ટીમની સુરક્ષા સંબંધી ચિંતાઓને દૂર કરવાના પ્રયાસ કરતા પાકિસ્તાન ટેનિસ ફેડરેશન (પીટીએફ)ના અધ્યક્ષ સલીમ સૈફુલ્લાહે ડેવિસ કપ મેચ દરમિયાન પ્રવાસી ટીમને ખુબ જ સુરક્ષિત માહોલ ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન અને વચન આપ્યું છે. પાકિસ્તાન 12 વર્ષમાં પહેલીવાર ડેવિસ કપ મેચના આયોજનની તૈયારી કરી રહ્યું છે. પીટીએફના અધ્યક્ષે સાથે જ એવું કહ્યું હતું કે અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 14-15 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ મેચ માટે નિમંત્રણ મોકલવાની યોજના બનાવી રહ્યા છીએ. તેમણે પ્રવાસી ટીમ અને પ્રશંસકો માટે યાદગાર મહેમાનગતીનું પણ વચન આપ્યું હતું. તેમણે એવું કહ્યું હતું કે અમે ભારતીય ડેવિસ કપ ટીમની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છીએ. ભારતીય ખેલાડીઓ અને…
કવિ: Sports Desk
ન્યુઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી) દ્વારા પોતાના સ્પિન દિગ્ગજ માજી કેપ્ટન ડેનિયલ વિટોરીની સિદ્ધિઓના માનમાં તેની જર્સી નંબર 11ને રિટાયર કરવાનો નિર્ણય લીધો હતો. માત્ર વિટોરી જ નહીં પણ એ તમામ કિવી ક્રિકેટરોની ટી-શર્ટને રિટાયર કરવાનો નિર્ણય લેવાયો છે, જેમણે ન્યુઝીલેન્ડ વતી 200 કે તેનાથી વધુ વનડે રમી હોય. ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા સોમવારે ટિ્વટ કરવામાં આવ્યું હતું કે ન્યુઝીલેન્ડનું 200થી વધુ વનડેમાં પ્રતિનિધિત્વ કરનારા તમામ ક્રિકેટરોની જર્સીને નિવૃત્ત કરી દેવામાં આવી છે. ડેનિયલ વિટોરીએ સૌથી વધુ 291 વનડેમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે અને તેની જર્સીનો નંબર 11 હતો. વિટોરીએ 291 વનડેમાં કુલ 305 વિકેટ લીધી હતી અને સાથે જ તેણે 4 અર્ધસદીની…
વેસ્ટઇન્ડિઝ સામેની બીજી ટી-20માં 67 રનની ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનારા રોહિત શર્માએ રવિવારે કેટલીક નવી સિદ્ધિઓને પણ પોતાના નામે જોડી દીધી છે. રોહિત હવે ટી-20 ક્રિકેટમાં સર્વાઘિક 215 છગ્ગા મારનારો ખેલાડી બનવાની સાથે જ 2400 રનનો આંકડો પાર કરનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માના નામે ટી-20માં સર્વાધિક 4 સદીનો પણ રેકોર્ડ છે. તેના પછી ગ્લેન મેક્સવેલ અને કોલિન મુનરો 3-3 સદી સાથે બીજા ક્રમે જ્યારે માર્ટિન ગપ્તિલ, ક્રિસ ગેલ બ્રેન્ડન મેક્કલમ 2-2 સદી સાથે સંયુકત ત્રીજા ક્રમે છે. રોહિત શર્માએ રવિવારે 67 રનની ઇનિંગ રમી તેની સાથે જ તેના કુલ રનનો આંક 2400…
ટીમ ઇન્ડિયાને 1983માં વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન કપિલ દેવની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી)ને ભારતીય ટીમના મુખ્ય કોચની પસંદગી કરવા માટે લીલી ઝંડી આપી દેવાઇ હોવાનું અહીં વહીવટદારોની કમિટી (સીઓએ) દ્વારા જણાવાયું હતું. કમિટીમાં સામેલ ત્રણેય સભ્યો સામે હિતોના ટકરાવનો કોઇ મામલો નથી તેથી હવે તેઓ નવા કોચની પસંદગીનું કાર્ય શરૂ કરી શકશે. કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની આ કમિટી ઓગસ્ટના મધ્યભાગ સુધીમાં ટીમના કોચની પસંદગી કરી શકશે. આ બાબતે વહીવટદારોની સમિતિ (સીઓએ)એ કહ્યું છે કે અમે ડેકલેરેશન લેટરની તપાસ કરી લીધી છે અને તેમાં બધુ યોગ્ય જણાયું છે. હવે કપિલની આગેવાની હેઠળની કમિટી નવા કોચને…
પ્રજનેશ ગુણેશ્વરની આગેવાનીમાં ભારતીય ટેનિસના તમામ ટોચના ખેલાડીઓને પાકિસ્તાનના પ્રવાસે જનારી ભારતીય ડેવિસ કપ ટીમમાં સામેલ કરાયા છે. રોહિત રાજપાલની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ આ ટીમ પસંદગીમાં કોઇ આશ્ચર્યજનક પસંદગી કરી નથી. સુમિત નાગલે પોતાને ઇજાને કારણે અનુપલબ્ધ ગણાવતા તેના સ્થાને સાકેત માઇનેનીની ડેવિસ કપ ટીમમાં વાપસી થઇ છે. ટોચના સિંગલ્સ અને ડબલ્સ ખેલાડીઓની પસંદગી નક્કી જ મનાતી હતી અને તેમાં સિંગલ્સ અને ડબલ્સ બંને રમવામાં માહેર માઇનેનીનો સમાવેશ પણ કરાયો છે. પ્રજનેશ ગુણેશ્વરન અને રામકુમાર રામનાથન સિંગલ્સમાં ભારતના પડકારની આગેવાની સંભાળશે જ્યારે રોહન બોપન્ના અને દિવિજ શરણ ડબલ્સમાં જોડી બનાવશે. ઇજાને કારણે સુમિત નાગલ હટી ગયો હોવાથી તેના સ્થાને…
એજબેસ્ટન મેદાન પર રમાયેલી આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ અને એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ નાથન લિયોન અને પેટ કમિન્સની ઘાતક બોલિંગની મદદથી યજમાન ઇંગ્લેન્ડને તેના જ ઘરઆંગણે 251 રને પછાડીને સિરીઝમાં 1-0ની સરસાઇ મેળવવા સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપનો વિજયી પ્રારંભ કર્યો હતો. આ ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ પ્રકરણ પછી પહેલીવાર ટેસ્ટ રમવા મેદાને ઉતરીને દાવમાં સદી ફટકારનારા સ્ટીવ સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 398 રનના લક્ષ્યાંકની સામે ઇગ્લેન્ડે પાંચમા દિવસની શરૂઆત વિવા વિકેટે 13 રનથી કરી હતી અને રમત શરૂ થતાની સાથે જ ઇંગ્લેન્ડને પહેલો ફટકો પડ્યો હતો અને રોરી બર્ન્સ માત્ર 11 રન કરીને આઉટ થયો હતો, તે…
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી-20 મેચમાં શ્રેષ્ઠ બોલિંગ કરનારા વોશિંગ્ટન સુંદરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ભવિષ્યમાં તે મોટી ભૂમિકા ભજવવાની કાબેલિયત ધરાવે છે. સુંદરે રવિવારે રાત્રે રમાયેલી મેચમાં 3 ઓવર ફેંકી હતી અને તેમાંથી એક મેડન રહી હતી. તેણે માત્ર 12 રન આપીને એક વિકેટ પણ લીધી હતી. સુંદરની બોલિંગની સૌથી સારી વાત એ રહી હતી કે તેણે વેસ્ટઇન્ડિઝના તોફાની બેટ્સમેનોને મોટા ફટકા મારવા દીધા નહોતા. મેચ પછી કોહલીએ કહ્યું હતું કે વોશિંગ્ટને જે રીતે બોલિંગ કરી ખાસ કરીને ત્યારે જ્યારે કે વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓ મોટા ફટકા મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે સમયે તેણે…
બર્મિંઘમમાં રમાયેલી એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના ઓપનર રોરી બર્ન્સે એક અલગ રીતે રેકોર્ડ બુકમાં પોતાનું નામ લખાવ્યું હતું. ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લેન્ડ વતી બેટિંગમાં ઉતરેલા બર્ન્સે એશિઝ ટેસ્ટના પાંચેય દિવસ બેટિંગ કરીને ક્રિકેટ ઇતિહાસનો માત્ર બીજો એવો ખેલાડી બન્યો હતો, જેણે આ રીતે પાંચેય દિવસ બેટિંગ કરી હોય. બર્ન્સ પહેલા આ પ્રકારે એશિઝ ટેસ્ટના પાંચેય દિવસ બેટિંગ કરનારા એકમાત્ર ખેલાડી તરીકે ઇંગ્લેન્ડના દિગ્ગજ જ્યોફ બોયકોટનું નામ છે. બોયકોટે 1977માં નોટિંઘમમાં રમાયેલી એશિઝ ટેસ્ટના પાંચેય દિવસ બેટિંગ કરી હતી. બર્ન્સ ટેસ્ટના પહેલા દિવસે 4 રન કરીને આઉટ થયો હતો તે પછી બીજા દિવસે તે 121 રન કરીને નોટઆઉટ રહ્યો અને…
નવી દિલ્હી, તા. 04 : ભારતની ટોચની મહિલા રેસલર વિનેશ ફોગાટે વારસા ખાતે ચાલી રહેલી પોલેન્ડ ઓપન રેસલિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 53 કિગ્રાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ કેટેગરીમાં વિનેશનો આ સતત ત્રીજો ગોલ્ડ મેડલ રહ્યો છે. આ 24 વર્ષિય રેસલરે ફાઇનલમાં સ્થાનિક રેસલર રુકસાનાને 3-2થી હરાવી હતી. વિનેશે આ પહેલા ક્વાર્ટર ફાઇનલમાં રિયો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ સ્વીડનની સોફિયા મેટસનને હરાવી હતી અને વિનેશે ગત મહિને સ્પેનમાં ગ્રાંપ્રી અને તુર્કીના ઇસ્તંબુલમાં યાસુર દોગુ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ટીમના મેન્ટર અને કોચ ઇરફાન પઠાણે કહ્યું છે કે તને 100 અન્ય ક્રિકેટરોની સાથે જેમ બને તેમ ઝડપથી ટીમ કેમ્પ છોડી દેવા જણાવી દેવાયું છે. ત્રાસવાદી ઘટનાની આશંકાને પગલે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા સહેલાણીઓ અને અમરનાથ યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓને જેમ બને તેમ બનતી ત્વરાએ ખીણ વિસ્તાર છોડી દેવા જણાવાયું છે. એક સમાચાર સંસ્થાએ ઇરફાન પઠાણને એવું કહેતા ટાંક્યો છે કે અમારો કેમ્પ બંધ કરાવી દેવાયો છે અને ક્રિકેટરોને ઘરે મોકલી દેવાયા છે. કેમ્પ 14 જૂનથી શરૂ થયો હતો અને 14 જુલાઇ સુધી ચાલ્યો હતો. 10 દિવસના બ્રેક પછી ફરી કેમ્પ શરૂ થયો, શનિવારે લગભગ 100 ક્રિકેટરોને તેમના…