. [email protected] પર મોકલવાના રહેશે.અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ઓફિશયલ ઇમેલ આઇ.ડી. [email protected] ઉપર દર્દીની માહિતી મોકલી…
સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી ત્રણ લોકોએ જીવન બચાવના જેકેટ્સ પહેરેલા હતા, અગ્રણી અધિકારીઓ અનુમાન લગાવે છે કે આ લોકો બાર્જ પી -305 જહાજના ક્રૂનો ભાગ હોઈ શકે છે. બાર્જ પી -305 શિપ ચક્રવાત તાઉતેને કારણે અરબી સમુદ્રમાં ગુમ થઈ ગયું હતું. આ મૃતદેહોને જોયા પછી, ભારતીય નૌસેનાએ સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવ્યું છે અને વિશેષ ડાઇવિંગ ટીમો તૈનાત કરી છે.સત્તાવાર માહિતી અનુસાર, તાઉતે તોફાનના તાંડવ વચ્ચે મુંબઇથી 175 કિલોમીટરના દરિયામાં બાર્જ પી -305 પર ફસાયેલા 273 લોકોમાંથી શનિવારની સાંજ સુધીમાં 188 લોકોને નૌકાદળના જવાનો દ્વારા બચાવવામાં આવ્યા હતા. જ્યારે આ સમયગાળા દરમિયાન 66 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તે…
ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાના કારણે અનેક મકાનો અને ઝૂંપડાઓ નાશ પામ્યા છે. ત્યારે મકાનોની સહાય માટે રાજ્ય સરકારે નુકસાનીની રકમ જાહેર કરી છે. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મકાનો અને ઝૂંપડાઓને નુકસાનીની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રાજ્ય સરકાર દ્વારા 95 હજાર 100 રૂપિયાની સહાય કરાશે જ્યારે કે અંશતઃ નુકસાનીના કિસ્સામાં અસરગ્રસ્તને 25 હજારની સહાય મળશે. તો ઝૂંપડા માટે 10 હજારની સહાય જાહેર કરવામાં આવી છે તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ-વાડાને થયેલા નુકસાન માટે 5 હજારની સહાય જાહેર કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાઉ-તે વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા ભાવનગરના મહુવા…
ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા લવ જેહાદ સહીત કુલ 8 વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. જે વિધેયકોને રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેમાં ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ બાબત સુધારા વિધેયક, ગુજરાત પંચાયત સુધારા બિલ, ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત સુધારા વિધેયકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજીયન સુધારા વિધેયક એટલે કે લવ જેહાદ બાબતનું બિલ, ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિધેયક, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિધેયક, ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લીશમેંટસ વિધેયક અને ફોજદારી કાર્યરીતી વિધેયકનો…
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હવે મ્યુકોરમાયકોસિસ મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી મ્યુકરમાયકોસિસથી 70 લોકોના મોત થયા છે. બ્લેક ફંગસથી થતી આ બીમારીમાં હવે વ્હાઈટ ફંગસનું જોખમ વધ્યું છે. અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં મ્યુકરમાયકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. તો બીજી બાજુ આ રોગ માટે વપરાતા ઈન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો છે. ઈન્જેક્શન મેળવવા દર્દીના પરિવારજનો રઝળપાટ કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં ઈન્જેક્શન નથી તેવા બોર્ડ લટકી રહ્યા છે. તો બીજી બાજુ કોરોના રસીકરણ પણ સાવ ધીમુ થઈ ગયું છે. સરકાર પાસે રસીનો પર્યાપ્ત જથ્થો નથી. અને ટેસ્ટિંગ ડોમ પણ બંધ હાલતમાં છે. તેથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા લોકો પણ હાલાકીમાં…
હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાની મહામારી ફેલાયેલી છે. સરકાર લોકોને કહી કહીને થાકી ગઈ છે કે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, ભીડ એકઠી ન કરો. આ એવી બાબત છે જે તમને કોરોનાથી ઘણા બધા અંશે બચાવી લેશે. આ બાબતને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમય સમયે પોતાની ગાઈડલાઈનમાં નિયમોમાં વતાઓછા પ્રમાણમાં પરિસ્થિતીને જોતા ફેરફાર કરતા રહ્યા છે. જનતાના હિત માટે સરકાર જ્યારે કાયદા અને નિયમો બનાવતી હોય છે. ત્યારે જનતા તો આ નિયમોનું પાલન કરતી આવે છે. પણ નેતાઓ જાણે કે નાક કાન વગરના થઈ ગયા છે. તેઓ આટલી મહામારી વકરેલી છે, છતાં ઉજવણી અને ઉદ્ધાટનના તાયફામાં બહાર…
રોકાણ કરવાનો અર્થ ફક્ત મૂડીને સુરક્ષિત કરી નથી પરંતુ તેને વધારવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. દર મહિને 500 અથવા 1000 રૂપિયાનું રોકાણ કરીને તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવી શકાય છે.શેરબજારમાં જુદી જુદી કંપનીઓના સ્ટોકમાં દર મહિને 1000 રૂપિયાના રોકાણથી તમે તમારા પોર્ટફોલિયોને સારો બનાવી શકો છો. જો કે, તમે આટલી ઓછી રકમ માટે મોટી કંપનીઓના મોંઘા શેરમાં રોકાણ કરી શકશો નહીં, પરંતુ ઘણી એવી કંપનીઓ છે જે સારો ગ્રોથ કરી રહી છે અને તેમના શેરની કિંમત 1000 રૂપિયાથી ઓછી છે. આવી કંપનીઓના શેર ખરીદીને તમે સારો નફો મેળવી શકો છો. પરંતુ કોઈપણ કંપનીનો સ્ટોક ખરીદતા પહેલા, પૂરતુ રિસર્ચ કરો અને…