મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે અને કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલ એક સાથે સ્ટેજ પર જોવા મળે તો રાજકારણમાં ગરમાટો આવ્યા વગર રહે નહીં. રાજ ઠાકરે અને અહેમદ પટેલ એક સામાજિક કાર્યક્રમમાં એક સાથે જોવા મળ્યા અને સાથે ફોટો પણ પડાવ્યો હતો. ફંકશન હતો રાજ ઠાકરેના પુત્રના લગ્નનો. કોંગ્રેસના નેતા અહેમદ પટેલ મોંઘીદાટ ગિફટ લઈને પ્રોગ્રામમાં પહોંચ્યા અને વર-વધુને આશિર્વાદ પણ આપ્યા તો સાથો સાથે ફાયર બ્રાન્ડ નેતા રાજ ઠાકરે અને તેમની ફેમિલી સાથે ફોટો પણ પડાવ્યો હતો. અહેમદ પટેલ આમ તો સામાજિક પ્રસંગોમાં અચૂક હાજરી આપે છે. પરંતુ વીવીઆઈપી પ્રસંગને ખાસ મહત્વ આપતા હોય છે. અહેમદ પટેલ હાલ…
કવિ: Satya Day News
સુપ્રીમ કોર્ટે રામ મંદિર-બાબરી મસ્જિદ મામલાની સુનાવણી ફરી એક વાર ટાળી દીધી છે. મામલાની સુનાવણી બે દિવસ બાદ એટલે કે 29મી જાન્યુઆરીએ થવાની હતી. પરંતુ સુનાવણીને લંબાવી દેવામાં આવી છે. આ પૂર્વે જાન્યુઆરીમાં આ કેસની બે વખત સુનાવણી ટાળી દેવામાં આવી છે. આ વખતે 29મી જાન્યુઆરી સુનાવણી કરવામાં આવનાર હતી પરંતુ આ વખતે પણ સુનાવણી હાથ ધરી શકાશે નહીં. બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ મંદિર વિવાગ અંગે કોર્ટે સુનાવણી એટલા માટે ટાળી દીધી છે કે સુનાવણી કરનારી બંધારણીય બેન્ચના પાંચ જજ પૈકી એક જજ કોર્ટમાં હાજર રહી શકે એમ નથી. જસ્ટીસ એસએ બોબડે સુનાવણીમાં હાજર રહી શકશે નહીં. તેમની અનુપસ્થિતિ જ સુનાવણીને…
આજે દિવસભર સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ અને પ્રમુખ મોહન ડેલકરે કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોવા અંગે સોશિયલ મીડિયા અને મીડિયામાં પબ્લીશ થયેલા સમાચારો બાબતે સ્પષ્ટતા કરી હતી અને કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોવાની વાતને ફગાવી હતી. મોહન ડેલકરે ટેલિફોન પર વાત કરતા જણાવ્યું કે રાજીનામાની વાત સંપૂર્ણપણે સત્યથી વેગળી છે અને તેમાં કોઈ દમ નથી. વિરોધીઓ દ્વારા વહેતી કરવામાં આવેલી આ વાત છે. હું કોંગ્રેસમાં જ છું અને રહીશ. પૂર્વ સાંસદે કહ્યું કે દાદરા નગર હવેલી અને દિવ-દમણની સીટ જીતવા માટે કોંગ્રેસ તૈયાર છે અને બન્ને બેઠક પરથી ભાજપને પરાજ્ય આપવા માટે કોંગ્રેસના કાર્યકરો કટિબદ્વ છે.…
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદ મોહન ડેલકરે કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ મોહન ડેલકરે કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પ્રભારીની કાર્ય પદ્વતિથી ડેલકર નારાજ ચાલતા હોવાનું જાણવા મળી રહ્યું છે. 19મી જાન્યુઆરીએ જ્યારે વડાપ્રધાન મોદીએ સેલવાસમાં જાહેરસભાને સંબોધન કર્યું તો મોહન ડેલકર સ્ટેજ પર પહોંચી ગયા હતા અને પીએમ મોદી સાથે ફોટો પડાવ્યો હતો અને ગુલદસ્તાથી સ્વાગત કર્યું હતું. પીએમ મોદી સાથે સ્ટેજ પર દેખાતા જ ડેલકર ભાજપમાં જઈ રહ્યા હોવાની ચર્ચા ગરમ બની ગઈ હતી અને હવે…
સુરત GIDCમાં વોચમેનની હત્યાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખીને એક આરોપીને ઝડપી લીધો છે. તેની તપાસમાં ચોંકાવનારા ખૂલાસા થયા છે. તેણે અત્યાર સુધીમાં 100થી વધારે ચોરી, લૂંટ અને ઘાડના ગુનાને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું છે. એટલું જ નહીં 7 હત્યાની પણ કબુલાત કરી છે. આ રિઢો ગુનેગાર ગુનાને અંજામ આપતા પહેલા માતાજી પાસે માફી માગીને 108 વખત ચામુંડા માતાજીના મંત્રનો જાપ કરતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર GIDCમાં એક કંપનીના ચોકીદારની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. દરમિયાન હરિયાણાના જગતાર ઉર્ફે સરદાર માનસિંગ ગડદિયાને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ…
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના લગ્ન આજે યોજાશે. હાર્દિક પટેલના લગ્ન સુરેન્દ્રનગરની કિંજલ પટેલ નામની યુવતી સાથે થઈ રહ્યા છે. કિંજલ અને હાર્દિક શાળામાં સાથે જ અભ્યાસ કરતા હતા. પરંતુ કિંજલ પટેલના પિતાની સુરતમા બદલી થઇ જતાં બન્નેનો સંપર્ક તૂટી ગયો હતો. જો કે આંદોલન શરુ થયાં પછી ફરીથી બન્ને સંપર્કમાં આવ્યા હતાં. આજે સુરેન્દ્રનગરમા હાર્દિકના લગ્નની વિધિ પૂર્ણ થઈ છે. હસ્તમેળાપની રસમ અદા કરી દેવામાં આવી છે. હાર્દિક- કિંજલ સાથે લગ્ન થઈ ગયા છે. બંનેએ સાત ફેરા ફર્યા અને કિંજલ પરીખ હવેથી કિંજલ હાર્દિક પટેલ બની ગઈ છે. સાદા સમારંભમાં નજીકનાં સંબંધીઓની હાજરીમાં લગ્નના સાત ફેરા અને હસ્તમેળાપની…
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક માટેના ગણિત મંડાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસે ધીમે-ધીમે પત્તા ખોલવાના શરૂ કરી દીધા છે. ખાસ કરીને દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણી અને આદિવાસી નેતા છોટુભાઈ વસાવાને લઈ ચાલી રહેલા સસ્પેન્સ અંગે કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હોવાની જાણકારી મળી રહી છે. કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે ભરુચના આદિવાસી નેતા છોટું વસાવા સાથે કોંગ્રેસ હાથ મિલાવ્યા હતા. છોટુ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને વોટ આપતા અહેમદ પટેલ પોઈન્ટ સિસ્ટમ પ્રમાણે ખૂજ નાજૂક રીતે વિજેતા થયા હતા. છોટુ વસાવાના વોટના કારણે અહેમદ પટેલની જીત થઈ હતી. તે વખતે પણ…
પ્રદીપસિંહ જાડેજાને કેન્સરની સારવાર લેવાની થતી હોવાથી તેઓ છેલ્લા બે મહિનાથી પોતાની કચેરીએ નિયમિત આવવાના બદલે ઘરેથી જ મહત્ત્વની હોય એવી કામગીરી કરી શકે છે. છેલ્લી પ્રધાન મંડળની બેઠકમાં તેઓ હાજર તો રહ્યા હતા પણ કચેરીમાં હાજર રહી શકતા નથી. ગૃહ પ્રધાન તરીકે વિજય રૂપાણી તો છે જ પણ ગૃહ રાજ્ય પ્રધાન શરીરે એકદમ ફીટ હોવા જોઈએ. કારણ કે મુખ્ય પ્રધાનનું હોમ ડિપાર્ટમેન્ટનું મોટાભાગનું કામ ગૃહ રાજ્ય પ્રધાને કરવાનું હોય છે. ભાજપના લડાયક નેતા અને પૂર્વ શિક્ષણ પ્રધાન નલીન ભટ્ટને પણ મોંનું કેન્સર હતું. તેઓ તેમાંથી થોડા વર્ષો બહાર તો આવ્યા હતા પણ કેન્સરે તેમનો ભોગ લીધો હતો. બધા પાસાનો…
દેશના 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા રાષ્ટ્ર ધ્વજને ઉંધો ફરકાવવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલી એપીએમસી માર્કેટમાં પણ રાષ્ટ્ર ધ્વજના અપમાનની ઘટના બહાર આવી છે. ધરમપુરના રહીશોએ વલસાડ કલેક્ટર અને પ્રાંત અધિકારીને લેખિત ફરીયાદ કરી જણાવ્યું કે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધરમુપરના હાથીખાના બજાર સામેથી પસાર થતાં ધરમપુર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ(એપીએમસી માર્કેટ)માં તાળું જણાઈ આવ્યું હતું અને ફરજ પર કોઈ હાજર જોવા મળ્યું ન હતું. રાષ્ટ્ર ધ્વજ ઉંધો ફરકાવાયો હોવાનું ધ્યાને આવતા અધિકારીઓ અને માર્કેટના હોદ્દેદારોને ટેલિફોન પર જાણ કર્યા બાદ તેઓ છેક બે કલાક બાદ માર્કેટ…
રાષ્ટ્રધ્વજના દુરુપયોગ અને અપમાન બદલ ૩થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. દર વર્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવવાના સંદર્ભમાં અપમાન થતાં રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા 26 જાન્યુઆરી 2019માં ગૌરવરૂપ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ઊંધો ધ્વજ ફરકાવ્યો હતો. ભાવનગરના કાર્યક્રમમાં જીતુ વાઘાણી દ્વારા રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરાતા ભારે વિવાદ થઈ રહ્યો છે. પ્રથમ રાષ્ટ્ર ધ્વજને ઉંધો ફરકાવાયા બાદ પછી તેને સીધો ફરકાવવામાં આવ્યો હતો. આ અંગેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્ર ધ્વજના રંગમાં લોકો થાપ ખાઈ જાય છે. કેસરી રંગ ઉપર રહેવો જોઈએ તેના બદલે લીલો રંગ ઉપર રાખવાની કેટલીક ઘટનાઓ બની રહી છે. ભાજપના નેતાઓની હાજરીમાં…