કવિ: Dharmistha Nayka

વૈશ્વિક કોરોના મહામારીને કારણે હજારો લોકો સંક્રમિત થયા છે અને સેંકડોએ જાનથી હાથ ધોયા છે. હાલના સમયમાં કોરોનની કોઈ દવા શોધાઈ નથી. ત્યારે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને વેક્સિન કોરોના સામેની લડતમાં મજબૂત હથિયાર માનવામાં આવી રહ્યાં છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને હાલમાં માન્યતાપ્રાપ્ત અપાઈ છે. દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે ત્યારે ઉત્પાદન વધારવા પર ભાર અપાઈ રહ્યો છે. હવે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનનું ઉત્પાદન અંકલેશ્વરમાં થવા જઈ રહ્યું છે. ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જેએમડી સૂચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે અંકલેશ્વરસ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccines માં ઉત્પાદન શરૂ કરશે. જૂનના…

Read More

રાજ્ય સરકારે આપેલી છૂટ બાદ રાજકોટની તમામ બજાર ફરીવાર ધમધમતા થયા છે. મીની લોકડાઉન બાદ અલગ અલગ ક્ષેત્રની દુકાનો સવારથી ખુલી છે. જેમા ચા, પાન, કપડા અને હાર્ડવેર સહિતની દુકાનો ખુલી છે. નાના વેપારીઓએ લાંબા સમય બાદ ફરી ધંધા વેપાર ચાલુ કર્યા છે. ત્યારે સરકારની જાહેરાતથી રાજકોટના વેપારીઓમા ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે.રાજ્યમાં આજથી અઘોષિત લોકડાઉનમાં રાહત મળી છે. આજથી વેપારીઓ બજારો ખોલી છે. રાજ્યમાં આજથી લારી, ગલ્લા અને વેપારીઓને 6 કલાક સુધી વેપાર-ધંધા રાખવાની છૂટ મળી છે. બપોરે 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે. 50 ટકા ક્ષમતા…

Read More

જીવન વીમો દર વ્યક્તિ માટે જરૂરી બની ગયો છે. મુશ્કેલીના સમયમાં તે તમારી સાથે તમારા પરિવારના પણ ખૂબ કામમાં આવે છે. LIC પોલીસીનું મહત્વ એટલા માટે વધુ હોય છે કારણ કે દુર્ભાગ્યપણે જો કોઇ ઘટનામાં મૃત્યુ થાય તો પરિવારને એક આર્થિક સહાય મળે છે. પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ માટે તો તે વધુ જરૂરી બની જાય છે. તેને જ ધ્યાનમાં લેતા આજે અમે નોકરિયાત વ્યક્તિ માટે 4 બેસ્ટ પોલીસી વિશે જણાવી રહ્યાં છીએ.LICની આ આજીવન વીમા યોજના છે અને તેમાં ફાઇનલ એડિશન બોનસની સુવિધા પણ મળે છે. તેથી તેને પાર્ટનર પોલીસી પણ કહે છે. તેમાં પ્રીમિયમ પેમેન્ટ પીરિયડ બાદ ઇન્શ્યોર્ડ રકમના…

Read More

બનાસકાંઠામાં આરોગ્ય વિભાગે 701 આરોગ્ય કર્મીઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરી છે. નેશનલ હેલ્થ કમિશન અંતર્ગત ફરજ બજાવતા આ કર્મચારીઓ સામે એપેડેમિક એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે. આ ફરિયાદમાં આયુષ ડોકટર, ઓપરેટર, ફાર્માસિસ્ટ સહિત કર્મચારીઓ સામેલ છે. આ કર્મચારીઓએ 16 મેથી 18 મે સુધી પડતર માંગણીઓને લઈ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. કાયમી કરવાની અને પગાર વધારાની માગણીને લઈ હડતાળ પર ઉતર્યા હતા. આ અંગે બનાસકાંઠામાં તાલુકા હેલ્થ ઓફિસરોએ હડતાળ પર ઉતેરલા આ આરોગ્ય કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Read More

આ સ્ટડી સ્કોટેસડેલના શોધકર્તાઓએ કરી છે. સ્ટડીના લેખલ અને મેયો ક્લિનિકમાં મેડિસિનની એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર જુલિયાના ક્લિંગને સંશોધનમાં ઘણી મહત્ત્વની જાણકારીઓ મળી છે. ડૉક્ટર ક્લિંગે મહિલાઓની યૌન ઈચ્છાને સારી ઉંઘ સાથે જોડી છે. નવી સ્ટડી અનુસાર, વધતી ઉંમરમાં સારી ઉંઘ લેવી યૌન ઈચ્છા વધારવાનો સૌથી કારગર ઉપાય છે. શોધકર્તાઓને જણાયું કે, જે મહિલાઓ પૂરતી ઉંઘ નથી લેતી, તેમનામાં યૌન સમસ્યાઓ થવાની સંભાવના લગભગ બેગણી હતી. જેમ કે, યૌન ઈચ્છા અથવા ઉત્તેજનામાં ઉણપ. આ સ્ટડી 53 વર્ષની ઉંમરની 3400 કરતા વધુ મહિલાઓ પર કરવામાં આવી હતી. તેમાંથી 75% મહિલાઓની ઉંઘવાની આદત સારી નહોતી, જ્યારે 54 ટકા મહિલાઓમાં કોઈક ને કોઈક પ્રકારની યૌન…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે. વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરશે. કાલે સવારે 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચશે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરશે. દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિકારીઓ સાથે બેઠક કરશે

Read More

World Health Organization મુજબ દુનિયાભરમાં લાંબા સમય સુધી કામ કરવાની આદતને કારણે દર વર્ષે હજારો લોકોનાં મોત થઈ રહ્યાં છે. WHOએ કહ્યું છે કે કોરોના વાયરસની મહામારીને કારણે આવનારા દિવસોમાં આ આંકડો વધી પણ શકે છે. વધુ મોડે સુધી કામ કરનારાઓ પર એક સ્ટડી કરવામાં આવી છે. તે મુજબ વર્ષ 2016માં વધુ મોડે સુધી કામ કરનારા 7,45,000 લોકોના જીવ હાર્ટથી બીમારીના કારણે ગયા છે. આ આંકડો વર્ષ 2000ની તુલનામાં લગભગ 30 ટકા વધુ હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય વિભાગની નિદેશક મારિયા નીરાએ જણાવ્યું કે, દર સપ્તાહે 55 કલાક કે તેનાથી વધુ કામ કરવું એ એક ગંભીર સ્વાસ્થ્ય…

Read More

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં પાંચ દિવસ પૂર્વે આગજનીની ઘટના સામે આવી હતી. આગજનીની ઘટનામાં ઘટના સ્થળ પર પરિણીતાનું દાઝી જવાના કારણે મૃત્યુ થયું હતું જ્યારે કે પતિ, પુત્ર અને પુત્રીને દાઝી જવાના કારણે સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસ માટે પણ આગજનીની ઘટના અકસ્માતે બની હતી કે, પછી બનાવ આપઘાતનો હતો તે કોયડો બની ચૂક્યો હતો ત્યારે મૃતક પરિણીતાના પિતાની પોલીસ ફરિયાદ પરથી પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા મૃતક વર્ષાબા ના પતિ યોગીરાજ સિંહ સરવૈયા વિરુદ્ધ આઈપીસીની કલમ 306, 498(ક), 323 તેમજ દહેજ ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read More

ભારતમાં વેક્સિનની અછત વચ્ચે કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડી નાંખ્યું છે અને હવે કોવિન ડીજીટલ પોર્ટલ પર તેની જાણ કરી દેવામાં આવી છે. હવે જે વ્યક્તિ એ પ્રથમ ડોઝ લીધો હતો તેણે 12 થી 16 સપ્તાહ એટલે કે ત્રણ થી ચાર મહિના પછી બીજો ડોઝ લેવાનો રહેશે. આ ઓનલાઇન પ્લેટફોર્મમાં સુધારો કરી દેવામાં આવ્યો છે. પહેલો ડોઝ લેવા માટે કરાવવામાં આવેલું રજીસ્ટ્રેશન બીજા ડોઝ માટે માન્ય રહેશે. એટલે કે નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત રહેશે નહીં. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે ડિજીટલ પ્લેટફોર્મ કોવિન પોર્ટલ પર જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. ટેકનિકલી આ સુધારા કરવા માટે આ પોર્ટલ બે દિવસ…

Read More

કોરોના મહામારીના આ સમયમાં સંક્રમણથી બચવા માટે ડૉક્ટરો વહેલી તકે વેક્સીન લેવાની સલાહ આપી રહ્યા છે. એવામાં એક સવાલ મનમાં ઉઠે છે કે શું ગર્ભવતી મહિલાઓ માટે કોરોના વેક્સીન લેવી સુરક્ષિત છે અને શું તેના ગર્ભમાં ઉછરી રહેલા સંતાન પર કોઈ પણ અસર પડી શકે છે? હવે લાંબા રિસર્ચ બાદ તેનો જવાબ મળી ગયો છે. રિસર્ચ બાદ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસની વેક્સીન ગર્ભવતી મહિલાઓ માટે પૂરી રીતે સુરક્ષિત છે. રિસર્ચ અને પરીક્ષણોના સ્પષ્ટ આંકડાઓ બાદ ડૉક્ટરોએ કોરોના વેક્સીનને માતાઓથી લઈને તેના જન્મેલા બાળકો સુધી સુરક્ષિત જોયા અને કહ્યું છે કે તેને લેવામાં કોઈ જાતનું જોખમ નથી. આ…

Read More