સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર દર્શના જરદોષ માટે સ્થિતિ સાનુકુળ નથી તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે દર્શના જરદોષે આજે બુધવારે ફોર્મ ભરી દીધું હતું. પોતાના નજીકના કાર્યકરો સાથે પહોંચીને દર્શના જરદોષે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરી દેતા ભાજપ સહિત તમામ ચોંકી ઉઠ્યા છે કે દર્શના જરદોષે આવું કેમ કર્યું. હકીકત એવી છે કે દર્શના જરદોષ સાંઈ ભક્ત છે અને સાંઈબાબાના શૂભ દિવસ તરીકે ગુરુવારને માને છે. આવતીકાલે તેઓ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરવાની ઔપચારિકત પૂર્ણ કરશે. બીજું એ કે ગુરુવારે ચૌદશ હોવાથી આજે બુધવારે વિજય મૂહૂર્તમાં ફોર્મ ભરી દીધું હતું. આવતીકાલે ફોર્મ ભરવાની ઔપચારિકતા…
કવિ: Satya Day News
લોકસભાની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ વધુ 6 નામ જાહેર કર્યા છે. ખાસ કરીને સુરત બેઠક સર્જાયેલા વિવાદના કારણે પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસ સક્રીય આગેવાન અશોર આઘેવાડાનું નામ સત્તાવાર રીત જાહેર કરીને કોંગ્રેસે વિરોધીઓની ઐસી તૈસી કરી નાંખી છે. અશોક આઘેવાડાને ટીકીટ આપવા સામે પ્રદેશ કોંગ્રેસના મંત્રી હસમુખ દેસાઈ અને સુરત મહાનગર પાલિકાના વિપક્ષ નેતા પપ્પન તોગડીયાએ વિરોધ કર્યો હતો અને તેમના સમર્થક ગણાતા કોર્પોરેટ સોનલ દેસાઈને ભાજપમાં મોકલી આપ્યા હતા. સોનલ દેસાઈએ પાછલા અઢી વર્ષમાં શું કર્યું તે કોઈને ખબર નથી, પણ રાતોરાત તેઓ વરાછા વિસ્તારમાં ચર્ચાસ્પદ બન્યા અને ભાજપમાં જોડાઈ ગયા. સુરત ઉપરાંત કોંગ્રેસે ભાવનગરથી પારથી ભાટોલને ટીકીટ આપી…
સુરતમાં લોકસભાની ટીકીટ અશોક આધેવાડાને આપવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવતા સુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પ્રદેશ કોંગ્રેસના મંત્રી હસમુખ દેસાઈ અને સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રફુલ તોગડીયા(પપ્પન તોગડીયા)એ વિરોધનો બૂંગિયો ફૂંકી દીધો છે. અશોક આધેવાડા જેવા જન્મજાત કોંગ્રેસીની સામે ભાજપ તરફી મનાતા હસમુખ દેસાઈ અને પપ્પન તોગડીયાએ ચીમકી ઉચ્ચારી છે કે જો સુરતમાં મને(પપ્પન તોગડીયા) અથવા ધનશ્યાન લાખાણીને ટીકીટ આપવામાં નહીં આવે તો 8-10 કોર્પોરેટરો ભાજપમા જતા રહેશે. વાત આટલેથી પતી જતી નથી. કોર્પોરેટર સોનલ દેસાઈને તો ભાજપમાં મોકલી આપવામાં આવ્યા.હવે કોંગ્રેસે સુરતમાં શું ગુમાવવાનું રહે છે, અને 8-10 કોર્પોરેટરો કોંગ્રેસ છોડીને જાય તો શું થઈ જશે.…
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વાર પાટીદાર સમાજના યુવા ચેહરા અશોક આધેવાડા(પટેલ-સાંસપરા)ને ટીકીટ આપવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ સત્તાવાર રીતે નામ જાહેર કરવામાં કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. સુરત મહાનગર પાલિકાના વિપક્ષ નેતા પપ્પન તોગડીયાની સમર્થક મનાતા કોર્પોરેટર સોનલ દેસાઈએ ભાજપનો ખેસ ધારણ કરી લેતા મોટાપાયા પર હંગામો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ ગઈ રાત્રે દિલ્હીથી મીડિયાને જાણ કરવામા આવી હતી કે સુરત લોકસભા બેઠક પર અશોક આધેવાડાની ટીકીટ ફાઈનલ કરવામાં આવી છે. અશોક આધેવાડાના સમર્થકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. ત્યાર બાદ આજે સવારે બારડોલી લોકસભાની ભાજપના ઉમેદવાર પ્રભૂ વસાવાનું ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રોગ્રામમાં સુરત…
સુરતમાં 15 દિવસના ભારે મનોમંથન પછી ભાજપે વર્તમાન સાંસદ દર્શના જરદોષને રિપીટ કર્યા છે. આમ પણ દક્ષિણ ગુજરાતમાં મહિલા ક્રાઈટેરીયામાં દર્શના જરદોષનું નામ ફિક્સ જ હતું પરંતુ ભાજપ મોવડી મંડળ દ્વારા નવેસરથી વિચારણા કરવામાં આવી જરૂર પણ છેવટે દર્શના જરદોષને જ પુન: ટીકીટની ફાળવણી કરવામાં આવી. સુરત ભાજપના રાજકારણની વાત કરીએ તો નવસારીના સાંસદ સીઆર પાટીલની સામે સક્રીય રીતે ભાજપની અંદર જ નવી ધરી કામ કરી રહી છે. એક સમયે સીઆર પાટીલના ખાસમ ખાસ મનાતા પૂર્ણેશ મોદીએ સૌ પ્રથમ તેમની સાથેનો છેડો ફાડ્યો અને સુરત ભાજપમાં પોતાનું એક હથ્થું શાસન ચલાવ્યું. ત્યારા બાદ નીતિન ભજીયાવાળા આવ્યા. નીતિન ભજીયાવાળાએ પાટીદાર સમાજમાં…
ભરૂચ લોકસભામાં કોંગ્રેસે છેવેટે કૂલડીમાં ગોળ ભાંગ્યું છે. જબરદસ્ત ચર્ચા હતી કે અહેમદ પટેલ 30 વર્ષ બાદ ભરૂચ લોકસભાની ચૂંટણી લડશે પરંતુ છેવટે અહેમદ પટેલ મેદાન છોડીને જતાં રહ્યા અને પોતાના વિશ્વાસુ અને જિલ્લા પંચાયત પણ જીતી ન શકે અને ત્રણ વખત ધારાસભાની ચૂંટણી હારી ગયેલા પીડી વસાવાને ટીકીટ આપી દીધી છે. હવે ભરૂચમાં ત્રણ વસાવા વચ્ચે જંગ મંડાયો છે. ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. છોટુ વસાવા પોતાની પાર્ટી સાથે ઉભા છે અને હવે કોંગ્રેસના પીડી વસાવા વચ્ચે ભરૂચના જંગ જોવા મળવાનો છે. અહેમદ પટેલ મેદાન છોડીને જતા રહેતા અને પીડી વસાવાને ટીકીટ આપવામાં આવતા મુસ્લિમ સમાજમાં અહેમદ પટેલ…
લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં ભાજપે સુરત બેઠકને લઈ ખાસ્સી મથામણ કર્યા બાદ બે ટર્મથી સાંસદ રહેલા દર્શના જરદોષને ફરી ટીકીટ આપી છે. દર્શના જરદોષે ટીકીટ મેળવવામાં હેટ્રીક કરી છે. સુરત બેઠક માટે એવું કહેવાતું હતું કે પાટીદારને આ વખતે ભાજપ ટીકીટ આપશે પરંતુ એવું બન્યું નહીં. મહેશ સવાણીનો હાઉ ઉભો કરવામાં આવ્યો. મોરારજી દેસાઈના પ્રપૌત્ર મધુકેશ્વર દેસાઈની પણ ચર્ચા થઈ અને છેલ્લામાં છેલ્લી રીતે વડાપ્રધાન મોદી સ્વંય સુરત બેઠક પરથી પણ ચૂંટણી લડે તેવી શક્યતા અને તર્ક-વિતર્ક કરવામાં આવ્યા પરંતુ આ બધી ચર્ચાઓમાંથી છેવટે દર્શના જરદોષે બાજી મારી લીધી છે. જ્યારે મહેસાણા બેઠક પર ભાજપ મહિલા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.…
સુરત લોકસભા બેઠક માટે કોંગ્રેસે ફરી એક વાર પાટીદાર સમાજ પર ભરોસો મૂક્યો છે. ભાવનગરના યુવા ચહેરા અશોક સાંસપરા(અદેવાળા)ને ટીકીટ આપી ભાજપને પડકાર ફેંક્યો છે. અશોક સાંસપરા મૂળ ભૂત રીતે કોંગ્રેસી છે અને પાછલી બે ટર્મથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી તરીકે કાર્યરત છે. આ ઉપરાંત યુવક કોંગ્રેસ સાથે પણ ઘનિષ્ટ સંપર્ક અને સંગઠન ધરાવે છે. મૂળ ભાવનગરના અદેવાડા ગામના વતની એવા 45 વર્ષીય અશોક સાસપરા પાટીદાર સમાજ માટે નવો અને બિનવિવાદિત ચહેરો છે. તેઓ રિઅલ એસ્ટેટ અને કન્સટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એવું કહેવાય છે ભાવનગરના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને કોંગ્રેસમાં ટીકીટનો દાવો કર્યો હતો. સુરતમાં રહેતા ભાવનગરના પાટીદારો…
દાદરા નગર હેવલી સેલવાસમાંથી કોંગ્રેસે આદિવાસી એકતા પરિષદના પ્રભુ ટોકીયાને ટીકીટ આપવાની જાહેરાત કરી છે. પ્રભુ ટોકીયાને ટીકીટ મળતા તેમના ટેકેદારોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. હવે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ મંડાવાનો છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષ તરીકે મોહન ડેલકરે ઉમેદવારી કરી છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રભુ ટોકીયા પાછલા કેટલાક વર્ષોથી આદિવાસી વિસ્તારમાં કાર્યરત રહ્યા છે. ખાસ કરીને દાદરા-નગર હવેલીના પ્રશ્નોને લઈ પ્રભૂ ટોકીયાએ આંદોલનો અને વિરોધ પ્રદર્શનો પણ કરેલા છે. કોંગ્રેસં કરેલી પસંદગી કેટલી સફળ થશે એ આવનાર સમય જ કહેશે,
ગઈ રાત્રે કોંગ્રેસે મહેસાણામાંથી અંબાલાલ પટેલની ટીકીટ આપ્યા બાદ વધુ ચાર નામોની જાહેરાત કરી છે. ચાર નામોમાં ગાંધાનગરથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સામે સીજે ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને અમરેલીથી ટીકીટ આપવામાં આવી છે. પરેશ ધાનાણી અમરેલીના ધારાસભ્ય પણ છે. કોંગ્રેસે જામનગરમાંથી ફરી એક વાર મુળુભાઈ કંડોરીયા પર પસંદગી ઉતારી છે. આ ઉપરાંત સુરેન્દ્ર નગરમાંથી સોમા ગાંડા પટેલને ટીકીટ આપવામાં આવી છે.