ભારતના દિગ્ગજ નિશાનેબાજ ગગન નાંરગે કૉમનવેલ્થ નિશાનેબાજી ચેમ્પિયનશિપની 50 મીટર રાઇફલ પ્રોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે એક અન્ય ભારતીય સ્વપ્નિલ સુરેશ કુસાલે આ સ્પર્ધામાં કાંસ્ય મેડલ જીત્યો છે તો વળી, ઓસ્ટ્રેલિયાના ડૈન સેમ્પસને ગોલ્ડ પર પરફેક્ટ નિશાન સાંધ્યું છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં જારી આ ટૂર્નામેન્ટમાં ગુરુવારે અનુ રાજે મહિલાઓની 50 મીટર પિસ્ટલ સ્પર્ધામાં કાંસ્ય મેડલ પર કબજો જમાવ્યો હતો. નોંધપાત્ર છે કે, રિયો ઓલિમ્પિક બાદ નારંગે પ્રથમ વખત કોઇ મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. તેણએ 617.6 અંકોની સાથે ક્વાલિફિકેશન દૌરમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફાઇનલમાં તેણે 246.3 અંકોની સાથે સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો છે. તે ગોલ્ડ…
કવિ: Sports Desk
દિલ્લી: ગુરજીત કૌરના શાનદાર ગોલન મદદથી કજાખસ્તાનને હરાવીને ભારતીય મહિલા હૉકી ટીમ એશિયા કપ ટૂર્નામેન્ટ 2017ની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કાકામિધારા ક્વાસ્કી સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કજાખસ્તાનને 7-1થી હાર આપી હતી. જો કે કજાખસ્તાને બીજી જ મીનીટે ગોલ કરી મેચની શરૂઆત કરી હતી. મેચની શરૂઆતની બીજી મિનિટમાં વીરા દોમાશનેવાએ ફિલ્ડ ગોલ કરી કજાખસ્તાને ખાતુ ખોલાવ્યું હતું. જો કે ત્યાર બાદ ટીમને બીજો ગોલ કરવાની તક મળી ન હતી.ગુરજીતે ચોથી મિનિટમાં ગોલ કરી ભારતનું ખાતુ ખોલતા સ્કોર 1-1ની બરાબરી કરી દીધો હતો. દીપ ગ્રેસ એક્કાએ બીજા ક્વાર્ટરમાં 16મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર…
આમ તો ક્રિકેટના મેદાન પર વાઇડ અને નોબોલની લ્હાણી થતી હોય છે પરંતુ, બીસીસીઆઇ મહિલા અન્ડર-19 વન ડે મેચમાં વાઇડ બોલનો વરસાદ વરસ્યો હતો. આ મેચમાં કુલ 136 વાઇડ બોલ ફેંકાયા હતા. આ પ્રકારે મેચમાં 100થી વધુ રન વાઇડ બોલથી બન્યા હતા. મણિપુર અને નાગાલેન્ડ વચ્ચે રમાયેલી બીસીસીઆઇ મહિલા અન્ડર-19 વન ડે મેચામં બંને ટીમોએ મળીને કુલ 136 વાઇડ બોલ નાંખ્યા હતા. મણિપુરની ટીમે 94 જ્યારે નાગાલેન્ડની ટીમે 42 વાઇડ બોલ નાંખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં નાગાલેન્ડની મહિલા ટીમનો 117 રનથી વિજય થયો હતો. નાગાલેન્ડની ટીમ 38 ઓવરમાં 215 રન બનાવી ઓલઆઉટ થઇ હતી. જેમાં સૌથી વધુ વાઇડ…
ભારતીય ટેસ્ટમાં જુનીયર વોલ ચેતેશ્વર પજારાએ ઝારખંડ સામેની રણજી મેચમાં 204 રન બનાવવાની સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ચેતેશ્વર પૂજારાએ ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં આ 12મી બેવડી સદી હતી. તે આ સાથે સૌથી વધુ 200 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બની ગયો છે. ચેતેશ્વર પૂજારાએ વિજય મર્ચન્ટને પાછળ છોડયા હતા જેમના નામે 11 વખત 200 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હતો. ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં છ વખત જ્યારે ભારત તરફથી રમતાં ત્રણ વખત બેવડી સદી ફટકારી ચૂક્યો છે. ચેતેશ્વર પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ ૪૨મી સદી ફટકારવાની સાથે લય પણ મેળવી હતી.…
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી પર આઇસીસીના નિયમોના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-20 સિરીઝની પ્રથમ મેચ દરમિયાન ડગ આઉટમાં વિરાટ કોહલીને વોકી-ટોકીનો ઉપયોગ કરતા જોવામાં આવ્યો હતો. આ ફૂટેજ સામે આવ્યા બાદ ચર્ચા હતી કે વિરાટ પર આઇસીસી કાર્યવાહી કરશે પરંતુ આઇસીસીએ ક્લિનચીટ આપતા કહ્યું કે તેને પહેલાથી પરવાનગી લીધી હતી. આઇસીસીના નિયમ 4.3.1 ડગ-આઉટ અને ડ્રેસિંગ રૂમ વચ્ચે સંપર્ક માટે સંચારની અનુમતી આપે છે. વાસ્તવમાં મેચ દરમિયાન વિરાટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી હતી. જેમાં વિરાટ વોકીટોકી પકડેલો જોવા મળ્યો હતો. જો કે, આઇસીસીએ વિરાટ કોહલીને ક્લિન ચિટ આપતા કહ્યું કે,…
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારતીય ટીમના ઝડપી બોલર આશિષ નેહરાને લઇને યુવરાજે મોટો ખુલાસો કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટ્વેન્ટી-20 મેચમાં જીત બાદ નેહરાને તેના કરિયર માટે શુભકામનાઓ લોકો પાઠવી રહ્યાં છે ત્યારે તેના સાથી યુવરાજ સિંહે તેનું એક રહસ્ય ઉજાગર કર્યું છે. વાત એવી છે કે યુવરાજ સિંહે ફેસબુક પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે કહ્યું છે કે, પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી તેને પોપટ કરીને બોલાવતો હતો. કારણ કે તે ઘણું બોલતો હતો. તે પાણીની અંદર રહીને પણ બોલી શકતો હતો. જ્યારે પણ તમે તેની સાથે રહો ક્યારેય બોર થઇ શકશો નહીં. તે તમને ઘણો…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દિલ્હીના ફિરોઝ શાહ કોટલામાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતે ઐતિહાસીક જીત મેળવી હતી. જેમાં ઓપનર રોહિત શર્માએ વધુ એક સિદ્વિ પોતાના નામે કરી હતી. રોહિત શર્મા હવે ટી20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટસમેન બની ગયો છે. રોહિત શર્માએ કૉલિન મુનરોની બોલિંગમાં બીજો છગ્ગો ફટકારતા તેણે ભારતના ઓલરાઉન્ડર બેટસમેન સુરેશ રૈનાને પાછળ મૂક્યો હતો. આ સાથે રોહિત શર્મા છગ્ગા ફટકારવાના મામલામાં નંબર-1 પર પહોંચી ગયો છે. રોહિત શર્માના નામે હવે 257 ટી20 મેચમાં 268 છગ્ગા નોંધાયા છે. જ્યારે સુરેશ રૈના 265 છગ્ગા સાથે બીજા નંબર પર છે. ભારતીય ખેલાડીઓના ટી20માં છગ્ગા રોહીત શર્મા 268 સુરેશ રૈના 265 યુવરાજસિંહ 244 ધોની 227 યુસુફ પઠાણ 221 વિરાટ કોહલી 217 આમ તો ટી20 ક્રિકેટમાં સૌથી…
ચાલુ વર્ષમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય બેડમિન્ટન સ્ટાર કિદાંબી શ્રીકાંતને પૂર્વ ખેલ મંત્રી વિજય ગોયલે પ્રતિષ્ઠિત પદ્મ શ્રી પુરસ્કાર માટે નામિત કર્યો છે. શ્રીકાંતે ગત સપ્તાહે ફ્રેન્ચ ઓપન જીતી એક કેલેન્ડર સત્રમાં ચાર સુપર સિરીઝ ટૂર્નામેન્ટ જીતનાર ભારતનો પ્રથમ અને દુનિયાનો ચોથો બેડમિન્ટ ખેલાડી બન્યો હતો. સંસદીય કાર્ય મંત્રી વિજય ગોયલે ગૃહ મંત્રી રાજનાથ સિંહને પત્ર લખી શ્રીકાંતના નામની ભલામણ દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન માટે કરી છે. ગોયલે લખ્યું છે કે, હાલની પરિસ્થિતિઓમાં આવશ્યક છે કે, ભારતમાં આ ખેલમાં તેના યોગદાનનો સ્વિકાર કરતા આ યુવા ખેલાડીને પ્રેરિત કરવામાં આવે. તે દેશના યુવા ખેલાડીઓ માટે આદર્શ છે, અને લાખો લોકો…
અબુધાબી: યુએઇએ અબુધાબી જૂડો ગ્રાન્ડસ્લેમ દરમિયાન ઇઝરાયલના ખેલાડી સાથે થયેલા ભેદભાવ અંગે માફી માગી છે. યુએઇ જૂડો ફેડરેશનના બે અધિકારીઓએ રવિવારે ઇઝરાયલ જૂડો એસોસિયેશના પ્રમુખ મોશે પોંટે સાથે મુલાકાત યોજીને ભેદભાવ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. ગયા સપ્તાહે જૂડો ગ્રાન્ડસ્લેમ દરમિયાન યૂએઇ અને ગ્રીસના બે ખેલાડીઓએ ઇઝરાયલી ખેલાડી સાથે હાથ મિલાવાનો ઇનકાર કરી દીધો હતો. જ્યારે ઇઝરાયલના એક ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો હોવા છતાં ટૂર્નામેન્ટના આયોજકોએ તેના દેશનું રાષ્ટ્રગીત વગાડ્યું નહોતું.
કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ વધુ એક સિદ્ધી મેળવી છે. જેમાં મહિલા અને પુરુષ શૂટરોએ શાનદાર પ્રદર્શન કરતાં મંગળવારે બે ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત પાંચ મેડલ મેળવ્યા હતા. મહિલા વિભાગની ૧૦ મીટર એર રાઇફલની ફાઇનલમાં પૂજા ઘાટકરે ૨૪૯.૮નો સ્કોર કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે ભારતની જ અંજુમ મોદગીલે ૨૪૮.૭ના સ્કોર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. સિંગાપુરની ર્માટીના લિન્ડસે વેલોસોએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં ભારતની અન્ય એક શૂટર મેઘના સજ્જનાર ૧૮૩.૮ના સ્કોર સાથે પાંચમા સ્થાને રહી હતી. સજ્જાર ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ૪૧૬.૬ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહી હતી પરંતુ ફાઇનલમાં લય જાળવી શકી નહોતી. આ ઉપરાંત…