છેલ્લા ઘણા વર્ષથી ભાજપ અને કોંગ્રેસનું ખરીદ વેચાણ નો સિલસિલો ચાલી રહ્યો છે.ઇલેક્શન નજીક આવે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ એક બીજા ના કાર્યકર્તાઓ અને નેતાઓને ખરીદ વેચાણ કરવાનો એક ટ્રેન્ડ ચાલી રહો છે જેને લઈ ને મતદારો પણ ક્યાંય ને ક્યાંય નારાજ દેખાતા હોય છે. હાલમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણી ને લઈ ને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો 8 એ 8 સીટ જીતવાનો દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નેતૃત્વ જ ડામાડોળ છે અને પોતાના જ કોંગ્રેસ ના કાર્યકરો અને નેતાઓ અમિત ચાવડાને હટાવવા માટે લોબિંગ શરૂ કરી દીધું છે.બીજી તરફ અમિત…
કવિ: satyadaydesknews
સમગ્ર દેશ અને દુનિયામાં ગોધરાના દાંડિયાની માંગ નવરાત્રિ દરમિયાન શરૂ થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે નવરાત્રીમાં ગરબા ન કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે તેની સીધી અસર દાંડિયા ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે. ગોધરામાં આવેલ 200 ઉપરાંત દાંડિયા કારખાનેદારો દ્વારા તૈયાર કરવામાં આવેલ દાંડિયા હાલ તો માથે પડ્યા છે મહા મહેનતે તૈયાર કરવામાં આવેલ લાખોની કિંમતનો દાંડિયાનો જથ્થો રઝળી પડતા કારખાનેદારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સાથે કારખાનામાં કામ કરી રહેલ એક હજાર ઉપરાંત કારીગરોની રોજીરોટી ઉપર સીધી અસર પડી છે. દાંડિયાની નિકાસ ન હોવાના કારણે હાલ દાંડિયા ઉદ્યોગકારોને…
હિપેટેક્ટોમી સર્જરી કરી લીવરનો અમુક ભાગ કાપીને અંધકાર તરફ ધકેલાઈ રહેલા “રોશની”ના જીવનમાં “રોશની” ઉમેરતા સિવિલ તબીબો સપ્ટેમ્બર મહિના દરમિયાન સિવિલ સર્જરી વિભાગમાં ૩૨૫ આકસ્મિક સર્જરી હાથ ધરવામા આવી. ૭ વર્ષની રોશની અમદાવાદના વિંઝોલમાં પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યાં એકાએક ટ્રેક્ટર તેની તરફ ઘસી આવતા પેટ પર પૈડુ ફરી ગયુ…. રોશનીને ઘણી ગંભીર ઇજા થઇ. તેના પિતાને ઇજાની જાણ થતા તેઓ ૧૦૮ એમ્બ્યુલન્સમાં રોશનીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા. ત્યાર બાદ જે થયુ તે સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ માટે ઐતિહાસિક સર્જરી બની રહી. રોશની જ્યારે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ૩૦ મી સપ્ટેમ્બરે સારવાર માટે આવી ત્યારે…
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા વસંતભાઇ સોલંકીને દોઢ વર્ષ પહેલા કમરના ભાગમાં વેદના થતા તેઓ હોસ્પિટલમાં તપાસ અર્થે ગયા. તબીબો દ્વારા તેમની તપાસ કરતા કમરના મણકાનો ચેપ હોવાનું જાણવા મળ્યુ હતુ. જે કારણોસર ત્વરાએ તેમની સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી સફળ થઇ અને વસંતભાઇ પીડામુક્ત બન્યા. ઓપરેશનના ૬ મહિના બાદ વસંતભાઇને એકાએક હલનચલનમાં તકલીફ પડવા લાગી.તેમના કમરના ભાગમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. તેની સાથે ઓપરેશન કરેલા ભાગમાં ખૂંધ નીકળી ગઇ જે કારણોસર તેમને બેસવામાં, ઉંધવામાં ખૂબ જ તકલીફ પડતી. તેઓ દિવસ રાત બેચેન રહેતા હતા. શું કરવું તે ખબર પડી રહી ન હતી. અને વેદના અત્યંત સંવેદનશીલ બની રહી હતી.આ દરમિયાન…
માં જગદજનની જગદમ્બા ના સ્વરૂપોની પૂજા આરાધના કરવાથી આધિ- વ્યાધિ – ઉપાધિ દૂર થાય છે નવ દુર્ગા નાં નવ સ્વરૂપો ની આરાધના प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रद्मचारिणी । तृतीयं चंद्रघण्टेति कुष्मांडेति चतुर्थकम्।। पञ्चमं स्कंदमातेति षष्ठं कात्यायनीति च। सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम्। नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिताः।। જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે નવરાત્રી માં નવદુર્ગા જગદમ્બા આદ્યશક્તિ ની ઉપાસના નું પર્વ આરાધના નું પર્વ છે નવરાત્રી ના નવ દિવસ માં માતાજી ના વિવિધ નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવાનું વિધાન શાસ્ત્રોમાં સુંદર રીતે આપેલ છે. સાધક પોતાના ઘરમાં ઘટસ્થાપન કરે છે અને નવ દિવસ સાધક આદ્યશક્તિની આરાધના સાધના પુર્ણ…
નવરાત્રિ ઉજવણી પર સરકાર વારંવાર નિર્ણયો બદલતી છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે. પહેલા પ્રસાદ મામલે નિર્ણય બદલ્યો હતો. હવે પોલીસ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું છે. જેમાં સોસાયટી કે ફ્લેટના રહીશોએ તેમના ત્યાં કે પ્રિમાઈસીસમાં માતાજીની આરતી કે પૂજા કરવા કોઈપણ પ્રકારની પોલીસ પરમિશન લેવી જરૂરી ન હોવાનું અખબારી યાદીમાં નિવેદન કર્યું છે. માર્ગો જાહેર સ્થળો અને સાર્વજનિક સ્થળે મંજૂરી જરૂરી સરકારે નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે સોસાયટી કે ફ્લેટમાં પરમિશનની કોઈ જરૂર નથી. પરંતુ નવરાત્રિની ઉજવણી દરમિયાન પૂજા કે આરતી જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળે કરવી હોય તો તેના માટે પોલીસની પરમિશન લેવી જરૂરી રહેશે.…
શહેરના એસજી હાઇવે પરથી વસ્ત્રાપુર પોલીસે કોલસેન્ટરના માલિક પાસેથી રૂપિયા 65 લાખનો તોડ કર્યો હોવાની ઘટના મામલે રાજ્ય પોલીસ વડા એ તપાસના આદેશ બાદ કેસની તપાસ અન્ય ડિવિઝન ના એસીપી ને અપાઈ હતી.જેમાં પોલીસ કર્મીઓના નિવેદન બાદ પોલીસ કમિશ્નર દ્વારા તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.પી.ચુડાસમને સોંપી છે.છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ સ્ટેશનોમાં ચર્ચાનો વિષય બનેલા તોડકાંડ ની ઘટનામાં પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે કે પછી ઘીના ઠામમાં ઘી ઢોળાશે ? એસજી હાઇવે પરથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ ના પાંચ કર્મીઓએ કોલસેન્ટર ના પ્રોસેસર ને પકડી લાવી હતી.જેમાં પોલીસકર્મીઓ કોલસેન્ટર ચલાવતા માલિક સુધી પહોંચી પહેલા 10 લાખ પછી 20 લાખ અને છેલ્લે…
મોરબીમાં પેટાચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પેટાચૂંટણી માં ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવાર ફોર્મ ભરે તે પહેલા મોટી ઉલટસૂલટ જોવા મળી રહી છે. મોરબીની સીટ પર કોંગ્રેસની ટિકીટ માટેના પ્રબળ દાવેદાર કિશોર ચિખલીયાનું નામ કપાતા તેઓ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. કોંગ્રેસ જિ.પં.પ્રમુખ કિશોર ચીખલીયા આજે કોંગ્રેસ સાથે છેડો ફાડીને કાર્યકર્તાઓ સાથે ભાજપ મા જોડાયા છે. પેટાચૂંટણી ને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. તેઓએ વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આજે કોંગ્રેસ જિ.પં.પ્રમુખ કિશોર ચીખલીયા એ પાર્ટીના નેતાઓ પર મોટો આરોપ લગાવીને પોતાનું એક નિવેદન આપ્યું છે. ચીખલીયાએ લલિત કગથરા પર ટિકીટ વેચ્યાનો…
પ્રજાના નાણાંનો દુરુપયોગ કેવી રીતે કરવો તેનું ઉદાહરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના બજેટ મંજુર કરતા અધિકારીઓએ આપ્યું છે.ખાડિયા વિસ્તારમાં જૂની ગોલવાડ દ્વારકાધીશ ની પોળમાં બોર્ડ લગાવવાની હોડમાં જોવા મળ્યું છે.કોંગ્રેસ ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતાનું કદ વધારવા અને પોતાના નામનું ખાડિયા વિસ્તારમાં વજન પડે તે માટે બજેટ ફાળવી આ સ્થળે બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આ સ્થળે બોર્ડ લગાવ્યા બાદ ભાજપના મહિલા કોર્પોરેટરે પણ તેની બરોબર નીચે દ્વારકાધીશ ની પોળ લખેલુ બોર્ડ લગાવવા માટે બજેટ ફાળવી દીધું છે. દ્વારકાધીશની પોળના રહીશોએ પોળની ઓળખ માટે કાળા પથ્થર ઉપર સ્ટીલથી દ્વારકાધીશની પોળ લખેલો ગેટ બનાવ્યો હતો.આ ગેટ ની આગળ પતરાનું બોર્ડ લગાવવા ધારાસભ્ય…
રાજયમાં કોરોના મહામારીને લઈને ચૂંટણી વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલી છે ત્યારે, કોર્પોરેશન પંચાયતોમાં આવશે વહીવટદારોનું શાસન આવે તેવી શકયતા. બોડીને એક્સટેન્ડ કરવા માટે પણ ચાલી રહી છે વિચારણા. 31 જિલ્લા પંચાયતોમાં સચિવ કક્ષાનાં વહીવટદાર નિમાશે. 6 મનપામાં અગ્રસચિવની થશે નિમણૂક થશે. જ્યારે તાલુકા પંચાયતો માં ડેપ્યુટી કલેકટર અને એડિ.કલેકટર મુકાશે. રાજ્ય સરકાર કક્ષાએ ચાલી રહ્યો છે મિટિંગોનો દોર. શહેરી વિકાસ વિભાગ અને પંચાયત વિભાગ મિટિંગોમાં જોતરાયું. ટૂંક સમયમાં થઇ શકે છે નિર્ણય.