અમદાવાદ : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ સિરીઝનો પ્રથમ મુકાબલો બુધવારે કટકના બારાબાતી સ્ટેડિયમમાં યોજાશે. ભારતીય ટીમ ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં જીત મેળવ્યા બાદ ટી-૨૦ સિરીઝમાં પણ પોતાનો દબદબો જાળવી રાખવાના ઇરાદે ઊતરશે. ટેસ્ટ સિરીઝમાં ૧-૦થી અને વન-ડેમાં ૨-૧થી વિજય મેળવ્યો હતો. ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતે રોહિતની કેપ્ટનશિપમાં વન-ડે સિરીઝ ૨-૧થી જીતી હતી. ભારતીય ટીમ હવે ટી-૨૦ સિરીઝમાં બેન્ચ સ્ટ્રેન્થને અજમાવી શકે છે. ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે તેવામાં આ સ્ટેડિયમમાં પોતાના જૂના રેકોર્ડને ભૂલી જીત મેળવવાના ઇરાદે ઊતરશે. કટકમાં ભારતે અત્યાર સુધી માત્ર એક ટી-૨૦ મેચ રમી છે જેમાં સાઉથ આફ્રિકા સામે હારનો…
કવિ: Sports Desk
હિરો ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની ચોથી સિઝનમાં ઓપનિંગ પાંચ મેચમાં માત્ર ચાર પોઇન્ટ મેળવ્યા બાદ નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસી નવમા સ્થાન પર સંઘર્ષ કરી રહી છે. જીયો કાર્લોસ પાઇર્સ ડી ડ્યૂસના પક્ષમાં ગોલ કરવામાં અને તેને રોકવામાં ઘણી મુશ્કેલી પડી છે અને અત્યાર સુધી તેને માત્ર બે ગોલ જ ફટકાર્યા છે. મુંબઇ સિટી એફસીએ ઇન્દિરા ગાંધી એથલેટિક સ્ટેડિયમમાં કાલ રમાનાર મુકાબલામાં વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. એલેકજેન્ડર ગિમારાયસની ટીમ વિરોધી એફસી પૂણે સિટીને પાછળ છોડી પોઇન્ટ ટેબલમાં ટોચના ચારમાં પહોચવા પ્રયાસ કરશે. મુંબઇ પોતાના ઘરમાં એટીકે વિરૂદ્ધ મેચ હારી ગયુ હતું. મંગળવારે પત્રકારો સાથે વાત કરતા પોર્ટુગીઝ કોચે જણાવ્યુ,…
બ્રાઝિલના વર્લ્ડ કપ વિજેતા સ્ટાર એટેકિંગ મિડફિલ્ડર અને વિશ્વ ફુટબોલના સ્ટાર રિકાર્ડો કાકાએ ફૂટબોલમાંથી સત્તાવાર રીતે પોતાની નિવૃત્તિ જાહેર કરી છે. અમેરિકાની મેજર લીગ સોકર (એમએલએસ)માં ઓરલેન્ડો સિટી તરફથી પોતાની અંતિમ મેચ રમ્યા બાદ કાકા ભાવુક થઇ ગયો હતો. કાકાએ જણાવ્યું હતું કે હું ફૂટબોલ સાથે જરૂરથી સંકળાયેલો રહીશ. જોકે, હવે હું ખેલાડી તરીકે નહીં પરંતુ કોઇ ક્લબ સાથે મેનેજર કે પછી ડાયરેક્ટરની જવાબદારી સંભાળી શકું છું. બાર્સેલોનાના લિયોનેલ મેસ્સી અને રિયલ મેડ્રિડના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પહેલાં છેલ્લે બલોન ડી’ઓરનો એવોર્ડ જીતનાર ફૂટબોલર કાકા હતો. ૨૦૦૭માં કાકાના શાનદાર પ્રદર્શન બદલ તેને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ૨૦૦૭ માં બેલન ડીઓર…
જોશ હેઝલવૂડની ઘાતક બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટના પાંચમાં દિવસે ઇંગ્લેન્ડની ટીમને ફક્ત ૨૧૮ રનમાં ઓલ આઉટ કરી એક ઇનિંગ્સ અને ૪૧ રનથી ભવ્ય જીત મેળવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં સતત ત્રીજી જીત મેળવી શ્રેણીમાં ૩-૦થી અજેય લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઇનિંગ્સમાં ૨૩૯ રનની કેપ્ટન ઇનિંગ્સ રમનાર સ્ટીવન સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ રચ્યો ઇતિહાસ: આ જીત ઓસ્ટ્રેલિયા માટે ખુબ જ ખાસ છે કેમકે આ કાંગારૂ ટીમની ૩૩ મી એસીઝ સીરીઝ જીત છે. ઓસ્ટ્રેલિયાએ ૩૨ વખત એસીઝ સીરીઝ જીતી ચુકેલી ઇંગ્લેન્ડને પાછળ છોડી ટ્રોફી પર કબ્જો કરી લીધો છે. મેચના…
દુબઇ : દુબઇ વર્લ્ડ સુપર સીરિઝની ફાઇનલમાં ભારતની સ્ટાર શટલર પીવી સિંધુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો છે. એક કલાક ૪૩ મિનિટ સુધી ચાલેલી ફાઇનલમાં સિંધુનો જાપાનની અકાને યામાગુચી સામે ૨૧-૧૫, ૧૨-૨૧, ૧૯-૨૧થી પરાજય થયો હતો. પ્રથમ સેટમાં ૨૧-૧૫થી જીત મેળવ્યા બાદ એવુ લાગતુ હતું કે સિંધુ પ્રથમ વખત મેજર વર્લ્ડ ટાઇટલ જીતવામાં સફળ થશે પરંતુ યાગામુચીએ પોતાની શનાદાર રમત દાખવતા મુકાબલો ત્રીજા અને રોમાંચક સેટમાં પહોંચ્યો હતો જ્યાં યાગામુચીએ ભવ્ય જીત મેળવી હતી. આ મુકાબલા પહેલા લીગ રાઉન્ડમાં સિંધુએ ફક્ત ૩૬ મિનિટમાં અકાને યાગામુચીને સીધા સેટમાં પરાજય આપ્યો હતો અને જેને કારણે સિંધુને આ મુકાબલામાં જીત મેળવવા માટે પ્રબળ…
વિશાખાપટ્ટનમ : વિશાખાપટ્ટનમ ખાતે શરૂ થઇ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજા અને અંતિમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી છે. બંને ટીમો આ શ્રેણી જીતી લેવાના ઈરાદા સાથે આજે મેચ રમશે. ભારત અને પ્રવાસી શ્રીલંકા વચ્ચે આજે વિશાખાપટ્ટનમ ખાતે શ્રેણીની ત્રીજી અને આખરી તેમજ નિર્ણાયક ડે-નાઈટ મેચ રમાશે. ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર જોવા મળ્યો છે. વોશિંટન સુંદરની જગ્યાએ ચાઇનામેન કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળ્યું છે. તો શ્રીલંકા ટીમમાં એક ફેરફાર જોવા મળ્યો છે. જેમાં લાહીરૂ થીરીમાનેની જગ્યાએ સદીરા સમરવિક્રમાને તક આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે ટીમ ઈન્ડિયા ઓક્ટોબર 2015 થી કોઈ વનડે સિરીઝ હારી નથી.…
દુબઇ : શારજાહમાં ચાલી રહેલી T૧૦ ક્રિકેટ લીગમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ શાનદાર પ્રદર્શન કરતાં હૅટ-ટ્રિક લીધી હતી તો ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગ પહેલા જ બૉલમાં ઝીરો પર આઉટ થયો હતો. બુમ-બુમ આફ્રિદીના આ શાનદાર પ્રદર્શનને કારણે તેની પખ્તુન્સ ટીમે ગુરુવારે રમાયેલી મૅચમાં સેહવાગની મરાઠા અરેબિયન્સને ૨૫ રનથી હરાવી દીધી હતી. પહેલાં બૅટિંગ કરતાં પખ્તુન્સની ટીમે નિર્ધારિત ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૧૨૧ રન બનાવ્યા હતા. ૧૨૨ રનના લક્ષ્યાંકને આંબવા માટે મેદાનમાં ઊતરેલી મરાઠા અરેબિયન્સ ટીમ ૧૦ ઓવરમાં સાત વિકેટે ૯૬ રન બનાવી શકી અને ૨૫ રનથી મૅચ હારી ગઈ હતી. હેલ્સ નૉટઆઉટ ૫૭ રનની ઇનિંગ્સ રમ્યો હતો, પરંતુ…
મુંબઇ : ભારતની અંડર-19ના કેપ્ટન પૃથ્વી શૉ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વેસ્ટઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારા અને ભારતીય ટીમના અત્યારના સુકાની વિરાટ કોહલીની ક્લબમાં શામેલ થઈ ગયો છે. પૃથ્વી શૉને લોકપ્રિય ટાયર કંપની MRF એ કરારબદ્ધ કર્યો છે. હવે પૃથ્વી બેટિંગ કરવા ઉતરશે ત્યારે તેના બેટ પર MRF કંપનીનો લોગો હશે. શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે પૃથ્વી પૃથ્વીએ MRF સાથે કરાર કરીને દુનિયાના શાનદાર ક્રિકેટર્સની લિસ્ટમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વૉ પણ છે. ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકાનો સ્ટાર બેટ્સમેન એબી ડી વિલિયર્સ પર MRF સાથે કરારબદ્ધ છે. પૃથ્વીએ રણજી અને દુલીપ ટ્રોફીની…
મુંબઇ : મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શુક્રવાર સવારે ટીમ ઈન્ડિયાના મહત્વપૂર્ણ મિડલ ઓર્ડર બેટ્સમેન અને ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેના પિતાની કાર સાથે એક મહિલાનો એક્સિડેન્ટ થઈ ગયો. ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં તેનું મોત નીપજ્યું. કોલ્હાપુર પોલીસે રહાણેના પિતાને અરેસ્ટ કરી લીધા છે. જે સમયે આ ઘટના બની ત્યારે રહાણેનો પૂરો પરિવાર કારમાં હતો. તેઓ કારથી મુંબઈ જઈ રહ્યાં હતા. નેશનલ હાઈવે 4 પર સર્જાયો અકસ્માત મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજિંક્ય રહાણેના પિતા મધૂકર બાબૂરાવ રહાણે ચાર વાગ્યે નેશનલ હાઈવે 4 પર પોતાની હ્યુન્ડાઈ i20માં મુંબઈ જઈ રહ્યાં હતા. તે વખતે તેમની કારની સ્પીડ ખૂબ વધારે હોવાનું કહેવાઈ…
રાજકોટ : ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે એક ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચી દીધો છે. જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ઈન્ટર-ડિસ્ટ્રીક્ટ ટૂર્નામેન્ટમાં રમાયેલી 1 મેચમાં 1 ઓવરમાં સતત 6 છગ્ગા ફટકારીને ઈતિહાસ રચી દીધો. આ મેચમાં જાડેજાએ તોફાની બેટિંગ કરીને સદી પણ ફટકારી અને પોતાની ટીમ જામનગરની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ટી20 ક્રિકેટની આ મેચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના B મેદાન પર સૌરાષ્ટ્રની એક એન્ય ટીમ અમરેલી સામે રમાઈ હતી. આ મેચમાં જડ્ડુએ માત્ર 69 બોલ રમીને 154 રનની ઝંઝાવાતી ઈનિંગ રમી. આ ઈનિંગમાં જાડેજાએ ઓફ-સ્પિન બોલર નીલમ વામજાની એક જ ઓવરમાં સતત 6 સિક્સરો ફટકારી દીધી. ડોમેસ્ટિક ક્રિકેટમાં બતાવ્યો…