કવિ: Satya Day News

બેંગલુરુના જાણીતા મહિલા પત્રકાર ગૌરી લંકેશની 2017માં તેમના ઘર આગળ જ ફાયરિંગ કરીને કોઈ અજાણી વ્યક્તિ હત્યા કરી હતી.  આ સમગ્ર ઘટના ગૌરી લંકેશના ઘરે લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી પરંતુ હત્યારાને આમાં બરાબર ઓળખી શકાતો ન હતો કેમ કે સીસીટીવી ફૂટેજની ગુણવત્તા સારી ન હતી. કર્ણાટક સરકારે આ બાબતની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી આ ટીમે તપાસ દરમિયાન પરશુરામ વાઘમરે નામની વ્યક્તિને  શંકાસ્પદ તરીકે પકડ્યો હતો. અલબત્ત પોલીસ પાસે આ બાબતે કોઈ નક્કર પુરાવો ન હતો જેથી એસઆઇટીએ પરશુરામ વાઘમારેનો હાલવા ચાલવાની ઉભા રહેવાની અને હલનચલન કરવાની રીતભાતનું એક કંટ્રોલ વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. પત્રકાર…

Read More

દર વર્ષે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં મહાકાય પુતળાઓનું દહન કરવાની પરંપરા ગુજરાતમાં રહી છે. પણ હવે રાજકીય પક્ષો અને સામાન્ય જનતા પોતાના હેતુ પાર પાડવા માટે સામા પક્ષના પુતળા દહન કરે  છે. પહેલા રાવણના પુતળા સળગતા હવે વિરોધીઓના પુતળા સળગી રહ્યાં છે. ગુજરાતમાં સૌથી વધું પુતળામાં સળગવાનો વિક્રમ અમિત શાહ પાસે આજે પણ અકબંધ છે. તેમના પુતળા કોંગ્રેસ અને પાસ દ્વારા સૌથી વધું ફૂંકી મારવામાં આવ્યા છે. ત્યાર બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, વિરજી ઠુમર, શક્તિસિંહ ગોહિલ અને નરેન્દ્ર મોદી આગળ છે. આમ પુતળા બાળીને વિરોધ કરવાની રાજનીતિ અને સમાજ નીતિ જોવા મળી રહી છે. લોકો પોતાનો રોષ વ્યક્ત કરવા…

Read More

શારદા ચીટ ફંડ મામલે કોલાકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારને ઘરે પહોંચેલી CBIની સાથે કોલાકાતા પોલીસની અથડાણને લઈ મહાસંગ્રામ છેડાઈ ગયું છે. દેશમાં આ પહેલો બનાવ છે જેમાં CBI અને પોલીસ વચ્ચે સીધું યુદ્વ છેડાયું હોય. તમને જણાવી દઈએ કે CBIની રચના અને કાયદા પ્રમાણે કોઈ પણ રાજ્યમાં કાર્યવાહી કરતા પૂર્વે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જોગવાઈ છે. CBIની રચના દિલ્હી વિશેષ પ્રતિષ્ઠાન અધિનિયમ-1946ના અનુસંધાને કરવામાં આવી છે. આ અધિનિયમની કલ-5 પ્રમાણે દેશના તમામ ક્ષેત્રમાં CBIને તપાસ કરવાના અધિકાર આપવામાં આવ્યા છે. પરંતુ તેની સાથે જ કલમ-6માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્ય સરકારની અનુમતિ વિના CBI રાજ્યના અધિકાર ક્ષેત્રમાં પ્રવેશ કરી શકતી…

Read More

અમદાવાદના બિલ્ડર કેવલ મહેતાએ લીફ્ટ કોન્ટ્રાક્ટરના પિતાને જાનથી મારી નાખવાની ધમકીની વધુ એક ફરીયાદ પોલીસમાં થઈ છે. બિલ્ડર કેવલ મહેતા વિરુધ્ધ અત્યાર સુધીમાં મારામારી, છેતરપીંડી, એટ્રોસીટી, ધાકધમકી જેવી પાંચ ફરીયાદો અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ છે. તેમની સ્કીમમાં લીફ્ટ કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી કરતા કોન્ટ્રેક્ટરના પિતાની ઉંમર 67 વર્ષ છે.  બે હાર્ટ એટેક અને એક બ્રેઈન સ્ટ્રોક આવેલા છે. તેમ છતા કેવલ મેહતા દ્વારા તેઓની સામે ખોટી ફરીયાદ કરીને માનસિક અને શારીરીક ત્રાસ આપતા. કેવલ મહેતા તથા ઘુમા ગામ ના કનુ હરિ પટેલ વિરુધ્ધ ક્રુષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી છે. આશ્રય-9 અને આશ્રય-10ના બિલ્ડર કેવલ મહેતાની સ્કીમમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન…

Read More

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કપરો કાળ શરૂ થઈ ગયો છે. નીતિન પટેલે જ્યારથી રિસામણા-મનામણાનો દાવ રમ્યો ત્યારથી તેઓ ભાજપ હાઈકમાન્ડની બ્લેક લિસ્ટમાં આવી ગયા છે. નીતિન પટેલના પુત્રના લગ્નમાં પણ તેની ઝાંખી જોવા મળી હતી, હવે ભાજપને મહેસાણાની જમીન પર જ નીતિન પટેલના હાંસિયામાં ધકેલી ભાજપે કક્કો ખરો કરવાનો વળતો દાવ રમ્યો છે. નીતિન પટેલ માટે કપરો કાળ એટલા માટે કે મહેસાણામાં ભાજપે પોતાના બળતા ઘરને સળગતું બચાવવા ઉછીના નેતાઓને લેવા માંડ્યા છે. ખાસ કરીને કોંગ્રેસના તમામ નેતાઓ પર ભાજપન નજર મંડાયેલી છે. આઈબી અને પોલીસ પાસેથી આ કામ કરાવવામાં આવી રહ્યું છે અને ખૂબ જ સાવચેતી અને સલુકાઈથી…

Read More

ટીવી પર કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે ઘરેઘર લોકપ્રિય છે. પાછલા કેટલાક સમયથી સિરિયલની નાયિકા દયાબેન એટલે કે દિશા વંકાણીને લઈ સિરિયલ વિવાદમાં આવી ગઈ છે. ન્યૂઝ મળી રહ્યા છે કે દયાબેને સિરિયલ છોડી દીધી છે અને તેનું રિપ્લેસમેન્ટની શોધ ચાલી રહી છે. સિરિયલના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ આ મામલે હવે મૌન તોડ્યું છે. બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતા આસિત કુમાર મોદીએ કહ્યું કે અભિનેત્રી સાથે કોઈ વિવાદ નથી. દિશા પાછલા એક વર્ષથી અમારી સાથે કામ કરી રહી નથી. અમે સમજીએ છીએ કે કોઈ પણ માતા પોતાના બાળક સાથે સમય વિતાવવાની ઈચ્છા રાખે છે. પરંતુ હવે દિશાની…

Read More

છોટા રાજનની ગેંગનાં ગેંગસ્ટર રવિ પુજારીની દક્ષિણ આફ્રિકાના સેનેગલમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ ત્રણ રાજ્યો વચ્ચે ક્રેટીડ લેવાની હોડ ચાલી રહી છે. આ ત્રણ રાજ્યોમાં ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર છે. ત્રણેય રાજ્યોએ રવિ પુજારી પકડાયો તેમાં પોતાની ભૂમિકા મહત્વની હોવાનો દાવો કર્યો છે. તો બીજી તરફ કર્ણાટકમાં ભાજપ અને JDS આ મામલે આમને સામને આવી ગયા છે. ગુજરાત એટીએસે કહ્યું છે કે રવિ પુજારી અંગે ગુજરાત પોલીસ દ્વારા સેન્ટ્રલ એજન્સીને આપવામાં આવેલી ટીપ્સના કારણે તેની ધરપકડ શક્ય બની છે. ગુજરાત પોલીસે જ સેન્ટ્રલ એજન્સીઓને રવિ પુજારી સેનેગલમાં હોવાની જાણકારી આપી હતી. જ્યારે મુંબઈ પોલીસે કહ્યું છે કે રવિ પુજારી અંગેની સંપૂર્ણ…

Read More

ગુજરાતના ખેડૂત સંગઠને 2019-20ના કેન્દ્ર સરકારના અંદાજપત્રની આકરી ટીકા કરી છે. ગુજરાત કિસાન કોંગ્રેસે જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને જરૂરી ડીઝલ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, બિયારણ, ખેત વીજ જોડાણ અને ખેત વીજ બીલમાં મોટા પ્રમાણમાં વધારો કરી ખેડૂતો પાસેથી લાખો કરોડ મોદી સરકારે લઈ લીધા છે. હવે રાહત આપવાનું માત્ર નાટક કરી રહી છે. ચૂંટણી સુધી કોઈ ખેડૂતોને રાહતો સરકાર આપવાની નથી. ખેડૂતો વીમો લે છે તે પણ કેન્દ્રની મોદી સરકાર નથી આપતી તો આ રાહતો માત્ર ચૂંટણી જીતવા માટેની જ છે. જે કોઈને મળવાની નથી. પ્રધાનમંત્રી  પાકવીમાં યોજનામાં જ વર્ષ 2015-16, 2016-17, 2017-18 અને 2018-19માં ચાર વર્ષમાં…

Read More

ઠાકોર સેનાને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસમાં ભળીને અલ્પેશ ઠાકોર ચૂંટણી લડ્યા હતા. ત્યાર બાદ અલ્પેશ ઠાકોર સાથે જૂલાઈ 2018માં ઠાકોર સેનાના મૂળ સ્થાપક એવા રમેશ ઠાકોર અને ગુજરાતના ઠાકોર સેનાના બીજા એક ડઝન નેતાઓની બેઠક કરી હતી. જેમાં અલ્પેશ ઠાકોરને કહી દેવામાં આવ્યું હતું કે તમે રાજકારણમાં નહીં જવાના દિકરાના સોગંદ લીધા હતા. તેમ છતાં રાજકારણમાં ગયા છો. તમે કોંગ્રેસમાં શોદાબાજી કરીને ગયા, પણ ઠાકોર સેનાને કેમ વિશ્વાસમાં લેવામાં આવી ન હતી. શું કારણ એવું ઊભું થયું કે કોંગ્રેસ સાથે તમે જોડાયા. અલ્પેશ ઠાકોરને 10 મુદ્દાની જાહેર સ્પષ્ટતા કરવા માટે ઠાકોર સમાજ દ્વારા કહેવામાં આવ્યું હતું. જેનો આજે 7 મહિનાથી…

Read More

જે લોકસભા વિસ્તારમાં કે જિલ્લામાં ભાજપ નબળો છે અને જ્યાં ઓછા ધારાસભ્યો ચૂંટાયા છે એવા કેટલાંક વિસ્તારોને ભાજપના નેતાઓ રાજકીય રીતે તોડફોડ કરી રહ્યો છે. જેમાં સત્તા અને સંપત્તિ વપરાઈ રહી છે. 15 જિલ્લાની 10 લોકસભા બેઠક ભાજપ માટે નબળી છે ત્યાં તોડફોડ શરૂ કરાયું છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, મહેસાણા પર રાજકીય તાંડવ શરૂ કર્યું છે. જેમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીના જન્મના સ્થાનો તથા ભાજપના 12 એવા નેતાઓના કાર્યક્ષેત્રોમાં પરાજય થયો છે તે પણ આવી જાય છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને આ વખતે 26 માંથી 15 થી 17 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસને ફાયદો થઇ રહ્યો છે. તેથી…

Read More