મિનાર, તાજ લાલકિલા હૈ ખૂલા સબૂત, ઈન્સાફ સે ભરી હૈ અદાલત વરક-વરક. માઝી કી દાસ્તાન કભી પૂછ વકત સે, તારીખ દે રહી હૈ શહાદત વરક વરક. સવાર પડીને છાપા વાંચો કે ટીવીચેનલો જૂઓ તો પ્રગાઢતાથી ખ્યાલ આવી જાય છે કે દર બીજા ન્યૂઝ મુસ્લિમ સંબંધિત હોય છે.એક તારણ અનુસાર સરેરાશ પાંચ સમાચારોની વચ્ચે બે સમાચાર તો મુસ્લિમ કે ઈસ્લામ સંબંધિત હોય જ છે. લોકસભાની ચૂંટણીનું જ્વર જોરમાં છે. પ્રચારનું બ્યૂગલ ફૂંકી દેવામાં આવ્યું છે. મુદ્દાઓ બદલાયા નથી પણ મુદ્દાઓને નવા વાઘા પહેરાવી દેવામાં આવ્યા છે. કોમી વૈમનસ્યતા અને ઘર્મ આધારિત મુદ્દાની જ બોલબાલા છે. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિકસ સહિત ડીજીટલ મીડિયામાં…
કવિ: Satya Day News
ગુજરાતના 26 લોક સભા વિસ્તારમાં ચૂંટણી લડનાર 371 ઉમેદવારોમાંથી 38% ઉમેદવારો 40 સુધીની ઉંમરના છે, જે દર્શાવે છે કે યુવા પેઢી રાજકારણ તરફ આકર્ષાય છે. જે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીનો પ્રભાવ બતાવે છે. ઉંમરમાં 39 ટકા 41થી 60 વર્ષ વચ્ચેની ઉમર ધરાવે છે. 17 ટકા એવા છે કે જે 60 વર્ષની ઉપરની ઉંમર ધરાવે છે. આ વખતે કિન્નર ઉમેદાવારો પણ મેદાનમાં છે. 371 માંથી માત્ર 28 8% મહિલા ઉમેદવારો છે. સૌથી વધુ કરોડપતિ મધ્ય ગુજરાતના 23 ઉમેદવારો છે. ત્યાર બાદ સૌરાસ્ટ્રમાં 20 ઉમેદવારો કરોડપતિ છે. દક્ષિણ ગુજરાતમાં 19 ઉમેદવારો અને ઉત્તર ગુજરાતમાં 9 કરોડપતિ ઉમેદવારો છે. કરોડપતિ 75 ઉમેદવારો…
લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં વિવિધ રીતે મતદારોને મત આપવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મારુતિ કૂરિયર દ્વારા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદારોને વોટ આપવા માટે જાગૃતિ લાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 23મી એપ્રિલે વોટીંગ કરવામાં આવશે. મારુતિ કૂરિયર દ્વારા મતદારોને અપીલ કરી વધુમાં વધુ મતદાન કરવાનું જણાવવામાં આવ્યું છે. મારુતિ કૂરિયર દ્વારા બે મહિનાથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મારુતિ કૂરયિરે રોજના બે લાખ પાર્સલમાં સ્ટીક ચોંટાડી મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. પાર્સલ પર ચોંટાડવામાં આવેલા સ્ટીકર પર લખવામાં આવ્યું છે કે તમારો એક મત દેશના ભાવિનું નિર્માણ…
જે રીતે આજથી 38 વર્ષ પહેલા માધવસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી પાટીદારોને ખતમ કર્યા તે રીતે ભાજપને ગુજરાતમાં સત્તા સુધી જઈ જવામાં જેનો સૌથી મોટો ફાળો છે એ પાટીદારોને અમિત શાહે ભાજપમાંથી અને ગુજરાતના રાજકારણમાંથી ખતમ કરી દેવાનું રાજકાણ શરૂ કર્યું છે. હાર્દિક પટેલ અને રેશ્મા પટેલ પર જે કંઈ થયું છે તે આપોઆપ નથી. આયોજન બદ્ધ થયેલું કૃત્ય છે. હાર્દિક પટેલ ભાજપને ભારે પડી રહ્યાં છે. ભાજપની મત બેંકનું ધોવાણ તેમણે ચાલુ રાખ્યું છે. હાર્દિક પટેલને ખરીદવા માટે રૂ.1200 કરોડની ઓફર લઈને ગાંધીનગરના અધિકારી કૈલાશ નાથન ગયા હતા. તેમ છતાં તે ખરીદાયો ન હતો તેથી અમિત શાહને તે ભારે પડી રહ્યા…
કચ્છ ભાજપના અગાઉના 6 સેક્સ કાંડને ભૂલાવી દે એવી ભાજપના કચ્છના એક ધારાસભ્યની પ્રેમાલાપની ઓડિયો બહાર આવી છે. એક મહિલાની જાસૂસી અમિત શાહે કરી ત્યાર બાદ, નલિયા ભાજપ બળાત્કાર કેસ, છબીલ પટેલ સેક્સ કાંડ, જયંતી ભાનુશાળી સેક્સ કાંડ, મનીષા સેક્સ કાંડ, સુરતની યુવતી સાથે સેક્સ કાંડ જેવી અગાઉ 6 સેક્સ કાંડ થયા બાદ ફરી એક ભાજપના નવા જ નેતાનું નામ આવા સેક્સ કાંડમાં બહાર આવ્યું છે. કચ્છમાં આ 6 સેક્સ બોંબથી પણ વધું ખતરનાક બોંબ આ ઓડિયો ક્લીપ છે. જે ભાજપની મિહલા કાર્યકરો પણ છે. જે ગુજરાતના મોટા ભાગના લોકો સુધી પહોંચી ગઈ છે. જો ન પહોંચી હોય તો આજે…
સંઘપ્રદેશ દાદરા નગરહવેલીની લોકસભાની ચૂંટણીમાં હોટ કેક બનેલા કોંગ્રેસના પ્રમુખ મોહન ડેલકરે કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્વ અપક્ષ ઉમેદવારી કરતા મોડે-મોડે પણ કોંગ્રેસે મોહન ડેલકર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. સેલવાસમાં વડાપ્રધાન મોદીની સભામાં પહોંચ્યા બાદ મોહન ડેલકરની કોંગ્રેસ ત્યજવાની અટકળો ચાલી રહી હતી. મોહન ડેલકરે જે તે વખતે કોંગ્રેસ નહીં છોડવાનું જણાવ્યું હતું પરંતુ લોકસભા ચૂંટણી જાહેર થતાં જ મોહન ડેલકરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ચર્ચા ચાલી હતી કે મોહન ડેલકર ભાજપનો ભગવો ખેસ ધારણ કરશે પરંતુ ડેલકરે અપક્ષ ઉમેદવારી કરતાં સેલવાસમાં ત્રિપાંખીયો જંગ મંડાયો છે. ટેરીટોરીયલ કમિટી ઓફ દાદરા નગર હવેલી( કો-ઓર્ડિનેશન કમિટી)ના વિક્રમસિંહ પરમાર, કેશુભાઈ પટેલ, મહેશ શર્મા…
આજે દિવસભર ગુજરાતમાં ત્રણ ઘટનાઓ સતત ચાલી રહી હતી. કપિલ સિબ્બલની અમદાવાદમા પ્રેસ કોન્ફરન્સ, હાર્દિક પટેલું લાફા પ્રકરણ અને રેશ્મા પટેલ પર કરાયેલો હુમલો. હાર્દિક અને રેશ્મા પટેલ પર કરાયેલા હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં વિપક્ષોમાં તણાવનું વાતાવરણ છે અને મતદાનના દિવસે અનિચ્છનીય ઘટનાની આશંકાને લઈ પોલીસને સતર્ક કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા અગમચેતીના તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે. હાર્દિક પટેલ પર ભાજપનો કાર્યકર મનાતા તરુણ ગજ્જર નામના યુવાને ચાર વર્ષ પહેલાંની વાતને લઈ હુમલો કરતા હાર્દિક પટેલે તેની સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જ્યારે ગુજરાત કોંગ્રેસે હાર્દિક પટેલની જાનને ખતરો હોવાનું જણાવી પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરી…
ત્રીજા તબક્કાની ચૂંટણીમાં વિશ્લેષણ કરેલા 1594 ઉમેદવારો પૈકી 340 -(21% ) ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. તેમાથી 230 (14%) પર ખુબજ ગંભીર ગુનાઓ જેવા કે ખૂન, મહિલાઓ સામેના અત્યાચાર વગેરે નોંધાયેલ છે. જ્યારે 14 ઉમેદવારો દોષી સાબિત થયા છે. 13 ઉમેદવારો પર ખૂન ના કેસિસ દાખલ થયેલ છે. જ્યારે ખૂનનો પ્રયાસ વાળા કેસ ધરાવતા 30 ઉમેદવારો છે. 14 ઉમેદવારો પર અપહરણ ના ગુનાઓ છે. 29 ઉમેદવારોની સામે મહિલા પરના અત્યાચરના ગુનાઓ દાખલ થયેલા છે. જ્યારે 26 ઉમેદવારો સામે ઉશ્કેરણી જનક ભાષા વાપરવા અંગેના ગુનાઓ છે. પક્ષ – ગુનાઇત ઇતિહાસ – ટકાવારી – ગંભીર ગુના – ટકાવારી BJP – 38 -…
ગુજરાતમાં ચૂંટણી હવે હિંસા બની રહી છે. ચોક્કસ પક્ષની બેઠકો પરથી હાર થઈ રહી હોવાથી ગુંડાગીરી પર રાજકીય નેતા ઉતરી આવ્યા છે. જેમાં પોરબંદરના ઉમેદવાર રેશ્મા પટેલ પર વંથલીમાં હુમલો થયો હોવાની ગંભીર ઘટના બની છે. જ્યારે બીજી બાજુ હાર્દિક પટેલને સુરેન્દ્રનગરમાં લાફો મારવાની ઘટના બની છે. જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર બેઠક પર ભાજપનું વાતાવરણ આ બન્ને નેતાઓએ વેરવિખેર કરી નાંખીને કોંગ્રેસની જીત માટે તક ઊભી કરતાં આવા હુમલા થઈ રહ્યાં હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ બન્ને નેતાઓ ઉપર એક જ સમયે હુમલો થયો છે. આ હુમલો થયો તેના થોડા સમય પછી કોંગ્રેસના નેતા કપીલ છીબ્બલ અમદાવાદ ખાતે 11…
દરેક વખતે મોદીના નામે તરી જવા માંગતા ગુજરાત ભાજપના નેતાઓને આ વખતે લોકસભાની ચૂંટણીમાં ફિસોટો નીકળી રહ્યો છે. ખાસ્સો એવો પરસેવો પાડવો પડી રહ્યો છે પણ વાજતે-ગાજતે ચૂંટણી થવાના બદલે હલકી કક્ષાની હરકતો અને અભદ્ર ભાષાના છેલ્લી કક્ષાના દૌરમાં ચૂંટણી પ્રચાર પહોંચી ગયો છે. હાર્દિક પટેલ પર હુમલો અને રેશ્મા પટેલની અધમતાપૂવર્કની છેડતી આ બે બનાવ આજના દિવસે ચૂંટણી પ્રચારને ખતરનાક વળાંક આપનારા બની રહ્યા છે. ભાજપના નેતાઓના ચેહરા પર સ્પષ્ટ રીતે ગભરાટ દેખાઈ રહ્યો છે. ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી પીએમ મોદીની સ્પીચની નકલ કરી દરેક જગ્યાએ પીએમ મોદીની વાતોનું રિપીટેશન કરી રહ્યા છે. તેમની વાતો સાંભળવા લોકો રાજી નથી…