રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે NSA અજીત ડોભાલે કહ્યું છે કે, બદલાતા સમયમાં કોઈપણ દેશ વિરૂદ્ધ યુદ્ધ કરવાની પદ્ધતિઓ પણ બદલાઈ ગઈ છે. યુદ્ધના નવા હથિયારના રૂપમાં સિવિલ સોસાયટી એટલે સમાજને નષ્ટને કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ડોભાલે હૈદરાબાદમાં પ્રોબેશનરી IPS અધિકારીઓના દીક્ષાંત સમારંભમાં આ વાત કરી હતી. ડોભાલે કહ્યું, રાજકીય અને સૈનિક હેતુ મેળવવા માટે યુદ્ધ હવે વધારે અસરદાર રહ્યું નથી. અસલમાં યુદ્ધ ખુબ જ મોંઘા હોય છે, દરેક દેશ તેને એફોર્ડ કરી શકે નહીં. તેના પરિણામો અંગે પણ હંમેશા અનિશ્ચિતતા જ રહે છે. એવામાં સમાજને વહેંચીને (ભાગલા પાડીને-વિભાજીત કરીને- વિભિન્ન સમાજના લોકો વચ્ચે નફરત ફેલાવવી) અને ભ્રમ ફેલાવીને…
કવિ: Satya Day
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં વધતા પ્રદૂષણ પર આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, પર્યાવરણ મંત્રી ગોપાલ રાય અને દિલ્હીના પ્રમુખ સચિવ હાજર રહેશે. આ બેઠકમાં વાયુ પ્રદૂષણને કંટ્રોલ કરવા પર ચર્ચા કરવામાં આવશે. દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે સરકારને સોમવાર સુધી ઈમરજન્સી પ્લાન તૈયાર કરવાનું કહ્યું છે. ચીફ જસ્ટિસ રમનાએ શનિવારે કહ્યું, તમને ખબર છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. અહીં સુધી કે આપણે આપણા ઘરોમાં પણ માસ્ક પહેરી રહ્યાં છીએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એર ક્વોલિટી સુધારવા માટે સોમવાર સુધી ઈમરજન્સી પ્લાન તૈયાર કરવાનું કહ્યું…
નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો કે દેશમાં નફરત ફેલાવવા માટે ફેસબુક ભાજપાનો હથિયાર બની ગયું છે. આ મુદ્દાને પ્રકાશિત કરવા માટે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે અમેરિકન ટેક કંપની દ્વારા ચૂંટણીમાં કથિત છેડછાડ કરવાનો આરોપ લગાવીને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) તપાસની માંગ કરી. કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગે પ્રમુખ રોહન ગુપ્તાએ સંવાાદદાતાઓને કહ્યું, દેશમાં ફેસબુકનો ઉપયોગ 36 કરોડ લોકો કરે છે. આજે ભારતમાં નફરત ફેલાવવા માટે ફેસબુક ભાજપનું હથિયાર બની ચૂક્યું છે. ભાજપે ફેસબુકને હથિયાર બનાવીને નફરતનો વ્યાપાર કર્યો છે. તેમને કહ્યું, અનેક રિપોર્ટો આવી ચૂક્યા છે કે ફેસબુક દ્વારા ફેલાવવામાં આવી રહેલા નફરત ભરેલા સંવાદ (હેટ સ્પીચ) અને સામગ્રી,…
મહારાષ્ટ્રના અમરાવતીમાં શુક્રવારે થયેલી હિંસા અને પથ્થરમારાના વિરોધમાં બીજા પક્ષ તરફથી આજે શહેર બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાના શહેરના રાજમકલ ચોક અને ગાંધી ચોક પર હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ ઉપર ઉતરીને પ્રદર્શન કરી રહ્યાં હતા, તે દરમિયાન કેટલાક લોકોએ સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરી દીધો. તે પછી ટોળાને કંટ્રોલ કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો છે. આમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા હોવાની જાણકારી મળી રહી છે. હાલમાં પથ્થરમારો થઈ રહ્યો છે અને પોલીસ તેને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે. ટોળાને જોતા ગ્રામીણ વિસ્તારોમાંથી પણ ફોર્સને શહેરમાં બોલાવવામાં આવી રહી છે. ત્રિુરામાં થયેલા…
જ્યારે COP26 જળવાયુ સમ્મેલન સમાપ્ત થવાની તૈયારીમાં છે, ત્યારે દુનિયા વૈશ્વિક જળવાયુ સંકટનો (global climate crisis) સામનો કરવામાં તિબેટની ભૂમિકાના મહત્વથી અજાણ છે. પર્યાવરણના જાણકારોના તમામ શોર-શરાબા પછી જ સ્ટેકહોલ્ડર્સ આ સામૂહિક મિશનમાં “થર્ડ પોલ” (ત્રીજા ધ્રુવ)ના મહત્વને ઓળખવામાં નિષ્ફળ રહ્યાં છે. તે આર્ક્ટિક અને એન્ટાર્કટિકા પછીનો “ત્રીજો ધ્રુવ” જ નહીં, પણ સમગ્ર એશિયાનો “વોટર ટાવર” પણ છે. વિખ્યાત પર્યાવરણવાદી માઈકલ બકલી તેમના પુસ્તક ‘મેલ્ટડાઉન ઈન તિબેટ’માં જણાવે છે કે “આપણી પાસે માત્ર એક જ તિબેટ છે. તેનો આપણી પાસે અન્ય કોઈ બેકઅપ નથી, બીજી કોઈ તક પણ નથી. જો તિબેટના ઉચ્ચપ્રદેશના જળ સંસાધનો અવરોધિત અથવા ડાયવર્ટ કરવામાં આવે અથવા…
દિવાળી પછી સૌથી ખરાબ થઈ ચૂકેલી દિલ્હીની હવા હજું પણ ગંભીર શ્રેણીમાં યથાવત છે. દિલ્હીની સ્થિતિ કેટલી ખરાબ તે તમે તેના ઉપરથી જાણી શકો છો કે દુનિયાના 10 સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં દિલ્હી સૌથી આગળ છે. આ સૂચીમાં ભારતના મુંબઈ અને કોલકતા પણ સામેલ છે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirએ આ નવી યાદી બહાર પાડી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ પ્રોગ્રામમાં ટેકનોલોજી પાર્ટનર છે. પાકિસ્તાનનો લાહોર અને ચીનનો ચેંદગૂ શહેર પણ આ યાદીમાં સામેલ છે. દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરમાં પંજાબ અને હરિયાણામાં સળગાવવામાં આવતી પરાલી અને દિલ્હીમાં ગાડીઓના પ્રદૂષણની…
ભારતમાં કોરોનાના કેસોમાં પ્રતિદિવસ આંશિક રીતે ઘટાડો વધારો નોંધાતો રહે છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં પાછલા 24 કલાકમાં 11,850 નવા કેસ નોંધાય છે. ભારતમાં પાછલા 24 કલાકમાં 555 લોકોએ કોરોના વાયરસના કારણે દમ તોડ્યો છે. આમ કોરોનાના કેસો ઘટાડો તો નોંધાઇ રહ્યો છે પરંતુ મૃત્યુના આંકડામાં પ્રતિદિવસનો વધારો-ઘટાડામાં ખુબ જ મોટો તફાવત આવી રહ્યો છે જે ચિંતામાં વધારો કરનાર છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર નવા કેસો સાથે ભારતમાં 1,36,308 સક્રિય કેસ છે. જે પાછલા 274 દિવસમાં સૌથી ઓછા છે. ઉલ્લેખનિય છે કે, જર્મની, ફ્રાંસ અને બ્રિટન સહિતના યૂરોપમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. તેવામાં ભારતમાં પણ કોરોના સંક્રમણમાં ધીમા પગલે…
દેશનો પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન હબીબગંજ નવા રૂપમાં બનીને તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે આનો લોકાર્પણ કરશે. હબીબગંજ સ્ટેશનનું નામ બદલવાની પણ તૈયારી છે. હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ હવે રાની કમલાપતિ રાખવામાં આવી શકે છે. આ પ્રસ્તાવ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલ્યો છે. રાજ્યના પરિવહન વિભાગે શુક્રવારે મોડી રાત્રે ગૃહ મંત્રાલયને એક પત્ર મોકલ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે, 16મી સદીમાં ભોપાલ ક્ષેત્ર ગોંડ શાસકોના નેજા હેઠળ હતો. રાની કમલાપતિએ પોતાના જીવનભર બહાદુરી સાથે અતિક્રમણકારીઓનો સામનો કરવામાં આવ્યો હતો. નવા બનેલા આ રેલવે સ્ટેશન પર હવે યાત્રીઓને શોપિંગ કોમ્પલેક્સ, હોસ્પિટલ, મોલ, સ્માર્ટ પાર્કિંગ, હાઈ સિક્યોરિટી સહિત…
ત્રિપુરામાં અનેક દિવસોથી ચાલી રહેલી હિંસાની આગ શુક્રવારે મહારષ્ટ્રના ત્રણ શહેરોમાં પણ જોવા મળી . મહારાષ્ટ્રના નાંદેડ,, માલેગાંવ અને અમરાવતીમાં બપોર પછી હિંસા ફેલાઇ હતી. જોકે, બપોર પછી હિંસક થયેલો માહોલ ત્રણેય શહેરોમાં સાંજ થતાં-થતાં પોલીસે કંટ્રોલ કરી લીધો હતો. હાલમાં ત્રણેય શહેરોમાં શાંતિ અને ભારી સંખ્યાબળમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. બંધ દરમિયાન નાંદેડ જિલ્લાના શિવાજીનગર વિસ્તારમાં ભારે પથ્થરમારો થયો છે. અહીં કેટલીક ગાડીઓમાં તોડ-ફોડ કરવામાં આવી છે. આ ઘટના બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવવા દરમિયાન થઈ હતી. કેટલીક જગ્યાએ પોલીસ સાથે જપાજપી થવાના સમાચાર પણ મળી રહ્યાં છે. જિલ્લાની બધા આલાધિકારી હાલ પણ પ્રભાવિત વિસ્તારોમાં હાજર છે અને…
કોરોનાના કારણે રેગ્યુલર ટ્રેનો પર થોડા સમય માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના કારણે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી રહી હતી. જોકે, હવે કોરોના કંટ્રોલમાં છે અને સ્થિતિ પણ ખુબ જ સુધરી ચૂકી છે, એવામાં રેલવે મંત્રાલયે મોટો નિર્ણય લેતા ફરીથી રેગ્યુલર ટ્રેનોને શરૂ કરી દેવાની જાહેરાત કરી છે. જાણકારી આપવામાં આવી છે કે, આગામી કેટલાક દિવસોની અંદર જ 1700થી વધારે ટ્રેનો, રેગ્યુલર ટ્રેનોના રૂપમાં રિસ્ટોર કરી દેવામાં આવશે. જાહેર કરેલા સર્કૂલરમાં તે પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, હવે ફરીથી પ્રી કોવિડવાળા રેટ લાગુ કરી દેવામાં આવશે. એટલે અત્યાર સુધી જે સ્પેશ્યલ ભાડૂ આપવામાં આવી રહ્યું હતુ, તે હવે…