ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ડોકલામ પાસે ચીન દ્વારા પાછલા એક વર્ષમાં ચાર ગામ વસાવી લેવાનો કેસ સામે આવ્યો છે. જણાવી દઈએ કે, ભૂતાન અને ચીન વચ્ચે વિવાદીત સ્થાન પર ગામ વસાવવામાં આવ્યા. અસલમાં ચીની સૈન્ય વિકાસ પર એક વૈશ્વિક શોધકર્તાએ નવી સેટેલાઈટ તસવીર ટ્વિટ કરવામાં આવી હતી. તે પછી આ મામલો સામે આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, તસવીરોમાં ભૂતાની વિસ્તારમાં ચીની ગામડાઓનું નિર્માણ દેખાઈ રહ્યું છે. ચીન અને ભૂતાનના વિવાદીત ક્ષેત્રમાં 2020 અને 2021 દરમિયાન નિર્માણ ગતિવિધિઓ દેખાઈ રહી છે. આ ગામડાઓ લગભગ 100 વર્ગ કિમીના વિસ્તારમાં વસાવેલા છે. ચીન દ્વારા ભરવામાં આવેલા આ પગલાઓ ભારત માટે ચિંતાજનક છે. અસલમાં…
કવિ: Satya Day
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સૈન્યને એક મોટી સફળતા હાથે લાગી છે. સૈન્યએ ટીઆરએફના કમાન્ડર સહિત કુલ 5 આતંકીઓને ઠાર માર્યા છે. ધ રેઝિસ્ટેન્સ ફોર્સ (ટીઆરએફ)નો કમાંડર અફાક સિકંદરને પણ ઠાર મારવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર સૈન્ય દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સૈન્ય પર ફાયરિંગ કર્યું હતું. જે પછી બન્ને વચ્ચે સામસામે ભારે અથડામણ થઈ હતી. આ દરમિયાન બારામુલ્લામાં ગ્રેનેડ હુમલો થયો હતો જેમાં સીઆરપીએફના બે જવાનો અને બે નાગરિકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જોકે હુમલો ક્યા આતંકી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો તેની કોઇ જાણકારી સામે આવી શકી નથી. સૈન્ય દ્વારા હુમલાખોરોની શોધખોળ…
આજે વહેલી સવારથી જ મહેસાણા, બનાસકાંઠા,અરાવલી, પાટણ અને સાંબરકાઠાના કેટલાક વિસ્તારોમાં માવઠા થયા છે. કાંકરેજના થરા અને દિયોદર પંથકમાં તો અડધા કલાકથી વધારે કમોસમી વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું જેના કારણે ખેતી પાકમાં નુકસાન સહિત રોગચાળાનો ડર પણ ઉભો થયો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાતના વિભિન્ન વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ પહેલા અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં છૂટાછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. તેવામાં આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠામાં તો વાજગીજ સાથે વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં થઈ રહેલા માવઠાને લઈને ખેડૂતોને…
કંગના રાણાવતે દેશના બધા જ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને ફગાવીને દેશની આઝાદીને ભીખમાં મળેલી આઝાદી ગણાવી દીધી હતી. તે નિવેદનનો વિવાદ હજું ખત્મ થયો નથી તેવામાં કંગનાએ એક વખત ફરીથી દેશના જ ફ્રિડમ ફાઈટરોને લઈને દેશવાસીઓમાં ભાગવા પાડવા માટેનો વધુ એક નિવેદન આપી દીધો છે. આ વખતે કંગનાએ પોતાની બધી જ હદ્દો પાર કરીને મહાત્મા ગાંધી ઉપર નિવેદનબાજી કરી છે. કંગનાએ પોતાની ઈસ્ટાગ્રામ પર એક જૂના સમાચાર પોસ્ટ કરીને લખ્યું છે કે તમે ગાંધીના ફેન હોઈ શકો છો અથવા પછી નેતાજીના સમર્થન. પરંતુ એક સાથે બંનેના ના થઈ શકો. પોતે જ પંસદગી કરો? ઉલ્લેખનિય છે કે, વર્તમાનમાં દેશમાં અનેક સમસ્યાઓ પ્રવર્તી…
કર્ણાટક સરકારે મંગળવરા દિગંવત એક્ટર પુનીત રાજકુમારને મરણોપરાંત કર્ણાટક રત્ન પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. પુનીત રાજ્યનો સર્વોચ્ચ નાગરિક સન્માન મેળનારા 10માં વ્યક્તિ હશે. અંતિમ વખત 2009માં ડો. વીરેન્દ્ર હેગડેને સમાજસેવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. પુનીત રાજકુમારનું 46 વર્ષની વયે 29 ઓક્ટોબરે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી જાહેરાત કર્ણાટકના CM બસવરાજ બોમ્મઈએ તે જાહેરાત કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી થયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ‘પુનીત નામના’ દરમિયાન કરી. કન્નડ સિનેમા પર રાજ કરનાર પુનીત, ડો. રાજકુમારના પાંચ બાળકોમાં સૌથી નાના હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે અનેક લોકો સાથે ચર્ચા પછી મેં પુનીત રાજકુમારને મરણોપરાંત…
દુનિયાના સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં દિલ્હી ટોપ પર છે. જોકે, મુંબઈ દિલ્હીના પંથ પર છે એટલે કે પ્રદૂષણ બાબતે તે દિલ્હીને પાછળ છોડી રહ્યું છે. સોમવારે દેશની આર્થિક રાજધાનીમાં મુંબઈ કરતા પણ વધારે પ્રદૂષણ નોંધાતા સરકારની ચિંતામાં વધારો થયો છે. મુંબઈની હવા દિલ્હી કરતા પણ ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે સમુદ્ર પરથી ફૂંકાતી હવાઓની ઝડપ ઓછી થવાથી અને લાખો વાહનોના ધૂમાડાના કારણે દક્ષિણ મુંબઈમાં સોમવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 345 નોંધાયો હતો. જ્યારે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 332 હતો. આ આંકડાએ મુંબઈગરાઓની ચિંતા વધારી દીધી છે. અંધેરીમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 નોંધાયો હતો. મુંબઈમાં પ્રદુષણની સાથે-સાથે ગરમી…
દુનિયાના સૌથી ધનિક દેશનો તાજ અત્યાર સુધી અમેરિકા પાસે હતો. જોકે, હવે તે તાજ અમેરિકા પાસેથી ચીને છીનવી લીધો છે. હવે ચીન સંપત્તિ બાબતે વિશ્વનો સૌથી ધનિક દેશ બની ગયો છે. પાછલા બે દશકાઓમાં વિશ્વની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે અને તેમાં ચીન સૌથી અવ્વલ રહ્યો છે. આ બાબતે જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે ચીન પાસે દુનિયાની ત્રીજા ભાગની સંપત્તિ છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થતા પહેલા વર્ષ 2000માં ચીનની સંપત્તિ સાત ખરબ ડોલર હતી. જે હવે વધીને 120 અરબ ડોલર થઈ ગઈ છે. ચીનની ઈકોનોમીમાં સતત તેજી આવી રહી છે અને તેના પગલે હવે 20 વર્ષમાં દુનિયાએ જે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુલ્તાનપુરમાં પૂર્વાચલ એક્સપ્રેસ-વેનું લોકાર્પણ કરી દીધું છે. આનાથી પહેલા તેઓ પૂર્વાચલ એક્સપ્રેસ-વે પર ભારતીય સેનાના સુપર હરક્યલિસ વિમાનથી ઉતર્યા હતા. તે પછી અરવલકીરી કવરતમાં એક્સપ્રે-વે પર બનાવેલ એર સ્ટ્રિપ પાસે મંચથી તેમને બટન દબાવીને એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે ત્રણ વર્ષ પહેલા મેં પૂર્વાચલ એક્સપ્રેસ-વેનું શિલાન્યાસ કર્યું હતુ ત્યારે વિચાર્યું નહતું કે આ એક્સપ્રેસ-વે પર જ હું વિમાન લઈને ઉતરીશ. પીએમે સપા અધ્યક્ષ અખિલેશ યાદવનુ નામ લીધા વગર કહ્યું કે પાછલી સરકારે મારો સાથ આપ્યો નહતો. ત્યારના મુખ્યમંત્રી મારા સાથે ઉભા રહેવાથી પણ ડરતા હતા. તેમને વોટ બેંક હાથમાંથી નિકળી જવાનો ડર…
ગાંધીનગર: હવે ગુજરાતમાં નાથૂરામ ગોડસેની પ્રતિમા લગાવવાને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. સોમવારે હિન્દુ સેના દ્વારા જામનગરમાં ગોડસેની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. જોકે, ગોડસેની મૂર્તિને કોંગ્રેસ દ્વારા તોડી નાંખવામાં આવી હતી. ગાંધીના ગુજરાતમાં જ ગાંધીના હત્યારાની મૂર્તિની સ્થાપના કરવાના કારણે વિવાદ ઉભો થઈ ગયો છે. તેમાં પણ ગાંધી જીના વતનથી માત્ર 100 કિલોમીટર દૂર ગોડશેની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. દેશમાં મહત્મા ગાંધી અને સ્વતંત્ર સેનાનીઓની મજાક ઉડાવવામાં લોકોને કોઈ જ શરમ સંકોચ રહ્યો નથી. એક તરફ કંગના રનૌત જેવી બોલીવૂડ એક્ટર આઝાદી મળવાને લઈને બફાટ કરે છે તો બીજી તરફ ગાંધીના ગુજરાતમાં તેમના હત્યારાની મૂર્તિ સ્થાપિત…
ટ્રેનના જનરલ કોચમાં યાત્રા કરનારા મુસાફરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. જો બધુ બરાબર રહ્યું તો મુસાફરો ઓછા પૈસામાં જ એસી કોચમાં યાત્રા કરવાનો આનંદ ઉઠાવી શકશે. કારણ કે રેલ્વે જનરલ કોચને એસી કમ્પાર્ટમેન્ટમાં ફેરવવાની તૈયારી કરી રહ્યું છે. હવે રેલવે મંત્રાલય લાંબા અંતરની ટ્રેનમાં જનરલ કોચ એટલે સામાન્ય ડબ્બાને એસી ડબ્બામાં ફેરવવાનો વિકલ્પ શોધી રહ્યું છે, જેથી વધારે પૈસા આપવામાં સક્ષમ ના હોય તેવા મુસાફરો પણ આરામથી યાત્રા કરી શકે. એસી ડબ્બામાં 100-120 મુસાફરોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેથી ઓછા ભાડામાં સામાન્ય લોકો આ ડબ્બામાં યાત્રા કરી શકશે. આ યોજના પર રેલ્વે મંત્રાલયમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે. પહેલા…