Author: Sports Desk

Andre Russell

કોલકાતા : આઇપીઍલની ૧૨મી સિઝનની બીજી મેચમાં આન્દ્રે રસેલના ધમાકેદાર પરફોર્મન્સથી કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ૬ વિકેટે હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદે મુકેલા ૧૮૨ રનના લક્ષ્યાંકને કોલકાતા નાઇટ રાઇડર્સે ૧૯.૪ ઓવરમાં ચાર વિકેટના ભોગે કબજે કર્યો હતો. ૧૯ બોલમાં ૪૯ રનની ધમાકેદાર ઇનિંગને કારણે રસેલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. નાઇટ રાઇડર્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી આ મેચથી આઇપીઍલમાં પાછા ફરેલા ડેવિડ વોર્નરે જોની બેયરસ્ટો સાથે મળીને પ્રથમ વિકેટની ૧૧૮ રનની શતકીય ભાગીદારી કરીને સનરાઇઝર્સને જોરદાર શરૂઆત અપાવી હતી. વોર્નર અંગત ૮૫ રન કરીને આઉટ થયો હતો. ઍક સમયે જે સ્કોર ૨૦૦ પાર જશે ઍવું લાગતું…

Read More
Screenshot 2019 03 24 12 13 00 1 1

આઇપીએલની 12મી સિઝનની બીજી મેચમાં નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ વચ્ચે જંગ ખેલાશે ત્યારે કેકેઆર પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો ઉઠાવી શકે છે. આ મેચમાં બધાની નજર એક વર્ષના પ્રતિબંધ પછી વાપસી કરી રહેલા ડેવિડ વોર્નર પર રહેશે પણ મારું એવું માનવું છે કે કેકેઆરની સ્પિન ત્રીપુટી કુલદીપ, સુનિલ નરીન અને પિયુષ ચાવલા વોર્નર સહિતના સનરાઇઝર્સના બેટ્સમેનોની કસોટી કરી શકે છે. આ મેચમાં કદાચ કેન વિલિયમ્સન નહી રમે. કારણ તે બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ઘવાયો હતો.

Read More
sunrisers vs kkr

કોલકાતા : આઇપીએલની 12મી સિઝનની બીજી મેચમાં રવિવારે જ્યારે સનરાઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે જંગ જામશે ત્યારે બધાની નજર ઓસ્ટ્રેલિયન ઓપનર અને સનરાઇઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નર પર હશે. ગત વર્ષે ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ફાઇનલ સુધી પહોંચેલી સનરાઇઝર્સ આ વખતે વોર્નરની હાજરીમાં કેવો દેખાવ કરશે અને તેમાં પણ વોર્નરનો પોતાનો વ્યક્તિગત દેખાવ કેવો રહેશે તેના પર બધાનું ધ્યાન રહેશે. વોર્નરની કેપ્ટનશિપ હેઠળ સનરાઇઝર્સે પોતાનું એકમાત્ર આઇપીએલ ટાઇટલ 2016માં જીત્યું હતુ, જ્યારે 2017માં તે આઇપીએલનો સર્વાધિક રન કરનારો બેટ્સમેન રહ્યો હતો. જો કે બોલ ટેમ્પરિંગ પ્રકરણને કારણે લાગેલા એક વર્ષના પ્રતિબંધને કારણે તે 2018ની સિઝનમાં રમી શક્યો નહોતો અને હવે…

Read More
RCB

ચેન્નઇ : એક એવી કહેવત છે કે ઝાઝા રસોઇયા રસોઇ બગાડે, આ ઉક્તિ વિરાટ કોહલીની આગેવાની હેઠળની આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 100 ટકા સાચી પડી છે. ઘણાં બધા સ્ટાર ખેલાડીઓ ધરાવતી આરસીબી અત્યાર સુધી એકેય વાર આઇપીએલનું ટાઇટલ જીતી શકી નથી. 23 માર્ચે વિરાટ કોહલીની આગેવાની હેઠળની આરસીબીની ટીમ જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે ત્યારે તેઓ પહેલી મેચથી જ પ્રભુત્વ સ્થાપવાનો ઇરાદો ધરાવતા હશે. આઇપીએલ 2018માં છઠ્ઠા સ્થાને રહેલી વિરાટ બ્રિગેડ આ વર્ષે જૂની યાદોને ભુલીને દમદાર શરૂઆત કરવા માગશે. ત્યારે તેની ટીમના પાંચ ખેલાડીઓ પર બધાની નજર હશે. આ પાંચેય ખેલાડી એવા…

Read More
Lasith Malinga

સેન્ચુરિયન : મર્યાદીત ઓવરોના ફોર્મેટમાં શ્રીલંકાની ટીમના કેપ્ટન અને ઝડપી બોલર લસિથ મલિંગાએ એવું જાહેર કરી દીધું છે કે આવતા વર્ષે ટી-20 વર્લ્ડ કપ પછી તે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દેશે. મલિંગાએ કહ્યું હતું કે તે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાનારા આગામી વનડે વર્લ્ડકપ પછી વનડે ક્રિકેટને બાય બાય કરશે. તે પછી ઓક્ટોબર-નવેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા ખાતે રમાનારા આગામી ટી-20 વર્લ્ડકપ પછી તે પોતાની કેરિયર પર અંતિમ પડદો પાડીને ટી-20 ઇન્ટરનેશનલને પણ અલવિદા કરી દેશે. 35 વર્ષિય મલિંગાએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી-20માં 16 રને પરાજય મળ્યા પછી કહ્યું હતું કે વિશ્વકપ પછી મારી ક્રિકેટ કેરિયરનો અંત આવશે, હું ટી-20 રમનવા માગુ…

Read More
Milne

મુંબઇ : શનિવારે શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગાએ શરૂઆતની છ મેચ ન રમી શકવાની વાત કરીને મુંબઇ ઇન્ડિયન્સ ટીમને ઝાટકો આપ્યા પછી હવે રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઇ ઇન્ડિયન્સને બીજો ઝાટકો એડમ મિલ્ને રૂપે વાગ્યો છે. આઇપીએલ 2019ની હરાજી દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સે ન્યુઝીલેન્ડના ઝડપી બોલર એડમ મિલ્નેને 75 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જો કે એવા અહેવાલ આવ્યા છે કે તેને એડીમાં ઇજા થઇ હોવાથી તે આઇપીએલમાંથી આઉટ થઇ ગયો છે. મિલ્નેની ઇજા બાબતે ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ તરફથી કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે મુંબઇની ટીમ તેના રિપ્લેસમેન્ટ તરીકે વેસ્ટઇન્ડિઝના ઝડપી બોલર અલઝારી…

Read More
Finch

શારજાહ : શુક્રવારે રમાયેલી પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન એરોન ફિન્ચની જોરદાર સદીની મદદથી પાકિસ્તાનને 8 વિકેટે પરાજય આપ્યો હતો. ફિન્ચે પોતાની 12મી વનડે સદી ફટકારતા 135 બોલમાં 116 રન કર્યા હતા તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેની આ ઇનિંગના કારણે શાહજાહની ફ્લેટ વિકેટ પર ઓસ્ટ્રેલિયાએ 281 રનના લક્ષ્યાંકને 49મી ઓવરમાં બે વિકેટના ભોગે કબજે કરી લીધો હતો. ફિન્ચ અને શોન માર્શ વચ્ચે 172 રનની મહત્વપૂર્ણ ભાગીદારી આ મેચમાં ફિન્ચે બીજી વિકેટ માટે શોન માર્શ સાથે મળીને 172 રનની ભાગીદારી કરી હતી. માર્શે 102 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 91 રનની નોટઆઉટ ઇનિંગ રમી…

Read More
Kohli Raina

ચેન્નઇ : આઇપીએલની 12મી સિઝનની શનિવારથી શરૂઆત થઇ રહી છે, અને પ્રથમ મેચમાં જ ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જંગ જામશે તેની સાથે જ બંને ટીમના એક એક ખેલાડી વચ્ચે એક ખાસ રેકોર્ડ પુરો કરવાની હોડ જામશે. આ મેચમાં આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી અને સીએસકેનો સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના આઇપીએલમાં 5000 રન પુરા કરવાનો પ્રયાસ કરશે. સુરેશ રૈના અત્યાર સુધી 176 મેચમાં 38.35ની એવરેજ સાથે 4885 રન બનાવી ચુક્યો છે. જ્યારે વિરાટ કોહલીના નામે 163 મેચમાં 38.35ની એવરેજે 4948 રન નોંધાયેલા છે. આઇપીએલમાં 5000 રન પુરા કરનારા પ્રથમ બેટ્સમેન બનવા માટે વિરાટને 52 તો રૈનાને માત્ર 15…

Read More
UDANA

સેન્ચુરિયન : શુક્રવારે સેન્ચુરિયનના મેદાન પર રમાયેલી શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટી-20માં શ્રીલંકાના બેટ્સમેન ઇસુરૂ ઉડાનાએ આઠમા ક્રમે બેટિંગમાં આવીને 48 બોલમાં 84 રનની તોફાની ઇનિંગ રમી હોવા છતાં દક્ષિણ આફ્રિકાએ આ મેચ 16 રને જીતીને ત્રણ ટી-20 મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઇ મેળવી લીધી હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 180 રન કર્યા હતા અને તેની આ જીત આમ તો એકતરફી જ રહી હતી પણ ઉડાનાની તોફાની ઇનિંગે શ્રીલંકા માટે થોડી આશા જગાવી હતી. જો કે તે ટીમને વિજય સુધી લઇ જઇ શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકા વતી રીઝા હેન્ડ્રીક્સે…

Read More
Malinga

મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં મુંબઇ ઇન્ડિયન્સ વતી રમતા શ્રીલંકાનો ઝડપી બોલર લસિથ મલિંગા આઇપીએલની 12મી સિઝનની શરૂઆતની છ મેચમાં નહીં રમે. એક અહેવાલ અનુસાર મલિંગાએ આ નિર્ણય વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન મેળવવા માટે જાતે જ લીધો છે. મલિંગાનું કહેવું છે કે તેણે આઇપીએલમાં રમવા માટે શ્રીલંકન બોર્ડ પાસે એનઓસી માગ્યું હતું પણ બોર્ડ દ્વારા એવું કહેવાયું હતું કે તમામ ખેલાડી જે વર્લ્ડ કપમાં રમવા માગતા હોય તેમણે ઘરઆંગણેની ટુર્નામેન્ટમાં પાછા ફરવું પડશે. મલિંગાએ સાથે જ એવું કહ્યું છે કે તેમની આ વાતને કારણે મેં તેમને કહી દીધું છે કે હું પ્રાંતિય ટુર્નામેન્ટમાં રમીશ. તેણે બોર્ડને એવું પણ કહ્યું છે…

Read More