ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા સુરતમાં આપેલા વિવાદિત નિવેદન અને કોંગ્રેસને ખુલ્લેઆમ ધમકી સહિત ગાળ આપવાના પ્રકરણમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જવાબ આપ્યો છે. પ્રતાપ દૂધાતે જીતુ વાઘાણીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે અને કહ્યું કે આવા નિવેદનો વાઘાણીની સંસ્કૃતિ અને સંસ્કાર દર્શાવી રહ્યા છે. ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસને ગાળ બોલી સાથે આપેલી ધમકીને લઈ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે આનો જવાબ આપ્યો છે. પ્રતાપ દુધાતે કહ્યું કે જીતુ વાઘાણીનીએ અમને ગાળ આપી છે, એ એમની સંસ્કૃતિ છે. એમના સંસ્કાર છે. એમણે તો અમને લુખ્ખા કહ્યા છે. ભૂતકાળમાં મહિલાઓને ગાળ આપવાનું એમણે કામ કર્યું છે. માફીઓ પણ…
કવિ: Satya Day News
લોકસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. આ વખતે પણ સમગ્ર દેશની નજર પીએમ મોદીના હોમ ટાઈન સ્ટેટ ગુજરાત પર મંડાયેલી રહેશે. 2014માં ભાજપે ગુજરાતની છવ્વીસે-છવ્વીસ સીટ પર જીત હાંસલ કરી હતી અને ભાજપને 60 ટકા વોટ મળ્યા હતા. પરંતુ આ વખતે સ્થિતિમાં બદલાવ આવ્યો છે. મોદી સરકાર ભલે તમામ દાવા કરે પણ પીએમ મોદીના હોમ ટાઉનમા મતદારો સરકારની કામગીરીથી ખુશ જણાઈ રહ્યા નથી. મતદારોનો મિજાજ જોઈને ભાજપને નુકશાન થવાની શક્યતા જોવા મળી રહી છે. રાજકીય ગતિવિધિઓ પર સમીક્ષા કરી સરવે કરતા એસોશિએશ ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ(ADR)ના સરવેમાં ગુજરાતના મતદારોની માનસિકતાનો ક્યાસ કાઢવામાં આવ્યો છે. મોદી સરકારની કામગીરીને સરેરાશ…
વડોદરા ભાજપના કહેવાતા દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી ટાણે પોતાનું પોત પ્રકાશ્યું છે. મતદારોને ધમકી આપ્યા બાદ આજે આ ધારાસભ્યન મીડિયા સાથે ઝપાઝપી થઈ હોવાની જાણકારી સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. ભાજપને વોટ નહીં આપ્યો તો બધાને જોઈ લેવાની ધમકી આપનારા મધુ શ્રીવાસ્તવને ચૂંટણી પંચે ધમકી આપવા અંગે નોટીસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવાનું જણાવ્યું છે. મધુ શ્રીવાસ્તવને જવાબ રજૂ કરવાનો આદેશ આપવામાં આવતા વડોદરા ભાજપ સહિત ગુજરાતભરમાં સોપો પડી ગયો છે. નોટીસ અંગે મધુ શ્રીવાસ્તવની પ્રતિક્રિયા પૂછવા ગયેલા મીડિયા કર્મીઓ સાથે શ્રીવાસ્તવે ઝપાઝપી કરી હતી. મીડિયા કર્મીઓ સાથે બબાલ થતાં પત્રકાર જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડેલા જોવા મળી રહ્યા…
સુરતના અમરોલી વિસ્તારમા ભાજપના મહિલા ઉમેદવાર દર્શના જરદોષના ચૂંટણી કાર્યાલયનું ઉધ્ધાટન કરવા આવેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસને ખૂલ્લેઆમ ધમકી આપી હતી અને અભદ્ર ભાષા સહિત સીધી ગાળ પણ બોલ્યા હતા. જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવેલી ધમકીના ઘેરા પ્રત્યાઘાત પડવાની શક્યતા છે. સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસને કહું છું કે તાકાત લગાડી દેજો, અંધાધૂંધીને અરાજકતા ફેલાવવા નીકળ્યા છો. સુરતની અંદર સીધા પહોંચી નથી શકતા તો તોફાન કરો છો. રાજ્યમાં સીધું જીતી શકતા નથી એટલે દાદાગીરી અને લુખ્ખીગીરી કરવા નીકળ્યા છો. તેમણે કહ્યું કે હું ભાજપના પ્રમુખ તરીકે કહું છું કે અમારે કોઈને છેડવા નથી…
ગુજરાતની મહત્વની ગણાતી બેઠક એટલે કે વલસાડ-ડાંગની આ બેઠક બંને પક્ષો માટે મહત્વની છે કે કારણ કે વલસાડ જે પક્ષ જીતે એ પક્ષ કેન્દ્રમાં રાજ કરે છે ઇતિહાસ છે આ બેઠકનો જે પાર્ટીનો સાંસદ અહીં જીત્યો એ પાર્ટી એ દેશ પર રાજ કર્યું છે. પાછલી બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા કેસી પટેલની સામે આ વખતે રસ્તો આસાન નથી. વડાપ્રધાન મોદીના નામે તરી જવાની આશા રાખતા કેસી પટેલ પોતાની વ્યક્તિગત ઈમેજના કારણે ખાસ્સા એવા ધોવાતા ગયા છે અને આ વખતે ખુદ ભાજપમાં તેમની સામે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. એક નજર વલસાડ-ડાંગની બેઠકના ઇતિહાસ પર વલસાડ-ડાંગ 1957થી લઇને 1967…
બારડોલી લોકસભાની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસમાં ધમાચકડી મચી છે. કેટલાય નેતા કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ પહોંચ્યા છે તો હવે કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો છે. ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાને લપડાક આપી કોંગ્રેસે મોટું ગાબડું પાડ્યું છે. ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાના ભાજપના ગઢ મનાતા વાડી ગામમાં કોંગ્રેસે ઓપરેશન કરી ભાજપને લપડાક આપી છે. ગણપત વસાવાના અંગત મદદનીશ અને વાડી ગામના માજી સરપંચ હરીશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ઉંમરપાડા ખાતે યોજાયેલા કોંગ્રેસના સંમેલનમાં હરીશ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર અને માજી મંત્રી તુષાર ચૌધરીની હાજરીમાં કોંગ્રેસની કંઠી બાંધી હતી. બારડોલી નગરપાલિકાના ત્રણ કોર્પોરેટરોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો…
સૌરાષ્ટ્રમાં રૂ.18 કરોડની સૌની યોજના અને પિવાના પાણીની રૂ.30 હજાર કરોડની યોજના મળીને રૂ.50 હજાર કરોડનું ખર્ચ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ કર્યું હોવા છતાં 7 એપ્રિલ 209માં મોટા ભાગના વિસ્તારોમાં પુરતું પાણી મળતું નથી. તેથી લોકસભા ચૂંટણીમાં ભાજપને ધોળા દિવસે ખાલી થઈ ગયા હોય એવા 90 બંધમાં જઈને રાજકીય આત્મહત્યા કરવી પડે એવી હાલત છે. સૌરાષ્ટ્રમાં 44 વિધાનસભા વિસ્તારમાં પાણી નથી. તેથી લોકો હવે ભાજપના પ્રતિનિઓને કહે છે કે, પાણી આપો તો મત આપીએ. આવા જવાબોથી રાજનેતાઓને ગરમી અને મતનો બેવડો પરસેવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના લોકોએ સૌની યોજના અને પાઈપલાઈનના પાણીની યોજના એક ફરેબ લાગી રહી છે. તેથી…
ભરૂચ લોકસભાના કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર શેરખાને આદિવાસી સમાજના માતાના મંદિરે પૂજાપાઠ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઈ ભરૂચના રૂઢિચૂસ્ત મુસ્લિમ સમાજમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલના સમર્થક મનાય છે. અહેમદ પટેલે પણ માઈકમાં અઝાન આપવાના મામલે ફિલ્મી સિંગર સોનુ નિગમનું સમર્થન કરતા ભારે ઉહાપોહ થયો હતો. હવે શેરખાનને લઈ વોટીંગના ગણતરીના દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં વિવાદ ઉભો થયો છે. શેરખાનના સમર્થકો મંદિરમાં પૂજાપાઠ કરવાના મામલાને બિનસાંપ્રદાયિક્તા સાથે જોડી રહ્યા છે. “વોટ કે લિએ કુછ ભી કરેગા” જેવું કોંગ્રેસના ઉમેદવાર શેરખાન દ્વારા મંદિરમાં પૂજાપાઠ કરવામાં આવી છે. આ અંગેનો વીડિયો અને ફોટો સોશિયલ…
માણાવદર વિધાનસભામાં એનસીપીના ઝુઝારૂ મહિલા ઉમેદવાર રેશ્મા પટેલ પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ગામડે-ગામડે ફરીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે રેશ્મા પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રીજા મોરચા અંગે પોતાની વાત રજૂ કરી છે. રેશ્મા પટેલે જણાવ્યું કે એનસીપીની ટીમ દ્વારા માણાવદરમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતને ત્રીજા મોરચાની જરૂર છે. માણાવદર વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજો મોરચો સફળ થશે. જ્યારે જ્યારે ત્રીજો મોરચાએ લોકહિતમાં ગુજરાતમાં માથું ઉંચક્યું છે ત્યારે ત્યારે સેટીંગવાળા બન્ને પક્ષો ત્રીજો મોરચા પર લાંછન લગાડે છે અને લોકવાયકા ફેલાવે છે. માણાવદરમાં હજુ પણ લોકવાયકા ફેલાવી એ-ટીમ અને બી-ટીમનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે ગુજરાતને ત્રીજા…
અનુપમ ખેર દ્વારા કરવામાં આવેલી ટીકાનો ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરે સીધો જવાબ આપ્યો અને કહ્યું કે હા, આ તો છે લોકશાહી, સર. ભારત માતા કી જય. સ્વરા ભાસ્કરે ખેર પર પલટવાર કરતા સોશિયલ મીડિયામાં આ અંગે જબરદસ્ત રિએક્શન આવવા માંડ્યા છે. સ્વરાનું ટવિટ વાયરલ થઈ રહ્યું છે. બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ સહિત થિયેટર કરતાં 600થી વધુ ફિલ્મ હસ્તીઓએ ભાજપને વોટ નહીં આપવાની અપીલ કરી છે. આ અપીલથી ભાજપી અનુપમ ખેર કકળી ઉઠ્યા છે. અનુપમે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, “પછી આપણા પોતાના સમુદાયના કેટલાક લોકોએ એક પત્ર જારી કર્યો છે અને હાલની સરકારને આગામી ચૂંટણીમાં મત ન આપવાની અપીલ કરી…