નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મુંબઈના દરિયામાં કોર્ડેલિયાના ધ ઇમ્પ્રેસ ક્રૂઝ પર ચાલતી રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. ધ ઇમ્પ્રેસ ક્રૂઝ 1989માં બનીને તૈયાર થયું હતું. આ ક્રૂઝનો ઓર્ડર અમેરિકાની એડમિરલ ક્રૂઝ કંપનીએ આપ્યો હતો. તે સમયે ક્રૂઝનું નામ ‘ફ્યૂચર સી’ નક્કી કરવામાં આવ્યું હતું. ક્રૂઝ પર નવરાત્રિ સેલિબ્રેશન થવાનું હતું કાર્ડેલિયાના સો.મીડિયા પ્રમાણે, 9 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી નવરાત્રિ સેલિબ્રેટ થવાની હતી. નવરાત્રિ દરમિયાન સિંગર પાર્થિવ ગોહિલ આવવાનો હતો. પાર્થિવ ગોહિલ ઉપરાંત ડીજે નાઇટ્સ પણ હતી. સ્ટેન્ડ અપ કોમેડિયન મનન દેસાઈ તથા ઓજસ રાવલ પણ પર્ફોર્મ કરવાના હતી. માનવામાં આવે છે કે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ક્રૂઝ પર નવરાત્રિ સેલિબ્રેટ…
કવિ: satyadaydesknews
રાજ્યમાં કોરોનાનો અંત આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 23 નવા કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દી સાજા થયા છે. તો રાજ્યમાં સતત 30મા દિવસે કોરોનાથી એક પણ મોત થયું નથી. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. સૌથી વધુ 10 કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે. જ્યારે 5 શહેર અને 29 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો છે. 30 દિવસથી કોરોનાના કારણે એક પણ મોત નહીં અગાઉ 12 ઓગસ્ટે રાજકોટ શહેર, 21 ઓગસ્ટે રાજકોટ, 25 ઓગસ્ટે જામનગર અને 3 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું હતું.…
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 6 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ-7 કોલવડા-વાવોલમાં 67 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ-5 પંચદેવમાં 37 ટકા નોંધાયું છે. 60 ટકા કરતા ઓછું મતદાન થવાથી ત્રણેય રાજકીય પક્ષો ચિંતામાં આવી ગયા છે. ભાજપ માટે આ ચૂંટણી એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ માટે પુનઃ બેઠું થવાની તો આપ માટે પાટનગરમાં પોતાની જગ્યા બનાવવાનો આ સંગ્રામ છે. જોકે ઓછા મતદાને રાજકીય પક્ષોને વિચારતા કરી મુક્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળે બબાલ થવાની ઘટનાઓ બની છે. કુડાસણમાં ભાજપ-આપ વચ્ચે માથાકૂટ…
જમાલપુર ઝૉન માં આવૅલી પૂરવઠા વિભાગ ની સસ્તા અનાજ ની દૂકાનો ના માલીકૉ ગરીબ જનતા ને અનાજ આપતા નથી જમાલપુર ઝૉન માં આવૅલા વિસ્તાર જમાલપુર = બહૅરામપૂરા= રામ રહીમ ટૅકરા = બૅરલ માર્કેટ = ખૉડીયાર નગર = દાણીલીમડા= જૅવા ગરીબ મઘ્યમ વર્ગ ના વિસ્તાર માં = ગૂજરાત સરકાર શ્રી તરફ થી મળતૉ અનાજ ગરીબ જનતા સૂઘી પહૉચતૉ નથી અનૅ સસ્તા અનાજની દુકાન માલીકૉ અનાજ બલૅક કરી અનાજ માફીયા ઑ નૅ વૅચી મારે છૅ ગરીબ જનતા ના પેટ ભરવા માટે સરકાર અનાજ આપૅ છૅ જૉ અનાજ ગરીબૉ ના ઘર સૂઘી પહૉચ વા ના બદલૅ અનાજ માફીયા ઑ ની (આંટા) મીલૉ માં…
અમદાવાદ શહેરમાં ઢોરોની સમસ્યા વિકટ બની રહી છે ગાયો સહિત રઝળતા ઢોર ને કારણે માર્ગ અકસ્માત સર્જાતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક નિર્ણય લઈ તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપવા છતાં પણ કાર્યવાહી મંથર ગતિએ ચાલી રહી હતી.બીજી તરફ નિકોલ વિસ્તારમાં યોજાયેલ મેગા પ્રોપર્ટી શો માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં 10 દિવસ બાદ એક પણ ગાય રોડ ઉપર રખડતી દેખાવી ના જોઈએ જે સાંભળી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને અનેક લોકો ચર્ચા…
સોલા સિવિલમાંથી એક દિવસની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટનાના બરાબર 1 મહિના બાદ આ જ હોસ્પિટલમાંથી સગીરાનું અપહરણ થયુ છે. વિરમગામમાં રહેતી સાડા 17 વર્ષની અનુને ડાયાબિટીસ વધી જતા 27 સપ્ટેમ્બરે સોલા સિવિલમાં દાખલ કરાઈ હતી. 28 સપ્ટેમ્બરે માતા કોકીલાબેન ટિફિન લઈને વોર્ડમાં પાછા આવ્યાં અને જોયું તો તેમની દીકરી પથારીમાં ન હતી. સોલા હાઈકોર્ટ પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હોસ્પિટલના સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન એક મહિના પહેલા બનેલી બાળકીની અપહરણની ઘટનામાં પણ સોલા સિવિલના સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા હતા. જોકે આ ઘટનામાં પણ સગીરા હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ક્યાંય દેખાઈ નથી.…
મુંબઈથી ગોવા જતાં લક્ઝૂરિયઝ ક્રૂઝ પાર્ટીમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામે આવ્યું છે. તેની અટકાયત કરવામાં આવી છે અને NCBની ટીમે તેની કલાકો સુધી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી. આર્યન ખાનના લેન્સના ડબ્બામાંથી ડ્રગ્સ મળ્યું ‘ABP’ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, NCBના સૂત્રોના મતે આર્યન ખાનના લેન્સની ડબ્બીમાંથી ડ્રગ્સ મળ્યું છે. આ કેસમાં એક્ટરના દીકરાનું નિવેદન લેવામાં આવશે. ક્રૂઝમાંથી શું શું મળ્યું? NCBને ક્રૂઝમાંથી 30 ગ્રામ ચરસ, 20 ગ્રામ કોકેન, 25 ગ્રામ MDMA ડ્રગ્સની ટેબલેટ્સ તથા 10 ગ્રામ MD મળ્યું છે. આ આઠ લોકોની અટકાયત કરવામાં આવી છે…
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 10 હેઠળ આવતા સેક્ટર 6માં કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા આપનાં કાર્યકરોને માર મરાયો હતો. બૂથ તોડીને હુમલાખોરો જતા રહ્યાનો આપે આક્ષેપ કર્યો છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સેક્ટર-15 વોર્ડ-6માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે અને પોલીસે પાર્ટીના 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ટોપી પહેરીને આવેલા આપના કાર્યકર્તાઓ પાસે આઇકાર્ડ માંગવામાં આવ્યા હોવાના પણ અહેવાલ છે. વોર્ડ 5 હેઠળ આવતા સેક્ટર 22 નાં 100થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો મચ્યો છે. સેક્ટર 24માં ભાજપના કાર્યકરો ભાજપનો ખેસ પહેરીને આવતા હોબાળો મચ્યો હતો. કોંગ્રેસે…
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીનું સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલ માં મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે 11 વોર્ડ માં 44 બેઠકો માટે 161 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં 44 bjp, 44 કોંગ્રેસ, 40 આમ આદમી પાર્ટી, 14 બહુજન સમાજ વાદી પાર્ટી, 2 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ પાર્ટીના ઉમેદવારોએ હરીફાઈમાં ઝંપલાવ્યું છે. સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે સેકટર – 2 પ્રાથમિક શાળામાં સવારથી મતદારો ગોથે ચડયા છે. કેમકે બુથ નો નંબર અલગ અને વર્ગ ખંડની બહાર અલગ નંબર હોવાના કારણે અસમંજસ સર્જાઈ છે. જેનાં પગલે જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્ય…
મેષ રાશી – સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો। ગ્રહ નક્ષત્રો ની ચળવળ થી તમારા માટે ધન કમાવા ની ઘણી તકો બનશે। મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો. અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો. તમે આરામ કરી શકશો નહીં, કારણ કે તમારા કેટલાક કહેવાતા મિત્રો તમને આરામ કરવા દેશે નહીં. જો કે, દરેક સિક્કા માં એક સારો પાસા પણ હોય છે લકી સંખ્યા: 2 વૃષભ રાશી – તમે પરિસ્થિતિની કમાન…