AAP યુવા પાંખના ઉપપ્રમુખ યુવરાજસિંહે આજે સાંજે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, યુવરાજસિંહે જણાવ્યું કે અમે મહેશ સવાણીને અનશન છોડવા માટે અપીલ કરી છે. મહેશભાઈની તબિયત ગંભીર છે. તેઓ ડાયાબિટીક પેશન્ટ છે. ડોક્ટરોની સલાહ પણ છે કે તેઓ લાંબા સમય સુધી ઉપવાસ કરી શકવાની સ્થિતિમાં નથી. તેમણે જણાવ્યું કે ગુજરાતના વિદ્યાર્થીઓને ન્યાય આપવાની લડત ચાલુ રહેશે. હવે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓ ન્યાયની લડત ચાલુ રાખશે. અમે મહેશભાઈ અને ગુલાબસિંહને વિનંતી કરીએ છીએ તેઓ ઉપવાસ છોડે. વધુમાં તેમણે સરકારને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. બે દિવસમાં સરકાર અસિત વોરાનું રાજીનામું નહીં લે તો આંદોલન હવે યુવાઓના હાથમાં આવશે. આજદિન સુધી વડીલો…
કવિ: Zala Nileshsinh Editor
બેટ-દ્વારકાના બે ટાપુઓ પર સુન્ની-મુસ્લિમ વકફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ બાબતે રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ તથા સાંસદ પરિમલભાાઈ નથવાણીએ ટ્વિટ કરીને સુન્ની વકફ બોર્ડના દાવાને વખોડી કાઢીને તેની ટીકા કરી છે. તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે પણ આ અંગે ટ્વિટ કરીને સુન્ની-મુસ્લિમ વકફ કમિટીના દાવાને આશ્ચર્યજનક ગણાવ્યો હતો અને કૃષ્ણનગરીમાં કોઈપણ દબાણનો અસ્વીકાર કર્યો છે. How can a Waqf Board claim ownership of two islands in Bet Dwarka, the home of Lord Krishna? It’s shocking indeed; an eye opener! Gujarat High Court, of course, asked the Waqf Committee to rewrite the application! @CMOGuj @trajendrabjp…
અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કરણી સેના અને ગુર્જર સમાજે ફિલ્મનો વિરોધ કર્યો છે. ગુર્જર સમાજે દાવો કર્યો છે કે ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. પૃથ્વીરાજ આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસરે 21 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થવાની છે. ગુર્જર સમાજનો દાવો છે કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણને ઇતિહાસમાં ગુર્જર બગડાવત તરીકે ઓળખવામાં આવ્યા છે પરંતુ ફિલ્મમાં તેમને અલગ જ રૂપમાં બતાવવામાં આવ્યા છે. બીજી તરફ કરણી સેનાએ ચેતવણી આપી છે કે જો 5 જાન્યુઆરી સુધીમાં ફિલ્મનું ટાઈટલ બદલવામાં નહીં આવે તો તેઓ મુંબઈના યશરાજ સ્ટુડિયોની બહાર વિરોધ પ્રદર્શન કરશે. કરણી સેનાની માંગ છે…
આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર પ્રેમી સાથે ભાગી ગઇ હોવાની વાત અને વિવાદ હજી માંડ થાળે પડયો છે. ત્યાં વધુ બે કોર્પોરેટરોના ટેલિફોનિક સંવાદથી નવો રાજકીય સળવળાટ શરૂ થયો છે. બંને વચ્ચે કથિત પણે ગરમજોશીથી થયેલી વાતોને લીધે સુરત શહેરના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીના આ કથિત પુરુષ કોર્પોરેટરે ચારિત્ર્યને મુદ્દે પહેલેથી ખુલાસો કરવાનો વખત આવ્યો છે. ત્યારે આ વખતે રોમેન્ટીક મૂડમાં આવી જઇ પક્ષની સાથી મહિલા કોર્પોરેટર સાથે મર્યાદા ઓળંગીને કરેલી વાતચીત વાઇરલ થઇ છે. ઓડિયો ક્લિપમાં બંને વચ્ચે થયેલી વાતચીત દરમિયાન ‘હું થોડી કંઇ તમને સામેથી કહું… સારું હાલ, તો, ક્યાં જાવું છે. બોલ…?’…
કોંગ્રેસનાં સ્થાપના દિવસ નિમિતે હેમુગઢવી હોલમાં કોંગ્રેસ દ્વારા મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક વિધાનસભામાં ભાજપ પર વિવિધ મુદ્દે કરવામાં આવેલા કટાક્ષને લઈ હાસ્યની છોળો ઉડી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિપક્ષનાં નેતા સુખરામ રાઠવા અને પ્રભારી રઘુ શર્મા તેમજ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહિત પ્રદેશના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ખોડલધામનાં નરેશ પટેલ માટે કોંગ્રેસનાં દ્વાર ખુલ્લા છે. મોક વિધાનસભામાં મુખ્યમંત્રી શૈલેષ પરમાર, પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ વાંઝા, શિક્ષણમંત્રી ઋત્વિજ મકવાણા, ગૃહમંત્રી જશવંતસિંહ ભટ્ટી, કૃષિમંત્રી લાખાભાઇ ભરવાડ અને મહેસુલ મંત્રીની ભૂમિકા પ્રવીણ મુસડીયાએ ભજવી હતી. તો બીજીતરફ વિપક્ષ નેતા…
ભારત દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનો આજે 137મો સ્થાપના દિવસ છે. ભવ્ય ઈતિહાસ ધરાવતી કોંગ્રેસનો વર્તમાન કેવો છે? ભવિષ્ય શું છે? એક તરફ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મૂક્ત ભારતનૂં સૂત્ર આપ્યું છે અને બીજી તરફ સિનિયર કોંગ્રેસનીઓ પરિવર્તનને સ્વીકારવા તૈયાર નથી. ગ્રાસ લૂંટાઈ રહ્યો હોવાનો ડોળો કરીને સિનિયર કોંગ્રેસીઓ કોંગ્રેસને વધુ ગર્તામાં ધકેલી રહ્યા છે. આ બધામાં ગુજરાત કોંગ્રેસની સ્થિતિ શું છે? જશ્ન તુમ મના રહે હો અપની સાલગિરાહ કા, ચહેરે પર અબ તુમ્હારી બહોત ઝૂર્રિયાં ભી હૈ… ગુજરાત કોંગ્રેસ પર નજર કરીએ તો છેક આઝાદીકાળથી ગુજરાતે કોંગ્રેસને નવી દિશા આપી છે. એમ કહીએ તો ચાલે કે કોંગ્રેસનો પાયો મજબૂત થયો…
ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે કોંગ્રેસના જનચેતના સમ્મેલનનુ આયોજન કરાયું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર નેતા વિપક્ષ સુખરામ રાઠવા સહિત ઉના રાજુલા અને તાલાલાના ધારાસભ્ય હાજર રહ્યા હતા. કાર્યક્રમ ચાલતો હતો તે પ્રસંગે કોઈ બનાવને લઇને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કોઈ વાતને લઈને તેની નારાજગી વ્યક્ત કરી હતી, અને નારાજગીને લઈને કોંગ્રેસમાં સભા સ્થળ પર ખુબજ ચહલ પહલ જોવા મળતી હતી. વધુમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ રણનીતિ બનાવી રહી છે. તેના ભાગરૂપે આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે…
ભાજપના નેતાઓને માસ્ક વગર ફરવું અને મેળવડા કરવા ભારે પડી રહ્યા છે. બે જ દિવસમાં ભાજપના ત્રણ નેતાઓ સંક્મિત થયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ તેમજ મહામંત્રી કિશોર બિંદલ અને ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી પર સંક્મિત થયા છે. ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી ગતરોજ સીએમના કાર્યક્રમમાં તેઓની સાથે માસ્ક વગર જ સ્ટેજ પર જોવા મળ્યા હતાં. સુરતમાં કોરોનાએ ફરી એક વખત રફતાર પકડી છે. સુરતમાં હવે 15 થી વધુ કેસો દરરોજ નોંધાઈ રહ્યા છે. એટલું જ નહી બે કેસ ઓમિક્રોનના પણ સામે આવી ચૂક્યા છે. પરંતુ તેમ છતાં નેતાઓને જાણે કોઈ જ ડર ન હોય તેમ માસ્ક વગર અને જાહેરમાં…
પાછલા 6 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીની તબિયત આજે બગડી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા કૌભાંડ થત પેપર લીક કાંડ બાદ ઉપવાસ પર બેસેસા મહેશ સવાણીની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આપના મહેશ સવાણી અને ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ અન્ય નેતાઓ અને સમર્થકો સાથે 6 દીવસની અનસન પર બેઠા છે. તેઓની માંગ છે કે હેડકલાર્ક પેપરલીક કાંડ મામલાની જવાબદારી લઈ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન રાજીનામું આપવાની માંગ કરવામાં આવી રહી છે. વિધાર્થીઓના હીત માટે અનશન પર બેઠેલા પ્રદેશ નેતા શ્રી @maheshsavani9 જીનું સુગર ઘટતા ડોક્ટર સલાહ મુજબ હોસ્પિટલ…
ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકારરૃપ બન્યો છે. જેમાં હજારોની સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા ઊડાડતો વીડિયો પૂર્વ ઊર્જામંત્રી સૌરભ પટેલે પોસ્ટ કર્યો છે. જેમાં ભાજપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને આમંત્રણ આપતા વીડિયોથી ચકચાર ફેલાઈ છે. પૂર્વ મંત્રી સૌરભ પટેલની હાજરીમાં ગાઈડલાઈન ભંગનો કિસ્સો બહાર આવ્યો છે. સૌરભ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા આ મુદ્દો ગરમાયો છે. નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પૂર્વ મંત્રીની હાજરી હોવાથી આ મુદ્દો ગરમાયો છે. પૂર્વ મંત્રીની હાજરીમાં કોરોનાની ગાઈડલાઈન ભંગ થઈ છે. જેમાં સૌરભ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તેમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાઈડલાઈનનો ભંગ થયો છે તથા વધતા…