કવિ: Zala Nileshsinh Editor

સસ્તી પ્રસિદ્ધિ માટે સોશ્યલ મીડિયા પર લોકો ભાન ભૂલી રહ્યાં છે. જેઓ કેટલીકવાર પોતાના જીવ સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકવાની સાથે જ ક્યારેક ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. એટલું જ નહીં આવી સસ્તી પ્રસિદ્ધિની લ્હાયમાં કાયદાની આંટીધુટીમાં પણ આવી જાય છે. ત્યારે ભરૂચ કેબલ બ્રિજ પર આવા 4 યુવકો જોવા મળ્યા હતા. જેમણે ચાલુ બાઈકે ઘાતક હથિયારો સાથે ફરતા હોવાનો એક વિડીયો બનાવતા આ વિડીયો ભારે વાયરલ થયો છે. અને પોલીસ દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. તાજેતરમાં જ સુરતમાં બે યુવાનોએ હથિયારો સાથે ભાઈગીરીનો વિડીયો બનાવ્યો હતો. હવે ભરૂચના કેબલ બ્રિજ ઉપર બે બાઇક ઉપર 4…

Read More

ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ થયાનાં આરોપ બાદ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રતિક્રિયા આપવામાં આવી હતી. સાથે જ આગામી ભરતી વિશેની માહિતી આપવામાં આવી છે. જેટકો દ્વારા જુનિયર એન્જિનિયર અને સિવિલ અને એલેન્ટિકની 352 જગ્યાઓની ભરતી અને 500 જેટલા વેઈટિંગ એમાં રાખવાની જોગવાઈ છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો અભિગમ પારદર્શક પરીક્ષા લેવાનો છે. તેમણે આજના આક્ષેપ વિશે જણાવ્યું હતું કે, માહિતી હોય તે એકત્ર કરી ભુતકાળમાં પગલાં લીધા છે, તેવી રીતે આગામી સમયમાં પગલા લેવાશે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના 22 સેન્ટરો પરથી આજથી પરીક્ષા શરૂ થઈ છે અને 7 જાન્યુઆરી સુધી આ…

Read More

ઉંઝાના ઉમિયા ધામની બગાડોર ભાજપના અમદાવાદ દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલના હાથમાં આવી છે. વિવાદો વચ્ચે તેમની વરણી કરવામાં આવી પણ ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા શાંતિથી અને સુપેરે પાર પાડવામાં આવી છે. બાબુ જમના પહેલા ઉમિયા ધામના પ્રમુખ પદે મણીભાઈ પટેલ કાર્યરત હતા. કડવા પાટીદાર સમાજ માટે ઉમિયા ધામ આસ્થાનું મોટું કેન્દ્ર છે. હાલમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા પાટીદાર એક્તા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અને ઉમિયા ધામમાં રાજકીય નિમણૂંક થવાના કારણે સીધી રીતે રાજકીય ફાયદો ભાજપને જ થવાનો છે.   રાજકીય રીતે પણ ઊંઝા ઉમિયા ધામ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. બાબુભાઇ પટેલે સમાજ…

Read More

ગાંધીનગરમાં આરોગ્ય કમિશનરની કચેરીમાં ભારે ધમાચકડી સર્જાઈ હતી. આરોગ્ય કમિશનર સમક્ષ મહિલા આરોગ્ય કર્મચારીની બદલીને લઈ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કચેરીને માથા પર લઈ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ કચેરીની બહાર જ ધરણા પર બેસી ગયા હતા. મામલો હતો એક આરોગ્ય કર્મીની બદલીનો. બાયડ બેઠકનાં કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલે પ્રથમ બદલી માટે ખાસ્સી એવી રજૂઆત કરી હતી પણ યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે તેમણે ધરણાનું શરણ શોધ્યું હતું. બાદમાં આરોગ્ય કમિશનર દ્વારા બદલી અંગે ધરણા પર બેઠેલા ધારાસભ્યને યોગ્ય કરવાની ખાતરી આપતાં તેમને ધરણાં આટોપી લીધા હતા.

Read More

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી કોરોના પોજીટીવ કેસોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, એવામાં નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો હતો. ત્યારે કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શૉના આયોજન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આર્થિક ગતિવિધિઓએ વેગ પકડ્યો છે. અમદાવાદમાં જે ફ્લાવર શોનું આયોજન થવાનું છે, તે કોરોના પ્રોટોકોલના પાલન સાથે કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગ સાથે જરૂરી પરામર્શ કરીને ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તકે આરોગ્ય મંત્રીને કોરોના કેસમાં સતત વધારો થતા શું રાજ્યમાં ફરીથી લૉકડાઉન આપવામાં આવશે તેવો પ્રશ્ન…

Read More

ગાંધીનગર સ્થિત મોટા નેતાની પુત્રવધૂને કોઈ કથિત રીતે કોન્ટ્રાક્ટર ભગાડી ગયા પછી તેને પરત મેળવીને પિયરમાં મોકલી દીધી હોવાની ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની છે, પરંતુ તેની કોઈ ફરિયાદ કે અરજી થઈ હોવાનું જાણવા મળતું નથી. આ ચર્ચાએ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારે ચર્ચા જગાવી હોવાનું જાણવા મળે છે. આ અંગે સૌરાષ્ટ્રના મીડિયામાં રિપોર્ટ પણ પ્રસિદ્વ થયા છે. સૌરાષ્ટ્રના મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાતના મોટા નેતાની પુત્રવધૂને કોઈ ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર ભગાડી ગયો અને પુત્રવધૂને પરત મેળવીને નેતાએ કોન્ટ્રાક્ટરને ચેતવણી આપીને જવા દીધો, તે પ્રકારની ચર્ચા આજે સવારથી જ ટોક ઓફ ધ સ્ટેટ બની છે. આ પ્રકારના અહેવાલોમાં પ્રેસ-મીડિયા ઉપરાંત રાજકીય વર્તુળોમાં…

Read More

ગુજરાતનાઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને, નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો મહત્વનો નિર્ણય તા.૩૦/૧૨/૨૦૨૧ના ઠરાવથી કર્યો છે. ઊર્જામંત્રીએ ઉમેર્યુ કે, RoW Corridor(Right of Way Corridor) (ટ્રાન્સમિશન લાઇનના રેષાઓની પહોળાઇ)ના કારણે જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના ૭.૫% બદલે બમણુ એટલે કે,૧૫% લેખે ચૂકવણું કરાશે. તળાવ ઝાડ તથા અન્ય ઝાડના નુકશાન પેટે વળતર ચૂકવતી વખતે વળતરના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરેલ તા.૧૨.૦૧.૨૦૨૧ ના પરિપત્ર તેમજ ત્યાર બાદ…

Read More

ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો દારુ પીધાનો એફએસએલ રિપોર્ટ પોઝીટીવ આવતા આજે તેઓ ગાંધીનગરમાં આવેલી ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસ સ્ટેશનમાં તેમની ધરપકડ બતાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પહેલા ઈસુદા ગઢવીએ ભાજપ પર આરોપ મૂક્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે. ઈસુદાને ગુજરાત ભાજપના પ્રુમુખ સીઆર પાટીલ પર એફએસએલ રિપોર્ટ બદલવાનો આરોપ મૂક્યો હતો. ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં તેમણે પોતાનાં રિપોર્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનું જણાવીને ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે રિપોર્ટ બદલાવ્યો હોવાનો વળતો આક્ષેપ કર્યો છે. સાથે પોતે ક્યારેય દારૂ નહીં પીધો હોવાનાં…

Read More

આપ નેતા ઇસુદાન ગઢવીનો લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે પોતાનાં રિપોર્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનું જણાવીને ભાજપ અધ્યક્ષ પાટીલે રિપોર્ટ બદલાવ્યો હોવાનો વળતો આક્ષેપ કર્યો છે. સાથે પોતે ક્યારેય દારૂ નહીં પીધો હોવાનાં માતા મોગલનાં સોગંધ ખાઈને આ માટે પોતાનો લાઈ ડિટેક્ટર કે બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. ઈસુદાનનાં જણાવ્યા મુજબ, બ્રેથ એનેલાઈઝરમાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મને પકડ્યો ત્યારે કોઈ ગંધ આવતી નહોતી. મારા પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો. હું મોગલ અને સોનલ માને માનું છું અને સોગંદ ખાઈને કહું છું કે મેં ક્યારેય દારૂ…

Read More

ભારતમાં કોરોના વાયરસના ત્રીજા પ્રકાર ઓમિક્રોનનાં કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો નવી દિલ્હી પછી મહારાષ્ટ્ર છે. તાજેતરના સમયમાં બોલિવૂડની અનેક હસ્તીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કરીના કપૂર ખાન, અમૃતા અરોરા, મહિપ કપૂર, શનાયા કપૂર, મૃણાલ ઠાકુર અને અન્ય. અને હવે નિર્માતા એકતા કપૂરે પણ કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ કર્યો છે. અહેવાલ મુજબ એક્તા હાલમાં હોમ ક્વોરોન્ટાઇન હેઠળ છે. નિર્માતાએ તેના તમામ મિત્રો અને પરિવારજનોને પણ ટેસ્ટ કરાવવા કહ્યું છે. View this post on Instagram A post shared by Erk❤️rek (@ektarkapoor) ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી એકતા કહ્યું છે કે અધિકારીઓ દ્વારા જરૂરી તમામ…

Read More