મોરબીના હળવદમાં આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પડતા-પડતા માંડ બચ્યા હતા. ગુજરાત પ્રજાપતિ સમાજના કાર્યક્રમમાં સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ સીઆર પાટીલ માંડ માંડ બચી શક્યા હતા કારણ કે નીચે ઉતરતી વખતે સીડીનો એક ભાગ પડી ગયો હતો. લોકો ફોટો માટે પડાપડી કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. સી.આર.પાટીલ આજે હળવદના નકલંક ધામ ખાતે પ્રજાપતિ સ્નેહમિલન અને શૈક્ષણિક શંકુલના ઉદ્વાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી બ્રિજેશ મેરજા, કિરીટસિંહ રાણા, સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહન કુંડારીયા તેમજ ભાજપના અગ્રણી આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. સી. આર. પાટીલ રામદેવજી મહારાજ પાસે ગયા…
કવિ: Zala Nileshsinh Editor
આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઈસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ એફએસએલને મોકલવામાં આવ્યો હતો.એફએસએલ સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. હવે ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવશે. મહત્વનું છે આપ નેતા ઈસુદાન ગઢવીને હમણાં બે દિવસ પહેલા જ જામીન મળ્યા છે. 10મી તારીખે ભાજપના કાર્યાલય કમલમ ખાતે આપ દ્વારા પેપર લીક કૌભાંડ અને અસિત વોરાના રાજીનામાની માંગ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપની મહિલા કાર્યકરે ઈસુદાન ગઢવીએ દારુ પીધો હોવાનો આરોપ મૂક્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પ્રારંભિક તપાસમાં ઈસુદાને દારુ પીધો ન હોવાનું જણાવાયું હતું પણ…
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં સુશાસન સપ્તાહની પૂર્ણાહૂતિ કરી હતી. આ પ્રસંગે તેમણે કેટલીક યોજનાઓ ખૂલ્લી મૂકી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે શહેરોની માફક ગામડામાં પણ આવાસ યોજનાઓની કામગીરી સરકાર કરી રહી છે. રાજકોટમાં સુશાસન સપ્તાહના સમાપન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડો-અમેરિકન પોર્ટેબલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં સીએમએ મેયર બંગલા ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેઓએ કાર્યકરોને ટકોર કરતા કહ્યું હતું કે, કોરોનાની સ્થિતિ હાલ કાબૂમાં છે. હાલના તબક્કે નિયંત્રણો નાખવાની કોઈ જરૂરિયાત દેખાતી નથી. માસ્ક અંગે કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે, પહેલા ભાજપનો કાર્યકર માસ્ક પહેરે, લોકોને દંડ કરતા પહેલા આપણે નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઇએ.…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સુરત મહાનગરપાલિકાનાં 200 કરોડથી વધુના પ્રોજેકટના લોકાપર્ણ અને ખાતમુહુર્ત ઉપરાંત તાપી પૂજન, સાયકલોથોન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં ભાજપના તમામ નગર સેવકોને હાજર રહેવા આદેશ અપાયો હતો. એટલુ જ નહીં જે કોર્પોરેટર્સ હાજર રહ્યા હતાં તેમનું રજિસ્ટર પણ બનાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં ભાજપના ગેરહાજર રહેલા 26 નગરસેવકોની ગંભીર નોંધ લેવામાં આવી હતી તેમજ શાસકપક્ષ નેતા અમિતસિંહ રાજપૂતના માધ્યમથી ગેરહાજર રહેલા તમામ નગર સેવકોને નોટિસ ફટકારી કાર્યક્રમમાં ગેરહાજર રહેવાનું કારણ આપવા જણાવવામાં આવ્યું હતું. જે પૈકી હજી માત્ર 9 જ સભ્યોએ લેખિતમાં ખુલાસો આપ્યો છે. મોટા ભાગના સભ્યએ માંદગીનું કારણ રજુ કર્યું છે. જયારે બે સભ્યએ…
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરુપે પૂર્વ સીએમ રુપાણીના હોમ ટાઉનમાં આવ્યા હતા. આ ટાણે પૂર્વ સીએમ રુપાણી સ્ટેજ પર જોવા મળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની સોગંધવિધિ બાદ લાંબાગાળે બન્ને નેતાઓ મળ્યા હતા. એકબીજાનું અભિવાદન કરતાં જોવા મળ્યા. પહેલી વખત છે કે શપથવિધિ બાદ વિજય રુપાણી અને ભૂપેન્દ્ર પટેલ સામ-સામે થયા હતા. પણ આ વખતે પ્રોટોકોલ બદલાઈ ગયો હતો. આજે કેન્દ્ર સ્થાનમાં ભૂપેન્દ્ર પટેલ હતા. પૂર્વ સીએમ વિજય રુપાણીએ સંબોધનમાં મોદી સરકારના વખાણ કર્યા હતા. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળને યાદ કર્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ સુશાસન સપ્તાહની ઉજવણીનો સમાપન સમારોહ રાજકોટ ખાતે આયોજિત કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર…
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસ વચ્ચે WHOએ નાઇટ કર્ફ્યુ પર ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે જ્યારે ભારતમાં કોરોનાના નવા પ્રકાર સાથે કામ કરવાની વાત આવે છે ત્યારે આ નાઇટ કર્ફ્યુ પાછળ કોઈ વિજ્ઞાન નથી. એક ટીવી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ભારત જેવા દેશે વાયરસના ફેલાવાને રોકવા માટે વિજ્ઞાન આધારિત નીતિઓ ઘડવી જોઈએ. નાઈટ કર્ફ્યુ જેવી બાબતો લાદવા પાછળ કોઈ વિજ્ઞાન નથી. કોરોનાને રોકવા માટે પુરાવા આધારિત પગલાં લેવા પડશે. સરકારે અનુસરવા જોઈએ તેવા જાહેર આરોગ્ય પગલાંની સંપૂર્ણ સૂચિ છે. સ્વામીનાથને કહ્યું કે મનોરંજનના સ્થળો એ એવી જગ્યાઓ છે જ્યાં વાયરસ સૌથી…
ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ પર હંગામાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા આપના નેતાઓ જેલમાંથી બહાર આવ્યા હતા. આપના કાર્યકરોને સંબોધન કરતાં આપના નેતાઓએ પેપર લીક કૌભાંડ અને અસિત વોરાના રાજીનામાની માંગ સાથે આંદોલન કરવાનું એલાન કર્યું છે. આપ ગુજરાતના સહ-પ્રભારી ગુલાબસિંહે કહ્યું કે પાછલા 27 વર્ષનો ગુજરાતમાં ભાજપના ઈતિહાસ પર નજર કરીએ તો મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ 27 વર્ષમાં કરી ન શકી તે આપે કરી દેખાડ્યું છે. 28 મહિલાઓ જેલમાં ગઈ. સમગ્ર ગુજરાતમાં આપની ચર્ચા થઈ રહી છે. પહેલી વાર ગુજરાતમાં વિપક્ષ મળ્યો છે, પહેલાં વિપક્ષ હતો નહીં. તેમણે સીઆર પાટીલને સંબોધીને કહ્યું કે સીઆર પાટીલને કહેવા માંગું છું કે અમે…
ગુજરાતમાં કોરોનાના નવા 573 કેસ નોંધાયા છે. અરવલ્લી અને રાજકોટમાં કોરોનાથી એક – એકના મોત થયા છે. ગુજરાત સરકાર એલર્ટ મોડ પર છે. આરોગ્ય તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારે રાત્રી કર્ફ્યુને યથાવત રાખ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગનાં આંકડા અનુસાર પાછલા ચોવીસ ક્લાકમાં અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ નોંધાયા છે. સુરતમાં 78, વડોદરામાં 50, રાજકોટમાં 28 કેસ, ગાંધીનગરમાં 19, કચ્છમાં 16, વલસાડમાં 15 કેસ, આણંદમાં 14, ભાવનગરમાં 10, મહિસાગરમાં 9 કેસ, ભરૂચ, ખેડા અને નવસારીમાં 8 કેસ નોંધાયા, જામનગરમાં 7, અમરેલી, અને મહેસાણામાં 5 કેસ નોંધાયા છે. આ ઉપરાંત પંચમહાલમાં 4, મોરબી અને જૂનાગઢમાં 3 કેસ, સાબરકાંઠામાં…
કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વિટ કરીને બોલિવૂડની હિરોઈન ગુજ્જુ ગર્લ અમિષા પટેલને લગ્નની ઓફર કરતી ટ્વિટ કરી હતી. જે પાછળથી ડિલીટ કરી દેવામાં આવી હતી. ફૈઝલ પટેલની ટ્વિટ અંગે અહેમદ પટેલના દિકરી અને ફૈઝલ પટેલના બહેન મુમતાઝ પટેલે ટ્વિટ કરીને ખૂલાસો કર્યો છે. મુમતાઝ પટેલે ટ્વિટ કર્યું કે…. સોશ્યિલ મીડિયા/મીડિયાને આમાં વધુ પડતું ન વાંચવા વિનંતી @mfaisalpatel ટ્વીટ ડિલીટ કરી દેવાઈ છે. @ameesha_patel અમે કુટુંબ જેવા છીએ અને અમે ત્રણ પેઢીથી મિત્રો છીએ .આ માત્ર આંતરિક મજાક હતી. કૃપા કરીને તેને સારી રમૂજમાં લો! Requesting social media / media not to read too much into @mfaisalpatel…
કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વવિટ કરીને ચકચાર જગાવી દીધી હતી. જોકે, પાછળ આ ટ્વિટને ડિલીટ કરી દેવામાં આવી હતી. સુપરહીટ ફિલ્મ ગદરનો પાર્ટ-2 બની રહ્યો છે અને તેની હીરોઈન પણ ગદર મચાવવા તૈયાર થઈ ગઈ છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને ગદરની હિરોઈન અમિષા પટેલની અંગત તસવીરો જોઈને તમારા મનના તમામ સવાલોનો જવાબ મળી જશે. ફૈઝલ પટેલને અચાનક શું થયું અને ટ્વિટર પર ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલને મેરેજ માટે ઓફર કરી દીધી. કોંગ્રેસના દિવંગત નેતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્ય સભાના પૂર્વ સાંસદના પુત્ર ફૈઝલ પટેલનું એક ટ્વિટ ચર્ચાનો વિષય બની…