ડોપ ટેસ્ટ મામલે અત્યાર સુધી કડક વલણ અપનાવનાર બીસીસીઆઇ હવે થોડું નરમ પડ્યું છે અને કહ્યું હતું કે તે આગામી છ મહિના સુધી નેશનલ ઍન્ટી ડોપિંગ ઍજન્સી (નાડા) સાથે મળીને કામ કરશે. બીસીસીઆઇના ટોચના અધિકારીઓ અને સીઓઍની આઇસીસી અધ્યક્ષ શશાંક મનોહર સાથેની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બોર્ડના ઍક સીનિયર અધિકારીના જણાવ્યા અનુસાર આઇસીસી, બીસીસીઆઇ અને નાડા વચ્ચે ત્રિપક્ષીય કરાર થશે. જેના હેઠળ રજિસ્ટર્ડ પુલમાં સામેલ ખેલાડીઓના યુરિન સેમ્પલના ટેસ્ટ નેશનલ ડોપ ટેસ્ટ લેબોરેટરીમાં નાડા મારફત કરાવવામાં આવશે. આ પહેલા સ્વીડનની આઇડીટીઍમ આ નમુના ઍકત્ર કરતી હતી. અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે જો અમને સંતોષ નહીં થાય તો કરાર રિન્યુ…
કવિ: Sports Desk
અમદાવાદ : ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો નવો બંગલો તૈયાર થઈ રહ્યો છે. પોતાના નવા ઘર માટે રવીન્દ્ર જાડેજા ખૂબ જ ઉત્સાહિત છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જાડેજા વન-ડે અને ટી20 ટીમનો હિસ્સો નથી જેને કારણે તે અત્યારે ફ્રી છે અને પોતાનો મોટાભાગનો સમય બંગલાની સજાવટમાં આપી રહ્યો છે. તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બંગલાની એક તસવીર પોસ્ટ કરી છે. તેણે પોતાના આ બંગલાને ‘ક્રિકેટ બંગલો’ નામ આપ્યું છે. નવા ઘરનું નામ આપ્યું “ક્રિકેટ બંગલો” હવે જાડેજાએ આ બંગલાનું નામકરણ જે રીતે કર્યું છે તે જોતા લાગે છે કે, તેની થીમ ક્રિકેટ પર આધારિત હશે. બની શકે…
ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ભારતીય ટીમે છેલ્લા બે વર્ષમાં જોરદાર દેખાવ કર્યો છે પરંતુ સાઉથ આફ્રિકાની ધરતી પર તેને પરાજય આપવો આસાન નહીં હોય. ભારતે સાઉથ આફ્રિકા સામે તેની ધરતી પર છ ટેસ્ટ સિરીઝ રમી છે જેમાં બંને વચ્ચે કુલ ૧૭ ટેસ્ટ મેચ રમાઈ છે. તે પૈકી યજમાન આફ્રિકાએ આઠ મેચ જીતી છે જ્યારે ભારતને માત્ર બે વખત જ જીત મળી છે. બાકીની સાત મેચ ડ્રો રહી છે. ઓવરઓલ રેકોર્ડ જોવામાં આવે તો બંને વચ્ચે અત્યાર સુધી ૩૩ ટેસ્ટ મેચ રમાઈ છે જે પૈકી ભારતે ૧૦માં જીત મેળવી છે અને ૧૩માં હારનો સામનો કરવો પડયો છે. ૧૦ ટેસ્ટ ડ્રો રહી…
વર્ષના પહેલા દિવસે ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં માત્ર 18 બોલમાં અડધીસદી ફટકારનારા કોલિન મુનરોએ બુધવારે ટી20 ક્રિકેટમાં સદીનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. વેસ્ટઈન્ડીઝ સામે ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન મુનરોએ માઉંટ મૌંગાનુઈમાં માત્ર 53 બોલમાં 104 રનની ધમાકેદાર ઈનિંગ કરી હતી. જેમાં 10 સિક્સ અને 3 ફોરનો સમાવેશ થાય છે. મુનરોની ટી20માં ત્રીજી સદી મુનરોની ટી20માં આ ત્રીજી સદી છે.આ સાથે જ આંતરરાષ્ટ્રિય ટી20 ફોર્મેટમાં આટલી સદી નોંધાવનો પહેલો ખેલાડી બની ગયો છે. કોલિન મુનરોએ પોતાની પહેલી સદી પણ આજ મેદાન પર ગત વર્ષે 7 જાન્યુઆરીના રોજ ફટકારી હતી. ત્યાર બાદ નવેમ્બરમાં ભારત સામે રાજકોટમાં 109 રન કરી ફટકારી હતી. ન્યુઝીલેન્ડે ટી20…
કેપ ટાઉન : ભારતીય ક્રિકેટ ટીમના સુરાની વિરાટ કોહલી અને તેની પત્નિ અનુષ્કા શર્મા હાલ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં સાથે છે. આ તકની કેટલીક ફોટોસ જોવા મળી છે. જેમાં આ કપલ ક્વોલિટી ટાઈમ પસાર કરતા જોવા મળી રહ્યું છે. આ દરમિયાન એક વધુ તસ્વીર જોવા મળી છે, જેમાં વિરાટ-અનુષ્કાની સાથે બોલીવુડ ખેલાડી અક્ષય કુમાર પણ જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ અક્ષય પણ પોતાના પરિવાર સાથે નવા વર્ષે કેપ ટાઉન ગયા છે. તેના કારણે અક્ષય કુમારે વિરાટ-અનુષ્કાની સાથે લંચનો પ્રોગ્રામ બનાવી લીધો છે. તમને જણાવી દઈએ કે, ન્યૂ ઈયરની તક પર વિરાટ-અનુષ્કાની ઘણી તસ્વીરો જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય…
કેપ ટાઉન : ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા પ્રવાસે છે. તેવામાં ટીમના સુકાની વિરાટ અને ધવનનો ભાંગડા પ્રેમ ફરીથી જોવા મળ્યો છે. આ બન્ને સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ભાંગડા કરતાં જોવા મળ્યા હતાં. સોશિયલ મીડિયા પર વિરાટ અને ધવનનો ભાંગડા નો વાઇરલ થયેલો વીડિયો કેપટાઉનનો છે. વીડિયોમાં સુકાની વિરાટ કોહલી અને શિખર ધવન મસ્તીમાં ભાંગડા કરતાં જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો અને લોકોએ ઘણો પસંદ પણ કર્યો હતો. ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકન ટીમ વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત 5 જાન્યુઆરીથી થશે. બન્ને ટીમ વચ્ચે પહેલો મુકાબલો કેપટાઉનમાં થશે. ડાન્સ દરમિયાન શિખર ધવનનો દીકરો જોરાવર પણ તેની…
હાલ ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટ, 6 વન-ડે અને 3 ટી-20ની સીરીઝ રમવાની છે. પહેલો મુકાબલો કેપ ટાઉનમાં 5 જાન્યુઆરીથી રમાશે. પરંતુ હાલ દુનીયા નવા વર્ષના જશ્નમાં ડુબેલી છે. ત્યારે ભારતીય ટીમ પણ નવા વર્ષના જશ્નમાં ડુબેલી હતી. પરંતુ કેપ ટાઉનથી ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પોતાના ફેન્સ માટે અનોખા અંદાજમાં નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. જેમાં કેટલાક ચાહકોએ તો તેની પાસે સોન્ગ્સની પણ ફરમાઈશ કહ્યું કે DJ વાલે બાબુ. હકીકત એવી છે તે રવી શાસ્ત્રીએ જે તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે, તેમાં તે ડીજેના રૂપમાં દેખાઈ રહ્યો છે. શાસ્ત્રીએ…
પુણે : પુણે એફસીએ પોતાના ઘરઆંગણે શાનદાર પ્રદર્શન કરતા 5-0 થી નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસીને કરામી હાર આપી હતી. મેચમાં શરૂઆતથીજ પુણે એફસીએ મેચ પર શાનદાર પકડ જમાવી હતી અને હાફ ટાઇમ સુધી 3-0 થી મેચ પર પકડ મજબુત કરી દીધી હતી. આ જીત સાથે પુણે એફસી ટીમ 15 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોચી ગઇ છે. આજની મેચની શરૂઆતથી જ પુણે એફસીએ શાનદાર પ્રદર્શન કરતા નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસી પર મજબુત પકડ જમાવી હતી. નોર્થઇસ્ટ યુનાઇટેડને મેચમાં એક પણ વાર ગોલ કરવા માટે તક આપી ન હતી. મેચની 8મી મીનીટે આશીક્યુ કુરૂનિયનને પુણે તરફથી પહેલો ગોલ કર્યો હતો. ત્યાર…
રીયાધ : રશિયન ગ્રાન્ડ માસ્ટર વ્લાદિમીર ફેડોસીવને પ્લે-ઓફ મુકાબલામાં હરાવી ભારતનો પાંચ વખતનો વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ વર્લ્ડ રેપિટ ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યો હતો. અગાઉના ૧૪માં રાઉન્ડમાં વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન સામે જીત મેળવ્યા બાદ અંતિમ રાઉન્ડના અંતે આનંદે ફેડોસીવ અને નેપોનીઆટ્ચી સાથે ૧૦.૫ પોઇન્ટ સાથે સંયુક્ત રીતે નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. જેના કારણે નિયમ મુજબ આનંદે ચેમ્પિયન બનવા માટે ફેડોસીવ સામે પ્લે-ઓફનો રાઉન્ડ રમવો પડયો હતો જ્યા આનંદે જીત મેળવી પોતાની કારકિર્દીમાં બીજી વખત અહી ચેમ્પિયન બનવાની અદ્ભૂત સિદ્ધિ મેળવી છે. આ પહેલા આનંદ વર્ષ ૨૦૦૩માં ચેમ્પિયન બન્યો હતો જ્યારે વર્ષ ૨૦૧૩માં તેને મેગ્નસ કાર્લસન સામે પરાજયનો સામનો કરવો…
મુંબઇ : મુંબઈમાં ગત વર્ષે 15 વર્ષના છોકરાએ 327 બૉલમાં 1009 રન ફટકારીને એ રેકોર્ડ બનાવ્યો જે અત્યાર સુધી બીજુ કોઈ બનાવી નથી શક્યું. પ્રણવ ધનવાડે નામના આ છોકરાએ ઈન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટમાં ચાર અંકમાં સ્કોર બનાવી ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધુ હતું. પરંતુ ત્યાર બાદ તેના પ્રદર્શન સતત ખરાબ થઇ જવાના કારણે તેણે ક્રિકેટને અલવિદા કરી દીધું છે. ખરાબ ફોર્મના કારણે કર્યો નિર્ણય પ્રણવનું ફોર્મ છેલ્લા ઘણા સમયથી ખરાબ ચાલી રહ્યુ હતુ અને તે તેનો શિકાર બની ગયો. તેના ફોર્મને કારણે એર ઈન્ડિયા અને દાદર જુનિયરે તેને પોતાને ત્યાં નેટ પ્રેક્ટિસ કરવાથી પણ રોકી દીધો છે. આ ડિપ્રેશનને કારણે…