કવિ: Satya Day News

મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારીયરની ફિલ્મ ઓરુ આદર લવ 14મી ફેબ્રુઆરીએ રીલીઝ થવા જઈ રહી છે ત્યારે આ ફિલ્મનું કીસ સીન ઓન લાઈન લીક થઈ ગયું છે. સોશિયલ મીડિયામાં કીસ સીન ખાસ્સું વાયરલ થયું છે. બન્ને જણા સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે. વીડિયો ક્લિપને અત્યાર સુધી લાખો લાઈક અને અસંખ્ય શેર મળ્યા છે. ઓરુ આદર લવમાં આંખના મટકું મારીને રાતોરાત પ્રિયા ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. જ્યારે કીસ સીનમાં પ્રિયા સાથી અભિનેતા સાથે કીસ કરી રહી છે. પ્રિયાની સાથે આ ફિલ્મમાં સિયાદ શાહજહાં, રોશન અબ્દુલ રઉફ અને નૌરીન શરીફ ભૂમિકા ભજવી રહ્યા છે. તાજેતરમાં જ પ્રિયાને બોલિવૂડના નિર્માતા-નિર્દેશક બોની…

Read More

દેશના આધુનિક સંચાર ઉપગ્રહ જીસેટ-31ને બુધવારે બપોરે ફ્રેન્ચના ગુયાનાના યુરોપીય રોકેટ દ્વારા અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂકવામાં આવ્યો હતો. આ મિશનથી એટીએમ નેટવર્કને મજબૂતી મળશે અને ડીટીએચ સેવા પણ મજબૂત થશે. દક્ષિણ અમેરિકાના ઉત્તર-પૂર્વ સ્થિત ફ્રાન્સીસી વિસ્તાર કૌરુના એરીયન કોમ્પલેક્સથી ભારતીય સમય અનુસાર ગત મોડી રાત્રે 2.31 મીનીટ પર ઉપગ્રહને છોડવામાં આવ્યો હતો. યુરોપના એરીયન સ્પેસના એરિયન-5 અંતરિક્ષયાન મારફત ઉપગ્રહને અંતરિક્ષમાં તરતો મૂકવામાં આવ્યો હતો. અવકાશીય ક્ષેત્રમાં તેનું ફ્લાઈંગ અંદાજે 42 મીનીટ રહ્યું હતું. સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના ડાયરેક્ટર એસ.પાંડિયને કૌરુમાં કહ્યું કે એરિયન-5 રોકેટ દ્વારા GSAT-31નું સફળ પ્રેક્ષપણ કરવામાં આવ્યું. તેમણે એરિયન સ્પેસ સેન્ટરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે…

Read More

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાઇબર સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે બાપુનગર ખાતે વિરાટ નગર ચાર રસ્તા પાસે આવેલા પ્લોટ નંબર 22 ખાતે આવેલી અનિલ હોઝિયરી ઇન્ડસ્ટ્રીઝ ના ત્રીજા માળે કેટલાક લોકો બોગસ કોલસેન્ટર ચલાવી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ત્યારે રેડ પાડતા આ બોગસ કોલ સેન્ટર કામ કરતા આઠ શખ્સો મળી આવ્યા હતા. આ બોગસ કોલ સેન્ટર વિક્રમ શુકલા (૩૩)રહે ઓઢવ, અમદાવાદ, નિકુલ સિંહ ચૌહાણ( ૨૨) રહે નરોડા બંન્ને સાથે મળીને ચલાવતા હતા. તેઓ અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકે છે તેમજ તેઓએ અગાઉ આવા કોલ સેન્ટર માં કામ કર્યું હોવાથી છેતરપિંડી કરવાની આખી પ્રોસેસ તેઓ સારી રીતે વાકેફ…

Read More

સુરત મહાનગપાલિકાના વોર્ડ નંબર આઠ-વેડ,ડભોલી-સિંગણપોરનો ભાજપનો કોર્પોરેટર જયંતિ ભંડેરી ડોક્ટર પાસેથી પચાસ હજારની લાંચ લેતા પકડાઈ જવા પામ્યો છે. આ ઘટનાના કારણે ભાજપમાં ચકચાર મચી ગઈ છે. એન્ટી કરપ્શન બ્યુરોને ડોક્ટરે ફરીયાદ આપી હતી કે ભાજપના કોર્પોરેટર જયંતિ ભંડેરી દ્વારા આપવા માટે ધાક ધમકી અને હેરાનગતિ કરવામાં આવી રહી છે. ડોક્ટરની ફરીયાદના પગલે એસીબીએ કોર્પોરેટરનું છટકું ગોઠવ્યું હતું અને આજે સાંજે કોર્પોરેટર જયંતિ ભંડેરીને પચાસ હજારની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો હતો. વિગત મુજબ જયંતિ ભંડેરીએ કતારગામ વિસ્તારમાં આવેલી હરી દર્શન સોસાયટી નજીક દવાખાનાનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. દવાખાનાનું બાંધકામ કરી રહેલા ડોક્ટરની પાસેથી ભંડેરીએ રૂપિયાની માંગ કરી હતી…

Read More

(દિલીપ પટેલ દ્વારા):  નર્મદા ઘાટી પરિયોજનાને મંજુરી મળ્યે 40 વરસ થયા છે. ત્યારથી લઈને આજ સુધી નર્મદાનો પ્રવાહ પાતળો પડ્યો, તેમાં પાણી ઓછુ થયું અને નર્મદાના નામે પ્રચાર ઝાઝો થયો છે. પણ તેના પાણીથી ખરેખર વિકાસ થયો નથી. માત્ર નર્મદા યોજના પિવાના પાણી અને ઉદ્યોગોને આપવાના પાણીની યોજના જ બની ગઈ છે. નર્મદા બંધના ઉપરવાસથી આવતાં પાણીનો પ્રવાહ 50 એટર ફૂટ ઘટી જતાં બંધ ખાલી રહે છે. ત્રણ વર્ષથી બંધ પૂરો થઈ ગયો પણ તે ભરાયો નથી અને જ્યારથી વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ બંધને રાષ્ટ્રને અર્પણ કર્યો છે ત્યારથી તે ભરાયો નથી અને તેથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરાયું છે અને…

Read More

વડગામ તાલુકાના છાપી પોલીસ અને પાલનપુર ખોરાક અને ઔષધ વિભાગે ઘી બનાવતી ફેક્ટરી ઉપર  દરોડો પાડી શકાસ્પદ ગૌરવ બ્રાન્ડનો દેશી ઘીનો રૂ.10,24,860નો જથ્થો પકડી પાડ્યો હતો. માહી ગામની સીમમાં શ્રી રિદ્ધિ વિનાયક પ્રોડક્ટ નામની ફેકટરીમાં ગૌરવ બ્રાન્ડના નામથી દેશી શુદ્ધ ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જેમાં દેશી ઘી 3306 કિલો પકડીને નમૂના તપાસ માટે મોકલી આપ્યા છે. 5 ફેબ્રુઆરીએ પકડાયેલો મોટો જથ્થો અહીંના ધારાસભ્ય જીજ્ઞનેશ મેવાળીના મત વિસ્તારનો છે અને તેમના નિવાસ સ્થાન નજીકથી આ પકડાયો છે. ડીસા અને પાલનપુર નકલી ઘી માટે કુખ્યાત થતું જાય છે. 22 ડેરીના 80 ટકા નમૂના નાપાસ અગાઉ અમદાવાદમાં 22 ડેરીઓમાં લેવાયેલા 40 નમૂના…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 2019-20 માટે ₹ 8051કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં ખાસ કરીને વિકાસ કાર્ય પર ભાર મૂકવામાં આવ્યો છે, અને તેના માટે 220 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આ સાથે સ્ટેન્ડિંગ કમિટીએ અને 542 કરોડના પણ નવા સુધારા સૂચવ્યા છે. કોર્પોરેશનના મેયર બીજલ પટેલ , ડે. મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ અને ભાજપના નેતા અમિત શાહ ભાજપના દંડક રાજુ ઠાકોરે સ્ટેન્ડિંગ કમિટીએ તૈયાર કરેલું આ બજેટ રજૂ કરતાં તેમણે માહિતી આપી હતી. ચાલુ વર્ષે રેવન્યુ ની આવકમાં થયેલા વધારા અંગે તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય વેરાની આવક સો કરોડની કોમર્શિયલ ડેવલપમેન્ટની આવક 190 કરોડની પ્રીમિયમની…

Read More

બનાસકાંઠાના ડીસા ખાતે પાટણ હાઇવે પરની જમીનનો કબ્જો પરત સોંપવા માટે આદેશ કર્યા બાદ પોલીસે કાળા કપડાં પહેરેલા બાઇન્સરો સાથે વિવાદિત સ્થળે ધસી જઈ કબજેદાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હતો. બાઉન્સરો સાથે પોલીસ દમનનો વીડિયો વાયરલ થઈ ગયા બાદ પીડિત પરિવારે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં અધિક્ષક સમક્ષ ન્યાયની માંગણી કરતાં પોલીસ તંત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. સાર્થક બંગલોઝ આગળની જમીનની માલિકી અંગે વિવાદ લાંબા સમયથી હતો. તાજેતરમાં જ ડીસાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે આ જમીનનો કબજો અરજદારને સુપ્રત કરાવવાનો આદેશ કરતા ડીસા ઉત્તર પોલીસ મથકના અધિકારીઓએ ખાનગી બાઉન્સરો સાથે વિવાદિત સ્થળે ધસી જઈ પીડિત પરિવાર અને આ પરિવારની એક સગર્ભા મહિલા પર…

Read More

સુરત ફેમીલી કોર્ટમાં બે પક્ષો વચ્ચે મારામારી થતા ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટના બનતા ફેમિલી કોર્ટ પ્રાંંગણમાં ધમાચકડીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા પતિ-પત્નીની તારીખ હોવાથી બંને પક્ષોના પરિવારના સભ્યો કોર્ટમાં હાજરી આપવા માટે આવ્યા હતા. જોકે, બન્ને પક્ષો વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. જોકે, એકાએક આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પરિવારના પુરુષ સભ્યો એકબીજા સાથે મારા મારી કરવા ઉપર ઉતરી આવ્યા હતા. જોકે, કોર્ટ પરિસરમાં થયેલી મારામારી બાદ લોકોએ બંને સભ્યોને છોડાવ્યા હતા. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. જોકે, આ મારામારી પોલીસની હાજરીમાં થઇ હતી. વિગતો સુરતની ફેમીલી કોર્ટમાં આજે બુધવારે સવારે…

Read More

ઉમરપાડાના વાડી ગામે બે ખાનગી મંદિર બનાવવા રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂ.8.80 કરોડની સરકારી ગ્રાંટ વાપરતાં ગુજરાત સરકાર કાનૂની અને બંધારણીય રીતે આફતમાં આવી પડી છે. પ્રજાના નાણાંનો ગેરઉપયોગ પ્રવાસન પ્રધાન ગણપત વસાવાએ કર્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે માંગરોળ વિસ્તારના આગેવાન અને નિવૃત્ત IAS જગતસિંહ વસાવા દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા, મંદિરમાં સરકારી પૈસા વાપરવાનો મુદ્દો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. જેનો સામનો કરવા માટે 5 ફેબ્રુઆરી 2019માં ભાડૂતી લોકો દ્વારા દેખાવો કરાયા હોવાનો આરોપ નિવૃત્ત IAS અધિકારી જગતસિંહ વસાવા દ્વારા મૂકવામાં આવ્યો છે. તેમણે આ પ્રતિનિધિ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 200 લોકોને રૂ.500 દનીયું આપીને વન પ્રધાન…

Read More