ભારતમાં કોરોનાવાયરસના સક્રિય કેસોની સંખ્યા છેલ્લા 559 દિવસમાં સૌથી ઓછી નોંધાયેલી છે. દેશમાં હાલમાં કોવિડ-19ના 93,277 સક્રિય કેસ છે. સક્રિય કેસો કુલ કેસના 1 ટકાથી ઓછા છે, 0.27 ટકા, જે માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7,992 નવા કેસ નોંધાયા છે. રિકવરી રેટ વિશે વાત કરીએ તો, તે માર્ચ 2020 પછી સૌથી વધુ 98.36% છે. છેલ્લા 24 કલાકમાં 9,265 લોકોએ કોરોના વાયરસને માત આપી છે, આ સાથે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,41,14,331 થઈ ગઈ છે. તો બીજી તરફ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 393 લોકોના મોત થયા છે. જોકે, તેની સાથે…
કવિ: Zala Nileshsinh Editor
હરિયાણાના ગુરુગ્રામમાં જાહેર સ્થળો પર હવે નમાજ પઢી શકાશે નહીં. તેના માટે આદેશો પહેલાથી જ અપાઈ ચૂક્યા છે. ગુરુગ્રામમાં શુક્રવારની નમાજ જાહેર મેદાનોમાં થતી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આકરું વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જાહેરમાં નમાજ ન થવી જોઈએ અને તેને બિલકૂલ સહન કરવામાં આવશે નહીં. મુસ્લિમ સમાજના લોકો પોતાના ઘરમાં જ નમાજ અદા કરે. આ પહેલા ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનરે સોમવારે જણાવ્યું હતું કે મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકો વચ્ચે બોલાવાઈ હતી, જેમાં અનેક નિર્ણયો લેવાયા હતા. હવે નમાજનો વિરોધ નહીં થાય. તેમાં નિર્ણય લેવાયો હતો કે હવે જાહેર સ્થળો પર નમાજ નહીં થાય. હવે…
રાજ્યભરમાં રખડતા ઢોર નો ત્રાસ જોવા મળી રહ્યો છે જેમાં કેટલીક વખત મૂંગા પશુઓ પણ અકસ્માત નો ભોગ બની રહયા છે તો ક્યારેક માણસો પણ ઘાયલ થવાની ઘટનાઓ સામે આવી રહી છે આ બધા વચ્ચે ઉનાના પાલડી ગામે બેકાબુ બનેલા આખલા એ એક એક મહિલા ઉપર હુમલો કરી પેટમાં શિંગડા મારીને આંતરડા બહાર કાઢી મોતને ઘાટ ઉતારી દેતાં ભારે ચકચાર મચી ગઇ છે અને મહિલા ને મારી નાખ્યા બાદ આખલો ત્યાંથી નહિ હઠતા ટ્રેક્ટર મંગાવી આખલા સાથે ભટકાડી માંડ ત્યાંથી હઠાવી લાશ ને ત્યાંથી લેવી પડી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. ઊનાના પાલડી ગામે વાસ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય કરમણબેન…
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પસંદ કરવામાં ઘણી વાર લગાડી તેનું એક કારણ એ પણ છે કે પક્ષે રાજ્યનું સુકાન જેમને આપ્યું છે તેઓને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના અત્યંત નજીકનાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જગદીશ ઠાકોર ચૂંટણી નહીં લડે અને માત્ર પક્ષને ગુજરાતમાં ચૂંટણી જીતાડવાની કામગીરી કરશે, તેવો નિર્ણય લેવાયો છે અને જદગીશ ઠાકોરે સહમતી આપી છે. આથી તેઓ માત્ર પક્ષનું સુકાન સંભાળશે, પરંતુ મુખ્ય પ્રધાનપદના દાવેદાર નહીં બને તેમ જાણવા મળ્યું છે. કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન તરીકે કોનો ચહેરો આગળ કરશે તે રસપ્રદ બની રહેશે. હાર્દિક પટેલ કે જિજ્ઞેશ મેવાણીને અનુભવનો અભાવ નડી જાય તેમ છે. ત્યારે પક્ષના…
કોંગ્રેસને નવા પ્રમુખ મળતા હવે પાલડી ખાતેનું કોંગ્રેસભવન ધમધમતું થયું છે અને નવા ચૂંટાયેલા પ્રમુખ જગદીશ ઠાકોર એક પછી એક મુદ્દે બેઠકો કરી રહ્યા છે. બુધવારે અહીં યોજાયેલી સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. નજીકના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા થઈ હતી. છેલ્લાં 25 વર્ષથી કોંગ્રેસ ચૂંટણી હારતી આવી છે. આ હાર દરમિયાન એવી ઘણી બેઠકો છે જે ભાજપની જ માનવામા આવે છે અને કોંગ્રેસ ત્યાં કંઈ ખાસ ઉપજાવી શકી નથી. આવી બેઠકો પર ખાસ ધ્યાન રાખવામાં આવશે અને અહીં પક્ષ ઉમેદવારોની જાહેરાત વહેલી કરી દેશે, જેથી તેમને પોતાના વિસ્તારમાં કામ કરવાની અને લોકો સુધી…
ગુજરાતમાં આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં છવાયેલી જોવા મળી રહી હતી પણ પાછલા કેટલાક દિવસોથી આપ દ્વારા ધીરજ ધરવામાં આવી રહી હોવાના અણસાર મળી રહ્યા છે. તાજેતરમાં સુરત આવેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાની ટૂંકી મુલાકાત ફક્કી રહી હતી અને મહેશ સવાણી આયોજિત સમૂહ લગ્નમાં તેમણે માત્ર કેટલીક ઔપચારિક્તા આટોપી હતી. આપ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને કબ્જે કરવાનું સપનું જોવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાની જેમ ગાંધીનગરમાં આપ કમસે કમ વિરોધપક્ષમાં બેસી શકે તેટલી સીટો હાંસલ કરવાની ઈચ્છા રાખતી હતી પણ આપના તોફાનમાં કોંગ્રેસનાં કાંગરા ખેરવાઈ ગયા અને ચૂંટણી કરુણ રકાસ થયો. ગાંધીનગરના પરાજ્ય પછી આપ દ્વારા ક્યાંકને ક્યાંક વ્યૂહરચનામાં ફેરફાર કરવામાં…
દક્ષિણ ગુજરાત એટલે કે ભરુચથી લઈ વાપી સુધીની પટ્ટી ભાજપનો અભેધ કિલ્લો બની ગઈ છે. આ પટ્ટી પર હવે કોંગ્રેસને જીતના રીતસર ફાંફા પડે છે અથવા તો એમ કહી શકાય કે અહીંના કોંગ્રેસના નેતાઓએ ભાજપને દક્ષિણ ગુજરાત તાસક પર ભેટ આપવાની ભવ્ય પરંપરા જાળવી રાખી છે. જીતની માનસિક્તા ગુમાવી ચૂકેલી દક્ષિણ ગુજરાતની કોંગ્રેસની નેતાગીરીમાં અનેક નેતાઓની ફોજ છે પણ સ્થિતિ એવી છે કે આ તમામ નેતાઓ ચૂંટણીના રાજકારણમાં સરેઆમ નિષ્ફળ ગયા છે. જ્યારે અહેમદ પટેલ જીવિત હતા ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ નિર્ણય લઈ શકાતા ન હતા. અહેમદ પટેલના વર્તુળમાં તે વખતે અનેક નેતાઓનો સમાવેશ થતો હતો. ભરુચમાં તેઓ પોતે,…
રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી શત્રુ નથી. જે કંઈ પણ હોય છે સગવડીયું હોય છે એવી એક પરંપરાગત તથાનુગતિ ચાલી આવેલી છે. વાત કરીએ છીએ ભાજપના બે નેતા એટલે કે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની. શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એક તબક્કે સામ-સામે હતા પણ એક જ પાર્ટીમાં આવ્યા બાદ હવે બન્નેએ હાથ મિલાવ્યા છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન શંકર ચૌધરીએ અલ્પેશ ઠાકોરની ભરપૂર પ્રશંસા કરી હતી. શંકર ચૌધરી બોલી રહ્યા હતા કે અલ્પેશ ઠાકોરે પાટણ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત, એમ દરેક જગ્યાએ નાના-મોટા તમામ લોકોના કામો કર્યા છે. અલ્પેશ ઠાકોરમાં યુવાનોને એકઠાં કરવાન…
પાર્ટી વિથ ડિફરન્ટ અને કેડર બેઝ પાર્ટીના સૂત્ર સાથે ચાલતા ભાજપ માટે હવે જીતવું સૌથી ટોપ પ્રાયોરિટી થઈ ગયું છે. ભાજપમાં સ્થિતિ સ્ફોટક છે પણ નેતૃત્વની પકડ હોવાથી ભાજપનો ડખો યેનકેન રીતે ડામી દેવામાં આવે છે અને જે કોઈ ફિશિયારી મારે છે તેને બરાબરનો પાઠ ભણાવવામાં આવે છે. હાલ ભાજપમાં અસલી અને નકલી ભાજપીઓ વચ્ચેનું શીતયુદ્વ ચાલી રહ્યું છે. પાયાના કાર્યકરો જોઈ રહ્યા છે કે ભાજપમાં વર્ષો સુધી જાત ઘસીને પાર્ટીને બેઠી કરવામાં કોઈ કચાશ રાખી ન હોય તેવા લોકોને દરકિનાર કરીને વટલાઈને ભાજપમાં આવેલા લોકોને મોટા મોટા હોદ્દા અને સંગઠનની જવાબદારી સુદ્વા આપવામાં આવી રહી છે. સીધી રીતે કહીએ…
2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનમાં ભૂપેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. ગઈકાલે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) અને પાટીદાર સમાજના આગેવાનો સાથેની મીટીંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંદોલન સમયે નોંધાયેલા રાજદ્રોહ કેસ સહિત તમામ કેસો પરત ખેંચવાની માંગણીનો સ્વીકાર કર્યો હોવાનું પાસના નેતા દિનેશ ભાંભણીયાએ જણાવ્યું હતું. જોકે, સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. દિનેશ ભાંભણીયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી સાથે પોણા ક્લાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં પોલીસ સ્ટેશન વાઈઝ કેસોની સમીક્ષા કરીને અધિકારીઓ સાથે વિચારણા બાદ કેસો પરત ખેંચી લેવા માટે સરકારે સંમતિ દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈ ગયા…