કવિ: Zala Nileshsinh Editor

ખોડલધામના નરેશ પટેલે કહ્યું છે કે સમાજ અને આગવાનો કહેેેશે તો રાજકારણમાં એન્ટ્રી કરવા અંગે વિચારણા કરવામાં આવશે. નરેશ પટેલે રાજકારણમાં એન્ટ્રી કરવાના સંકેત આપ્યા હોવાથી ભાજપ અને કોંગ્રેસ એમ તમામ પાર્ટીઓમાં ખાસ્સો એવો ગરમાટો જોવા મળી રહ્યો છે. શું ખરેખર નરેશ પટેલ રાજકારણમાં જોડાશે? તો આ પ્રશ્નનો જવાબ અમારી માહિતી પ્રમાણે ના છે. તમને જણાવી દઈએ કે 2017માં આવી જ રીતે નરેશ પટેલ માટે ચર્ચા ચાલી હતી કે તેઓ રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે તે સમયે નરેશ પટેલે કહ્યું હતું કે પરિવારના સભ્યો સાથે વાત કરીને નિર્ણય કરવામાં આવશે. ત્યાર બાદ તેમણે જાહેર કર્યું હતું કે કુટુંબકજનો સાથે વાત…

Read More

પાટીદારોને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખોડલધામના નરેશ પટેલે રાજનીતિમાં આવવાના એંધાણ આપી દીધા છે, ત્યારબાદ અનેક નેતાઓ તેમના નિવેદન પર પ્રતિક્રિયાઓ આપી ચૂક્યા છે. નરેશ પટેલના રાજનીતિમાં આવવાના સંકેત અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે નરેશ પટેલ રાજકારણમાં આવતા હોય તો સારી વાત છે. તેઓ રાજકારણ આવી વધુમાં વધુ લોકોની સેવા ઈચ્છા રાખતા હોય તો કોંગ્રેસમાં તેમના માટે દરવાજા ખુલ્લા છે. સારા વ્યક્તિઓનું રાજ કારણમાં હંમશાંથી સ્વાગત છે. હાર્દિક પટેલે ગુજરાતને બચાવવા માટે રાજ્યના નવયુવાન લોકોને પણ રાજનીતિમાં આવવા માટે આહ્વાન કર્યું છે. નરેશ પટેલના રાજનીતિ સંકેત અંગે હાર્દિક પટેલે જણાવ્યું…

Read More

ગુજરાત કોંગ્રેસમાં એક તરફ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાનો પદ ગ્રહણ સમારંભ ચાલી રહ્યો હતો તો બીજી તરફ દિલ્હીથી કોંગ્રેસને ઝટકો આપે તેવા ન્યૂઝ આવ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા સાગર રાયકાએ કોંગ્રેસને છોડીને ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં સાગર રાયકા ભાજપમાં જોડાયા છે. ભાજપના સાંસદ વિનોદ ચાવડા સાથે દિલ્હી ગયેલા સાગર રાયકાએ ભગવો ખેસ ધારણ કર્યા બાદ મીડિયાને જણાવ્યું કે કોંગ્રેસમાં નેતૃત્વની કટોકટી છે. ઘણી વિનાના ઢોલ જેવી સ્થિતિ છે. કોંગ્રેસ તેના સિદ્વાંતો પ્રમાણે ચાલતી નથી, સંવિધાન પ્રમાણે ચાલતી નથી. જે કોંગ્રેસના બંધારણમાં નથી તેનાથી વિરુદ્વ નિમણૂંક કરવી તે માટે આશા…

Read More

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે જગદીશ ઠાકોરે ચાર્જ લીધો ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ભાજપ ઉપરાંત સીઆર પાટીલ અને ગુજરાત સરકારના સનદી અધિકારી કે,કૈલાશનાથન પર પણ આકરા પ્રહાર કર્યા હતા. ભરતસિંહ સોલંકીએ સીઆર પાટીલ પર રાજકીય હૂમલો કરતાં કહ્યું ગુજરાતમાં સીઆર પાટીલ દાદાગીરીથી વહીવટ ચલાવે છે. આવી રીતનો વહીવટ હવે ગુજરાતમાં ચાલવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે અગાઉ આનંદીબેન પટેલ હતા. હાર્દિક પટેલ અને સાથીઓએ આંદોલન કર્યું અને 23-23 જિલ્લા પંચાયતોમાં જીતી. વાતાવરણ બદલાયું એટલે આનંદીબેનને કાઢ્યા અને વિજય રુપાણીને લઈ આવ્યા. કોરોનામાં નિષ્ફળ ગયા તો વિજય રુપાણીને પણ કાઢ્યા અને એમના સર્વમાં લાગ્યું કે…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ તો વાર છે પણ રાજકીય સોગઠા ગોઠવવાના શરુ થઈ ગયા છે. ખાસ કરીને પાટીદાર સમાજને પોતાની તરફ વાળવા માટેના દાવ રમવામાં આવી રહ્યા છે. તેમાંય વળી ખોડલધામની ફરતે પાટીદાર સમાજનું રાજકીય કુંડાળું સર્જાયું છે. જેટલી ચર્ચા સીઆર પાટીલ અને નરેશ પટેલની મુલાકાતની થઈ હતી તેના કરતાં વધારે ચર્ચા ભરતસિંહ સોલંકી અને નરેશ પટેલની મુલાકાતની થઈ રહી છે. છોગામાં કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાનું ખુલ્લું નિમંત્રણ આપતા રાજકીય ગરમાટો વધી ગયો છે. જગદીશ ઠાકોરે કહ્યું છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તો લાલ જાજમ પાથરીશું, નરેશ પટેલ અને સીઆર પાટીલની મીટીંગના ફોટો સોશિયલ…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પચાસ ટકા ધારાસભ્યોને ટીકીટ નહીં આપવાની ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ કેટલાક નેતાઓ સેલ્ફ ડેકલેરેશન કરીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી શકે છે. આવા નેતાઓની યાદીમાં અનેક સિનિયર અને વિવિધ રીતે સરકાર અને સંગઠનમાં હોદ્દા અને પદો મેળવનારા નેતાઓનો સમાવેશ થાય છે. મહાનગરાપાલિકાની ચૂંટણીઓમાં ભાજપે નો-રિપીટ ફોર્મ્યુલા અપનાવી અને તેનો મબલખ ફાયદો ભાજપને મળ્યો છે. ભાજપની સામે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા અને આમ આદમી પાર્ટીની બૂરી વલે થઈ. આવા સંજોગોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ 182 સીટ અંકે કરવાનું નિર્ધાર્યું છે અને આના માટે ભાજપે સોશિયલ એન્જિનિયરીંગ પર વિશેષ…

Read More

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનતાવેંત જ જગદીશ ઠાકોરે ગુજરાતી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કેટલીક સટીક વાતો કરી છે. તેમણે કોંગ્રેસના સંગઠનથી લઈને અનેક બાબતો પર પોતાની વાત કરી હતી. જગદીશ ઠાકોરે કોંગ્રેસની જૂથબંધીથી લઈને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મક્કમ અને આક્રમક્તાથી પ્રચાર કરશે અને ભાજપ સરકારન નિષ્ફળતાને લોકો સુધી પહોંચાડવાનું જણાવ્યું હતું. સમગ્ર ઈન્ટરવ્યુમાં ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ મેનેજમેન્ટ ગુરુ છે. તેમણે સમાજિક રીતે તમામ લોકો માટે કામો કર્યા છે. જો તેઓ કોંગ્રેસમાં જોડાશે તેમના માટે રેડ કાર્પેટ પાથરવામાં આવશે. કોંગ્રેસમાં તેમનું સ્વાગત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે હાર્દિક પટેલ નવ મહિના જેલમાં રહ્યો.…

Read More

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે અધધધ ફોર્મ ભરાયા છે. ગુજરાતભરની ગ્રામ પંચાયોતની ચૂંટણીમાં આ વખતે બિનહરીફ થવાની વાત અત્યાર સુધી સાંભળવા મળી નથી એટલે કે ગામડાઓમાં રાજકીય જંગ તીવ્ર બનવાની શક્યતા જોવા મળી રહી છે. રાજ્યભરની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સરપંચના પદ માટે 31,000 થી વધુ ફોર્મ ભરાયા છે અને સભ્યની ચૂંટણી માટે એક લાખ 16 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. આ એક પ્રકારે રેકોર્ડ છે. ગામડાઓમાં બેલેટથી વોટીંગ થાય છે અને આ વખતે ગામડાનાં લોકો બેલેટ દ્વારા ભાજપ, કોંગ્રેસ અને આપના સમર્થક ઉમેદવારોનો ફેસલો કરશે. આમ તો ગામડાઓમાં રાજકીય પાર્ટીઓના બેનર હેઠળ વિશેષ રીતે ચૂંટણી લડાતી નથી પણ ભાજપ દ્વારા…

Read More

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યા છે. દરેક પક્ષે પોતપોતાની રીતે પ્રચાર શરૂ કરી દીધી છે. મતદારોને રીઝવવા દિગ્ગજ નેતાઓની સભા, બંધ બારણે બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે રાજકોટના રાજકારણમાં હલચલ મચી જાય તેવી બેઠક મળી છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ખોડલધામના નરેશ પટેલ વચ્ચે આજે બંધ બારણે મળી હતી. આ બેઠક બાદ રાજકીય ચર્ચાએ જોર પકડ્યુ છે. સાથે જ ભરતસિંહ સોલંકીએ બેઠક બાદ સ્ફોટક નિવેદન આપતા કહ્યું કે, ભાજપે કંગના રનૌતને પદ્મશ્રી આપ્યો, તો નરેશ પટેલ પણ પદ્મશ્રીના હકદાર છે. ખોડલધામ ટ્રસ્ટ પાટીદારોની આસ્થાનું કેન્દ્ર છે. ચૂંટણી આવે એટલે પાટીદાર મત મેળવવા માટે ખોડલધામનું મહત્વ વધી જાય છે. અત્યાર સુધી…

Read More

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા આવતીકાલે સુરત આવી રહ્યા છે. તેઓ બે મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે અને પરત દિલ્હી રવાના થશે. સુરતની ટૂંકી મુલાકાત દરમિાન તેઓ આપના કાર્યકરોને પણ મળવાના છે. આપના પ્રવક્તા યોગેશ જાદવાણીના જણાવ્યા મુજબ આવતીકાલે સાંજે મનિષ સિસોદીયા પ્લેન મારફત સુરત આવશે અને આપના નેતા મહેશ સવાણી દ્વારા આયોજિત કરાયેલા સમૂહ લગ્નમાં હાજરી આપશે અને ત્યાર બાદ આપના દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી સોમવારે વહેલી સવારે દિલ્હી પરત રવાના થશે. કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અંગે પ્રતિક્રિયા આપતા જાદવાણીએ જણાવ્યું કે કોંગ્રેસને ફરી સજીવન કરવા માટે ખામ થિયરી પ્રમાણે કોંગ્રેસ ચાલી રહી છે.…

Read More