મુંબઈ ટેસ્ટ મેચના ચોથા દિવસે ન્યુઝીલેન્ડનો બીજો દાવ 167 રનમાં સમેટાઈ ગયો હતો. ભારત આ ટેસ્ટ મેચ 372 રનથી જીતવામાં સફળ રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં રનના હિસાબથી ભારતની આ સૌથી મોટી જીત છે. ભારત તરફથી અશ્વિન અને જયંતે 4-4 વિકેટ પોતાના નામે કરી હતી. આજે ચોથા દિવસે જયંત યાદવે કમાલ કર્યો અને 4 વિકેટ લઈને કિવી ટીમને વેરવિખેર કરી નાંખી હતી. આ જીત સાથે ભારતે બે ટેસ્ટ મેચની શ્રેણી 1-0થી જીતી લીધી છે. પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મિશેલ 60 રનની ઇનિંગ સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં…
કવિ: Satya Day
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો સતત વધી રહ્યો છે. રવિવારે રાજસ્થાનમાં ઓમિક્રોનના 9 અને મહારાષ્ટ્રમાં સાત નવા કેસ મળી આવ્યા છે. આ સાથે દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 21 થઈ ગયા છે. જ્યારે ઇમ્યુનાઇઝેશન પર નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI)ની એક મહત્વપૂર્ણ બેઠક સોમવારે યોજાવાની છે જેમાં ઓછી ઈમ્યૂનિ શક્તિ ધરાવતા લોકો માટે કોરોના રસીના બુસ્ટર ડોઝ આપવા કે નહીં તે અંગે નિર્ણય લેવા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત બાળકોને રસી આપવા અંગે પણ વિચારણા કરવામાં આવશે. પ્રથમ બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા હતા. આ પછી ગુજરાત અને દિલ્હીમાં પણ એક-એક કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ…
નવી દિલ્હી: કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 8,306 કેસ નોંધાયા છે. આ દરમિયાન, સક્રિય કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હાલમાં, ભારતમાં 98,416 સક્રિય કોરોના દર્દીઓ છે, જે છેલ્લા 552 દિવસમાં સૌથી ઓછા છે. ભારતમાં હાલમાં રિકવરી રેટ 98.35% છે. છેલ્લા 24 કલાકમાં 8,834 લોકોએ કોરોના વાયરસને માત આપી છે. આ સાથે, અત્યાર સુધીમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,40,69,608 થઈ ગઈ છે. દૈનિક હકારાત્મકતા દર 0.94 ટકા છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 0.78 ટકા છે. COVID19 | India reports 8,306 new cases and 8,834 recoveries in the last 24 hours; Active…
નવી દિલ્હી. ભારત અને રશિયાના સંબંધો પહેલાથી ખુબ જ સારા રહ્યાં છે. જોકે, હવે આ સંબંધોને આગળ વધારવામાં આવી શકે છે. તેવામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે એટલે સોમવારે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેના શિખર સંમેલનમાં સંરક્ષણ, વેપાર અને રોકાણ, ઉર્જા અને ટેક્નોલોજીના મહત્વના ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા માટે ઘણા કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શિખર સમિટ સાથે પ્રથમ ‘ટુ પ્લસ ટુ’ સુરક્ષા નીતિ ઉપર ચર્ચા કરવામાં આવી શકે છે. તે ઉપરાંત તેઓ વિદેશ મંત્રી સ્તરીય વાતચીતમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અને લશ્કર-એ- તોયબા તથા…
ગાંધીનગર: અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત ઝાયડસ કોર્પોરેટર પાર્ક ખાતે “ટુ ગેધર વી ફલાય” જાહેર કલાકૃતિને ખુલ્લી મુકી હતી. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર છે અને અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં સાડા સાત કરોડથી વધારે ડોઝ અપાઇ ચૂક્યા છે. મુખ્યમંત્રીએ આ અવસરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામેની લડાઈમાં થાક્યું હતું ત્યારે ભારતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મક્કમતાથી મુકાબલો કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગૌરવભેર જણાવ્યું હતું કે, આજે જે ભૂમિ પરથી હું વાત કરી રહ્યો છું તે જ ભૂમિ પર કોરોના વિરોધી સ્વદેશી વેક્સિન વિકસાવવામાં આવી છે જેનો આપણને…
જાકાર્તા : ઇન્ડોનેશિયામાં સેમેરૂ નામનો સક્રિય જ્વાળામુખી પ્રચંડ વિસ્ફોટ સાથે ભભૂકી ઉઠ્યો હતો. આ દરમિયાન 13 લોકોના મોત નિપજ્યા હતા. તે ઉપરાંત આ ઘટનામાં એક ડઝન લોકોને ઇજા પણ થઇ હતી. આ દરમિયાન તાત્કાલિક શરૂ કરવામાં આવેલા બચાવ કાર્યમાં જવાનોએ આ દુર્ઘટનામાં ફસાઇ ગયેલા 10 લોકોને બચાવી લઇ તેઓને સલામત સ્થળે ખસેડી લીધા હતા. ઇન્ડોનેશિયાનો સૌથી ઉંચો ગણાતો સેમેરૂ જ્વાળામુખી જાવાની પૂર્વ દિશામાં આવેલા એક રાજ્યમાં આવેલા છે. જે શનિવારે પ્રચંડ વિસ્ફોટ સાથે ભભૂકી ઉઠયો હતો જેના પગલે તેમાંથી વિકરાળ આગની જ્વાળાઓ લપકા મારતી જોવા મળી હતી. તે સાથે કાળા ડિબાંગ ધૂમાડા અને રાખના ગોટેગોટા ઉઠતાં આસપાસના ગામડાઓ ઉપર કાળા…
ગુજરાતના જામનગરમાં ગત બે દિવસ પહેલા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે તે દર્દીના સંપર્કમાં આવેલા વધુ બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી. આ બન્ને વ્યક્તિઓના ઓમિક્રોનની તપાસ માટે નમૂના લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, પહેલા જામનગરમાં ઝિમ્બાબ્વેથી આવેલા 72 વર્ષીય વૃદ્ધને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, ગઈકાલે તેના રિપોર્ટમાં ઓમિક્રોન વેરીએન્ટની પુષ્ટિ થઇ હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાથી મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારમાં પહોંચેલા એક વ્યક્તિમાં પણ ઓમિક્રોન વેરીએન્ટનું સંક્રમણ થયાની પુષ્ટિ થઈ હતી. તે ઉપરાંત સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યાં છે કે આફ્રિકાથી લીંબડી આવેલા વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ…
ભારતમાં પ્રતિદિવસે ઓમિક્રોન વેરિએન્ટના કેસ વધી રહ્યાં છે. તેથી દેશમાં પણ દુનિયાના બીજા દેશોની જેમ ચિંતા વધી ગઈ છે, તેવામા આઈઆઈટી કાનપુરના સંશોધકોએ દાવો કર્યો છે કે, દેશમાં જાન્યુઆરી મહિનાથી કોરોનાની ત્રીજી લહેર શરુ થવાની શક્યતા દેખાઈ રહી છે. સંશોધકોએ દાવો કરતા કહ્યું છે કે, આ લહેર શરુ થયા બાદ ફેબ્રુઆરી સુધીમાં દેશમાં રોજ કોરોનાના દોઢ લાખ કેસ સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, દેશના 6 રાજ્યોમાં કોરોનાના કેસ ડબલ થઈ ગયા છે. જેથી કેન્દ્ર સરકારે આ રાજ્યોને સતર્ક રહેવા માટે સૂચના આપી છે. ત્રીજી લહેર માટે વિદેશથી આવતા મુસાફરો પણ જવાબદાર બની શકે છે. કારણકે પાંચ રાજ્યોમાં વિદેશથી…
ગુજરાત પણ ઉડતા પંજાબના પગલે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પહેલા તો નશાને લગતા નાના-મોટા જથ્થા પકડાતા હતા. જોકે, પાછલા કેટલાક મહિનાઓથી કરોડો રૂપિયાનો માલ ઝડપાઈ રહ્યો છે. પોલીસે દેવગઢ બારીયામાં ગાંજાનું ખેતર ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ગાંજાના ત્રણ ખેતરોમાં દરોડા પાડી કુલ 1.14 કરોડના જથ્થા સહિત બે માલિકની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સાલીયા ગામેથી દાહોદ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે રેડ પાડી હતી. જેમા ત્રણ ખેતરોમાંથી ઉગાડેલા લીલા ગાંજાના 1875 નંગ છોડવા મળી આવ્યા હતા. જેની આશરે કિંમત રૂ 1 કરોડ 14 લાખ જેટલી થાય છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે બે…
નાગાલેન્ડના સોમ જિલ્લામાં ગયા શનિવારે ભારતીય સેનાના ઓપરેશનમાં 11 નાગરિકો માર્યા ગયા બાદ વિપક્ષી નેતાઓએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર હુમલો કર્યો છે. આ મામલામાં AIMIM પાર્ટીના વડા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ અમિત શાહના રાજીનામાની માંગ કરી છે. અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કર્યું, “નાગાલેન્ડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના. અમિત શાહને તેમના પદ પરથી હટાવવા જોઈએ. ઉગ્રવાદીઓ સાથે સમજૂતી કરવાની તેમની વાત એક છેતરપિંડી હતી. નવેમ્બરમાં મણિપુરમાં આતંકવાદીઓ દ્વારા સાત અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી. ઉત્તરપૂર્વમાં શાંતિ નથી, માત્ર હિંસા છે. આ સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે ગૃહ મંત્રાલયની જવાબદારી નક્કી કરતા સવાલ ઉઠાવ્યો છે કે…