કોરોના વાયરસ મહામારીની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. દેશભરમાં ઓક્સિજનની ઉભી થયેલ અછતને લીધે કોહરામ મચાવી દેતા હવે વાયુસેનાએ મોરચો સંભાળી લીધો છે. ભારતીય વાયુસેનાના માલવાહક વિમાન સી-17 વિમાન હિંડન એર બેઝથી પુણે એરબેઝ જવા ઉડ્યા અને ત્યાંથી 2 ખાલી કન્ટેનર તર્ક લોડ કરીને ગુજરાતના જામનગર એર બેઝ પહોંચ્યા.હિંડન એરબેઝથી આજે એટલે કે 24 એપ્રિલના રોજ સવારે ઉડનાર સી-17 જેટ સવારે 10 વાગે પુણે પહોંચ્યા. પુણેમાં સી-117 જેટ પર ઓક્સિજનના 2 ખાલી ટેન્કર લોડ કરવામાં આવ્યા. ત્યારબાદ, આ જેટ બપોરે 1.30 કલાકે ગુજરાતના જામનગર પહોંચ્યા. એક તરફ સેનાએ દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓક્સિજન પહોંચાડવાનું કામ કરવાનો મોરચો…
કવિ: Dharmistha Nayka
ઉત્તરાખંડ ચમોલી જિલ્લાની નીતી ખીણમાં હિમવર્ષા થયા પછી ગ્લેશિયર બર્સ્ટ થયો છે. ભારતીય સેના તરફથી મળેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 384 લોકોને સ્થળાંતર કરાયા છે. હજી સુધી 8 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય સેનાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) ના કેમ્પમાં બર્ફીલા તોફાનનો ભોગ બન્યો હતો. અત્યાર સુધીમાં 384 લોકોને બચાવવામાં આવ્યા છે. આ ઘટના ચીનના સરહદે જોશીમથ સેક્ટરના સુમના વિસ્તારમાં બની હતી. બાપાકુંડથી સુમના સુધીના માર્ગની સફાઇ કરવામાં આવી રહી છે.ભારે બરફવર્ષાને કારણે બચાવ ટીમને મદદ કરવામાં મોડું થઇ રહ્યું છે. એનટીપીસી સહિતના અન્ય પ્રોજેક્ટ્સે રાત્રે કામ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ફેબ્રુઆરીમાં પણ ધમોલીગંગા નદી…
સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવા માટે ઘરેલું ઉપાય અપનાવવા સૂચન કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોઈપણ ઘરેલું ઉપાય દ્વારા ઓક્સિજનનું સ્તર વધારી શકાય છે કે કેમ, અહીં આ દાવાની વાસ્તવિકતા જાણો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટમાં એવું લખ્યું છે કે કપૂર, લવિંગ, અજમો અને નીલગિરી એટલે કે નીલગિરી તેલના થોડા ટીપાં ઉમેરીને પોટલી બનાવીને દિવસભર સુંધતા રહેવુ જોઇએ. તે શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવામાં મદદ કરે છે. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લદાખમાં પ્રવાસીઓ જ્યારે ઉંચાઇ પર જાય છે ત્યારે આવી પોટલી આપવામાં આવે છે અને તેમના શરીરમાં…
હાલમાં ગુજરાતમાં કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં અવારનવાર સોશિયલ મીડિયામાં ફેક મેસેજ કે વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર કોઇ એવો મેસેજ વાયરલ થયેલો કે, અમદાવાદમાં ડોમેસ્ટિક એરપોર્ટની નજીક કોઈ 1000 બેડવાળો કોવિડ કેર સેન્ટર તૈયાર થયું છે. ત્યારે આ મામલે અમદાવાદ એરપોર્ટના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આવો મેસેજ ફેક હોવાનું સામે આવ્યું છે તેમજ તેઓએ ટ્વિટ કરીને એમ પણ જણાવ્યું છે કે, ‘કૃપા કરીને આવી કોઇ પણ જાતની માહિતી તમે તમારા સ્નેહીજનોને ફોરવર્ડ કરો તે પહેલાં અમે માહિતીની ચકાસણી કરવાની સલાહ આપીશું.’ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગત રોજ ગુરૂવારના દિવસે ગુજરાતના…
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં લોકોને મદદરૂપ થવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખે તમામ ધારાસભ્યો અને સાંસદને કોવિડ કેર સેન્ટર બનાવીને લોકોને સારવારની અપીલ કરી છે. પ્રમુખની અપીલને પગલે કેટલાંક ધારાસભ્ય અને સંસદ સભ્યએ કોવિડ કેર સેન્ટર ચાલુ કરી દીધાં છે. પરંતુ ઓલપાડના ધારાસભ્યએ ઓલપાડ સ્મશાનને લાકડાનો ટેમ્પો આપીને વધુ લાકડાં આપવાની ખાત્રી આપી હતી.આટલું જ નહીં પરંતુ ધારાસભ્યએ લાકડા આપ્યાં તે અને વધુ લાકડાં આપવાની પોસ્ટ સોશિયલ મિડિયામાં પોસ્ટ કરતાં ટ્રોલ થઈ રહ્યાં છે. તેમના જ મત વિસ્તારના લોકોનો આક્રોશ ફાટી નિકળ્યો છે અને લોકો મરી જાય ત્યાર બાદ લાકડા આપવાના બદલે લોકોને બેડ, ઈન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટર…
ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બ્રિટનની એક વધુ કંપની ખરીદી લીધી છે. આ કંપની પાસે બ્રિટેનની તે હોટલ અને ગોલ્ફકોર્સ છે જ્યાં જેમ્સ બોન્ડ સીરિઝની બે ફિલ્મોનું શુટિંગ થયું હતું. મુકેશ અંબાણી હવે ધીમે ધીમે હોટલ સેક્ટરમાં પણ પગપેસારો કરી રહ્યા હોય તેમ લાગે છે.મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 593.05 કરોડ રૂપિયા અર્થાત 7.9 કરોડ ડોલરમાં બ્રિટનના સ્ટોક પાર્કને ખરીદી લીધી છે. સ્ટોક પાર્ક બ્રિટેનની કંપની છે જેની પાસે એક હોટલ અને ગોલ્ફ કોર્સ છે. આ હોટલ રિલાયન્સ કન્ઝૂમર અને હોસ્પિટાલિટી એસેટનો હિસ્સો બનશે. સ્ટોક પાર્કમાં જેમ્સ બોન્ડ સિરીઝની બે ફિલ્મોના શૂટિંગ પણ થયા હતા. જેમાં 1964માં ગોલ્ડ ફિંગર…
ઈન્ડિયન નેવીએ સીનિયર સેકન્ડરી રિક્રુટના 2000 અને આર્ટિફીસર એપ્રેન્ટિસના 500 પદો પર ભરતીની જાહેરાત કરી છે. નોટિફિકેશન પ્રમાણે આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા 26 એપ્રિલથી શરૂ થશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 5 મે સુધી અરજી કરી શકશે. ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટને આધારે કરવામાં આવશે. આ પદો પર અરજી કરનારા ઉમેદવારે ફિઝિક્સ, મેથ્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ સાથે ઈન્ટરમીડિએટ પાસ કરેલું હોવું જોઈએ. આર્ટિફીસર એપ્રેન્ટિસના પદ માટે અરજી કરનાર ઉમેદવારે મિનિમમ 60% સાથે ઈન્ટમિડિએટ પાસ કરેલું હોવું જોઈએ. એપ્લિકેશન પ્રોસેસ શરૂ થવાની તારીખ: 26 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ: 5 મે. જનરલ અને OBC: 205 રૂપિયા. SC…
નોર્થ મેકેડોનિયામાં બે માથાવાળા વાછરડાનો જન્મ થયો છે. નોર્થ મેકેડોનિયામાં બાર્ન ખાતે જન્મેલું આ વાછરડું બે ખોપડી ધરાવે છે એટલું જ નહીં બે જોડી આંખ, બે મોં અને એક જોડી કાન ધરાવે છે. આ વાછરડું તેના બંને મોઢાથી આંચળમાંથી દૂધ પણ પી શકે છે.
મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જેમાં આજે નવા 477 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. તેમજ 477 કેસ નવા અવતાની સાથે મહેસાણા જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 4376 પર પહોંચી ગયો છે. મહેસાણા જિલ્લામાં એક બાજુ દર્દીઓ ને દાખલ કરવા માટે બેડ ખૂટી પડ્યા છે. તેમજ ઇમરજન્સી કેસો માટે ઓક્સિજન પણ ખૂટી પડ્યા છે તેવી હલાતમાં જિલ્લામાં નવા 477 કોરોના પોઝિટિવ કેસ આવી જતા હવે તંત્ર ચિંતિત બન્યું છે કારણ કે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જિલ્લામાં હાલમાં ઓક્સિજનમાં એક પણ બેડ ખાલી નથી તો મહેસાણા જિલ્લાના ઇમરજન્સી વાળા દર્દીઓ ને…
સુરતમાં કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સિવિલ હોસ્પિટલમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોવિડ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈને પોતાના ઘરે જતી વખતે તેમને એક છોડ આપવામાં આવ્યો હતો. સુરત શહેરના તમામ આઇસોલેશન વોર્ડ તેમજ કોર્પોરેશનની અંદર આવતા તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીઓને વિનંતી કરવામાં આવી કે, આજે એમને સૌથી વધુ મુશ્કેલી ઓક્સિજન લેવલ ઓછું થવાના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડયું છે. આવી સ્થિતિ ભવિષ્યમાં આવનાર પેઢીને ન આવે અને આપણે પોતે પણ સુરક્ષિત રહીએ તેવી સમજણ સાથે છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોવિડ હોસ્પિટલની બહાર કોર્પોરેશનની ટીમના હોદ્દેદારો અને અન્ય સ્ટાફ ઊભા…