કવિ: Sports Desk

કોલકાતા: ભારતની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર અને કોચ શ્રીરૂપા બોઝનું ગુરુવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે 65 વર્ષના હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે તે સવારે બાથરૂમમાં બેભાન હાલતમાં મળ્યા હતા, પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના પરિવારમાં પતિ પરેશનાથ મુખર્જી અને પુત્રી ટેનિસ ખેલાડી અમૃતા મુખર્જી છે. ઓલરાઉન્ડર શ્રીરૂપાએ ઘરેલું ક્રિકેટ ચેમ્પિયનશિપમાં બંગાળ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સિવાય તે ફેબ્રુઆરી 1985માં ભારત તરફથી બે વન-ડે મેચ રમ્યા હતા.

Read More

ક્લીવલેન્ડ: દુનિયામાંસૌથી વધારે પગાર મેળવનાર બાસ્કેટબોલર લેબ્રોન જેમ્સને એનબીએનના એક મુકાબલામાં અધવચ્ચેથી બહાર કરી દીધો હતો. ક્લીવલેન્ડ કેવેલિયર્સે સ્ટાર ખેલાડી બહાર હોવા છતા મેચ જીતી લીધી હતી. તેણે મિયામી હિટને 108-97થી હરાવ્યું હતું. 32 વર્ષનો જેમ્સ મેચના ત્રીજા ક્વાર્ટરમાં ફાઉલ થયા પછી રેફરી સાથે રકઝક કરવા લાગ્યો હતો. રેફરીએ તે સમયે જેમ્સને મેચમાંથી બહાર મોકલી દીધો હતો. જેમ્સની 15 વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે સતત 1082 મેચ રમી ચૂક્યો છે. ચાર વખત મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયરનો એવોર્ડ જીતી ચુકેલો જેમ્સ કારકિર્દીમાં 1299 મેચ રમી ચૂક્યો છે. તેેને દોઢ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.…

Read More

IPL 2018માં થઈ શકે છે આ મોટા ફેરફાર દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગના 10 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટનો આ સૌથી મનોરંજક મહાકુંભ છે. દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓની સાથે નવા ચહેરાઓને પણ આ ટુર્નામેન્ટમાં ભરપૂર તક મળે છે. IPLની નવી સીઝનમાં કેટલાક મોટા ફેરફાર થઈ શકે છે. મેચનો સમય બદલાવો અને ચાલુ સીઝનમાં કોઈ ખેલાડીનું બીજી ટીમ તરફથી રમી શકવું, એવા જ મોટા ફેરફાર છે. બદલાશે મેચનો ટાઈમિંગ IPL કમિશ્નર રાજીવ શુક્લા અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે IPLના સમયમાં પણ ફેરફારના સંકેત આપ્યા છે. જો બ્રોડકાસ્ટર BCCIની વાત સાથે સહમત થઈ જાય અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે શરૂ થનારી મેચો…

Read More

ગોવા: ગોવાના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં એફસી ગોવા અને બેંગલુરુ એફસી વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. આ મુકાબલામાં અત્યારસુધી શાનદાર પ્રદર્શન કરી પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવનારી બેંગલુરુ એફસીને એફસી ગોવા 4-3ના અંતરથી માત આપી હતી. એફસી ગોવાએ હાફટાઈમ પહેલા જ 3 ગોલ કરી બેંગલુરુને દબાણમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. હાફટાઈમ સમયે ગોવા 3 અને બેંગલુરુએ 1 ગોલ કર્યો હતો. બીજા હાફમાં બેંગલુરુએ 2 ગોલ કર્યા હતા, જોકે ગોવા અંતે બાજી પોતાના નામે કરી હતી. પ્રથમ હાફથી જ હાવી રહી હોમ ટીમ મેચનો સૌપ્રથમ ગોલ એફસી ગોવા તરફથી ફેરાન કોરોમિનાસે 16મી મિનિટે કર્યો હતો. આ સમયે ગોવાએ 1-0ની લીડ મેળવી હતી.…

Read More

દિલ્લી : ભારતીય ક્રિકેટરો માટે સારા સમાચાર આવી રહ્યા છે. કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેશન (CoA) ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના પગારમાં વધારો કરવાની મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની સાથેની ચર્ચા પછી આ નિર્ણય લેવાયો છે. ચર્ચામાં ખેલાડીઓ વતિ પગારમાં વધારો કરવાનો મુદ્દો ઉઠાવવામા આવ્યો હતો. વિરાટ કોહલીએ પણ અગાઉ ખેલાડીઓના પગારમાં વધારો કરવાની માગણી કરી હતી. બેઠકમાં ભારતીય ક્રિકેટ ટીમ 2018મા ઈગ્લેન્ડના પ્રવાસ માટે બે અઠવાડિયા અગાઉ રવાના થશે તેમ નક્કી થયું હતું. મીડિયા અહેવાલ પ્રમાણે બેઠકમાં ખેલાડીઓ વતિ આઈપીએલના પ્રસારણમાંથી થતી કમાણીમાંથી પણ ભાગ આપવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ સાથે વેતનમાં સન્માનજનક વધારો કરવાની…

Read More

દિલ્લી : ભારતીય  પ્રતિસ્પર્ધા આયોગ સીસીઆઇએ આજે આઇપીએલ મીડિયા અધિકાર સંદર્ભે પ્રતિસ્પર્ધા રોધી ગતિવિધીઓ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI ને 52 કરોડ 24 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અગાઉ ફ્રેબુઆરી 2013માં પણ બીસીસીઆઇને આટલો જ દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ બીસીસીઆઇએ અપીલ  કરતા તેને રદબાતલ કર્યો હતો. CCIએ 44 પૃષ્ઠના પોતાના આદેશમાં જણાવ્યું કે 52 કરોડ 24 લાખ રૂપિયાનો દંડ ગત ત્રણ વર્ષો 2013-14, 2014-15 અને  2015-16ની સરેરાશ કમાણી 1164. 7 કરોડ  રૂપિયા રહી છે. સીસીઆઇએ કહ્યું કે પંચના આકલનમાં સ્પષ્ટ રીતે ખબર પડે છે કે બીસીસીઆઇએ પ્રસારણ અધિકારોની બોલી લગાવનારાના વ્યાવસાયિક હિત ઉપરાંત બીસીસીઆઇના આર્થિક હિતોને બચાવવા માટે જાણી જોઈ મીડિયા અધિકાર કરારમાંથી…

Read More

દિલ્હી : થોડા દિવસ પહેલાં દિલ્હી ક્રિકેટ અસોસિએશન દ્વારા ફિરોજશા કોટલા સેટડિયમના ગેટ-નંબર બેને ભૂતપૂર્વ ઓપનર બૅટ્સમૅન વીરેન્દર સેહવાગનું નામ આપ્યા બાદ ગઈ કાલે ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર અને હવે કૉમેન્ટેટર અંજુમ ચોપડાનું ગેટ-નંબર ૩ અને ૪ને નામ આપીને તેનું બહુમાન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલાં દિલ્હી ક્રિકેટ અસોસિએશન દ્વારા ફિરોજશા કોટલા સેટડિયમના ગેટ-નંબર બેને ભૂતપૂર્વ ઓપનર બૅટ્સમૅન વીરેન્દર સેહવાગનું નામ આપ્યા બાદ ગઈ કાલે ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર અને હવે કૉમેન્ટેટર અંજુમ ચોપડાનું ગેટ-નંબર ૩ અને ૪ને નામ આપીને તેનું બહુમાન કરવામાં આવ્યું હતું. અંજુમ છ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ વતી રમી છે અને ભારતીય મહિલા ટીમ વતી ૧૦૦ વન-ડે…

Read More

દોહાઃ જરા વિચારો, તમને કેવું લાગશે કે જ્યારે તમે કોઈ સ્ટેડિયમમાં બેઠા હો, જે હરતું-ફરતું હોય અને રિયુઝેબલ હોય. કતારમાં એક આવું જ ‘મોબાઇલ’ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે, જે દુનિયાનું પહેલું હરતું-ફરતું સ્ટેડિયમ હશે. કતારે આ સ્ટેડિયમની ડિઝાઇન અંગે જાણકારી આપીને દાવો કર્યો છે કે આ સ્ટેડિયમમાં વર્ષ ૨૦૨૨માં યોજાનારા ફિફા વર્લ્ડકપની મેચ રમાશે. રાસુ અબુ એબોદ સ્ટેડિયમ દોહાના દક્ષિણ વોટરફ્રંટ પર બનાવાશે. આ સ્ટેડિયમની દર્શક ક્ષમતા ૪૦,૦૦૦ની હશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્વાર્ટર ફાઇનલ સ્તરની મેચ આ મોબાઇલ સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટ આયોજિત થઈ ગયા બાદ આ સ્ટેડિયમને ત્યાંથી હટાવી દેવામાં આવશે. આ ઉપરાંત આ સ્ટેડિયમના…

Read More

સૈખોમ મીરાબાઇ ચાનુએ વર્લ્ડ વેટલિફ્ટિંગ ચૈમ્પિયનશિપમાં રેકોર્ડ પ્રદર્શન કરતા 194 કિલોગ્રામમાં વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિદ્ધી મેળવનારી મીરાબાઇ ચાનું બીજી ભારતીય મહિલા ખેલાડી છે. આજથી 22 વર્ષ પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ ભારત તરફથી પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમેરીકાના અનાહિમમાં આયોજીત વર્લ્ડ ચૈમ્પિયનશિપમાં 48 કિલોગ્રામ વર્ગમાં ભાગ લેનાર ચાનુએ 85 કિલોગ્રામ વર્ગથી શરૂઆત કરી હતી. ત્યાર બાદ 109 કિલોગ્રામ ભાર વર્ગમાં તેણે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. મિરાબાઇ ચાનુ પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ 1994માં ઓલિમ્પિકમાં કાસ્ય પદક અને 1995માં વિશ્વ ચૈમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી હતી. પોડિયમમાં ઉભા રહીને તેણે ભારતીય ત્રીરંગાની શાન વધારી હતી. થાઇલેન્ડની સુકચારોન તુનિયાએ સિલ્વર મેડલ અને ઇરીસે…

Read More

ઉમર અકમલના મૃત્યુની અફવા પાકિસ્તાની ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ઉમર અકમલે પોતાના મૃત્યુ અંગે ફેલાઈ રહેલી અફવાઓનું ખંડન કરવા માટે ટ્વીટર પર વીડિયો અપલોડ કર્યો. જણાવી દઈએ કે, અત્યારે પાકિસ્તાનના લાહોરમાં હિંસક ઘટનાઓ થઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરમાં ઉમર અકમલ જેવો જ દેખાતા એક શખસને ગંભીર હાલતમાં જોઈ તેને ઉમર અકમલ માની લીધો હતો અને તેના મોતના સમાચાર ચારેબાજુ ફેલાઈ ગયા હતા. વિડીયો પોસ્ટ દ્રારા કર્યું ખંડન લોકોએ પહેલા તેને સ્વસ્થ થવાની દુઆ આપી અને બાદમાં શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા. આ અંગે સ્પષ્ટતા આપતા ઉમરે કહ્યું કે, તે સ્વસ્થ છે અને લાહોરમાં છે.…

Read More