પંજાબના ભટીંડામાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ખામી હોવાનો મુદ્દે રાજનીતિ ગરમ થઈ ગઈ છે. ભાજપ-કોંગ્રેસ સામ-સામે આવી ગયા છે ત્યારે ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અને યુવા નેતા હાર્દિક પટેલે ઉપરાછાપરી ત્રણ ટ્વવિટ કરીને જવાબ આપ્યો છે અને પીએમ મોદી સહિત ભાજપને સવાલો કર્યા છે. प्रधानमंत्री जी आप भूल रहे है, आप की गलत नीतियों के कारण तीन काले कृषि कानून लागू हुए थे और इसी कारण 700 किसानों ने अपनी जान गंवाई। यह सब हुआ इसके कारण आज पंजाब में किसानों ने आप का विरोध किया है और आपको सुनने के लिए कोई आदमी भी नहीं आया। गंदी राजनीति कर देश…
કવિ: Zala Nileshsinh Editor
ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના નિધનના કારણે ખાલી પડેલી બેઠક પર યોજાનાર પેટા ચૂંટણીમાં મહેન્દ્ર પટેલ ઉમેદવારી કરે તેવી શક્યતા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ડીએમસી, સુરતના કમિશનર તરીકે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મદદ કરનાર તથા આનંદીબેન પટેલના નજીકના ગણાતા મહેન્દ્ર પટેલ હાલ ભાજપમાં હોદ્દા પર કાર્યરત છે. પૂર્વ આઇએએસ મહેન્દ્ર પટેલ અમદાવાદમાં ડે.કમિશ્નર ઉપરાંત કચ્છ અને સુરતમાં કલેક્ટર તરીકે ફરજ નિભાવી ચૂક્યાં છે. એવી ચર્ચા છેકે, સુરતમાં મહેન્દ્ર પટેલ કલેક્ટર તરીકે હતા તે વખતે હાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ઘરોબો કેળવાયેલો હતો. આ જ મહેન્દ્ર પટેલ છેલ્લા કેટલાંય વખતથી રાજકારણમાં સક્રીય થયા છે. ઉંઝામાં આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી…
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપનાં બે દિગ્ગજોએ લવ જેહાદ મુદ્દે અતિ મહત્વનાં નિવેદનો આપ્યા હતાં. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં હિન્દુ દીકરીઓની સુરક્ષા કરાશે. જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને ષડયંત્ર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, દીકરીઓ ફંસાવનારાઓને નહીં છોડવામાં આવે. દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત રિવરફ્રન્ટમાં ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ યોજાયો હતો. વડા પ્રધાન મોદીને આશીર્વાદ આપવા આ મંચ પર રાજ્યના 900 સંતો હાજર રહ્યા હતા. જેમાં સી એમ ભુપેન્દ્ર પટેલ , પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહીત…
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાહતુક હવાઈ સેવાઓમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરના મૂલ્ય વર્ધિત વેરાના દરમાં 20 % નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે , આ ઘટાડો ગઈકાલ મધ્યરાત્રીથી અમલમાં આવશે. જેને લઈને આગામી દિવસોમાં હવાઈ મુસાફરી સસ્તી બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી દ્વારા ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જાણકારોના કહેવા મુજબ, મુખ્યમંત્રીના આ પ્રજાલક્ષી નિર્ણયને કારણે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ ગત 13મી ડિસેમ્બરે ATF ના દરોમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યારે હવે આ વધુ 20…
ગાંધીનગર સચિવાલયમાં ખળભળાટ વ્યાપી ગયો છે. આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોનાની ઝપટમાં આવ્યા બાદ વધુ ચાર આઈએએસ અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સચિવાલયમાં આના કારણે ભારે ગભરાટનું વાતાવરણ નિર્માણ થઈ જવા પામ્યું છે. જે અધિકારીઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે તેમાં આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે, પ્રિન્સીપાલ સેક્રેટરી જેપી ગુપ્તા, ટુૂરિઝમ સેક્રેટરી હરીત શુકલા, મ્યુનિસિપાલિટી કમિશનર રાજકુમાર બેનીવાલનો સમાવેશ થાય છે.
ઉત્તર પ્રદેશમાં આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને વડાપ્રધાન અનેક વખત ઉત્તર પ્રદેશની મુલાકાત લઈ ચુક્યાં છે. અહીં એમણે કરોડો રૂપિયાના વિકાસના કામોનું લોકાપર્ણ કર્યુ છે. ઉત્તર પ્રદેશ બાદ હવે તેઓ ગુજરાતના પ્રવાસે આવશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવશે. મોદી માર્ચ મહિનાથી ગુજરાતનો પ્રવાસ કરશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીના ગુજરાતમાં 12 જેટલા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ છે. મોદી મહિલા મોરચા અને યુવા મોરચાના મહાસંમેલન યોજાશે, જેમા તેઓ મહિલા અને યુવાઓને આહવાહન કરશે. ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા હવે એક દિવસ, એક જિલ્લો નામની એક નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે. આ આયોજન અંતર્ગત ગુજરાત…
ગુજરાત સરકારે રાજ્ય સંચાલિત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (ગેટકો) માટે ઓનલાઈન ઈજનેર ભરતી પરીક્ષામાં ગેરરીતિઓના આરોપોની તપાસના આદેશ આપ્યા છે. પરીક્ષા 4 જાન્યુઆરી, મંગળવારથી શરૂ થઈ હતી અને આગામી ત્રણ દિવસ સુધી આયોજિત કરવામાં આવશે. આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્ય એકમના યુવા પાંખના નેતા યુવરાજસિંહ જાડેજાએ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે કેટલાક વચેટિયાઓ કેટલાક સરકારી અધિકારીઓ અને ઓનલાઈન પરીક્ષાનું સંચાલન કરતી ખાનગી એજન્સી સાથે મળીને ઉમેદવારોને પરીક્ષા પાસ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કલાકો પછી, રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આક્ષેપોની તપાસના આદેશ આપ્યા છે. વાઘાણી રાજ્ય સરકારના…
ગુજરાતમાં કોરોાની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. મહામારીની ઝપટમાં અનેક લોકો આવી રહ્યા છે. હવે કોરોનાનો ડોળો ગુજરાતના આરોગ્ય વિભાગ પર મંડરાયો હોવાનું વિદિત થઈ રહ્યું છે. ગાંધીનગર સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ મનોજ અગ્રવાલ હોમ આઇસોલેટ થઈ ગયા છે અને તેઓ ઘરે જ રહીને સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય અગ્ર સચિવ કોરોનાની ઝપટમાં આવતા ગાંધીનગર સચિવાલયમાં ભારે ગભરાટ ફેલાયો છે. ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ અને વિભાગમાં કામ કરતા કર્મચારીઓમાં છૂપો જોવા મળી રહ્યો છે.
સુરતમાં આવેલા હજીરા ખાતેની આર્સેલર મીત્તલ-નિપોન સ્ટીલ કંપનીએ કરેલું સરકારી જમીન ઉપરનું દબાણ હટાવવા અને પ્રદૂષણ ઉપર નિયંત્રણની કાર્યવાહી કરવાને બદલે ભાજપની ભ્રષ્ટાચારી ગુજરાત સરકાર પોતાના મળતીયા ઉદ્યોગ ગૃહ આર્સેલર મિત્તલ-નિપોન સ્ટીલ-AMNSને ૨૪ લાખ ૭૭ હજાર ચોરસ મીટર જમીન કાયદા કાનુનને નેવે મુકીને પાણીના ભાવે મુલ્યાંકન કરીને રૂ.૯,૬૮૧ કરોડનું કૌભાંડ કરવા જઈ રહી હોવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવડિયાએ દસ્તાવેજી પુરાવાઓ સાથે આક્ષેપ કર્યો હતો. અર્જુન મોઢવડિયાએ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે સામાન્ય નાગરીકે ૧૦૦-૨૦૦ વારનું દબાણ કર્યું હોય તો તેમને લેન્ડ ગ્રેબીંગમાં ફીટ કરીને જેલમાં ધકેલી દેનાર ભાજપની સરકાર વિદેશી આર્સેલર મિત્તલ-નિપોન સ્ટીલ-AMNSનું લાખો…
મુંબઈ પોલીસે ‘બુલ્લી બાઈ’ કેસની મુખ્ય આરોપી મહિલાની ધરપકડ કરી છે. મહિલા પર બુલ્લી બાઈ નામની એપ દ્વારા મુસ્લિમ મહિલાઓની તસવીરો અપલોડ કરવાનો અને તેની હરાજી કરવાનો આરોપ છે. ઉત્તરાખંડમાંથી ધરપકડ કરાયેલી મહિલા પર એપ દ્વારા મુસ્લિમ મહિલાઓની તસવીરો અપલોડ કરવાનો અને તેમના માટે બોલી લગાવવાનો આરોપ છે. મહિલાને તપાસ માટે મુંબઈ લાવવામાં આવી રહી છે. તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે ઉત્તરાખંડ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે કોર્ટે ‘બુલ્લી બાઈ’ એપ કેસમાં ધરપકડ કરાયેલા એન્જિનિયરિંગ વિદ્યાર્થીને 10 જાન્યુઆરી સુધી મુંબઈ પોલીસની કસ્ટડીમાં મોકલી દીધો છે. બુલ્લી બાઈ નામના વિવાદાસ્પદ એપ કેસમાં મુંબઈ પોલીસને વધુ એક સફળતા મળી છે. આ કેસમાં મુખ્ય…