સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબે ગુરુવારે ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે મહિલાના માથા પર થૂંકતો જોવા મળ્યો હતો. હવે, સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટે વીડિયો મેસેજ દ્વારા માફી માંગી છે. જણાવી દઈએ કે જાવેદ હબીબનો મહિલાના વાળ પર થૂંકતો વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો તે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં હબીબની વર્કશોપ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન શૂટ કરવામાં આવ્યો હતો. તેના માફીના વીડિયોમાં, જાવેદ હબીબે કહ્યું હતું કે વર્કશોપ દરમિયાન “હ્યુમર” ઇરાદા સાથે આવી વસ્તુઓ ઘણીવાર કરવામાં આવે છે. જો કે, જો આના કારણે કોઈને દુઃખ થયું હોય, તો…
કવિ: Zala Nileshsinh Editor
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. તેમજ રાજ્યનાં તમામ જિલ્લાઓમાં IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે વિવિધ જિલ્લામાં પ્રભારી સચિવની નિમણુંક કરવામાં આવી છે. બીજીતરફ મુખ્યમંત્રીએ પોતાના 15 જાન્યુઆરી સુધીના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. અને કલેક્ટરો તેમજ મ્યુ. કમિશ્નરો સાથે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કાર્યવાહી ઝડપી બનાવવા આદેશો કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જિલ્લાઓના પ્રભારી સચિવની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. આ અનુસાર અમદાવાદ પ્રભારી તરીકે સચિવ મુકેશ કુમારને નિમાયા છે. તો રાજકોટમાં રાહુલ ગુપ્તા, વડોદરામાં વિનોદ રાવની નિમણૂક…
ખોડલધામને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ખોડલધામમાં પાટોત્સવ સમારોહમાં જનમેદની ભેગી કરવાનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. કોરોના સંક્રમણની વધી રહેલી સ્થિતિને જોતા ખોડલધામ ટ્રસ્ટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. ખોડલધામનો સમગ્ર પાટોત્સવ સમારોહ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે. લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આથી ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની વાત હતી પરંતુ કોરોનાની સ્થિતિ જોતા જનમેદની એકઠી કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ પાટોત્સવમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રધાનો સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહેવાના…
પંજાબના ફિરોઝપુર જતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાએ આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા છે. જે અંતર્ગત અનેક રાજ્યોમાં ભાજપ દ્વારા PM મોદીનાં દીર્ઘાયુષ્ય તેમજ સોનિયા અને રાહુલ ગાંધીને સદબુદ્ધિ મળે તે માટે ખાસ મહા મૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની ચાર વિધાનસભા બેઠક વિસ્તારમાં શહેર ભાજપના મોવડીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં પીએમનાં દિર્ઘાયુષ્ય માટે તેમજ ભગવાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સદ્બુદ્ધિ અર્પે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. જાણવા મળતી વિગત મુજબ, આજે 68-વિધાનસભા વિસ્તારમાં ઉપલાકાંઠે,જ્યારે વિધાનસભા-69 માટેના યજ્ઞનું આયોજન પંચનાથ મંદિર,…
ગુજરાતમાં કોરોનાનાં વધી રહેલા કેસોને લઈ કોંગ્રેસે રાજકીય કાર્યક્રમો બંધ રાખવાની જાહેરાત કરી છે તો સાથો સાથ કોવિડ પ્રોટોકોલ પ્રમાણે કોરોનાનો સામનો કરવા સરકારની નિષ્ફળતા લોકો સુધી લઈ જવાની પણ તેમણે વાત કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું મોડે મોડે સરકાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ મોકુફ રાખી છે. પણ સરકારે સમક્ષ માંગ છે કે અત્યાર સુધી થયેલી વાયબ્રન્ટ સમિટ અંગે વ્હાઈટ પેપર બહાર પાડવામાં આવે કે વાયબ્રન્ટ સમિટમાં શું-શું કરવામાં આવ્યું છે. કોંગ્રેસે સરકારને સમિટ રદ્દ કરવા અપીલ પણ કરી હતી. તેમણે જણાવ્યું કે કોરોના વધી રહ્યો હોવા છતાં સરકાર અને ભાજપના કાર્યક્રમો સતત ચાલી રહ્યા છે. ગુજરાત સરકાર…
ભરૂચ ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિરુદ્ધ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને એક સણસણતો પત્ર લખ્યો છે, જેમાં એમણે પોલીસ BTP-કોંગ્રેસ સામે મુકપ્રેક્ષક બની ગઈ હોવાનો તથા ગુનેગારોને છાવરતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. MP મનસુખ વસાવાના આ આક્ષેપ બાદ પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિરુદ્ધ આવા ગંભીર આક્ષેપો લગાવવાનો વારો કેમ આવ્યો એનું મૂળ કારણ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ બનેલી ઘટનાઓ છે. જે ઘટનાઓને ટાંકી એમણે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરી છે. સાંસદ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે, સરપંચની ચૂંટણીમાં BTP અને કોંગ્રેસના હારેલા ઉમેદવારોએ વિજેતા થયેલા ઉમેદવારો પર જીવલેણ હુમલાઓ કર્યા…
ગુજરાતમાં જે રીતે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને સંક્રમણ પણ સતત વધી રહ્યું છે, તેને ધ્યાનમાં લઈને 10 જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022 ઈવેન્ટને રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જાહેર જનતાના હિતને ધ્યાનમાં લઈને અને જાહેર જનતાના આરોગ્યની ચિંતા કરીને આ વાઇબ્રન્ટ સમિટ રદ કરી છે. રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનું જાહેર કર્યું છે. એ ખુબ જ સરાહનીય પગલું છે જેના થકી આવતા સમયની અંદર હાલ પરિસ્થિતિમાં જે કોરોના કેસ વધી…
ગુજરાત કોંગ્રેસ દ્વારા નવી નિમણૂંકોનો દોર શરુ કરવામાં આવ્યો છે. તેમા સુરત કોંગ્રેસના માઈનોરીટી સેલમાં નવી નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંકમાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે એક નહીં બબ્બે કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આમાં એવું કહેવાય છે કે સુરતમાં વર્ષોથી એકચક્રી રીતે ચાલી રહેલા ગોડફાધરીયા કલ્ચર પર મોટી કાતર ફેરવવામાં આવી છે. સુરત માઈનોરીટી સેલમાં કાર્યકારી પ્રમુખ તરીકે મુકદ્દર રંગુનીની સાથે પૂર્વ કોર્પોરેટર લાલખાન પઠાણની પણ વરણી કરવામાં આવી છે. લાલ ખાન પઠાણ કદીર જૂથના મનાય છે. અત્યાર સુધી સુરત કોંગ્રેસમાં માઈનોરીટીના મામલે કદીર જૂથનો હાથ ઉપર રહેતો હતો. પરંતુ માઈનોરીટી સેલમાં કાર્યકારોની માંગ અને…
પંજાબમાં જ્યાં કીસાન આંદોલન બાદ ભાજપને પગ મુકવાની જગા નથી બચી ત્યાં લોકાર્પણ રેલી કરવા ગયેલા પીએમ મોદી કીસાનોના વિરોધને એમની હત્યાના કાવતરામાં ખપાવી રાજકીય લાભ મેળવવાની નૌટંકી કરી રહ્યા હોવાનું ગુજરાત કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે. આ સમગ્ર દેશના ખેડુતોનું અપમાન છે. જયરાજસિંહે જણાવ્યું કે લોકશાહીમાં વિરોધ કરનાર ખેડુતોને પોતાની હત્યાની સાજીશમાં ખપાવવા રાજકીય રોકકળ કરતા વડાપ્રધાનની જીદના કારણે સાતસો જેટલા કીસાનોએ જીવ ગુમાવ્યા છે. દીલ્હીને ઘેરીને બેઠેલા આ ખેડુતો પર વોટર કેનન, લાઠી-ગોળી, લોખંડના ખીલા ઉપરાંત બહારના તત્વો મોકલી હુમલા કરાવ્યા બાદ પણ મોદી સરકાર સામે અડગ રહેનાર આ ખેડુતોએ તો પોતાના ઘેર પહોચી ” હાશ મોદીની…
દાહોદ જિલ્લામાં આગામી ઉત્તરાયણના પર્વને લઇને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે તહેવારના ઉત્સાહમાં કોઇને નુકશાન ન થાય એ જોવું પણ જરૂરી છે. ચાઇનીઝ તુક્કલોથી આગ લાગવાના બનાવો, પ્લાસ્ટીક-સિન્થેટીક ચાઇનીઝ દોરીથી પક્ષીઓની સાથે સાથે માણસો પણ જાન ગુમાવે છે. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. આગામી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ તા. ૫ જાન્યુઆરીથી આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી કેટલાંક પ્રતિબંધો મૂકયા છે. આ હુકમનો ભંગ કરનાર સામું કાયદેસરની કાર્યવાહી કરાશે. જાહેરનામા મુજબ, પતંગ ચગાવવા માટે કાચનો પાવડર ઘસીને તૈયાર કરેલી પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ બનાવટની દોરી-માંઝાનો ઉપયોગ કરવો નહી. સ્કાય લેન્ટર્ન એટલે…