સૌજન્ય: પ્રણવ ધાનાવાડે અંગે મુંબઈના અંગ્રેજી દૈનિક મિડ-ડેમાં પ્રકાશિત હરીત જોષીનો વિશેષ અહેવાલ મુંબઇ : ક્યારેય સાંભળ્યું છે કે કોઈ રમતવીરે તેની સ્કોલરશિપ લેવાનો ઇનકાર કરી દીધો હોય અને માત્ર એ જ કારણસર કે તે અગાઉ જેવી રમત દાખવી શકતો નથી? હજી ગયા વર્ષના જાન્યુઆરીમાં મુંબઈના કલ્યાણ ખાતે સ્કૂલ ટુર્નામેન્ટની એક ક્રિકેટ મેચમાં એક જ ઇનિંગ્સમાં 1009 રન ફટકારનારા પ્રણવ ધાનાવાડેના પિતાએ મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને એક પત્ર લખીને સ્કોલરશિપ લેવાનો ઇનકાર કરી દીધો છે. એક ઇનિંગ્સમાં 1009 રન ફટકારનારા પ્રણવના પિતા કહે છે તે અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો નથી એટલે અમે સ્કોલરશિપના નાણા લઇ શકાય નહીં. તેણે જાન્યુઆરી…
કવિ: Sports Desk
બરોડા : બરોડા ક્રિકેટ એસોસીએશનની અંડર 19ની મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઝોનમાં ચૈમ્પિયન બની છે. હાલમાં ઓરંગાબાદમાં રમાયેલી અંડર -19 વેસ્ટ ઝોન વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી વધુ પોઈન્ટ મેળવી વડોદરાની મહિલા ખેલાડીઓએ ઉત્તમ દેખાવ કરી ચેમ્પિયનશિપ હાશીલ કરી હતી. વડોદરા ટીમે માત્ર 13.3 ઓવરમાં એક વિકેટ 59 રન બનાવી જીત મેળવી હતી. વડોદરા વતી રાધાયાદવે 4રનમાં 3 અને જયા મોહિતેએ 19 રનમાં 3 વિકેટ મેળવી હતી. જ્યારે ચાર્મી શાહે 12 રનમાં બે વિકેટ મેળવી હતી. વડોદરાની ટીમ 16મી નવેમ્બરે બિહાર ખાતે રમાનાર સુપરલીગ માટે ક્વોલિફાય થઈ ગઈ છે ત્યારે ટીમે તડામાર તૈયારઓ શરૂ કરી છે.
મુંબઇ : ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2017માં ઉપવિજેતા રહેલી ભારતીય ટીમના દરેક ખેલાડીઓને ઇનામી રકમ તરીકે 38.67 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. BCCIએ ખેલાડીઓને કરેલા પેમેન્ટ્સનું લિસ્ટ રજૂ કર્યું છે. આ ઉપરાંત કોચિંગ સ્ટાફ અને રાજ્ય સંઘોને પણ ચૂકવણી કરવામાં આવી છે. BCCIએ જણાવ્યું છે કે, 18 ઑક્ટોબરથી 17 જાન્યુઆરી દરમિયાન ત્રણ મહિના માટે કોચ રવિ શાસ્ત્રીને 2.02 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ભારતીય બોલિંગ કોચને 26.99 લાખ જ્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજીને પણ વન-ટાઈમ બેનિફિટ રૂપે 50 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ ઉપરાંત બોર્ડે રાજ્ય સંઘોને કરેલી ચૂકવણીની પણ જાણકારી આપી. ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝ રોયલ ચેલેન્જર્સને આ…
અમદાવાદ : ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે હાલમાં જ ટી-20 સીરીઝ જીતીને પોતાના વિજય અભિયાનને ચાલું રાખ્યું છે. વિરાટે કોહલી હવે દરેક મેચમાં કોઇને કોઇક રેકોર્ડ તોડીને પોતાના નામે કરતો રહ્યો છે. વિરાટે સૌથી ઝડપી 9000 રન બનાવવાની સાથે સાથે વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે સદી ફડકારનાર ખેલાડીઓમાં પણ બીજા સ્થાને છે. આમ, વિરાટનું ફેન ફોલોઈંગ ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ ખૂબ જ છે. સૌથી વધુ કમાણી કરનારો ક્રિકેટર દરેક લોકો કોહલને રન બનાવતો જોવા માટે ઉત્સુક રહે છે. ક્રિકેટના મેદાનની બહાર પણ વિરાટ પોતાની સ્ટાઈલ અને ફેશનના કારણે ચર્ચામાં રહે છે. ભારતના અન્ય ખેલાડીઓના…
અમદાવાદ : ક્રિકેટની જેમ હવે ધોની બિઝનેસમાં પણ આગેકુચ કરી રહ્યો છે. એટલે કે ધોનીએ કપડાની પોતાની “સેવન”બ્રાંડ શરૂ કર્યા બાદ હવે ક્રિકેટ એકેડેમી પણ શરૂ કરી રહ્યો છે. શું છે તેની ક્રિકેટ એકેડેમીનું નામ અને ક્યા શરૂ કરી રહ્યો છે તેની ક્રિકેટ એકેડેમી તેના પર એક નજર નાખીએ. ‘ધ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ એકેડમી’નું ઉદઘાટન 11 નવેમ્બર એટલે કે, શનિવારે તે દુબઈમાં પોતાની પહેલી ગ્લોબલ ક્રિકેટ એકેડમી – ધ મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ એકેડમીનું ઉદઘાટન કરશે. બીજા દિવસે ઊભરતા ક્રિકેટરો સાથે એક વિશેષ ક્રિકેટ ક્લિનિક પણ આયોજિત કરશે. આની સાથે જ ધોની એવો સક્રિય ક્રિકેટર બની જશે જેની પોતાની…
T૨૦ સિરીઝમાં ભારતની જીતને કારણે ન્યૂઝીલેન્ડની ટીમને રેકિંગમાં મોટું નુકસાન થયું છે. પરંતુ સૌથી મોટો ફાયદો ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમને થયો છે. ભારત ટી20 સીરીઝ જીતતાની સાથે જ પાકિસ્તાન ટી૨૦ રેન્કિંગમાં નંબર વન પર પહોચી ગયું છે. ટી20 રેકિંગમાં ૧૨૪ પોઇન્ટ સાથે પાકિસ્તાન ટીમ પહેલા સ્થાને છે અને બીજા સ્થાને રહેલી ટીમો કરતાં ચાર પોઇન્ટનો તફાવત છે. પાક્સ્તિાને ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની સિરીઝ અગાઉ શ્રીલંકાને ૩-૦થી કારમો પરાજય આપતાં તેના ૧૨૪ પોઇન્ટ થયા હતા. તે પછી ભારત સામે ૧-૨થી સિરીઝ ગુમાવતાં ન્યૂઝીલેન્ડને પાંચ પોઇન્ટનું નુકસાન થયું હતું જેને કારણે નંબર વનનું સ્થાન ગુમાવવાનો વારો આવ્યો છે. ભારતીય ટીમે સિરીઝ જીતતાં ત્રણ…
અમદાવાદ: ભારતમાં રમાયેલી ૮૨મી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાઇના નેહવાલ અને એચ.એસ. પ્રણોયે પોતાનું શાનદાર પ્રદર્શન કરતા મહિલા અને પુરુષ સિંગલ્સની ટ્રોફી જીતી લીધી હતી. મહિલા સિંગલ્સની ફાઇનલમાં સાઇના નેહવાલે બીજો ક્રમાંક ધરાવતી પી.વી. સિંધુને ૫૪ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૭, ૨૭-૨૫થી પરાજય આપી ત્રીજી વખત નેશનલ ટાઇટલ જીતી લીધું છે. મહત્વની વાત એ છે કે સાઇના નેહવાલે આ ચેમ્પિયનશિપમાં ૧૦ વર્ષ બાદ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ પહેલાં સાઇનાએ વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૭માં ટાઇટલ જીત્યું હતું. પ્રણોયે શ્રીકાંતનો વિજયરથ અટકાવ્યો પુરુષ સિંગલ્સમાં એચ. એસ. પ્રણોયે મેજર અપસેટ સર્જતાં બીજો ક્રમાંક ધરાવતા કિદાંબી શ્રીકાંતને ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં ૨૧-૧૫,…
અમદાવાદ: બ્રિટેનના સ્ટાર ટેનિસ ખેલાડી એવા એન્ડી મરે અને તેમની પત્ની કિમના બીજીવાર માતા-પિતા બન્યા છે. એન્ડી મરેની પત્નીએ નાની પરીને જન્મ આપ્યો છે. એન્ડી મરે અને કિમનાએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. તેમની પહેલાથી જ એક દિકરી સોફિયા છે. સોફિયાનો જન્મ 2016માં થયો હતો. મરે જુલાઇમાં પોતાની પત્ની ફરી એકવાર ગર્ભવતી છે તેવી જાણકારી આપી હતી. મરેને મંગળવારે રાત્રે એક પ્રદર્શનની મેચમાં ભાગ લીધો હતો. હિપ સર્જરીના કારણે મરે ટેનિસથી દૂર હતો. આ પ્રદર્શની મેચમાં તે સ્વિટ્ઝરલેન્ડના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે મરેને 6-3, 3-6, 10-6 થી માત આપી હતી. આ મેચ બાદ મરે પોતાની બીજી દિકરીના જન્મની જાણકારી શૅર…
અમદાવાદ: પાંચવાર વર્લ્ડ ચેમ્પિયન બનેલી બોક્સર એમસી મેરી કોમે એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. મેરી કોમે એશિયન ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં 48 કિલો લાઈટ ફ્લાઈવેટ વર્ગની ફાઈનલમાં ઉત્તર કોરિયાની કિમ હયાંગને હરાવીને આ ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે જ લંડન ઓલિમ્પિક્સ બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમે એશિયન ચેમ્પિયનશીપમાં પોતાનો પાંચમો ગોલ્ડ મેડલ હાસલ કર્યો. 35 વર્ષની મેરી કોમે 2003, 2005, 2010 અને 2012માં ગોલ્ડ મેડલ જીત્યાં જ્યારે 2008માં તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મણિપુરની બોક્સર મેરી કોમે લગભગ એક વર્ષ બાદ બોક્સિંગ રિંગમાં ગોલ્ડન વાપસી કરી છે. રાજ્યસભા સાંસદ મેરી કોમ 51 કિલોમાં ભાગ લીધા…
તિરુવનંતપુરમ્ઃ પોતાના શિષ્યના એક પરાજયથી પરેશાન ગુરુ અને ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ગઈ કાલે અહીંના પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. શાસ્ત્રીએ ‘અગ્રશાલા ગણપતિ’માં શ્રીફળ અર્પણ કર્યું હતું. અહીં એવી માન્યતા છે કે તે બાધાઓમાંથી મુક્તિ અપાવે છે. શહેરમાં ગઈ કાલે સવારથી ભારે વરસાદ પડી રહ્યો હતો. પદ્મનામસ્વામી મંદિરનાં સૂત્રોએ જણાવ્યું કે રવિ શાસ્ત્રીએ સવારે બીસીસીઆઇના કેટલાક પદાધિકારીઓ સાથે આ મશહૂર મંદિરમાં એક કલાકનો સમય વિતાવ્યો હતો અને ભગવાન હનુમાનજીને ‘માખણ’ ચડાવ્યું હતું. શાસ્ત્રી જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે પહેલી વાર પોતાની માતા સાથે આ મંદિરમાં આવ્યો હતો. તેણે કહ્યું કે હવે પછી જ્ચારે તે આ શહેરમાં આવશે…