યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર જેવા પાંચ રાજ્યોમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. યુપીમાં સાત તબક્કામાં ચૂંટણી થશે જ્યારે મણિપુરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે જ્યારે પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે. 10મી માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના વડા સુશીલ કુમારે જણાવ્યું કે પાંચેય રાજ્યોમાં કોરોનાને લઈ નિયમો ઘડવામાં આવ્યા છે. ડોર ટૂ ડોર પ્રચાર માટે પાંચ લોકોને જ પરમીશન આપવામાં આવશે. રાત્રે આઠ વાગ્યાથી પ્રચાર બંધ કરવામાં આવશે. કેમ્પેઈનમાં કોરોના ગાઈડલાઈનનું સખ્ત પાલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ ફિઝીકલ રેલી કાઢવા દેવામાં આવશે નહીં. વધુમાં વધુ વર્ચ્યુઅલ પ્રચાર પર ભાર મૂકવામાં આવશે.…
કવિ: Zala Nileshsinh Editor
યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણીને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના કાર્યક્રમ અને નિયમોની જાહેરાત કરવામાં આવી રહી છે. કોરોના સમયકાળમાં યોજાઈ રહેલી આ બીજી મોટી ચૂંટણી છે. આ ચૂંટણીમાં કોઈ પણ રોડ શો-જાહેર સભા અને નક્કડ મીટીંગો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડોર ટૂ ડોર પ્રચાર માટે પાંચ લોકોને જ પરમીશન રાત્રે આઠ વાગ્યાથી પ્રચાર બંધ થશે કેમ્પેઈનમાં કોરોના ગાઈડલાઈનનું સખ્ત પાલન કરાશે કોઈ પણ ફિઝીકલ રેલી કાઢવા દેવામાં આવશે નહીં વધુમાં વધુ વર્ચ્યુઅલ પ્રચાર પર ભાર મૂકવામાં આવશે જીત્યા બાદ વિજય સરઘસ કાઢવા દેવામાં આવશે નહીં મતદાનનો સમય એક ક્લાક વધારાશે નિયમોનાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે સાત તબક્કામાં થશે…
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમદાવાદ-રાજકોટ હાઈવેને સિક્સ લેન બનાવવાના ચાલી રહેલા કામનું પરિક્ષણ કરવા માટે અચાનક જ પહોંચ્યા હતા. અને કટારિયા, બગોદરા ખાતે ચાલતા કામનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાંથી પરત ફરતા તેમણે હાઈવે પર આવેલી હોટેલમાં સામાન્ય માણસની જેમ ખાટલા ઉપર બેસી અધિકારીઓ સાથે ‘ચા’ ની ચૂસકી માણી હતી. સીએમ પટેલને ખાટલા પર બેસી ચા પીતા જોઈને લોકોને નવાઈ લાગી હતી. અને કેટલાકે તેમની સાથે ફોટો પણ પડાવ્યા હતા. દાદાના હુલામણા નામે ઓળખાતા ભૂપેન્દ્ર પટેલ આ પહેલા પણ પોતાના મત ક્ષેત્રમાં આવતા શીલજ ગામમાં ચાની કિટલી પર કાર્યકરો સાથે ચા પીવા બેસી ગયા હતા, અને કાર્યકરો ઉપરાંત ગ્રામજનો સાથે…
ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલ રાજનીતિમાં જોડાશે કે કેમ તે અંગે વખતોવખત મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચા થયા કરે છે. આજે રાજકોટના કાગડવડ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખોડલધામ નરેશે રાજકારણમાં જોડાવા અંગે મહત્વનું અને મોટું નિવેદન આપ્યું છે. નરેશ પટેલે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું છે કે, ‘જો સમાજની લાગણી હશે તો હું જરૂરથી રાજકારણમાં જોડાઇશ. ચાર મહીનાના પ્રવાસમાં મને અનેક લોકોએ રાજકારણમાં જોડાવવા માટે આગ્રહ કર્યો છે. નરેશ પટેલે જણાવ્યું કે મહાસભામાં હું રાજનીતિમાં પ્રવેશ કરીશ કે નહીં તે અત્યારે કહી શકાય તેમ નથી. સમાજની લાગણીને ધ્યાનમાં રાખી મહાસભા રદ નથી રાખી પરંતુ મોકૂફ રાખવામાં આવી છે. ‘પાટીદારને શક્તિ પ્રદર્શનની…
ખોડલધામને આગામી 21 ડિસેમ્બરે પાંચ વર્ષ પુરા થતા હોય ભવ્ય પાટોત્સવ અને મહાસભાનું આયોજન હતું. પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાનો નિર્ણય લેવાયો છે. સાથે યોજાનાર મહાસભામાં લાખો લોકો એકઠા થાય તેમ હોવાથી મોકૂફ રાખવામાં આવી છે. કોવિડની સ્થિતિ સુધાર્યા બાદ આ મહાસભા યોજાનાર હોવાનું પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું. સાથે 4 માસનાં પ્રવાસમાં અનેક લોકોએ પોતાને રાજકારણમાં જોડાવા આગ્રહ કર્યો હોવાનું કહી આ અંગેનો નિર્ણય હવે પછી જાહેર કરવાનું પણ તેમણે કહ્યું હતું. નરેશ પટેલનાં જણાવ્યા મુજબ, 21 જાન્યુઆરીએ કાગવડ ખોડલધામ ખાતે કોવિંડ ગાઇડલાઇન મુજબ માત્ર 400 લોકોની હાજરીમાં પાટોત્સવ યોજાશે. જેમાં સોશિયલ મીડિયાનાં માધ્યમથી…
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક હોવાના મામલામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. આદર્શ પુરુષ એવા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સુવાક્યનો ઉલ્લેખ કરીને તેમણે કેન્દ્રના શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સીએમ ચન્નીએ સ્વતંત્રતા સેનાની સરદાર પટેલની તસવીર સાથે ટ્વિટ કર્યું, “જેમને કર્તવ્ય કરતાં જીવનની વધુ ચિંતા હોય, તેણે ભારત જેવા દેશમાં મોટી જવાબદારી ન લેવી જોઈએ!” અગાઉ એક ઈન્ટરવ્યુમાં, ચન્નીએ ભાજપના આરોપો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. ઈન્ટરવ્યુમાં ચન્નીએ કહ્યું હતું કે, “તેમના જીવને ક્યાં ખતરો હતો? તમારા એક કિલોમીટરના દાયરામાં કોઈ નહોતું. કોઈ પત્થર ફેંકવામાં આવ્યો ન હતો, કોઈ…
ગુજરાતના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારીમંત્રી કનુભાઈ દેસાઈએ સુરત શહેર-જિલ્લામાં કોરોનો સામેની પૂર્વ તૈયારીની પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, ત્રીજા વેવને અનુલક્ષીને દર્દીઓ માટે બેડ, ઓકિસજન બેડ, ઓકિસજન પુરવઠો, દવાઓના જથ્થા સહિતની તમામ બાબતોની ઉપલબ્ધતા અંગેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી વેવનો સામનો કરવા રાજય સરકારે તમામ પ્રકારની તૈયારીઓ આદરી દીધી છે અને સરકાર સંપૂર્ણપણે સુજ્જ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે નાગરિકોએ કોરોનાના બંને ડોઝ લીધા હોય તેઓ જ જાહેર સ્થળોએ પ્રવેશ મેળવે તે હિતાવહ છે અને…
દેશમાં ઘણી બધી જાહેર રજાઓ છે અને તેને વધારવાને બદલે ઘટાડવાનો સમય આવી ગયો છે. મુંબઈ હાઈકોર્ટે દાદરા અને નગર હવેલીમાં 2 ઓગસ્ટને જાહેર રજાના દિવસથી બાકાત રાખવાની અરજીને ફગાવી દેતી વખતે આ અવલોકનો કર્યા હતા. દાદર નગર હવેલીના રહેવાસીએ જાહેર રજા ડિકલેર નહીં કરવા બદલ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજકર્તાએ કહ્યું હતું કે આ દિવસે કેન્દ્રશાસિત પ્રદેશમાં રજા રહેતી હતી કારણ કે આ દિવસે અમને પોર્ટુગીઝ શાસનથી આઝાદી મળી હતી, તે 2020 સુધી મનાવવામાં આવી રહી હતી પરંતુ 2021થી બંધ કરી દેવામાં આવી છે. અરજીને ફગાવી દેતા, બેન્ચે એ પણ અવલોકન કર્યું કે “જાહેર રજાનો કોઈ કાયદેસર રીતે અમલ…
રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સરપંચ સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેવાના હતા પણ સીઆર પાટીલ હાજર ન રહેતાં ભાજપ પ્રદેશ પ્રમુખની ગેરહાજરીમાં આ કાર્યક્રમ થયો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે નિકળ્યા હતા પણ ખરાબ વાતાવરણના કારણે સી.આર પાટીલનું હેલિકોપ્ટર ઊડી નહોતું શક્યું. સી. આર. પાટીલ અમદાવાદ એરપોર્ટ ઉપર બે કલાકથી પણ વધારે સમય રોકાયા પણ ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટર ઊડી ન શક્યું તેથી તેમણે પાછા જવું પડ્યું હતું. સી.આર. પાટીલની ગેરહાજરીમાં રાજય કક્ષાના પ્રધાન અરવિંદ રૈયાણી બાઈક રેલીમાં જોડાયા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં ભાજપ…
અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી વડોદરામાં ઝડપથી ચાલી રહી છે, જેમાં જમીન સંપાદન, અડચણો દૂર કરવાનું અને વળતર ચૂકવવાનું કામ ૯૮ ટકા પૂર્ણ થઇ ગયું હોવાનો દાવો તંત્ર દ્વારા થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ સાકાર થતાં વડોદરાનો સ્ટેશન વિસ્તાર પેસેન્જર હબ બની જશે, તેમ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરામાં બુલેટ ટ્રેન માટેનું જમીન સંપાદન, રૂટમાં આડે આવતાં મકાન, દીવાલો અને નડતરરૂપ બાંધકામોનું ડિમોલિશનનું કામ પણ ૯૮ ટકા પૂર્ણ થઇ ગયું છે. વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન હાલ જ્યાં રેલવે સ્ટેશન છે ત્યાં પ્લેટફોર્મ નંબર-૭ની બાજુમાં જ બનાવવામાં આવશે. આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં બુલેટ…