મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાનું કામ ચુપચાપ કરવામા વિશ્વાસ ધરાવે છે અને ઘણીવાર તેની આ ચુપકીદીનો ખોટો અર્થ કાઢવામાં આવે છે. ધોની કદી પોતાના હાવભાવ દ્વારા પોતાની લાગણીઓ જાહેર થવા દેતો નથી અને તેનું માનવું છે કે આ કારણે જ લોકો તેને ઍવું કદી નથી પુછતાં કે ૨૦૧૩ના આઇપીઍલ સ્પોટ ફિક્સીંગ મામલે તેણે બિનપાયેદાર આરોપનો સામનો કેવી રીતે કર્યો. બે વારના વર્લ્ડકપ વિજેતા કેપ્ટને ‘રોર ઓફ ધ લાયન’ ડોક્યુડ્રામામાં આ મુદ્દે પોતાની ચુપકીદી તોડી હતી. ધોનીઍ કહ્યું હતું કે ૨૦૧૩ મારા જીવનના સૌથી આકરા સમયમાંથી ઍક હતો, હું કદી ઍટલો હતાશ નથી થયો જેટલો તે સમયે હતો.તેણે કહ્યું હતું કે…
કવિ: Sports Desk
આઇપીઍલમાં અત્યાર સુધી ટાઇટલથી વંચિત વિરાટ બ્રિગેડ અને વધતી જતી વય વચ્ચે પ્રદર્શનમાં વધુ નિખાર ધરાવતા ધોનીના ધુંરધરો વચ્ચે શનિવારે ખેલાનારા જંગની સાથે જ ઇન્ડિયન પ્રીમિયર લીગનું બ્યુગલ વાગશે. કોહલીની ટીમ જો આ પ્રથમ મેચમાં ધોનીના ધુરંધરોને તેમના ઘરઆંગણે પહેલી મેચમાં જ હરાવી દેશે તો તેમના માટે આઇપીઍલની ૧૨મી સિઝનની તેનાથી મોટી અને સારી કોઇ શરૂઆત નહીં જ રહે. ચેન્નઇની કોર ટીમની વય ત્રીસી પાર છે. મતલબ કે કેપ્ટન ધોની અને શેન વોટ્સન બંને ૩૭ વર્ષના છે, જ્યારે ડ્વેન બ્રાવો ૩૫, ફાફ ડુ પ્લેસિસ ૩૪, અંબાતી રાયડુ અને કેદાર જાદવ ૩૩, સુરેશ રૈના ૩૨ તેમજ ઇમરાન તાહિર ૩૯ તો હરભજન…
ભારતીય મહિલા ફૂટબોલ ટીમે સૈફ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં જોરદાર પ્રદર્શન કરીને સતત પાંચમીવાર આ ટાઇટલ જીતી લીધું હતું. શુક્રવારે વિરાટનગરમાં રમાયેલી ફાઇનલમાં ભારતીય ટીમે યજમાન નેપાળને ૩-૧થી હરાવ્યું હતું. ભારતીય ટીમે આ વિજયની સાથે જ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પોતાના અજેય રહેવાનો સિલસિલો ૨૩ મેચ સુધી પહોંચાડી દીધો છે. ભારતની દાલિમા છિબ્બરે ફાઇનલમાં ૨૬મી મિનીટમાં ગોલ કરીને ટીમને સરસાઇ અપાવી હતી. જો કે નેપાળની સબિત્રા ભંડારીઍ ૩૩મી મિનીટમાં ગોલ કરીને મેચ બરોબરી પર મુકી હતી. જાકે તે પછી દંગમેઇ ગ્રેસે ૬૩મની મિનીટમાં ગોલ કરી સરસાઇ ૨-૧ કરી અને મંજૂ તમાંગના ગોલની મદદથી ભારતીય ટીમે ૩-૧થી વિજય મેળવ્યો હતો.
1877માં જ્યારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે પ્રથમ સત્તવાર ટેસ્ટ રમાઇ તે દિવસથી જ ક્રિકેટના આ સૌથી જૂના ફોર્મેટમાં ખેલાડીઓ સફેદ અથવા તો ક્રીમ રંગના ક્પડામાં જોવા મળે છે. જો કે હવે આ બંને ટીમો જ ક્રિકેટના આ સૌથી જૂના ફોર્મેટમાં 142 વર્ષ પછી આ પરંપરા તોડવા જઇ રહી છે. આ વર્ષે જુલાઇમાં યોજાનારી એશિઝ સિરીઝમાં બંને ટીમના ખેલાડીઓ ટીશર્ટ પર નામ અને નંબર સાથે મેદાન પર ઉતરી શકે છે. અંગ્રેજી અખબાર ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આ પ્રસ્તાવને હજુ આઇસીસી બોર્ડ દ્વારા મંજૂરી મળવાની બાકી છે, પણ એવું…
શનિવારથી આઇપીએલની 12મી સિઝન શરૂ થઇ રહી છે ત્યારે પ્રથમ મેચમાં જ વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ધોનીની આગેવાની હેઠળની ચેન્નઇ સુપર કિંગ્સ બાથ ભીડી રહી છે. આ મેચમાં આરસીબી સામે સીએસકેના સ્પિનરોની કસોટી થવાની સંભાવના છે. આઇપીએલ શરૂ થાય તે પહેલા જ દક્ષિણ આફ્રિકાનો બોલર લુંગી એન્ગીડી ઇજાને કારણે આઉટ થઇ જતાં સીએસકેને મોટો ફટકો પડ્યો છે. હવે તેમની પાસે એકમાત્ર વિદેશી બોલર તરીકે ડ્વેન બ્રાવો જ છે અને એ સ્થિતિમાં ઉદ્દઘાટક મેચમાં તેમનો દારોમદાર સ્પિનર પર વધુ રહેવાની સંભાવના છે. પ્રથમ મેચમાં જ સીએસકેના બોલિંગ વિભાગની કસોટી થઇ શકે છે. ગત સિઝનમાં સીએસકેની ડોમેસ્ટિક મેચ…
ભારત દ્વારા પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ના સીધા પ્રસારણ પર પ્રતિબંઘ લગાવાયાના એક મહિના પછી પાકિસ્તાને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના પ્રસારણ પર પ્રતિબંધ મુકી દીધો છે. પાકિસ્તાનના માહિતી પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએં આ વાતની પુષ્ટિ કરી છે. આ નિર્ણય ભારતમાં પીએસએલના સત્તવાર પ્રસારક ડી સ્પોર્ટ દ્વારા પુલવામા ત્રાસવાદી હુમલાને ધ્યાને લઇને પ્રસારણ રોકવાના એક મહિના પછી લેવાયો છે. ભારતીય કંપની આઇએમજી રિલાયન્સે પણ પીએસએલના વિશ્વવ્યાપી ટીવી કવરેજ સંબંધી કરાર તોડી નાંખ્યો હતો. જેનાથી લીગે ટૂર્નામેન્ટ વચ્ચેથી જ નવી પ્રોડક્શન કંપની સાથે કરાર કરવો પડ્યો. ચૌધરીએ કહ્યું હતું કે પીએસએલ દરમિયાન જે રીતે ભારતીય કંપનીઓ અને સરકારે પાકિસ્તાન ક્રિકેટ સાથે જે વર્તણુંક…
સંયુક્ત આરબ અમિરાતના અબુધાબી ખાતે યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સંમાં જોરદાર પ્રદર્શન કરીને ભારતે 85 ગોલ્ડ, 154 સિલ્વર અને 129 બ્રોન્ઝ સહિત કુલ 368 મેડલ જીતી લીધા હતા. ભારતીય ખેલાડીઓએ સૌથી વધુ પાવર લિફ્ટીંગમાં 20 ગોલ્ડ, 33 સિલ્વર અને 45 બ્રોન્ઝ સહિત 96 મેડલ જીત્યા હતા. જ્યારે રોલર સ્કેટિંગમાં 13 ગોલ્ડ, 20 સિલ્વર અને 16 બ્રોન્ઝ સહિત 49 મેડલ જીત્યા હતા. આ સિવાય ભારતીય ખેલાડીઓએ સાઇકલિંગમાં 11 ગોલ્ડ, 14 સિલ્વર અને 20 બ્રોન્ઝ સહિત 45 મેડલ પોતાના નામે કર્યા હતા. જ્યારે યુનિફાઇડ હેન્ડબોલમાં ભારતીય ખેલાડીઓએ 10 ગોલ્ડ, સ્વીમીંગમાં 9 ગોલ્ડ, બેડમિન્ટનમાં 8 ગોલ્ડ, ટેબલ ટેનિસમાં 6 ગોલ્ડ અને એથ્લેટિક્સમાં પાંચ…
ક્વોલિફાયર પ્રજનેશ ગુણેશ્વરન મિયામીમાં શરૂ થયેલી 8,359,455 ડોલરનું ઇનામ ધરાવતી એટીપી માસ્ટર્સ 1000 મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં જોરદાર રિધમ સાથે પ્રવેશ્યો તો ખરો પણ પુરૂષ સિંગલ્સની પ્રથમ જ મેચમાં તે સ્પેનના જોમે મુનાર સામે સીધા સેટમાં હારીને બહાર ફેંકાઇ ગયો હતો. 21 વર્ષના સ્પેનિશ ખેલાડીએ એક કલાક અને 39 મિનીટ સુધી ચાલેલી આ મેચમાં પ્રજનેશને 7-6, 6-4થી હરાવ્યો હતો. આ પહેલા ભારતના પ્રજનેશે ગુરૂવારે બ્રિટનના જે ક્લાર્કને હરાવીને મિયામી ઓપનના મુખ્ય ડ્રોમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ તે સતત બીજીવાર કોઇ માસ્ટર્સ ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં પ્રવેશ્યો હતો. તેણે બ્રિટનના ક્લાર્કને 6-4, 6-4થી હરાવીને મિયામી ઓપનના મુખ્ય ડ્રોમાં…
ઇંગ્લેન્ડની સરે કાઉન્ટીના વિલ જેક્સે ડોમેસ્ટિક સિઝનની શરૂઆત પહેલા જ જોરદાર બેટિંગ પ્રદર્શન કર્યું છે. તેણે લેન્કેશાયર સામેની એક મેચમાં જોરદાર બેટિંગ કરીને માત્ર 25 બોલમાં જ સદી ફટકારી દીધી હતી. પ્રોફેશનલ ક્રિકેટમાં કોઇ ઇંગ્લિશ બેટ્સમેન દ્વારા ફટકારાયેલી આ સૌથી ઝડપી સદી માનવામાં આવી રહી છે. જેક્સે પોતાની ઇનિંગ દરમિયાન 11 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. દુબઇમાં રમાઇ રહેલી ટી-10 ત્રિકોણીય સિરીઝમાં તેણે આ ઇનિંગ રમી હતી. આ ટૂર્નામેન્ટમાં સરે અને લેન્કેશાયરની સાથે ત્રીજી ટીમ આઇસીસી એકેડમીની છે. જેક્સે 30 બોલમાં 105 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. તેની ટીમે આ મેચ જીતી લીધી હતી. જેક્સે લેન્કેશાયરના બોલર સ્ટીફન પેરીની…
હાલમાં ભારતની એમઆરએફ પેસ એકેડમીના નિર્દેશક તરીકે કામગીરી કરી રહેલા ઓસ્ટ્રેલિયાના માજી ઝડપી બોલર ગ્લેન મેકગ્રાએ હાલમાં જ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયન ટીમના વિજયની આશા સંબંધે તેમજ ભારતીય ઝડપી બોલર અને વિરાટ કોહલી અંગે થોડી વાતચીત કરી હતી. સાથે જ તેણે સ્મીથ અને વોર્નર ટીમ સાથે જોડાવાથી શું ફરક પડશે તે અંગે પણ ચર્ચા કરી હતી. ત્રણવાર વર્લ્ડકપ જીતનારી ટીમનો હિસ્સો રહેલા ગ્લેન મેકગ્રાએ કહ્યું હતું કે મારી નજરે ભારતીય ટીમના મિશન વર્લ્ડકપમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ મહત્વના પુરવાર થઇ શકે છે. મેકગ્રાના મતે ભુવનેશ્વર એક સ્વિંગ બોલર છે અને તેણે ઇંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કરવું પડશે. તે ઘણી સમજદારી પૂર્વક બોલિંગ…